Site Visit - 20 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 20

સાઈટ વિઝિટ - 20

20.

ગરિમાનું એ રાતે શું થયું એની વાત પછી મને તેણે જ કહેલી એ તેના શબ્દોમાં કહેવા પ્રયત્ન કરું છું.

"સરને પોલીસ હાથકડી વગર એસ્કોર્ટ કરી મારી સામેથી લઈ ગયા. લોકઅપમાં પૂરી દેશે એમ લાગ્યું. ત્યાં કેટલી રાત કાઢશે? કે દિવસો? અહીં તો જામીન પણ કોણ થાય? સર ખુબ પ્રમાણિક માણસ છે. ખાલી ખોટા ભરાઈ પડ્યા. હું પણ સલવાઇ ગઈ છું પણ હું એ મધ્યપ્રદેશની છું જ્યાંથી ઝાંસીની રાણી આવેલી. ફોડી લઈશ મારું.

એમ વિચારતી હું બેઠેલી ત્યાં મને વળી બીજા એક કોન્સ્ટેબલ જેવા જનાબ બાવડેથી પકડી બીજા એક રૂમમાં લઈ ગયા. મેં કહ્યું "Don't touch." તો કહે "you whores! Many touch you."

મેં બૂમ પાડી "mind your language." તેણે અટ્ટહાસ્ય કર્યું.

અંદર એક જાડી મેડમ બેઠેલી. ત્યાંના પોલીસના કાળા યુનિફોર્મમાં.

મને બેસવાનો ઈશારો કર્યો. તરત પેલો ફોટો બતાવી કહે "આ તને ક્યાં લઇ જતો હતો? સાચું કહેજે. અને કેટલામાં?"

મારી હડપચી પકડી ઊંચી કરી કહે "લાગે છે તો ફાંકડી. કાશ હું પુરુષ હોત."

મેં કહ્યું "મેડમ, તમારી વર્દીની હું ઈજ્જત કરું છું. પ્લીઝ ગમે તેમ ન કહો. મને એ ફોટાવાળા સાથે કોઈ લેવાદેવા નથી. આ ફોટાવાળા જેવા થોડાઘણા હમશકલ છે એ મારા એમ્પ્લોયર છે. હું એક આર્કિટેક્ટ છું. આર્કિટેક્ટ કોને કહેવાય એ ખ્યાલ હશે.

હવે મને તમારા ટોપ બોસનો કોન્ટેક્ટ કરાવો. ક્યારેક છૂટીશ અને ઇન્ડિયન એમ્બસીમાં ટોર્ચર વિશે જણાવીશ તો ભારે પડશે."

તેણે "એમ્બસીવાળી? સાલી whore?" કહેતાં તમાચો મારવા હાથ ઉગામ્યો જે મેં વચ્ચેથી પકડી મરડ્યો અને એની પીઠ પાછળ દબાવ્યો. કરાટે બરાટે શીખવાનો સાયન્સ, એમાં પણ આર્કિટેક્ટ સ્ટુડન્ટને ટાઇમ ન હોય પણ નાનપણમાં અખાડામાં થોડા દાવપેચ તો શીખેલી. આજે ઓચિંતું કામ આવ્યું.

જાડી મેડમે સીટી વગાડી. પાંચેક કોન્સ્ટેબલ લાકડીઓ સાથે ધસી આવી. મેં એકની લાકડી ખેંચી એની સામે ધરી કહ્યું "તમારી મેડમ મને વેશ્યા કહે છે. તમને કે તમારી દીકરીઓને કોઈ કહે તો? હું ભણેલી છું. વેંચાઈને આવી નથી. મારી પાસે અહીંની વર્ક પરમિટ છે." એક લેડી કોન્સ્ટેબલનું બાવડું પકડી "સ્ટેશન ઇન્ચાર્જ, મેઈન બોસ" મક્કમતાથી કહ્યું. તે મને એક કેબિનમાં ચશ્માવાળા સાહેબ પાસે દોરી ગઈ. જાડી જોતી રહી.

એ સાહેબ ચશ્મા માંથી મને ઘુરી રહ્યા. મને માપી લીધી. તેમને મારામાં વિશ્વાસ બેઠો લાગ્યો. તેમણે મને સામે બેસી મારી કેફિયત આપવા કહ્યું.

સાહેબને મેં  મારાં અપહરણ થી માંડી અહીં આવ્યા સુધીની બધી વાત કરી.

ઉપરથી કહ્યું કે હું પણ ક્યાંક વેંચાઈ જવાની હતી, મારા બોસે મને છોડાવી. પાંચ સાત છોકરીઓ મેં કાળી ડસ્ટરમાં પેક થઈ જતી જોઈ અને એક નેપાળી છોકરી સાથે રાત ગાળી એ જગ્યા તમને બતાવી શકું છું. કોઈ ઊંડું રેકેટ ચાલે છે. My boss is unnecessarily trapped."

તેમણે પૂછ્યું કે તું એ જગ્યા બતાવી શકે?

મેં કહ્યું એ ગામનું નામ યાદ નથી પણ પર્વતના ઢાળ પર પેટ્રોલપંપ હતો તેની નજીક એક Y બનતો હતો તે ગામમાં લઈ જાઓ તો ઘર બતાવું.

એ ચોંકી ઉઠ્યા. મને એક ફોટો બતાવ્યો. એને સર સમજી બેઠેલા. મેં કહ્યું કે આ મારા સર નથી. એનું જડબુ નીચેથી પહોળું છે. ખભા કદાચ પહોળા હશે. આની આંખો મોટી છે પણ સરની અલગ આકારની છે. આ કોઈ બીજો જ છે.

મારા સરને કાર ચોરીના આરોપસર પકડ્યા પણ એ કાર એમની પોતાની છે જે કોઈ ચોરી કરી ગયેલું, હું પેલી છોકરીઓ રાખવાની જગ્યા બતાવું ત્યાંથી.

એ ઇન્ચાર્જ કહે ફરિયાદ સાથે એણે કાર ખરીદ્યાની પ્રૂફ પણ આપી છે.

મેં કહ્યું ખરીદનાર ફ્રોડ નહીં પણ સાચી વ્યક્તિ હોઈ શકે, તમે વેચનારનાં credentials ની તપાસ કરી છે?

મેં કહેલી અને સરે કહેલી કેફિયત મેચ થતાં મને ઓર્ડર કર્યો કે મારે એ ઘર પોલીસ ટીમ સાથે જઈ બતાવવું. અમે રેડ પાડીએ છીએ. અત્યારે પેલા તારી સાથેનાને હોટેલમાં મોકલ્યો. તને રાત ગાળવા સારી વ્યવસ્થા કરું છું. એમ કહી તેમણે એક ફોન કર્યો. તેમણે થોડી વારે કહ્યું કે અહીંનો ખુબ reputed વાલી તને આજે એને ઘેર લઈ જશે. કાલ મળશું.

મને લઈ જવા એ reputed ભાઈ દાખલ થયા અને મેં કહ્યું "No. Not with him. Seems he is also involved in that racket."

અંદર એ ગામના વાલી તરીકે કોણ આવેલું, ખબર છે? સર મહિષાસુર કહે છે તે મોટી આંખોવાળા ઊંચા પહોળા મહાશય.

ઇન્ચાર્જ મોટેથી હસ્યા. એ કહે "તને ખબર છે, આ તારા બાપ જેવા છે. આ વિસ્તારના સહુના બાપ."

મેં જણાવ્યું કે પેલી મને પૂરી રાખી હતી એ જગ્યાએ મારા સરને મળવા એ આવેલા.

પેલા વાલીએ મોટી આંખો મારી પર ઠેરવી. " હું? બીંત પકડીને વેંચવા? તું શું કહે છે? અને તું હતી એ ઘરમાં છોકરીઓ હતી? એનો માલિક કોણ છે તે ખબર છે?"

મેં કહ્યું "ઈચ્છું કે આપ તો નહીં હો."

તેણે કહ્યું "હું નથી પણ એ બેદુઈન કબીલાનો મોટો વેપારી છે. લોકોને નજીકના દેશોમાં નોકરીએ પણ મોકલે છે. એની દીકરીને તારા સર ઉપાડી ગયા છે. હા, એના બદલામાં એ વેપારી તને લઈ આવ્યા એ ખોટું છે."

મેં પૂછ્યું કે તમે એને કેટલા વખતથી ઓળખો છો? એના કુટુંબમાં કેવડી ને કેટલી દીકરી છે એનો તમને ખ્યાલ છે?

એ કહે મને એની અંગત વિગતોનો ખ્યાલ નથી. આ તો એમણે મને ફરિયાદ કરી કે એની દીકરીને ઉપાડી ગયા એટલે મારી ફરજ બને કે એને શોધવી. એમાં તને પકડી લાવી એની દીકરીને લઈ જનારને ઢસડી આવ્યા. એને પૂછ્યું. એ કોઈ છોકરી લઈ ગયો નથી.

મેં અમારા દુભાષિયા બની રહેલા પોલીસ ઇન્ચાર્જને કહ્યું કે તો એ જે હોય તે,  એમના 'પરિચિત વેપારી' પાસેથી કોઈ છોકરીને વેંચી દેવાય તે પહેલાં છોડાવી ગયો હોય એમ બને.

હું જ્યાં રહેલી તેને દસ બાર દીકરીઓ, બધી જ 16 થી 22 વર્ષની ન હોય. અને નેપાળી દેખાતી ચિબી ઠીંગણી છોકરી બેદુઈનની દીકરી ક્યાંથી હોય? મને એવી છોકરી સાથે પૂરી દેવામાં આવેલી અને સાવ થોડો સૂપ, એક કટોરી કાચા ભાત પર રાખેલી. સવારે એક બેચ વેંચવા લઈ પણ ગયેલા અને મારો વારો પણ આવવામાં જ હતો. ભાગી છૂટી ન હોત તો અત્યારે હું પણ ક્યાંક અખરોટ બદામ ની જેમ જ વેંચાઈ ગઈ હોત.

મહિષાસુર ચૂપ થઈ મારી સામે જોઈ રહ્યો. સિનિયર ઇન્સ્પેકટર કે જે રેન્ક હોય, એ અધિકારી મારી સામે જોઈ રહ્યા. રૂમમાં સોપો પડી ગયો."

ક્રમશઃ

Rate & Review

name

name 4 months ago

Geeta Patel

Geeta Patel 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Balramgar Gusai

Balramgar Gusai 4 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 4 months ago