Andhari Raatna Ochhaya - 4 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા (ભાગ -૪)

અંધારી રાતના ઓછાયા (ભાગ -૪)

ગતાંકથી.....

તેના અવાજ પર થી દિવાકર ને લાગ્યું કે સોનાક્ષી આ ક્રુર ચીના ને પસંદ કરતી નથી.દિવાકર ને પણ ખુબજ આશ્વર્ય થયું કે એક હિન્દુ ના ઘરમાં આ ચીની નોકર કેમ રાખ્યો હશે?
થોડીવાર પછી સોનાક્ષી એ કહ્યું : "તું પપ્પાને ખબર આપ ; કહેજે કે હું આવી ગઈ છું .આ આપણા નવા ડ્રાઇવર છે .એમનું નામ છે મિસ્ટર નરેન્દ્ર પાટિલ ."

ચીની નોકર ચાંઉ ચાંઉ એ એક ડગલું આગળ વધીને દિવાકર ને નમસ્કાર કર્યા.તેના વિચિત્ર મુખ પર મંદ મંદ સ્મિત વેરતા દિવાકર ને તેના કુત્રિમ સ્મિત થી અરૂચિ ઉપજી આવી.
ચાંઉ ચાંઉ બોલ્યો : "મિ.પાટિલ ને જોઈને ને આનંદ થયો.સાહેબ નો હુકમ થતાં જ તેનો રહેવા ,જમવાનો બંદોબસ્ત કરી આપીશ."
સોનાક્ષી એ કહ્યું : "તું પપ્પાને ખબર આપ ત્યાં હું મિ.પાટિલ ને આપણું ગેરેજ અને તેમના રહેવાની જગ્યા બતાવીને આવું."
ચીનો ચાલ્યો ગયો. સોનાક્ષી મકાનના ડાબા હાથ તરફ ગઈ થોડે દૂર કાર રાખવા માટેનું વિશાળ ગેરેજ અને તેની સાથે બાજુમાં જ એક મેડિબંધ મકાન શોભી રહ્યું હતું સોનાક્ષી દીવાકર સાથે ગેરેજમાં ગઈ. ગેરેજ ખૂબ જ વિશાળ હતું નાના મોટા કાર રીપેરીંગ ના ઓજારો અને યંત્રો થી ગેરેજ ભરપૂર હતું .તેમાં એક રોયલ કાર ચકચકિત કરી રહી હતી. દીવાકરે કાર ને તપાસી જોઈ પછી થોડીવાર રહીને બહાર મૂકેલી કારને અંદર લાવી એ કારની બાજુમાં ગોઠવી દીધી. ગેરેજ ની પાસે થઈને એક લાકડાની સીડી હતી જે ઉપર ના રૂમ માં જવા માટે હતી તે બતાવી ને સોનાક્ષી એ કહ્યું : "આવો,અહીં ઉપર એક ખૂબ મોટો રૂમ છે તે તમારે બેડરૂમ તરીકે વાપરી શકાય તેવો છે. તેની બાજુમાં એક નાની ઓરડી છે તેમાં તમે તમારો બધો સામાન રાખી શકો છો. બંને રૂમ રહી શકાય એવી સારી સ્થિતિમાં છે ."
"અમારો જૂનો ડ્રાઇવર હુસેન હતો. મેં આજે સવારે તેને રજા આપી છે .પપ્પાએ નહીં પણ મેં તેને કાઢી મૂક્યો છે. તેનું વર્તન મને બરાબર લાગતું નહોતું તે અસભ્ય અને અવિશ્વાસુ જેવો લાગતો હતો .હમણાં હમણાં મને તેના પર ઘણા બધી શંકા ને સંદેહ થયા કરતા હતા.

દિવાકર શાંતિથી આ બધું સાંભળતો હતો તેમની જીભ તો ઘણી સળવળી રહી હતી. અનેક પ્રશ્નો તેના મન માં ઊઠી રહ્યા હતા આટલી બધી વસ્તીમાં કેવળ આ ચીના ને જ નોકર તરીકે રાખવાનું કેમ સોનાક્ષીના પપ્પાને સૂઝયું હશે!? સોનાક્ષી નકામી આટલી બધી ડરે છે શા માટે!? તેમણે જ તેના જુના ડ્રાઇવરને આમ અચાનક શા માટે રજા આપી ! ? આવા અનેક પ્રશ્નો તેના અંતઃકરણમાં ઘુંટાવા લાગ્યા.
પરંતુ આમાંનો એક પણ પ્રશ્ન તેણે સોનાક્ષી ને પૂછ્યો નહીં. પોતે અમુક બાબતની તપાસ કરવા આવ્યો છે એ વાત સોનાક્ષી જાણી જાય એવી બીક થી તે ચૂપ જ રહ્યો. જો સહેજ પણ શંકા પડે તો બધી વાત ધુળમાં મળી જાય તેમ હતું.
સોનાક્ષી બોલી : " હુસેન ચીના નો ખાસ ફ્રેન્ડ હતો અને તેથી મને લાગે છે કે પોતાના ફ્રેન્ડની જગ્યાએ આપ જે કામ કરવાના હોવાથી એ તમારા પર ખુશ લાગતો નથી અને કદાચ તે તમને તેના ફ્રેન્ડની જગ્યાએ કામ કરતા પણ સહન નહીં કરી લે.
દીવાકરે કહ્યું : " કેમ સહન ન કરે !? ચાંઉચાંઉ ને પહેલીવાર જોયો ત્યારથી મને પણ તેના પ્રત્યે અરુજીને અણગમો પેદા થયો છે."
પાછળથી કોઈના આવવાનો અવાજ સંભળાતા દીવાકરે ડોક ફેરવી જોયું તો તેની સામે લાગણી વગર કુત્રિમ હાસ્ય વેરતો ચાંઉ ચાંઉ ઉભો છે .તે તેમની બન્ને ની વાત સાંભળી ગયો છે તેવું તેના મોઢા ઉપરથી લાગતું ન હતું.
ચીના એ કહ્યું : "જમવાનું તૈયાર છે ,પરંતુ તે પહેલા સાહેબ નવા ડ્રાઇવરને બોલાવે છે.
સોનાક્ષી એ કહ્યું : " સારું ,નરેન્દ્ર બાબુ આપ મારી સાથે આવો . ચાંઉ ચાંઉ તારે આવવાની જરૂર નથી તું તારે કામે
જા ."
ચીનો માથું નમાવી અદ્રશ્ય થઈ ગયો .દિવાકર અને સોનાક્ષી ગેરેજ માંથી બહાર આવ્યા.
રસ્તામાં ચાલતા ચાલતા સોનાક્ષીએ ધીમેથી કહ્યું : "આપના શબ્દો ચીનો સાંભળી ગયો લાગે છે."
દીવાકરે તેને આશ્વાસન આપવા કહ્યું : "કદાચ તેમ પણ હોય પરંતુ તેથી શું થઈ ગયું !?"
સોનાક્ષી એ આગળ કંઈ પણ ન કહ્યું બંને જણા મૂંગા મોઢે મકાનમાં પ્રવેશ્યા.
એ ખૂબ જ મોટા હોલને પસાર કરીને પાછળ આવેલા એક નાનકડા રૂમ પાસે આવી ઊભા તે રૂમનું બારણું બંધ હતું .સોનાક્ષીએ ધીમેથી બારણા ઉપર ટોકરાં માર્યા એટલે અંદરથી એકદમ રૂક્ષ ને ખોખરા અવાજે કોઈએ પૂછ્યું : " કોણ?"
સોનાક્ષી બારણાને ધક્કો મારી અંદર જતા બોલી : "પપ્પાએ તો હું છું. આપણા નવા ડ્રાઇવરને આપની પાસે લાવી છું."
સોનાક્ષી ના પપ્પા ખૂબ જ તીખા ને ગુસ્સો ભરેલા અવાજે બોલી ઉઠ્યા : " ના, હું કોઈને મળવા માગતો નથી. કોઈ પણ અજાણ્યો માણસ આ મકાનમાં આવે એ હું બિલકુલ પસંદ કરતો નથી. મને કહ્યા વગર તે હુસેનને શા માટે રજા આપી??
દીવાકર તો સોનાક્ષીના પપ્પા સામે જોઈ જ રહ્યો. આ શું !!! આ શ્રીમાન વિશ્વનાથ દત્ત !!!
કલકત્તાના પ્રખ્યાત ધનાઢ્ય માણસ. પુષ્કળ જાહેર સંસ્થાઓના સ્થાપક .તેમનો દુબળો પાતળો દેહ અકાળે વૃદ્ધાવસ્થાના ભાર થી એકદમ જ ઝુકી પડ્યો હતો . મોં પરથી જણાતું હતું કે તે કોઈ શારીરિક પીડા થી કે કોઈ માનસિક રોગને કારણે એકદમ કાયર અને ડરપોક થઈ ગયા છે. તેઓ કોઈક રોગથી પીડાતા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. ધીમે ધીમે તેના મુખમંડળની પ્રભા આંતરિક યાતનાઓ ને પીડા થી ઝાંખી થતી જતી થતી તેની લોહી વગરની આંગળીઓ ક્ષણે કંપતી હતી.
સોનાક્ષીએ પોતાના પિતાના શબ્દો સાંભળી સંકોચ સાથે દિવાકર તરફ દ્રષ્ટી કરતા કહ્યું : " તમે મારા પપ્પાનું ખોટું લગાડતા નહીં."
દીવાકર તરફથી નજર હટાવી તેમના પપ્પાને ઉદેશી તે બોલી : " આજે પાછા ફરતા વેળા શું બન્યું હતું તે જાણતા નથી માટે જ આપ મારા પર ગુસ્સો કરો છો."

વિશ્વનાથે સહેજ ચિંતિત સ્વરે પૂછ્યું : " શું થયું હતું!??"
બે ગુંડા બદમાશો એ મારા પર હુમલો કર્યો હતો. એ તો ભગવાનની કૃપા કે આ સજજન માણસ ત્યાં એ સમયે આવી પહોંચ્યા અને તેથી હું બચી ગઈ એ ન હોત તો પપ્પા તમારી છોકરી તમને આજે પાછી મળત નહી.
દીકરીના શબ્દો સાંભળી વિશ્વનાથ બાબુ ના મુખ પર આશ્ચર્ય અને ત્રાસની નિશાનીઓ સ્પષ્ટ જણાવવા લાગી.
સોનાક્ષી કહેવા લાગી : " ત્યારબાદ વાતચીત કરતા તેમને કહ્યું કે મારે હમણાં કોઈ પણ જાતનુ કામ કે નોકરી કરી રહ્યો નથી.કોઈક કામ મળી જાય તો સારું.કાર ડ્રાઇવિંગ તેમને સારૂ ફાવે છે. એટલે જ મેં તેમને આપણા કાર ડ્રાઇવર તરીકે રાખી લીધા છે.
આ કામ તે બરાબર કર્યુઁ નથી. કોઈ પણ ને આ રીતે તારે આ મકાનમાં પ્રવેશી શકે નહીં. ન કોઈ જાણ! ન ઓળખાણ કે પીછાણ .
સોનાક્ષી વચ્ચે બોલી : "પપ્પા એ બાબત પર મારે વિચાર કરવાનો નથી. નરેન્દ્ર બાબુ બહુ જ સારા માણસ છે. આપણે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકીએ એવા છે.
હુસેન પર આજકાલ મને ખૂબ જ શંકાને સંદેહ થયા કરતા હતા. એ માણસ મને પાકો ગઠિયો લાગતો હતો.
આટલું કહેવા છતાં વિશ્વનાથ દત્ત શાંત પડ્યા નહીં તેઓ અસ્પષ્ટ અવાજે દીકરીના આ કામ સામે વાંધો ઉઠાવવા લાગ્યા.
દિવાકર ને તેમણે જણાવી દીધું કે તમે આજે તો ભલે રહો પરંતુ આગળ માટે હું કોઈ પણ જાતનું તમને વચન આપી શકું તેમ નથી. મારી પુત્રીને તે બદમાશો ના પંજામાંથી બચાવી હોવાથી હું તમારો ખુબ જ આભારી છું પરંતુ એટલા માટે થઈને હું તમને મારા કાર ડ્રાઇવર તરીકે હાલ રાખી શકું તેમ નથી.
આટલા બધા વિરોધ પછી વિશ્વનાથ તે પોતાની દીકરીને પૂછ્યું : "એમનું નામ શું? "
"નરેન્દ્ર ,નરેન્દ્ર પાટીલ."
સારુ, આજે નરેન્દ્ર ક્યાં રહેશે? સુવાની વ્યવસ્થા કયા ઓરડામાં કરી છે ?
સોનાક્ષી એ કહ્યું : " પપ્પા ગેરેજ ઉપરનો રૂમ ખાલી છે ત્યાં સૂઈ રહે તો શું વાંધો?"
સોનાક્ષીના શબ્દો સાંભળી વિશ્વનાથ ખૂબ ઉશ્કેરાઈ જઈ બોલ્યા : " ત્યાં તો કદી નહીં. હું ...હું. ચાંઉ ચાંઉ ને પૂછું છું
બેલ વગાડતા ની સાથે જ ચીનો ઓરડામાં આવી ગયો. એટલો જલદી કે જાણે કેમ બહારથી અંદર આવવા માટે રાહ જોઈને જ ઉભો ન હોય.
વિશ્વનાથ બાબુને સલામ કરી ઉભો કે તરત જ વિશ્વનાથ એ તૂટેલા આજે કહ્યું આ અમારા નવા ડ્રાઇવર છે એમને રહેવાની ગોઠવણ કરવાની છે.
ચીના એ તરત જવાબ આપ્યો ડાબી બાજુનો રૂમ છે તેને મેં એમના તૈયાર કરી રાખ્યો છે.
સોનાક્ષીએ સહેજ ઉશ્કેરાયેલા સ્વરે કહ્યું : "ગેરેજ ઉપરના રૂમમાં રહે તો તેમાં તારે શું વાંધો છે?"
દીવાકરે તીક્ષ્ણ નજરે જોયું કે સોનાક્ષીના આ પ્રશ્નથી ચીનાના મુખ પર સહેજ કાળાશ આવી ગઈ પરંતુ તરત જ તેણે એ લાગણી દબાવી ને સ્વાભાવિક અવાજે જવાબ આપ્યો : " સોનુ બહેન અડચણ તો કંઈ જ નથી, પરંતુ એ રૂમ રહેવા જેવો નથી ઉપરના છાપરામાંથી પાણી પડે છે છાપરું તૂટી ગયું છે તેની મરામત કરાવી પડે એમ છે.
પરંતુ એ છાપરું અમે આવ્યા પછી જ રિપેર કરવામાં આવ્યું છે આટલી વારમાં તે શું પાછું તૂટી ગયું!?
ચીના એ માથું હલાવી કહ્યું : "હા ,બહેન કાલે જ મિસ્ત્રી આવવાના છે. મેં નવા ડ્રાઇવર સાહેબ માટે જે રૂમ સાફ કરાવ્યો છે તે બહુ જ સારો છે. તેમને જરા પણ અડચણ કે મુશ્કેલી પડશે નહીં.
વિશ્વનાથ હાથ હલાવી તિક્ષ્ણ અવાજે બોલ્યો : " તમે બધા જાઓ અહીં બબડાટ કરો નહીં મારું માથું ફરે છે."
ચીનાએ કહ્યુ : "જમવાનું તૈયાર છે સાહેબ."
વિશ્વનાથ દત્ત હંમેશા મોટા લોકોની માફક ટેબલ ખુરશી પર બેસી દીકરી સાથે ડિનર કરતા હતા.
ચીના ના કહેવાથી તેઓ ખૂબ જ કષ્ટ સાથે ઉભા થઈ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યા.

ક્રમશઃ........


Rate & Review

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 months ago

Vijay

Vijay 2 months ago

Hims

Hims 4 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Saroj Bhagat

Saroj Bhagat 6 months ago