RETRO NI METRO - 20 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 20

રેટ્રો ની મેટ્રો - 20

હેલ્લો ફ્રેન્ડ્સ, વિચાર કરો કે માથાના તાજ જેવા ઘટાદાર ઝૂલ્ફાં ન હોત તો શું થાત? અરે કોમ્બ કે હેર બ્રશની જરૂર ન પડત, શેમ્પુનું માર્કેટ એકદમ સફાચટ આપણા માથાની જેમ જ.સુંદરતાના વર્ણન કરતા કવિઓની કવિતાઓ એકદમ ડ્રાય થઈ જાત ઘટા ઘનઘોર જેવા કેશકલાપ જો ન હોત તો,અને એ બધું ખરું પણ બોલીવુડના સ્ટાર્સની હેર સ્ટાઇલ ની મજેદાર ચટપટી વાત નો ઉલ્લેખ રેટ્રો ની મેટ્રો માં કેવી રીતે થઈ શકતે? Thank God 🙏એવું કંઈ જ નથી.ઈશ્વરે માણસને માથા પર મજા ના વાળની ભેટ આપીને માણસને માલામાલ કરી દીધો છે. હા કોઈ કોઈક ને ત્યાં એની રેલમછેલ ઓછી જોવા મળે કે વખત જતા ઓછી થઈ જાય,પણ એટલું તો ચોક્કસ કહેવું પડે કે આપણે સૌ સુંદર હેર સ્ટાઇલ ના દીવાના તો ખરા જ.આપણી દીવાનગીની હદ ત્યારે આવે કે આપણે શાન ના શાકાલને કે ગજીનીના આમિર ખાનને અનુસરીએ અને બાપ્પુ જલસા પડી જાય જ્યારે કોઈ સામે મળે ને કહે"શું વાત છે,આજકાલ તમારા માથે ગજની ચમકે છે ને કાંઈ?"થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી"સાગર". એમાં આપણી ગુજ્જુ ગર્લ "બોબી" હિરોઈન.એના સુંદર ચહેરાની સાથે કુદરતે ઘનેરી શામ જેવી ઝુલ્ફ પણ આપેલી,ફિલ્મમાં એટલે જ કદાચ ગીત મુકાયું હશે કે "ચહેરા હૈ યા ચાંદ ખીલા ,ઝુલ્ફ ઘનેરી શામ હૈ ક્યા..." અને આ સાગર જેવી ઘેરી આંખોવાળી ડિમ્પલ કાપડિયા એ સાગર ફિલ્મથી જાણીતી કરેલી હેર સ્ટાઈલ એટલે સાગર ચોટી.હવે તમે મનમાં વિચારતા હો કે એ હેર સ્ટાઈલ તો પેલી નટખટ નીલમે જાણીતી કરેલી તો તમને જણાવુ કે, હોંગકોંગ થી મુંબઈ આવી "જવાની" ફિલ્મથી કરિયર શરૂ કરનાર નીલમે તેની પહેલી ફિલ્મમાં આ હેર સ્ટાઈલ અપનાવી અને પછી તો એ ક્રેઝ બની યુવતીઓમાં ફેલાઈ ગઈ,"સાગર" "જવાની" ફિલ્મ કરતા મોડી રિલીઝ થઈ પણ"પહેલા શૂટ થયેલી. "સાગર",માં ડિમ્પલ કાપડિયા એ સાઈડમાં પોની ધરાવતી ફ્રેન્ચ પ્લેટ્સ નામની આ હેર સ્ટાઈલ કરેલી.સાગર ફિલ્મમાં ડિમ્પલ નું પાત્ર એક ગોવનીસ ગર્લ નું હતું એટલે રમેશ સિપ્પી કે જે એ ફિલ્મના ડિરેક્ટર હતા એમને લાગ્યું કે ડિમ્પલના ખૂબસૂરત વાળ છુટ્ટા રાખવાથી પાત્ર સાથે તેનું વ્યક્તિત્વ મેળ નહી ખાય.તેમણે પોતાનો વિચાર જાણીતી હેર સ્ટાઇલિસ્ટ ફ્લોરી ને જણાવ્યો. ફ્લોરી જુદા જુદા મેગેઝીનન્સ ઝીણવટથી જોવા લાગી.તેમાં એક વિદેશી મેગેઝીનના કવર પેજ પર જોયેલી હેર સ્ટાઈલ તેને પરફેક્ટ લાગી.એ હેર સ્ટાઈલ હતી ફ્રેન્ચ પ્લેટ્સ એટલે કે સાગર ચોટી. તેણે એ હેર સ્ટાઈલ ડિમ્પલને સેટ કરી આપી અને ચમત્કાર થયો.ડિમ્પલના વાળ ખૂબ ઘાટા તેથી આ હેર સ્ટાઈલ કરતાં ખૂબ સમય લાગતો.એ હેર સ્ટાઈલ ઘણી બધી હિરોઈનોને ગમી ગઈ.નીલમ, રીના રોય, કિમી કાટકર જેવી ઘણી હિરોઈનો એ તેને અપનાવી લીધી.તો ફ્રેન્ડસ,તમારાં ગાલમાં પડેલા ડિમ્પલ્સની સાથે સાથે મજેદાર હેર સ્ટાઇલને મિરરમાં જોતા જોતા જરા"ચહેરા હૈ યા ચાંદ ખીલા,ઝુલ્ફ ઘનેરી શામ હૈ ક્યા..."ગીત ગણગણો ને,મજા આવી જશે.
એક ન ભૂલી શકાય તેવી બેફિકર હેર સ્ટાઈલ જોવા મળી ફિલ્મ "તેરે નામ"માં ફિલ્મનું રાધેનું પાત્ર ભજવનાર સલમાનખાને આ હેર સ્ટાઇલને પોપ્યુલર કરી.આમ તો સલમાન પોતે સ્ટાઇલ આઈકોન તરીકે જાણીતા છે.ઘણી ઘણી ફિલ્મોમાં સલમાન ખાને પોતાની સ્ટાઈલ ડેવલપ કરી છે."તેરે નામ"તામિલ ફિલ્મ"સેતુ"ની રિમેક હતી.સલમાનને એક ટપોરી લુક માં પેશ કરવાનો હોય,હેર સ્ટાઈલિસ્ટ શશી મોરે એ એવી સ્ટાઇલ શોધવાની હતી કે જે ડિફરન્ટ હોય અને નેગેટિવ ઇફેક્ટ જન્માવતી હોય.શશી મોરેએ તેલ કે ફિક્સર લગાડેલા લાંબા વાળને એ રીતે સેટ કર્યા કે આગળના લાંબા વાળ છેક નાકની નીચે પહોંચે.પરંપરાગત સંસ્કારી હેર સ્ટાઈલથી તદ્દન વિપરીત પણ પાત્રને એકદમ અનુરૂપ આ હેર સ્ટાઇલે યુવાનોમાં બેફિકરાઈ વાળી હેર સ્ટાઇલ નો નવો ટ્રેન્ડ પ્રચલિત કરી દીધો.
ફ્રેન્ડ્સ કોઈકને ઓસ્કાર મળે તો કોઈકને ફિલ્મ ફેર મળે પણ તમારી આ દોસ્તના નામે તો એક મજેદાર એવોર્ડ છે અને એ એવોર્ડ એવો છે કે તમારી આ દોસ્ત ની પહેલા કોઈને મળ્યો નથી અને ભવિષ્યમાં કોઈને મળશે પણ નહીં.અરે એ કયો એવોર્ડ?એમ વિચારતા માથું ન ખંજવાળતા નહિતર તમારી હેર સ્ટાઈલ બગડી જશે.😂😂😂 હવે મારી મજાકથી તમે ચિડાઈ જાવ તે પહેલા આમિર ખાને પ્રચલિત કરેલી હેર સ્ટાઈલ વિશે જણાવું .બોલીવુડ નો તે એવો સિતારો છે કે દરેક વખતે તેની આભા જુદી જ હોય. નવીનતા અને આમિરને ખૂબ બને અને એટલે જ તેમની દરેક ફિલ્મમાં કંઈક આઈ કેચિંગ તો હોય જ.ફિલ્મ "દિલ ચાહતા હૈ" યાદ છે ને? માઈક્રો દાઢી ની સાથે જ આ ફિલ્મની તેમની હેર સ્ટાઇલ પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ.તમને થશે કે આર્મી મેનની જેમ ટૂંકા ક્રૂ કટ વાળ કાપવા એ શું ફેશન સ્ટેટમેન્ટ ગણાય?" દિલ ચાહતા હૈ" ફિલ્મની રજૂઆત પછી જવાબ મળે હા,કારણકે ક્રૂ કટ હેર સ્ટાઈલ જેમાં સળીની જેમ ઉભા ઝીણાં વાળની સાથે સાથે કાન નીચે જતા સાઈડ લોક્સ અને નીચલા હોઠ પાસે નાના કાળા ટપકા જેવી દાઢી એ આમિરને આપેલ યુથફૂલ લુક યુવાનોને ગમી ગયો.
ક્રૂ કટ,ફેશનેબલ યુવાનોની પસંદ બની રહી,"દિલ ચાહતા હૈ" ફિલ્મ પછી જ.બાય ધ વે "દિલ ચાહતા હૈ" ના દિગ્દર્શક ફરહાન અખ્તરની પત્ની અધુનાએ આપી હતી આ જબરજસ્ત સ્ટાઈલ તારે જમીન પર લાવનાર આમિર ખાનને.
એક સમય હતો કે હેર કલર કરવો,વાળને વાંકાચુકા કાપવા કે લાંબા કે ટૂંકા કાપવા એવા બધા અખતરા બૉલીવુડમાં વિલનો જ કરતા.હીરો ને એવું શોભે? પણ આ માન્યતામાં મોટું ગાબડું પાડ્યું સ્ટન્ટમેન વિરુ દેવગણના સાહસિક પુત્ર અજય દેવગણે. સ્ટાઇલિશ ફિલ્મ મેકર હેરી બાવેજા એ "કયામત" ફિલ્મમાં અજયનો જાણે વેશપલટો કરી નાખ્યો. આ ફિલ્મમાં અજય સ્પાઇક કટ સાથે દેખાયા. ફિલ્મમાં અજયનું પાત્ર સાઈકીક માણસનું હતું. પાત્રને એક ઈમેજ આપવા વાળને કલર કરી કાન અને લમણા પાસેના વાળ એકદમ ઝીણા કાપવામાં આવ્યા. ઉપરના વાળ મોટા રાખવામાં આવ્યા. વાળને વેક્સ લગાવી કડક કરવા પડે આ સ્ટાઇલ માટે.અજયને હેર સ્ટાઇલિસ્ટ આલીમ હકીમ પર પૂરો વિશ્વાસ, અને એ વિશ્વાસ સફળતામાં પરિણામ્યો જ્યારે કયામતની તેની સ્પાઇક સ્ટાઇલ યુવાનોમાં ક્રેઝ બની ગઈ.કોઈએ ધાર્યું પણ નહોતું કે આટલી યુથ ફુલ સ્ટાઈલ અજય પર આટલી જામશે. બસ પછી તો બોલિવૂડના અન્ય સ્ટાર્સ પણ તેના દીવાના થઈ ગયા અને સ્ટાઈલ યુવાનો માટે ઈન થીંગ બની ગઈ. હેર સ્ટાઈલ ની હસીન વાતો સાથેની રેટ્રોની મેટ્રો સફર અત્યારે વિરામ સ્થળ પર આવી પહોંચી છે પણ ફરી ચોક્કસ મળીશું કોઈક નવી વાત સાથે યે વાદા રહા.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 4 months ago

કેતન પટેલ સમજકેતુ.
Imaran

Imaran 5 months ago

सरस 👌👌👌

Dhyey

Dhyey 5 months ago

Saloni

Saloni 5 months ago