Site Visit - 12 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 12

સાઈટ વિઝિટ - 12

12.

"તો સાંભળ. હું હાથ ટેકવતો મારી તરફથી 70 અંશના ખૂણેથી ઉતર્યો. નીચે એનો opposite એટલે 20 અંશ જેવું હોય. ચડાણ હંમેશા 20 થી 35 ડિગ્રી સુધી comfortable હોય. પછી ખીલાઓ ઠોકી બેલ્ટ બાંધી ચડવું પડે. પર્વતારોહક એવું કરે છે.

અને એ કહે, રસ્તે ફ્લાયઓવર બનાવવા માટે ઢાળ કેટલો વધુમાં વધુ રાખવાનો હોય?"

હું કાર ડ્રાઇવ કરતાં મારી રૂપરૂપના ભંડાર આસિસ્ટન્ટ ગરિમાને અમારી લાઈનનું જ્ઞાન આપી રહ્યો હતો. તે હડપચી હાથ પર ટેકવી એની કાળી આંખો મારી સામે તાકી એ બધું ગ્રહણ કરતી હતી.

"જો. આ ઢાળ આવ્યો. 10 અંશ આપણા શહેરમાં હોય. અહીં 15 થી 20 અંશ. એ થી ઉપરના અંશને ખૂણે તો એન્જિનને એટલું જોર પડે કે ચડી શકે નહીં. તું જો. આ વળાંક આવ્યો."

આમ કહેતાં મેં તીવ્ર રીતે સ્ટિયરિંગ ઘૂમાવ્યું. તે મારી પર ઝૂકતી પડી. અરે! ખાલી હાથના સ્પર્શ ને બદલે એની પાંસળીઓ પણ અડે છે કે શું? એના હાથમાં તો એક બ્રેસ્લેટ જ હતું. આ વાગે કેમ છે? તે મારી સાથે હાથ ઘસી રહી છે?

"અરે એક્સિડન્ટ કરાવીશ. સારી જગ્યા આવવા દે." મેં કહ્યું. તે વધુ નજીક આવી?

હું કાર ઊભી રાખું ત્યાં મારી આંખ ખુલી ગઈ. એ તો સ્વપ્ન હતું. હું એક અંધારા તંબુમાં મારા હાથ બાંધેલો પડ્યો હતો અને કપડાં નીચે ફરસમાં જે ખૂંચતું હતું તે એની પાંસળીઓ નહીં, એ ફ્લોર નીચેના કાંકરા હતા.

હું એકદમ જાગૃત થઈ ગયો. હું બેભાન પડેલો ત્યાંથી મને ઉઠાવી બંદી બનાવી આ લોકો લઈ આવ્યા હશે. પણ શા માટે? મારે કોઈ સાથે વાત કરવી જરૂરી હતી. મેં બૂમો પાડી.

એક માથે ફટકા કે મફલર જેવો સાફો બાંધેલો બેદૂઈન આરબ આવ્યો

"મને શું કામ પૂર્યો છે? મારો શું વાંક છે? પેલી છોકરીને તમે ક્યાં લઇ ગયા છો?" મેં અંગ્રેજીમાં પૂછ્યું..

આને અંગ્રેજી ની એબીસીડી પણ આવડતી નહીં જ હોય તેની મને ખાત્રી હતી.

તેણે મારા હાથ બાંધેલા જ રાખી મારાં મોં માં કોઈ પ્રવાહી રેડ્યું. કદાચ કોઈ વેજીટેબલ સૂપ લાગ્યો.

મેં હવે એ જ પ્રશ્નો ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં દોહરાવ્યા. ઘણા ગ્રામીણ લોકો પણ કોઈ કારણે એ ભાષા સમજે છે. અરેબિક મને પણ જરૂર પૂરતાં વાક્યો સિવાય આવડતી નથી.

એ થોડું સમજ્યો.

"બુલાતા" કહી એ બહાર ગયો.

થોડી વારમાં એક ઊંચો, જાડો, મોટી મૂછ, વિકરાળ આંખો વાળો લુંગીધારી આરબ અંદર આવ્યો. તમે દેવીનાં મંદિર બહાર ખડગધારી મહિષાસુર જોયો છે? બરાબર એવો જ. એના હાથમાં ખડગ નહીં પણ કેડે દોરડાંમાં ખોસેલી કટાર હતી. આમ તો ડરવા જેવું ન હતું. કટાર ઓમાનીઓના પોશાકનું એક ચિન્હ છે. પણ આ લોકો ઓમાની ન હતા. ઘણાખરા શહેરી ઓમાનીઓ શિક્ષિત અને સમજીને કામ પાર પાડવા વાળા હોય છે. આ તો રણમાંનો બેદુઈન આરબ! ક્યારેક ક્રૂર પણ બની શકે.

તેણે ગુસ્સામાં બરાડા પાડતાં કાઈંક 'અસ્બાડા બોમ્બાર્ડા..' જેવું કહ્યું.

તેણે 'ક્યાં?' તેવો હાથથી ઈશારો કરતાં તેણે 'બિંત' એમ પૂછ્યું. બિંત એટલે કુંવારકા જેવી છોકરી એ મને ખબર હતી. એ તો મારે એને પૂછવું જોઈએ. હું તેની સામે જોઈ રહ્યો. 'girl. You pig?' તેણે ફરી કહ્યું અને મને એક લાત ફટકારી.

મેં ઇશારાથી મારી બાજુમાં, એમ બતાવી 'હું મારી ગર્લનું પૂછું છું. તે ક્યાં ગઈ?' પૂછ્યું. અમે બેય એકબીજાને સમજી શકતા ન હતા. વાતમાં કોઈ છોકરી આવી પણ મારી પાસેથી લઈ ગયા તે ગરિમા ની તેમને ક્યાંથી ખબર હોય? તે કઈ બિંત નું પૂછે છે?

તે વળી બહાર ગયો અને ખાસ્સી વાર પછી બીજો એક માથે સુથણું વિંટેલો સફેદ ઝબ્બાવાળો થોડો ભણેલો લાગતો માણસ લઈ આવ્યો.

તેણે સમજાવ્યું કે તેમની એક બિંત એટલે યુવાન છોકરી હું અને મારા સાથી ઉઠાવી ગયા છીએ એટલે અમને જોતાં જ જ્યાં સુધી અમે ઉઠાવી ગયેલી છોકરીનો પત્તો ન બતાવીએ ત્યાં સુધી અમારી છોકરી તેમના બાનમાં રહેશે. 'અમારી છોકરી' એટલે ગરિમા. એના માનવા મુજબ ભારતથી ઉપાડી લાવ્યા હશું અને દુબઈના અંતરિયાળ ગામોમાં વેચવી હોય તો સારા એવા રીયાલ તેઓ આપશે પણ પહેલાં તેમની બીંત હાજર કરવી. તેઓ eye for eye, tooth for tooth માં માને છે.

મને નવાઈ લાગી મેં સમજાવ્યું કે હું તો મસ્કતમાં કામ કરતો ભારતીય આર્કિટેક્ટ છું અને એ છોકરી પણ આર્કિટેક્ટ છે. અમે કોઈની છોકરી ઉઠાવી નથી.

મહિષાસુરે એક ફોટો બતાવ્યો. મારી જેવો ટ્રિમ મૂછ, ઘટ્ટ કાળા વાળ અને પોઇન્ટેડ નાક વાળો કોઈ ભારતીય માણસ હતો. મેં કહ્યું આ હું નથી. તેણે ફરી પૂછ્યું કે તેમની બિંત મેં ક્યાં રાખી છે. તેનો પત્તો આપી દઉં તો તેમને મને પકડી રાખવામાં રસ નથી. મેં ફરી કહ્યું કે આ ફોટામાં છે તે હું નથી. એણે કાર સાથે ફોટો બતાવ્યો. મારી કારને મળતી બ્રાઉન બ્લેક કાર હતી પણ મારી પાસે તો સારી પણ સાદી પેસેન્જર કાર છે. આ કોઈ વૈભવી કાર હતી. મેં મારી કાર સાથે મારી પત્ની, પુત્ર ચકુનો ફોટો ખિસ્સામાં હતો તે બતાવ્યો. મારી કાર ક્યાં છે એમ પૂછ્યું. એણે કહ્યું કે કારને હવે ભૂલી જાવ. એ તો રણમાં લોકોને રેતીના ડુંગરો પર ફેરી કરાવવા A  Bને, B કોઈ Cને એમ ભાડે કે વેંચાણ આપી દે. કોની પાસે છે એ હવે એમને પણ ખબર નથી.

મેં મારી પાસે મારું પાકીટ કે મોબાઈલ પણ ન હતા તેથી તેમને મોબાઈલથી મારો ફોટો પાડી બેય સરખાવવા કહ્યું. તેમણે એમ કર્યું.

ભણેલો કહે કાર અને આ સાલો *** લાગે છે તો જુદા.

બેનિફિટ ઓફ ડાઉટ આપી તે બેય હવે મને કુર્નીશ બજાવી ઊભા થયા. ભણેલો કહે કે તે 'મહિષાસુર' આ અહીંના કબીલાનો વાલી એટલે અમુક લોકસમૂહનો મુખીયો છે. એને ખાતરી થશે કે હું નિર્દોષ છું તો છોડીને અમુક જગ્યા સુધી મૂકવા પણ આવશે. ત્યાં સુધી મારે અહીં કેદ રહેવાનું. એ તાત્કાલિક બીજા મોટાં માથાંઓ સાથે મસલત કરવા ગયો છે.

હું હજી કેદમાં હતો. મારા હાથ હવે છોડી નાખવામાં આવેલા. મારા તંબુની બહારથી કપડાંની બારીમાંથી એક ઊંટે ડોકું કાઢ્યું. તે મને જોઈ રહ્યું હતું મારા તંબુમાં પડેલ કોઈ નીરણ મે તેનું સામે ધર્યું. તે ખાવા લાગ્યું. મેં તેનું મોં પંપાળ્યું. મોટેથી બુચકાર્યું. આહો.. આહો.. હી.. કર્યું.

એ અવાજ સાથે તો પાસેના પહાડ પરથી દડબડ દોડતી પેલી ઊંટડી અને એનું બચ્ચું આવી પહોંચ્યા. તેમને મારો અવાજ યાદ રહી ગયેલો.

ક્રમશઃ

Rate & Review

name

name 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Vijay

Vijay 5 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

rutvik zazadiya

rutvik zazadiya 5 months ago