Sacrifice in Gujarati Short Stories by Bindu _Maiyad books and stories PDF | બલિદાન

બલિદાન

આજે જ્યારે લગ્નગ્રંથિથી બંધાઈ રહેલી હતી મિનલ ત્યારે વિચારી રહી હતી કે મેં આજે વચન આપ્યું છે મારા પિતાને તે નહીં સમજી શકે કે તે મારા જીવન કેવડું મોટું બલિદાન હશે...
મિનલ નાનપણથી જોતિ આવતી કે તેના મમ્મી પપ્પા વચ્ચે રોજ નાની નાની બાબતોમાં ઝઘડા થતા અને એ ઝઘડા નું સ્વરૂપ એટલું ઉગ્ર થઈ જતું કે મમ્મી ઘણી વખત ઘર છોડીને પોતાના નાના ભાઈને લઈને મામાને ઘેર જતી રહેતી પણ મિનલ જ્યારથી સમજણી થઈ ત્યારથી તેને પિતા પાસે જ રહેવું પડતું તે ક્યારે કહી ના શકી એના મમ્મી પપ્પાને કે તમારા આ ઝઘડાઓની અસર તેના અને તેના નાના ભાઈના જીવન ઉપર પણ પડી રહી છે ક્યારેક ક્યારેક તો તેને થતું કે કાં તો બંને એકબીજાને સાવ છોડી દે અને કાં તો પ્રેમથી રહે પણ ના આ બંને તો રોજ રોજ ઝગડતા વળી સાથે રહેતા વળી પાછું સમાધાન કરતા વળી પાછા જુદા પડતા આમને આમ મિનલના 17 18 વર્ષ પૂર્ણ થઈ જાય છે અને કોલેજમાં આવે છે ત્યારે તેના જીવનમાં એક એવું પાત્ર આવે છે કે જે એનાથી તેને વિજાતી આકર્ષણ તો થાય જ છે પણ તે નક્કી કરી લે છે કે તે વ્યક્તિ સાથે તે લગ્નગ્રંથિથી જોડાશે પણ અલગ જ્ઞાતિ હોવાના કારણે માતા-પિતા તરફથી તેને ઠપકો મળે છે અને મિનલ નક્કી કરે છે કે આજીવન તે કુંવારી જ રહેશે ધીરે-ધીરે કરતાં સમય વીતી જાય છે અને મિનલ પોતાના જીવનમાં ગૂંચવાઈ જાય છે તે સરકારી નોકરી માટે ઘણા પ્રયત્નો કરે છે પણ તેમાં તેને સફળતા મળતી નથી પણ તેના નાના ભાઈને તેમાં સફળતા મળી જાય છે અને જોગાનુજોગ તેના મમ્મી પણ તેની સાથે રહેવા જતા રહે છે ફરીથી મિનલને તેના પિતાની જવાબદારીઓ ઉપાડવી પડે છે આખી જિંદગી લડાઈ ઝઘડા કરી કરીને બંને માણસોએ મિનલને એક લઘુતા ગ્રંથિ માં ડુબોડી દીધી હતી તે ક્યારેય એમાંથી બહાર નીકળી શકવાની ન હતી એવું ન હતું કે કોઈ એવા માગાનો આવતા આવતા પણ છોકરો દેખાવમાં સારો નથી છોકરાની મમ્મી વઢકણી છે છોકરાના પપ્પા તો આમ છે એમ કરી કરીને બંને માતા પિતાએ તેમાંથી કંઈક ને કંઈક ગુણદોષ ગોત્યા કરી અને મિત્રને પણ લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ ન હતી અને આમને 35 થી વધારે વરસ થઈ ગયા અને હવે એના ભાઈને સરકારી જોબ મળી જાય છે અને માં તેની સાથે રહેવા જાય છે અને પિતાની સાથે તેને રહેવું પડે છે ધીરે ધીરે મિનલને ખ્યાલ આવે છે કે હવેનું જે શેષ જીવન છે તે ખૂબ જ વધારે કઠણાઈ ભર્યું હશે
મિનલ એક દિવસ એના પપ્પાને હોસ્પિટલ લઈને જાય છે અને ત્યાં તેની જ જ્ઞાતિના એક વૃદ્ધ મહિલા તેમને મળે છે કે જેમના દીકરા માટે તે દીકરી જ ગોતા હોય છે તે તેના પિતા પાસે જઈને રજૂઆત કરે છે કે હું ઘણા સમયથી જોઉં છું કે તમારી દીકરી તમારી સારી સેવા કરે છે મારો દીકરો સરકારી નોકરી તો નથી કરતો પણ પોતાનું એક નાનકડો સ્ટોર ચલાવે છે જો તમારી ઈચ્છા હોય તો તમે મારા દીકરા સાથે હા પાડો તો આપણે એક નવા સંબંધમાં જોડાઈ મિનલ ના પપ્પા પણ કંઈ જ વિચારતા નથી અને હા કહી દે છે અને મિનલને પણ કહે છે કે હવે હું લાંબુ જીવી નહીં શકું ને મમ્મીને ભાઈ પણ ખૂબ દૂર છે માટે જો તુ હામી ભરી દે તો આ પાત્ર સારું છે અને મિનલ કે જે ખુબજ સુખ-સમૃદ્ધિ માં રહેલી તે એક સાધારણ પરિવારમાં હા પાડી દે છે અને પોતાના જીવનનું બલિદાન આપી દે છે.. હાલ મિલન લગ્નગ્રંથિથી તો બંધાઈ જાય છે પણ તેનું એ બલિદાન તેના પરિવારના લોકો ભૂલી ચૂક્યા હોય છે ‌‌...

Rate & Review

Payal Chavda Palodara
Tanuja Patel

Tanuja Patel 5 months ago

panna

panna 6 months ago

Kalpana

Kalpana 6 months ago

nilam

nilam 6 months ago