Site Visit - 24 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 24

સાઈટ વિઝિટ - 24

24.

તમે કહેશો કે આ શું માંડ્યું છે? અત્યાર સુધી હેરત પમાડતી પણ સાચી હોય શકે તેમ ખ્યાલ આવે તેવી વાર્તામાં આમ બનાવટનો પ્રયત્ન? મેં એના આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હોય તો એનો ક્લાયન્ટ તરીકે ચહેરો ન જોયો હોય?

તમારી વાત સાવ સાચી. મેનેજમેન્ટ કે માલીક બદલયા હોઈ શકે. અહીં તો એની ડેસ્ક પર નામ હતું.

મારું આ સાઇટનું કામ શરૂ કરતા પહેલાંની સાઇટ વિઝીટ વખતે એ લગભગ સાથે હતો ખરો એવું યાદ છે. એણે ઓમાની પહેરવેશ સફેદ ઝબ્બો અને માથે ડિઝાઇનવાળી ટોપી પહેરેલાં. એણે એની રિકવાયરમેન્ટ કહી એ અનુસાર બેસ્ટ લાગે એવી ડિઝાઇન મેં કરેલી.

એનો ભાગીદાર સહીઓ કરવા આવેલો અને મને તબક્કાવાર પેમેન્ટ પણ આપેલું. હા. હજી આના થોડા પૈસા બાકી છે. પછી એને જોયો ન હતો. ઝબ્બામાં બહુ ખ્યાલ ન આવે. જેમ એ લોકોને અમે બે  ભારતીય સરખા દેખાયા એમ મને એ બધા સફેદ ઝબ્બામાં અને ભાતીગળ ટોપીધારી ઓમાનીઓ ક્યારેક સરખા જ લાગતા હોય છે.

તો અમે બેયએ એક બીજાને જાણે અરીસામાં જોયા. હવે પાછા ફરી શકાય એમ નહોતું.

મેં એને સલામ અલેકું થી ગ્રીટ કર્યો. એણે હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો. મેં તરત સ્ટોરી બનાવી કાઢી કે હું આ રિસોર્ટ બાજુથી નીકળતો હતો ને મારો બનાવેલો રિસોર્ટ જોવા અને એક દિવસ રહેવા આવ્યો છું. સાથે મારી ગર્લ ફ્રેન્ડ છે. જગ્યા ખાલી છે ને?

તેણે કહ્યું તમારી માટે તો ન હોય તો પણ કરી દઉં. આમ તો બધા રૂમમાં મહેમાનો છે. ગરમીના દિવસો છે એટલે દૂરદૂરથી આ દરિયા કિનારે ફરવા જવા લોકો આવે છે.

મેં કહ્યું પેમેન્ટ ચેકઆઉટ વખતે આપી દઈશ.

હું તરત કાર રિસોર્ટના ગેટ પર ઊભેલી ત્યાં ગયો અને પોલીસ લોકો સાથે વાત કરી.

ગરિમાએ 'ફ્રેન્ડ' ને ફોન લગાવ્યો. કહ્યું કે હું આવી પહોંચી છું. તારા રૂમનો નંબર કહે. તે કહે લોબીમાં એક એસ્કોર્ટ છે. તેને કહું છું કે નર્સિંગ માટે જરૂર ઊભી થતાં કોઈ આવ્યું છે.ગરિમાએ અમે શીખવ્યા મુજબ સાથે કોઈ છે એ કહ્યું નહીં.

રૂમ નંબર મળતાં ગરિમા તરત ઉપર ગઈ. લોબીમાં એક બુરખાવાળી પણ રીતસર બ્લેકબેલ્ટ લાગે તેવી પઠ્ઠી એસ્કોર્ટ ફરતી હતી. તેને સલામ કરી નીચેથી સરે મોકલી છે તેમ કહ્યું. મારો સામાન હમણાં લાવું છું એમ કહી તે આમતેમ આંટા મારવા લાગી. પછી લોબીમાંનાં ચિત્રો અને ફ્લોરની શાઈનિંગનાં વખાણ કરતી ઊભી. પેલીને શંકા ગઈ.

"સર, કોઈ નવા ગેસ્ટ?" તેણે નજીક

ઇન્ટરકોમ પણ હતો છતાં મોબાઈલથી પૂછ્યું.

મેં તો બૂક કરાવેલો. પ્રોસેસમાં હતો તેથી સામેથી જવાબ આવ્યો "યસ. રૂમ નંબર આપું છું. ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ છે. એમને સાચવજે."

ગરિમા નીચે ઉતરી અને પેલીનો રૂમ નંબર, અમારો પણ લઈને ગઈ.

અંદર એના રૂમમાં જઈ એણે નર્સ સાથે વાત કરી. એ તો એમ જ માનતી હતી કે પોતે અત્યારે દુબઈમાં છે. કોઈ હોટેલમાં છે અને થોડા વખતમાં તેને હોસ્પિટલ લઈ જઈ એપોઇન્ટમેંટ લેટર મળશે. ગરિમાએ તેને વાસ્તવિક સ્થિતિ કહી. તે ચોંકી ઉઠી અને રડમસ થઈ ગઈ.

એટલે તે અબ્રાહમ માટે કામ કરતી ન હતી એ નક્કી થયું. અનેક શિક્ષિત યુવતીઓની જેમ તે લાલચમાં ફસાયેલી અને છેતરાયેલી.

અગાઉ નક્કી થયા મુજબ મેં અબ્બાસ પાસે જઈ થોડી સામાન્ય વાતો કરી. પછી આંખ મારી કહ્યું કે આ બ્યુટીફુલ ગર્લફ્રેન્ડ જલસા માટે લાવ્યો છું. પછી તેને વેંચી દેવી છે. મેં એને ખોટું કહ્યું છે કે એ આર્કિટેક્ટ ઓફિસમાં ડ્રાફ્ટમેન તરીકે જાય છે. તમે તો મને જાણો છો. ડીલ કરો અને ફાઈનલ કેશ આપો. હા. મારા આ જ પ્રોજેક્ટના બાકી છે એ પછી ચેકથી સમજી લેશું.

એને શંકા પડી. કહે કે સર તમે તો બહુ સીધા માણસ છો. મારી આવી મઝાક? અરે અહીં તો બહારનું ચકલું પણ ન ફરકે.

મેં કહ્યું ચકલું નહીં પણ બુલબુલો તો ઉડે છે. આખો બાગ મહેકે છે. આમતેમ જોઈએ તો સુગંધ પણ આવે છે. (તમે સમજ્યા! જોઈને સુગંધ એટલે?)

તે કહે સિક્યોરિટી સિસ્ટમ તમે તો ડિઝાઇન કરી ને ઇન્સ્ટોલ કરાવી છે.

તેણે કોઈ રૂમમાં સીસી ટીવીથી બતાવ્યું. કોઈ શેખ અને કોઈ લલના.. છી.. છી.. તેણે ભોંઠા પડી કેમેરો બંધ કરી દીધો.

મેં કહ્યું દુનિયા માટે હું અને તમે એક સજ્જન છીએ. પૈસા મળતા હોય તો બીજા ખાનગી વેપાર, જેમાં મલાઈ હોય તે કરીએ પણ ખરા. ખાનગીમાં.

વળી મેં થોડી odd કહેવત કહી "ધોતિયાં નીચે બધા નાગા". એનો અર્થ તેને કહ્યો પણ તેને રસ ન પડ્યો.

મેં પૂછ્યું "તો મારા ક્લાયન્ટને કેટલામાં સોદો પાડું?"

તે કહે હાલ એક મહિનો મોકલો. સંતોષ થાય તો મુદત વધારશું. ત્યારે બીજા પૈસા પણ અપાવીશ. તો સોદો કરવાનો કોડ વર્ડ?

આ વળી કોડવર્ડ રાખતો હશે? મેં કહ્યું walk through. (એ અમારો સોફ્ટવેર છે.)

એ કહે, ના. તમે આપો એ નહીં. સોદો કરવા પહેલાં અમને આપ્યો હોય એ. એના સિવાય સોદો કેમ થાય? કોઈ બેન દીકરી ગમે ત્યાં જતી રહે. (? !!)

મેં તુક્કો લડાવ્યો. ઉસ્માને ચોરેલી મારી કારનો નંબર કહ્યો. તેણે જોયું. કહે partially right. આગળ ના બે અક્ષર? એ કેમ કહું? મેં U M કહ્યા. પેલાના નામના ઇનીશિયલ.

તેણે મોબાઈલમાં ટાઇપ કર્યું અને કહે કદાચ આ કોડનો અગાઉ ઉપયોગ થયો છે. તો પણ ઓકે. હું ક્લાયન્ટને રકમ કહું. 20 હજાર રીયાલ. આવે એટલે 10 ટકા તારા. મારો હેન્ડલિંગ ચાર્જ એ મને બીજા કેસોનું પેમેન્ટ કરે એ સાથે આપી દેશે.

માય! ચાલીસ લાખ રૂ! એનો હું મહિને સાવ કેટલો પગાર આપું છું ને તોડાવું છું મારા કામમાં. પણ એ કોઈની શય્યા ગરમ કરવા નહીં, અનેક લોકો સુખની શય્યામાં સુવે તે માટે તેમનાં ઘરનાં માપ, તેના હવા ઉજાસ, લાઈટ અને ઘણું ઘણું એ વિચારે છે. એ આર્કિટેક્ટ ના અતિ મહેનત ભરેલા સન્માનનીય વ્યવસાયમાં છે. તો પણ એનાં રૂપ પર કોઈ આટલા બધા પૈસા ન્યોચ્છાવર કરી શકે એ જાણી તાજ્જુબી થઈ

એ બહાર ગયો. ગરિમા એકવાર નીચે આવી. મેં તેને મારો રૂમ નંબર કહી ત્યાં બેસવા અને જરૂર પડે તો કહેવા કોડવર્ડ કહ્યો.

કલાકમાં કોઈ નબીરો આવ્યો. ક્લાયન્ટ હશે. આમતેમ જોયું. UMxxxx. તેણે ધીમેથી કહ્યું અને સીધી કેશ આપી. મેં ગણી. This is only 10,000. Remaining?

મેં પૂછ્યું.

"દર વખતે તો અર્ધા પછી માંગો છો. આજે એક સાથે?" તેણે પૂછ્યું. મોબાઈલમાં વોટ્સેપ મેસેજ જોયો. મારી સામે ધારી ધારીને બે ત્રણ વાર ઉપરથી નીચે જોયું અને "OK. હું ફર્સ્ટ ટાઇમ આવું છું. દુબઈના xxx સાહેબે સલામ કહેવરાવી છે." કહેતાં તેણે બાકીની કેશ આપી દીધી. ગરિમાને હું પોતે કામચલાઉ બુક કરેલા રૂમમાંથી લઈ આવ્યો. 'કન્યાદાન' કર્યું!

તેણે પૈસા આપ્યા. અબ્રાહ્મ મથાઇ ઉર્ફે અબ્બાસ મોહસીન જાણી મને. સરખા દેખાવાનો આ ફાયદો.

ગરિમા તેની સાથે બહાર નીકળી. એ સાથે સાંજ પડતાં ' કપલો' નીકળવા માંડ્યાં.

થોડે આગળ પાર્કિંગ સુધી તેઓ સાથે ગયાં. મેં જવા દીધાં. બીજે રસ્તેથી જઈ મેં તેમને આંતર્યાં અને હું ગરિમાનો હાથ પકડી ભાગ્યો. મેં જ ડિઝાઇન કરેલા એટલે મને જ યાદ હોય એવા રસ્તે મેંદીની વાડો ઠેકી, નીચા વળી સ્વિમિંગ પૂલની આડશેથી નીકળી, બેકગેટથી બહાર. કોઈ કાર પાછળ તેને સંતાડી ફરીથી દોડતા અંદર પાર્કિગમાં જઈ મારી કાર ચાલુ કરી. ફૂલ થ્રોટલ દબાવ્યું. સાચે જ 10 સેકન્ડમાં 100 ની સ્પીડ પકડી લીધી. બ્રેક મારી ગરિમાને ખેંચી. ફરી 120 ની સ્પીડે ભાગ્યો. રોંગ સાઇડથી આવતી  કોઈ કાર અમને ઠોકતાં રહી ગઈ.

પેલા અબ્બાસની કેશ પણ ગઈ અને છોકરી પણ.

ગરિમાએ ચાલુ કારે પોલીસ સરને ફોન કર્યો "ઓપરેશન સક્સેસફૂલ."

ક્રમશઃ

**