Site Visit - 26 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 26

સાઈટ વિઝિટ - 26

26.

આપણે છેલ્લાં થોડાં પ્રકરણોમાં આ જોયું. માણસમાં સાહસ પડ્યું જ હોય છે પણ તેને બહાર આવવા માટી ફોડી અંકુર બહાર આવે તેમ સંજોગોની જરૂર પડે છે.

સાવ સામાન્ય પ્રોફેશનલ જીવન જીવતો આપણો આર્કિટેકટ નાયક પોતાની હવે સામેથી પ્રેમ કરવા લાગેલી આસિસ્ટન્ટનું અપહરણ થતાં અને પોતાની કાર, પાકીટ, બધું જ ઉપડી જતાં મરણિયો બની કલ્પના બહારનાં સાહસો કરે છે. નાની એવી, ભર જોબનવંતી સુંદર સાથે ચતુર આસિસ્ટન્ટ ગરિમા પણ ખરે વખતે બોસને કારચોરી અને હ્યુમન ટ્રાફિકિંગના ગુનાના આરોપમાંથી પોલીસમાંથી છૂટવામાં મદદ કરે છે. તેઓ છૂટી ગયાં તો પણ કોઈ પોતાના જેવી યુવાન સ્ત્રીને ભોળવી, છેતરીને વેંચવા લઈ જવાતી હોય છે તેને બચાવે છે. એક મોટું કૌભાંડ બહાર આવે છે અને પોલીસ પાછળથી તેમની સાથે આવે તે પહેલાં તેમને ગુનેગારના સાથીઓ મારી નાખવા પ્રયત્ન કરે છે. તેમાંથી ફરી આપણો આર્કિટેક્ટ મિત્ર બચી જાય છે. હવે તેઓને તેમનાં શહેર મસ્કત જવા સિવાય બીજાં કાઈંમાં પણ રસ નથી.

એક જાણીતા બીચ નજીક તેઓ સલામતી ખાતર રાત ગાળવા રોકાય છે.

તો વાંચીએ આગળ.

**

એક ધ્યાન દોરવાનું. શિષ્ટતાની મર્યાદા ઓળંગ્યા વગર અહીં પ્રકરણને અંતે શૃંગાર રસ પીરસ્યો છે.

નાયક, નાયિકા માંડ માંડ હળવાં થતાં હોય છે અને નાયિકાને નવો અનુભવ ગમી જતાં, નાયક પર તેને માન છે સાથે તે ખુબ ગમે છે એટલે તેઓ શરીરથી નજીક જાય છે. એ પળોનાં વર્ણનમાં ક્યાંય અશ્લીલ શબ્દો વાપર્યા નથી કે ગુજરાતી વાંચકો માટેની મર્યાદા બહાર ગયો નથી.

**.

ગરિમા વોશરૂમ ગઈ અને હું શ્વાસ ખાવા રોકાયો. ત્યાં પબ્લિક ટોઇલેટમાં પણ પૈસા ભરી રીસીટ લઈ જવું પડે છે. નજીકમાં એક નાનું બુથ હતું જેમાં કોકાકોલા લખેલું લાલ ફ્રીઝર હતું. તેમાં પાણી અને કોલ્ડ્ડ્રિંકસની બોટલો પડેલી. મેં ત્રણ બોટલ લીધી અને એક લગભગ આખી ગટગટાવી ગયો. એક એસ્કોર્ટ પોલીસોને આપી.

તેમણે જ કહ્યું કે આવું બન્યા પછી રાતના આગળ મુસાફરી એવોઇડ કરીએ.

પેલો બુથવાળો આવીને કહી ગયો કે બે બેડ વાળો તંબુ પણ છે. મેં ગરિમાની રાહ જોયા વગર એ ભાડે લઈ લીધો. પોલીસો દૂર બેઠા. અમારે તેમની સાથે એ ગામનાં પોલીસ સ્ટેશન જઈ અમુક રિપોર્ટ આપવાના હતા તે પછી અમે છૂટાં. આટલું મોટું પરાક્રમ કર્યું - ના, થઈ ગયું તો એનો રિપોર્ટ તો આપીએ ને! થોડાં કાગળોમાં સહીઓ અને નિવેદન જ કરવાનાં હતાં.

ગરિમા આવી. પોલીસોએ પોતાનું વેજ નોનવેજ મિક્સ ખાઈ લીધું. વેજમાં જે મળતું હતું તે અમે લઈ લીધું.

રિલેક્સ થવા હું બીચ પર ગયો. અહીં આજે ટેમ્પરેચર બપોરે થોડું ઓછું હશે એટલે રેતી સરસ ઠંડી હતી. સુંવાળી હતી. ઉઘાડા પગે ફરવું ગમે તેવું હતું.

મેં પેન્ટ શર્ટ કાઢ્યાં અને કેડ સમાણા પાણીમાં ઊભો.

ત્યાં તો ગરિમા પાછળ આવી. કહે "બસ સર! એકલા જ?"

મેં કહ્યું "તને તારો પર્સનલ ટાઇમ આપવા માંગતો હતો. બાકી you are welcome to be with me."

હું ભીનો નીતરતો જ બહાર આવી બીચ પર ચાલવા લાગ્યો.

તે બીચ પર મારી નજીક ચાલવા લાગી. હું તેની સાથે રિસોર્ટમાં શું બન્યું તેની વાતો તેને પૂછતાં ચાલવા લાગ્યો. મેં તેના હાથમાં હાથ પરોવ્યો. તેની હથેળીનો કુમળો સ્પર્શ મને શાતા આપી રહ્યો.

"આવવું છે પગ બોળવા?" મેં પૂછ્યું.

તે હા માં મીઠું હસી અને વસ્ત્રો ઉતારી મારાં પેન્ટ શર્ટ પાસે મૂકી મારી હથેળીમાં હથેળી પરોવી પાણીમાં જવા લાગી.

થોડી વાર અમે પાણીની છાલકો પગ પર ઝીલતાં શાંતિથી ઊભાં.

ગમે તેટલું મનને કહું, તેનો સુંવાળો સ્પર્શ અને ઉગતી રાત્રીનાં આછા અજવાળામાં મને રોમાંચ થઇ આવ્યો. મેં તેની કમરે હાથ રાખી હળવેથી નજીક ખેંચી. તે નજીક આવી લગભગ મને લપાઈને ઊભી રહી ગઈ. હું શાંતિથી એનાં પડખાંનો સ્પર્શ માણતો ઊભો રહ્યો.

ગરિમા ઓચિંતી મારો હાથ ખેંચતી કહે "આ જા સરમ મધુર ચાંદની મેં હમ.."

સર નું સરમ બનાવી નાખેલું એણે.

હવે એને જ તોફાન સૂઝ્યું.

હું તેની સાથે પાણીમાં હજુ આગળ ગયો. અત્યારે ઓટ હશે. પાણી ખુબ ઓછું હતું. દૂર સુધી કેડ સમાણું.

મેં ચાંદનીમાં ચમકતા તેના ભીના ખુલ્લા બાહુઓ પસવાર્યા. ચૂમ્યા. તે મારી ખુબ નજીક આવી. અમે એક હાથમાં હાથ પરોવેલા. બીજો છૂટો હાથ તેણે મારી કમર પાછળથી લીધો. જવાબમાં મેં તેની કમરે. એ બે હાથો ક્રોસ બનાવી રહ્યા.

લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા ન જવાય.

(રોમેન્ટિક ક્ષણોમાં પણ મને કહેવત સૂઝે!)

તેણે લટકી જતાં મારી ડોક પાછળ હાથ પરોવ્યા અને મેં તેની કમર પાછળ. હું થોડો વધુ પાણીમાં ગયો. તે વધુ નજીક આવી. તેના નિતંબો મેં મારા હાથોમાં ઊંચક્યા. તે એટલી નજીક આવી ગઈ કે…

તેણે ઊંચું જોયું. હું સંકેત સમજ્યો. મેં તેને હળવું ચુંબન કર્યું. તેની હાઇટ તો સારી હતી. ચૂમવા માટે મારે ખાસ ઝૂકવું પડ્યું નહીં. ફરી હોઠોના આસ્વાદ લેતાં પરસ્પર ચુંબનો પર ચુંબનો.

મેં કેડેથી ઝુકતાં કહ્યું "તને ખ્યાલ છે? મારા હાથમાં કેટલાની સંપત્તિ છે?"

"તમે શું કહો છો, સર? સમજી નહીં."

"ચાલીસ લાખ. પેલાએ તારો સોદો 2000 રિયાલમાં કરેલો. એ પણ મહિનાની ટ્રાયલ માટે. પછી વધુ આપવાનો હતો.

જો કે મારે માટે તું અમૂલ્ય છો."

"એટલું મોંઘું યૌવન તમને એમ ને એમ સમર્પિત છે. આજે. અત્યારે."

કહેતાં તે એટલી મારી લગોલગ આવી કે અમારી વચ્ચે કોઈ અંતર ન રહ્યું.

તેણે તેના હાથ મારા ખભે રાખ્યા. તે પગ પહોળા કરતી મારી કમર પાછળ લઈ લટકી ગઈ. તેને આધાર આપતાં મેં તેના નિતંબો નીચે મારા હાથ રાખ્યા. અમે બન્ને ઝૂક્યાં. હલચલ થઈ રહી. હળવાં મોજાંઓએ અમને સહકાર આપ્યો.

વધુ લખતો નથી. પ્રાઇવેટ મેટર અહીં જ અટકાવવી પડે.

ખાસ્સા લાંબા સમયે અમે છૂટાં પડ્યાં.

ફરી હાથમાં હાથ લઈ થોડી વાર ક્ષિતિજમાં દરિયાનાં મોજાંઓની સફેદ પટ્ટી પર વરસતી ચાંદની અને ક્ષિતિજમાં અસંખ્ય તારાઓ જોઈ રહ્યાં. પછી તંબુમાં આવી ત્યાં જેવી મળેલી તેવી સેન્ડવીચ અને ઓરેન્જને ડીનર ગણી ખાઈ તંબુમાં આડાં પડ્યાં. દરિયા પરથી ખારી ઠંડી હવા આવતી રહી જે અમને મીઠી લાગી.

ક્રમશઃ

Rate & Review

name

name 4 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 4 months ago

Deepa Shah

Deepa Shah 4 months ago

Sanjay Bodar

Sanjay Bodar 4 months ago

Vijay

Vijay 4 months ago