Arth Hour Day in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | અર્થ અવર ડે

અર્થ અવર ડે

અર્થ અવર ડે

પર્યાવરણની સુરક્ષા માટે સૌને જાગૃત કરવાના હેતુથી માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવર ડે ઉજવાય છે રાત્રે 8:30 થી 9:30 એમ એક કલાક માટે ઘરની લાઈટ્સ બંધ કરી ઊર્જાની બચત કરાય છે. અર્થઅવર પર લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમના ઘર ,ઓફિસ પર બિન આવશ્યક લાઇટ અને ઇલેક્ટ્રીક ઉપકરણોની ફક્ત એક કલાક માટે બંધ રાખે.

આ બાબતની શરૂઆત સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વર્ષ 2007માં થઈ હતી.આજે અર્થવઅવર સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે, એટલે કે એક કલાક વિશ્વભરના લોકો પોતાની લાઈટ બંધ રાખશે અને પૃથ્વીની સારી સુધારણા માટે પ્રાર્થના કરશે.

ઉલ્લેખનીય છે કે માર્ચના અંતિમ શનિવારે એટલે કે આજે 2023 ના માર્ચ મહિનાના છેલ્લા શનિવારે 25 માર્ચ 2023 ના એક કલાક સુધી રાત્રે 8:30 થી 9:30 સુધી સૌ નાગરિકો પોતાના ઘર, ઓફિસ,સંસ્થાઓમાં લાઈટ બંધ રાખીને ઊર્જાની બચત કરશે.

અર્થ અવર ડે ની શરૂઆત વાઈલ્ડ લાઇફ એન્ડ એનવાયરમેન્ટ ઓર્ગેનાઈઝેશન વર્લ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા વર્ષ 2007માં કરવામાં આવી હતી સિડનીમાં 31 માર્ચ 2007 ના રોજ પ્રથમ વખત આ દિવસ ઉજવાયો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના સીડનીમાં કરાઈ હતી. તે સમયે લોકોને 60 મિનિટ સુધી લાઈટ બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. અને ધીમે ધીમે ઉર્જા બચત નો આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતો ગયો.

અર્થ અવર ડે 2023 ની ઉજવણીની થીમ છે "ઇન્વેસ્ટ ઇન અવર પ્લેને" ઓફિસિયલ અર્થ અવર ઓર્ગેનાઈઝેશન દ્વારા આ થીમ આપવા માટેનો ઉદ્દેશ એ છે કે તેમના મતે હરિત ટેકનોલોજી એ એકમાત્ર રસ્તો છે કે જેના દ્વારા આપણું ભવિષ્ય સ્વસ્થ સમૃદ્ધ અને સમાન બને. હરિત ક્રાંતિના ભાગીદાર સરકાર ,સંસ્થાઓ અને તમામ નાગરિકો બને અને સાથે મળી આ કાર્ય કરે એ ખૂબ જરૂરી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઉર્જા બચત માટે પ્રેરણા આપવાનું અને પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત કરવાનું છે વર્લ્ડ વાઈડ ફંડનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિને થતા નુકસાન ને રોકવા અને માનવીના ભવિષ્યમાં સુધારણા કરીને તેને વધુ શ્રેષ્ઠ બનાવવાનું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે "ટાઈમ આઉટ ફોર નેચર 2023 ઝુંબેશ" પર ધ્યાન અપાશે. જેનો મુખ્ય હેતુ વધુને વધુ વૃક્ષો વાવી પૃથ્વીને હરિયાળી બનાવી -પૃથ્વીને બચાવવી તે છે’

અર્થ અવર ડેની શરૂઆત ભારતમાં વર્ષ 2009 માં થઈ હતી. જેમાં 58 શહેરોમાં પાંચ મિલિયન લોકોએ ભાગ લીધો હતો. તે પછી વર્ષ 2010માં આ ઊર્જા બચત ઝુંબેશમાં 128 શહેરોમાંથી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો.તો વર્ષ 2018માં દિલ્હીની જનતાએ સૌથી વધુ 305 મેગા વોટ વીજળી બચાવી હતી. તે જ સમયે વર્ષ 2020 માં 79 મેગાવોટ વીજળીની બચત થઈ. હવે ધીમે ધીમે બચતનું વધુને વધુ મહત્વ સમજાતું જાય છે. પરિણામે ઉર્જા બચતની આ ઝુંબેશમાં જોડાઈને દર વર્ષે એક અબજથી વધુ લોકો એક કલાકમાં સ્વેચ્છાએ લાઈટ બંધ રાખી અનેક ગણી ઉર્જા બચતમાં સહયોગ આપે છે.

આમ તો વર્ષમાં એક વખત એક કલાક ઉર્જા બચાવી એ ઉત્તમ કાર્ય છે જ, પણ આપણે હાલની પરિસ્થિતિ જોતા દર સેકન્ડે ઉર્જા બચત વિશે વિચાર કરતા રહેવા જરૂરી છે અને આ માટે આપણે આટલું જરૂર અમલ કરી શકીએ:

*પોતાનું રૂમ અથવા ઓફિસ છોડીએ ત્યારે લાઇટની સ્વીચ ઓફ કરી જ બચત કરીએ.

* 50% થી ઓછા લોડ પર ચાલતી મોટર વધુ વીજ બગાડ કરે છે.

* યોગ્ય ક્ષમતા ના કેબલ સ્વીચો અને સ્ટાર્ટર વાપરવા જોઈએ.

* ઉચ્ચ ગુણવત્તાવાળી વીજ મોટર 1 થી 3% સુધી વીજ બચત કરી શકે છે.

* લુઝ કનેક્શન એક ટકાથી બે ટકા જેટલો વીજ બગાડ કરે છે.

*વેરિયેબલ લોડવાળી મોટર માટે વેરીએબલ સ્પીડ ડ્રાઇવ વાપરવી જોઈએ અને ઓછા લોડ વાળી મોટર માટે સોફ્ટ સ્ટાર્ટર વાપરવા જોઈએ. *ઓછી ક્ષમતાના કેબલ વાપરવાથી જે કેબલો વધુ ગરમ થાય છે તે કેબલ ત્રણ માસમાં પોતાની કિંમત જેટલો વીજ બગાડ કરે છે.

* સારું અર્થીંગ સુરક્ષાની સાથે સાથે કુલ વીજ બગાડના 10% ની બચત કરે છે.

* એર કન્ડિશનર પાવર સેવર લગાડવાથી પાંચ ટકા સુધીની વીજ બચત થાય છે.

* ઓટોમેટીક વોલ્ટેજ રેગ્યુલેટરના ફક્ત સિસ્ટમ વોલ્ટેજ ફલકચ્યુએશનની થી વીજ સાધનોની સુરક્ષા મળે છે ,પણ છ થી ૧૪ ટકા સુધી વીજ વપરાશ ઓછો કરે છે.

* મોનોબ્લોક મોટર ની જગ્યાએ સબમર્સીબલ મોટર વાપરવાથી પણ વીજ બચત થાય છે.

આમ દરેક નાગરિક પોતાની ફરજ સમજીને હર પળ ઉર્જા બચત કરીએ અને આ ‘અર્થ અવર’ ની ઉજવણી સાર્થક બનાવીએ.


Rate & Review

ketuk patel

ketuk patel 6 months ago

Nitaben Bharatkumar Gandhi
Smita Parikh

Smita Parikh 6 months ago

V. Nice & useful information

Asha Shah

Asha Shah 6 months ago

Jagruti Vakil

Jagruti Vakil Matrubharti Verified 6 months ago

એક કલાક ઉર્જા બચાવી, એવી જ પ્રતિ પળ આદત પાડીએ..