Startup of drama in Gujarati Motivational Stories by Pravin Borad books and stories PDF | નાટકનું સ્ટાર્ટઅપ

નાટકનું સ્ટાર્ટઅપ

નાટકનું "સ્ટાર્ટઅપ"


જિંદગીમાં ઘણીવાર અચાનક કંઇક નવું સ્ટાર્ટઅપ જોવા મળે અને સફળતાં પણ એમજ આપોઆપ પણ વધે છે.

એક ગામથી બીજે ગામ એક નાટક મંડળી પોતાનાં નાટકો ભજવતા હતા પાત્રો પણ બદલાતા જતા હતા . પરંતુ જોઇએ તેવી સફળતાં મળે નહીં

વાસ્તવિક જીવનમાં તેને અનુરુપ કલાકારોને પોતાની પ્રમાણિકતા પણ જવાબદાર હોય છે., કલાકારે બધી જ ભૂમિકા ભજવી હોય છે એટલે જ ઉંમર વટાવી ગયેલા કલાકારના ચહેરા પર બધા જ ભાવો હોય છે, એ કલાને પોતાની કલા ના સહારે ઉપલી હદ સુધી લઈ જતાં હોય છે. એનું પોતીકું સંવેદન જ એને અભિનયમાં ડુબાડે છે. એટલે જ તો તે અભિનય કરે ત્યારે પછી કઈ જ નથી દેખાતું સિવાય કે સમસંવેદન.'


'એય, મીઠા ! ક્યાં ખોવાઈ ગયો. ને આ શું બોલે છે કઈ ખબર પડે એવું બોલ ને !'ગમલો, મીઠાને રીતસરનો ધમકાવતો બોલ્યો. પણ, મીઠો તો ક્યારનોય ફક્ત શરીરથી ત્યાં હાજરી આપી વિચારોની દુરની સીડી લઈ સ્વપ્નનગરીએ પહોંચી ગયો હતો. એ જ એક જગ્યા હતી જ્યાં મીઠો પોતાની મરજી મુજબ વિહરી ને જીવી શકતો હતો.


ગામ આખું ભલે મીઠો કેતું હોય પણ એને તો પોતાના મીઠા નામનું અઢળક મીઠાશ હતી.


'એલા મીઠલા ક્યાં મુઓ છે? તને ક્યારના ગોતેસ આખા ગામમાં, હાલ મારા ભેગો.' મીઠાથી ઘણો નાનો હોવા છતાં હકલો તુંકારાથી બોલ્યો.


મીઠલો હકલા પાછળ જાણે પાળેલું કૂતરું પૂંછડી પટ -પટાવતુ હોય તેમ દોરવાતો દોરવાતો ગયો. નજર સમક્ષ આવેલું દ્રશ્ય જોઈ મીઠો તો રોમાંચિત થઈ ઉઠયો. હકલો એને એક વ્યક્તિ પાસે લઈ ગયો અને ત્યાં જઈને કહે, 'લ્યો સાયબ, આ મીઠો છે ને ઇ જ કામ કરવા પેદા થયો છે એવું અમને આખા ગામને લાગે છે. અમારા ગામનો ખોટો સિક્કો છે, તમને કામ લાગી જાય તો અમારું ગામ તો તમારા પગ ધોેઈને અમૃતપાન કરશે. અમને તો ઇ કઈ કામનો લાગતો નથી.' તમારે એને જેમ નીચવવો હોય તેમ નીચવો અમે કપડાની જેમ કોરા હમજીશું.


મીઠા માટે , ' ' જે ભાવથી આ શબ્દ બોલાયો એ ભાવ જોેઈને નિરાશ થયો હતો. ગામમાં જ્યારે પણ કોઈ નાટક ભજવાતું મીઠો હંમેશા સ્ત્રી પાત્ર ભજવતો. ગામમાં ત્યારથી મીઠાની કોઈ ઠેકડી કરતા તો મીઠો, મીઠલો, મીઠીબેન, કે બાયલો એમ કહીને બોલાવતા. મીઠાને અપમાનજનક લાગતું છતાં એ કઈ બોલતો નહિ. ભવાઇના વેશમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષને ના જાણે ગામના લોકો કેવા કેવા અટપટા ઉપનામો આપીને બોલાવતા, એટલે હવે મીઠાનું નામ ' કેટલાય ' પડી ગયા. લોકોનું વર્તન મીઠા માટે કંઈ માનસભર ન હતું. એ કોઈ પણ વાત કરતો ત્યારે 'બાયલો' કહીને એની વાત છેદ પાડી ઉડાવતી. હવે એના કોઈ અંગત મિત્રો રહ્યા ન હતા. એ એકલો જ પોતાની દુનિયામાં મસ્ત રહેતો. કોઈ એને ગાંઠતું નહિં. એના કામને પણ માનની દ્રષ્ટિએ જોવામાં ન આવતું.


હા પણ, ગામની સ્ત્રીઓ મીઠા માટે સહાનુભૂતિ રાખતી. એમાંય અહલ્યા નાટકમાં અહલ્યાનું પાત્ર ભજવતી વખતે એની વેદના જે શબ્દોમાં ભજવી હતી એ પછી તો એણે ગામની દરેક સ્ત્રીને વિચારતી કરી મૂકી હતી કે સ્ત્રીઓનું પોતાની અંદર બધું દબાવી પથ્થર થઈ જવું ક્યારેક તો યોગ્ય નથી, પોતે જ પોતાના રામ બની જીવંત બનવું પડે છે. મીઠાએ અભિનય પણ એવો કર્યાે હતો કે ઘડીભર તો દર્શકો પણ નક્કી નહતા કરી શક્યા કે આ સ્ત્રી છે કે પુરુષ. એ પછીથી ગામની સ્ત્રીઓ મીઠાંનો આભાર માનતા કહેતી કે, ' મીઠાંભાઈ ! દરેક પુરુષ સ્ત્રીઓની વેદના નથી સમજી શકતો. તમે તો સમજી પણ ખરી, અનુભવી પણ ખરી અને બતાવી પણ ખરી. અમે ન બોલી શકીએ એને આમ નાટકમાં તમે બોલતા રહેજો.'


નાટક કંપનીના માલિકે મોઢામાં ભરેલ પાનની પિચકારી નીચે મારી મીઠાને પગથી માથા સુધી નિરખ્યો. પછી બોલ્યો, 'હાલશે આ, એલા ! સાડી પેરતા આવડે છે ને ? તારે થોડું બોલવુંય પડશે એ તો આવડશે ને ? જોેજે કંઈ ગડબડ ન કરતો. આ અમારી સાવિત્રીબાઈનેય આજે જ બીમાર પડવું હતું. આ તો ગામના ઘણા લોકોએ કીધુંકે બાઈનું પાત્ર તારા જેવું કોઈ ભજવી ન શકે તો થયું એક વખત જોેઈ લઈએ. વધુ કઈ બોલવાનું નથી એટલે ચાલશે.'


મીઠો બોલ્યો, 'સાહેબ, જીવ રેડી દઈશ પાત્ર ભજવવામાં, મારા માટે આ માત્ર કામ નહીં સમગ્ર જીવનનો અર્થ છે, ને હવે તો મારા નામને સાર્થક કરવા તનતોડ પ્રયત્નો કરવા છે.'


સેટ ગોઠવાઈ ગયો, કલાકારો આવી ગયા, ગામમાં જાહેરાતો થવા લાગી, ગામ આખું ઉત્કંઠાથી એ દિવસની રાહ જોવા લાગ્યું. આખરે એ દિવસ પણ આવી ગયો. શકુન્તલા ને અભિજ્ઞાાનના પ્રેમમાં દર્શકો ભીંજાવા લાગ્યા. નાટકના પાત્રો સાથે સૌ એકાકાર થતા ગયા. બીજું દ્રશ્ય ગોઠવાયું, શકુન્તલાની જન્મનો પ્રસંગ આવ્યો. ઇન્દ્રાસન પર બિરાજમાન ઇન્દ્ર મેનકાને પૃથ્વી પર જવા ફરમાન આપી રહ્યા છે, 'મેનકા તમારે વિશ્વામિત્રનો તપોભંગ કરવાનો છે, એમના તપના બળે આ ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. જાઓ પૃથ્વી પર અને એને તમારા સૌંદર્યના બળે રિઝવી લો..' નમણી, નાજુક મેનકા ઇન્દ્રરાજ સમક્ષ ગરદન ઝુકાવી મૌન ઉભી રહી. એના હાવભાવ જોઈ ઇન્દ્ર બનેલા કલાકારને કંઈક વહેમ ગયો કે આ નવો કલાકાર પોતાના ડાયલોગ ભૂલી ગયો લાગે છે. એ ફરી બોલીમાં અભિમાન લાવી બોલ્યો, 'મેનકા ! જાઓ ને મારી આજ્ઞાાનું પાલન કરો.'


નજર નીચે ઝુકાવી મેનકા બનેલો મીઠો બોલ્યો, 'નહીં, હવે કોઈની મહત્વાકાંક્ષા પુરી કરવા કોઈને રીઝવવા હું પૃથ્વી પર નહીં જાઉં.'


સેટ પાછળ ખળભળાટ મચી ગયો. નાટક કંપનીનો માલીક તો ધુઆપુઆ થઈ ગયો. 'આ નવાને લેવામાં આ વાંધોે, પડદો પાડો ને એને કાઢો અહીંથી બહાર..'


પડદો પાડનારે હજુ તો દોરી પકડી ત્યાં તો દરેક વખતે મેનકા બનતી સાવિત્રીએ દોડીને એનો હાથ પકડી લીધોે, 'એને બોલવા દો, જે હું નથી બોલી શકી.'


પડદો ન પડયો. દર્શકોમાં હસાહસ થઈ પડી,


'આ બાયલાને લઈને નાટકવાળો પસ્તાશે..'


'એલા, હકલા શું બોલે છે કઈ ખબર પડે છે ? આને કોક બાર કાઢો નાટકની મજા બગાડી નાખી..'


શોરબકોર છતાં મીઠાંએ બોલવાનું ચાલુ રાખ્યું, એક સ્ત્રીની વેદનનાને ખુદમાં અનુભુવતો એ મક્કમતાથી બોલ્યો, 'ઇન્દ્રરાજ ! અપ્સરા મટી કોઈને રિઝવવાના સાધન બનવામાંથી હું મુક્તિ માંગુ છું, મને બીજોે ગમે તે શાપ આપી દો પણ હવે અપ્સરા નથી બનવું. હું નહીં જાઉં.


કોઈના મનોરંજન માટે મળેલા સૌંદર્ય કરતા મને એકેન્દ્રિય જીવ બનાવી દો એ પણ મંજુર. કોઈના તપોભંગનું કલંક લેવા હું નહિ જાઉં. ના હું હવે નહિ જાઉં.'


મીઠો આટલું બોલી મૌન થઈ ગયો. એના ચહેરા પર એક પ્રકારની સંતોષકારક મક્કમતા તરી રહી.


સામે બેઠેલી સ્ત્રીઓએ તાલીઓનો ગળગળાટ કરી મુક્યો. એ ગળગળાટ સાંભળી કોઈનેય હવે વચ્ચે ઉભું થઈ વિરોદ્ધ કરવાની હિંમત ન થઈ.


શકુન્તલાનું પાત્ર ભજવતી મનુદેવી ના મનમાં થયું, ' આ હરવખત કોઈક અમારા માટે ઉભું થાય ત્યાર પછીં જ કેમ અમે જાગીએ છીએ. ખુદ આવી હિંમત કેમ નથી કરી શકતા ? આજથી તો નાટક પણ આ રીતે ભજવાશે ને જીવન પણ, કોઈના ઈશારા વગર..' હવે નવી શરૂઆત એટલે નાટકનું

"સ્ટાર્ટઅપ"

Rate & Review

Pravin Borad

Pravin Borad 7 months ago

જિંદગીના ઘણાં નવા વળાંક આમજ આવતા હોય છે

Share