Kamsutra - 6 in Gujarati Classic Stories by Kandarp Patel books and stories PDF | કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક)

કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક)

કંદર્પ પટેલ

+919687515557

Work @Navajivan Trust

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

અધિકરણ-૬

(વૈશિક)


-: અનુક્રમણિકા :-

  • વેશ્યા
  • નાયક પ્રત્યે વેશ્યાનું વર્તન
  • વેશ્યા વડે ધન-નાશ
  • પૂર્વપરિચિત નાયકો વડે મિલન
  • લાભાલાભ
  • અર્થ, અનર્થ અને સંશયનો વિચાર

  • ૧. વેશ્યા

    વેશ્યા એ સમાજનું એક કલંક છે. તેમનું અસ્તિત્વ અતિ પ્રાચીન છે. વિશ્વના પ્રત્યેક ધર્મ અને સભ્ય સમાજમાં એ મળી આવે છે. પાશ્ચાત્ય દેશોમાં આ પ્રથા વધુ વિકસેલી છે. જ્યાં દેશો વધુ ધનિક અને સમૃદ્ધ છે ત્યાં આ વેશ્યાપ્રથા વધુ વિકસેલી છે. આપણા દેશના પ્રાચીન ગ્રંથો, પુરાણો અને અતીત કાળથી ભારતીય સમાજમાં વેશ્યાઓની વિદ્યમાનતા છે તેમ કહી જ શકાય. સમાજનું આ અંગ ઘણું ઘાતક છે. સાંસારિક જીવનને છિન્નભિન્ન કરી મુકે તેવી પ્રથા છે. સમાજમાં ભયંકર વ્યાધિઓ, વ્યભિચાર અને વાસનાની ગંધ ફેલાય છે.

    વેશ્યાઓની ઉત્પત્તિનું કારણ સમાજના અત્યાચારો છે. પ્રત્યેક વર્ગમાં પુરુષની જ સત્તા ચાલે છે. તે જ સમાજનો નિર્માતા છે. આથી સમજે એટલા જટિલ અને કઠોર બંધનો બનાવી રાખ્યા છે કે જરા પણ ભૂલ થતા જ સ્ત્રીઓને પતિતા બનાવી દેવામાં આવે છે. પુરુષ વર્ગ ગમે તેટલું કુત્સિત, અસભ્ય અને અશોભનીય વર્તન સ્ત્રી સાથે કરે છતાં તેમના માટે કોઈ જ દંડ નથી મળતો. આવું આચરણ કરવા છતાં તે ઉન્નત મસ્તકે ફરી શકે છે. જયારે સ્ત્રીઓનું નાનું અસભ્ય વર્તન પણ નિંદનીય સમજવામાં આવે છે. સામાજિક અને નૈતિક ધર્મની વિરુદ્ધ કિંચિત આચરણ સ્ત્રીઓને માટે અધર્મ ગણાય છે. આ પતિતા સ્ત્રીઓની સંખ્યામાં વધારો થતો ગયો અને અંતે એક જાતિમાં ફેરવાઈ ગઈ. આમ વેશ્યા જાતિ અસ્તિત્વમાં આવી. તેનો નિર્માતા જ સમાજ છે અને સમાજનો ભોગ બનેલી સ્ત્રીઓની જ એ જાતિ છે.

  • વેશ્યાઓનો ઉદ્દેશ:
  • વેશ્યાને કામશાસ્ત્રની ત્રીજી નાયિકા ગણવામાં આવી છે. પરદારાઓ અને વેશ્યાઓમાં ફર્ક એટલો છે કે, પરદારા સ્ત્રી રતિ – અસૌખ્યના લીધે અથવા પ્રેમમાં આબદ્ધ બનીને પરપુરુષનો સંયોગ કરે છે. પરંતુ, વેશ્યાઓમાં કોઈના પ્રતિ પ્રેમ, રાગ, અનુરાગ કે પ્રીતિ હોતી નથી. તેઓ માત્ર ધનની પ્રાપ્તિને માટે જ દેહનો વિક્રય કરે છે. આ તેમનો ધંધો છે. અનેક પ્રકારના હાવ – હેલાઓ દર્શાવીને પુરુષ પાસેથી પૈસા કઢાવે છે અને તેને પાયમાલ કરી મુકે છે. રતિ-ક્રિયા એ તેમનો મુખ્ય ઉદ્દેશ નથી, ગૌણ છે. વ્યવસાય માત્ર પૈસા કમાવાનો જ છે, જેણે માટે તેઓ છલ-કપટ કરે છે. આ જાતિ બીજા કરતા અધિક ચતુર અને કામ-કળામાં નિપુણ હોય છે. સમાજના અનેક લોકો સાથે તેમનો સહવાસ થાય છે તેથી કામ - કળામાં નિપુણ ન હોય તો તેમનો વ્યવસાય ચાલી પણ શકતો નથી. દરેકને પ્રિય થઇ પડે તેવું બોલવું, વિનોદ કરવો, સૌને આકર્ષણ થાય તેવી રીતે વર્તન કરવું તે તેમના જીવનનું મુખ્ય શિક્ષણ હોય છે.

    વેશ્યાઓને પુરુષના સંભોગથી રતિસુખ પણ પ્રાપ્ત થાય છે. સાથે ધન પણ મળે છે અને પુરુષને ધનની હાનિ થાય છે. વેશ્યાઓના સંભોગના બે ઉદ્દેશ હોય છે. જે પુરુષમાં એ આસક્ત બની જાય છે તેની સાથે પોતાને સમગ્ર દેહ સમર્પિત કરીને પ્રેમવશ સંભોગ કરાવે છે તેને સ્વાભાવિક પ્રેમ કહે છે. તેનાથી વિપરીત કોઈ પુરુષ સાથે માત્ર અર્થપ્રાપ્તિ માટે સમાગમ કરે ત્યારે તેને કૃત્રિમ પ્રેમ કહે છે. અર્થપ્રાપ્તિ માટે જે પુરુષો એ પોતાનો બનાવટી પ્રેમ દર્શાવે છે તેની સાથે પણ તે સ્વાભાવિક પ્રેમ હોય તેવું જ વર્તન પ્રદર્શિત કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ધન મેળવવાનો જ હોય છે પરંતુ તે ક્યારેય પ્રદર્શિત કરતી નથી. પોતાના હાવભાવ, બાહ્ય સ્વરૂપ અને ભોગ વિલાસમાં પુરુષને એટલો ઉત્તેજિત કરી મુકે છે કે પુરુષ તેનો કૃત્રિમ પ્રેમ જોઈ શકતો નથી. પ્રેમ વાસ્તવિક જ છે અને તેમ માની તેની સાથે સાચા પ્રેમી જેવું વર્તન કરે છે. આ કૃત્રિમ અને કાપતી પ્રેમના આવરણ નીચે આચ્છાદિત કરવાનું એકમાત્ર કારણ વેશ્યાનું એ જ હોય છે કે, જે – તે પુરુષ તેને પોતાની પ્રેમિકા સમજીને આવે જેથી તે માંગે તેટલા ધનની યાચના કરી શકે અને પુરુષ તે આપવા માટે તૈયાર પણ થઇ જાય. પરંતુ, પોતાની નિર્લિપ્તતા અને નિર્લેભતા હંમેશા પ્રગટ કરતી રહે છે.

  • વેશ્યાઓના સહાયકો:
  • ચોર
  • દુષ્ટોથી રક્ષણ કરવા માટે કોટવાલ
  • જ્યોતિષી
  • સાહસિકો
  • સંગીત, નૃત્ય આદિ કળા શીખવનારા
  • વિદુષકો
  • માળી
  • ધોબી
  • હજામ
  • ભિક્ષુક
  • ધર્માધિકારી
  • આ લોકો જોડે વેશ્યાઓ વધુ સંબંધ રાખે છે. આ લોકો સમય સમયે તેમને સહાયતા આપે છે. પ્રત્યેક સ્થળે તેઓ જાય છે અને વેશ્યાઓની પ્રસંશા કરે છે.

  • ધન માટે સંબંધ બાંધવા યોગ્ય પુરુષો
  • વેશ્યાઓ મુખ્યત્વે બે કારણોસર પુરુષો જોડે સંબંધ રાખે છે. ૧) ધન અને ૨) યશપ્રાપ્તિ

  • કોઈ જોડે સંબંધ ન હોય તેવો સ્વતંત્ર પુરુષ
  • યુવાન
  • જેની આવક નક્કી છે તેવો પુરુષ
  • જેણે ધનનો વ્યય કરવાનો પૂર્ણ અધિકાર છે
  • વધુ ઉદાર
  • નિરંતર આવક થયા કરતી હોય
  • અર્ધ નપુંસક હોય
  • જેને પ્રસંશા પ્રિય હોય
  • પુરુષાર્થી
  • રાજા અને મંત્રીઓ જેના વશમાં હોય
  • લક્ષ્મીનો અદર ન કરતા હોય તેવા
  • અધિક ખર્ચ કરનારાઓ
  • ઘરના લાડકા સંતાન
  • સંપત્તિવાન
  • પ્રચ્છન્ન કામી
  • જે શૂરા પુરુષ અથવા વૈધ હોય
  • ગુણવતી વેશ્યાના લક્ષણો
  • લાવણ્ય, યૌવન અને અન્ય સૌભાગ્ય – ચિહ્નનોથી મધુર
  • નાયકના ગુણોમાં અનુરાગ કરનાર
  • નાયક પાસેથી દ્રવ્યનો લોભ રાખનારી
  • કર્તવ્યનિષ્ઠ
  • માયારહિત
  • સદા પોતાની વૃત્તિમાં સંતુષ્ઠ રહેનારી
  • વાર્તાઓ તથા અન્ય લલિત – કલાઓમાં અનુરાગ રાખનારી

  • વેશ્યાઓ બીજા ક્યાં પુરુષો સાથે સંબંધ બાંધે છે?
  • કોઈ પુરુષમાં વાસ્તવિક પ્રેમ ઉત્પન્ન થવાથી
  • મૃત્યુનો ભય આપનારની સાથે
  • જમીન વગેરેની પ્રાપ્તિ થવાના લોભથી
  • બદલો લેવાની ઇચ્છાથી
  • કોઈ ખાસ પુરુષનું નામ સાંભળીને તેની યોગ્યતાને જાણવાની અભિલાષાથી
  • કોઈને પોતાનો આશ્રયદાતા સમજીને જીવિકા પ્રાપ્તિને માટે
  • ક્યારેક કોઈ વિદ્વાન અને ગુણી પુરુષ સાથે માત્ર ધર્મ કે યશની લાલસાથી
  • કોઈ મિત્રના અનુરાગથી
  • લજ્જાથી
  • સમાન સુખભોગની આશાથી
  • અધિક કામાતુર થવાથી રતિરાગની શાંતિ માટે
  • સજાતીય હોવાને લીધે
  • વાત્સ્યાયન મુનિ કહે છે કે, જો કોઈ વેશ્યાનો કોઈ નાયક સાથે સંબંધ બંધાયો હોય તો તેને આકર્ષિત કરવા માટે પતિવ્રતા સ્ત્રીની જેમ આચરણ કરવું જોઈએ. નાયકને એ દરેક રીતે પ્રસન્ન રાખે, પરંતુ એ કદી પણ તેનામાં આસક્ત ન થાય. આસક્ત બનીને ચેષ્ટા અને હાવભાવ કરે. નાયિકા વેશ્યા ક્રૂર સ્વભાવની માતા કે અન્ય વૃદ્ધ સ્ત્રીના તાબામાં રહીને પોતાની પરતંત્રતાનો ભાવ દર્શાવીને ધન મેળવે છે. આ માતા કે વૃદ્ધા જે – તે નાયકની સાથે આ વેશ્યાની અધિક પ્રીતિ થવા દેતી નથી. તેને પોતાની માતાની આજ્ઞાનું પાલન કરવું પડે છે. નાયક પોતાના પ્રેમી નાયકની નજીક જતા સમય અનિચ્છા રાખે અને રંગમાં ભંગ થવાથી વિયોગજન્ય વ્યાકુળતાનો ભાવ પ્રગટ કરે.

    નાયકની નજીક બેઠેલી નાયિકાએ ક્યારેક કોઈ બીમારીનું બહાનું કાઢીને પોતાના ભાવને છુપાવવું તેમજ આકસ્મિક વ્યાધિથી ઉત્પન્ન થનારા કષ્ટને દુઃખની સાથે પ્રગટ કરવું. આમ કરવાથી નાયકની અનુરક્તિ અને સહાનુભુતિ વધે છે અને એ તેને અધિક પ્રેમથી ચાહવા લાગે છે. જો કોઈ કારણવશ નાયકનું મન તેના પરથી વિરક્ત થઇ ગયું હોય તેવું લાગે તો તેણે પોતાની દાસીને માળા, તાંબૂલ વગેરે આપીને તે નાયકની પાસે મોકલવી.

    નાયકના આવી ગયા પછી નાયિકાએ મૃદુ અને મધુર ઉપચાર દ્વારા પોતાનું અભૂતપૂર્વ રતિ – કૌશલ્ય બતાવવું. એ પોતાના નાભિ, કટી તેમજ સ્તન વગેરે ગુહ્યાંગોને વિકૃત રૂપથી એવી રીતે ઢાંકે કે જેથી નાયકને તે નજર પડતા દેખાય નહિ પરંતુ રતિ ક્રીડા કરવા માટે કામાતુર બની જાય. અધિક આસક્ત બનતો જાય. વેશ્યા પોતાના અનુરાગને મુખથી ન કહેતા પોતાના આકાર હાવભાવ અને સંકેત દ્વારા નાયક આગળ પ્રગટ કરે છે. આ હાવભાવથી ચતુર નાયક સમજી જાય છે કે એ કામાતુર બની ગઈ છે. નાયિકા શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે વિષયો અને કામ-કલાઓ પર વાતચીત અને ચર્ચા કરે. વેશ્યાએ નાયકની રુચિ અનુકુળ વાતો કરવી. નાયક દ્વારા કહેવામાં આવેલી અન્ય સ્ત્રી કે વેશ્યાની કથા ચુપચાપ સાંભળે અને કોઈ પ્રકારની ઈર્ષ્યા કે ક્રોધ પ્રગટ કરે નહિ.

    વેશ્યાઓની મનોવૃત્તિ અત્યંત સૂક્ષ્મ હોય છે. એમનો સ્નેહ સ્વાભાવિક છે કે કૃત્રિમ એ જાણવું અતિ મુશ્કેલ છે. એ બહુ લોભી હોય છે અને પોતાની વાસ્તવિક ભાવનાઓ છુપાવી ઉત્કટ કામેચ્છા અને અનન્ય પ્રેમ દર્શાવે છે. વેશ્યા પુરુષને ચાહે છે પરંતુ સ્થાયી રૂપથી આસક્તિ પ્રગટ કરતી નથી. પુરુષ સાથે સ્નેહ કરે છે અને વિરક્ત બનીને પુન: તેને ત્યજી દે છે. પુરુષ જાણે છે કે આ વેશ્યા મારામાં અધિક અનુરાગ બતાવે છે છતાં, તેનો અનુરાગ કેવો હોય છે તે માત્ર વેશ્યા જ જાણે છે. જેટલું ધન પુરુષ પાસેથી ખેંચી શકાય છે એટલું એ ખેંચે છે. ધન ખલાસ થતા તેને ત્યજી દઈને બીજા પુરુષનો આશ્રય કરે છે. વેશ્યાઓનો અનુરાગ માત્ર ધનને માટે જ છે અને પ્રત્યેક પુરુષે વેશ્યાના આ કપટી અનુરાગથી સાવધાન રહેવું જોઈએ.

    વેશ્યા વડે ધન – નાશ :-

    વેશ્યાઓને આસક્ત પુરુષો પાસેથી બે પ્રકારે મળે છે.

    ૧. સ્વાભાવિક રીતિથી

    ૨. ઉપાય કરવાથી

    દાનશીલ પુરુષો ઉપાયોનો પ્રયોગ કરવાથી બીજું ધન પણ આપે છે અને એટલા માટે જ વેશ્યાઓ બધા જ પ્રકારના મનુષ્યો પાસેથી વિવિધ ઉપાયો દ્વારા ધન ચૂસે છે.

    વેશ્યાઓ વડે કેવી રીતે ધન મેળવવામાં આવે છે એ વાત્સ્યાયન મુનિ નીચે પ્રમાણે વર્ણવે છે.

  • અલંકાર, મીઠાઈ, ફળ, અનાજ, મધ, માંસ, રેશમી વસ્ત્રો, કુમકુમ, ચંદન, તાંબૂલ વગેરે વસ્તુના પૈસા હજુ આપવાના બાકી છે, ધન આપો તો આપી દઉં.
  • વેશ્યા નાયકની નજીક જઈને તેના ધનની પ્રસંશા કરે છે, પરિણામે નાયક ફુલાઈ જાય છે અને તે ધન આપે છે.
  • તમારી પાસે રાત્રીના સમયે આવતી વખતે રક્ષકોએ તેમજ ચોરોએ મારી પાસે રહેલા બધા જ અલંકારો છીનવી લીધા છે. હવે એ નવા કરાવવા છે તેના માટે ધન જોઈએ છે.
  • ઘરમાં આગ લાગવાથી, મકાન પડી જવાથી, ચોરી થવાથી ઘરનો નાશ થઇ જવાથી ધનની જરૂર છે.
  • નાયકના મિત્રોના શુભોત્સવમાં ન જવાનું બહાનું કરે અને કારણ પૂછવાથી કહે : એમને ભેટ આપવાને મારી પાસે પૂરતા પદાર્થો નથી, આગળ એ લોકો મારે માટે અતિ મુલ્યવાન ભેટો મોકલી હતી એટલે હું ખાલી હાથે એને ત્યાં આવા શુભ પર્વોએ જવા નથી માંગતી.
  • વૈદ તથા મહામંત્રીને કોઈ ઉપકારના બદલામાં અમુક રકમ ભેટ તરીકે આપવી છે, તેમને પ્રસન્ન રાખવાની ખાસ જરૂર છે.
  • ઘર ભાંગી જવા આવ્યું છે, જૂનું છે, સમારકામ કરાવવું છે.
  • સખીના પુત્રનો ઉત્સવ છે. તેમાં ખર્ચવા ધનની આવશ્યકતા છે.
  • દવાદારૂ માટે પૈસા જોઈએ છે. મિત્રનું દુઃખ દૂર કરવું છે. ખોટા કારણો બતાવી વેશ્યાઓ નાયકની પાસેથી ધન કઢાવે છે. આપને માટે મેં મારા કેટલાયે અલંકારો વેચી નાખ્યા છે. તેમને ફરીથી બનાવવા માટે દ્રવ્યની જરૂર છે.
  • જો તમે મને અમુક વસ્તુ નહિ આપો તો હું તમારા પાસે આવીશ નહિ.

  • વેશ્યા ક્યા ઉપાયો વડે નાયકને હાંકી કાઢે છે?

  • નાયક જેને ચાહતો ન હોય અને જેની સાથે દ્વેષ કરતો હોય તેવા પુરુષ સાથે વેશ્યા પ્રેમ કરવા લાગે છે.
  • નાયક જેની નિંદા કરતો હોય તે પુરુષની વેશ્યા વારંવાર સેવા કરે છે અને માનભર્યો સંબંધ રાખે છે.
  • નાયકને જોતા જ એ જમીન પર પગ પછાડે છે અને હોઠ દબાવે છે.
  • જે વિષયમાં નાયક અજ્ઞાન હોય તે વિષયની ચર્ચા કરે છે.
  • નાયકના અભિમાનનું ખંડન કરે છે.
  • નાયકની પરવા ન કરતા જેમ ફાવે તેમ વર્તે છે.
  • નાયકમાં જે દોષો – કુટેવો હોય તે દોષ – કુટેવ ધરાવતા પુરુષની નિંદા કરે છે.
  • ઉપભોગના સમયે પણ અનેક રીતે નાયકને હેરાન કર્યા કરે છે. એ નાયકને ચુંબન કરવા દેતી નથી. તાંબૂલ આદિ આપવામાં ઉદ્વેગ દર્શાવે છે, જાંઘને સ્પર્શવા નથી દેતી. નાયકના નખ – દશનની નિંદા કરે છે. આલિંગનના સમયે એ પોતાના બંને હાથ છાતી પર મૂકી દે છે. પોતાના શરીરને સખત દબાવી રાખે છે. સંપ્રયોગ સમયે પોતાની ટાંગોને આમતેમ ફેરવે છે, જેથી નાયક રતિસુખનો આનંદ ન મેળવી શકે. સૂવાનું બહાનું કાઢે છે. થાકેલા નાયકને ફરી ફરી વખત સંભોગ માટે પ્રાર્થના કરે છે, જો તે નકારવામાં આવે તો તે નાયકનો ઉપહાસ કરે છે.

    લાભ – અલાભના વિચાર :-

    વેશ્યાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે.

  • માત્ર એક પુરુષ સાથે સંબંધ બાંધનારી
  • અનેક પુરુષો સાથે સંબંધ રાખનારી
  • અપરિગ્રહી (કોઈ પણ સાથે પ્રેમ સંબંધ ન કરનારી)
  • વેશ્યા તરીકે રહેલી નાયિકાઓ પણ ત્રણ પ્રકારના ગુણ ધરાવતી હોય છે.

  • ગણિકા
  • રૂપજીવા
  • કુંભદાસી
  • આ ત્રણમાં પણ તેના ગુણ અનુસાર વિભાગ પડી જાય છે.

  • ઉત્તમા
  • મધ્યમા
  • અધમા
  • વેશ્યાઓના લાભ – અલભ માટે વાત્સ્યાયન મુનિ દર્શાવે છે કે,

    લોભની સાથે હાનિ અને અનિષ્ટ પણ થાય છે. વેશ્યાઓના સંપર્કમાં આવનારા મનુષ્યો મુખ્યત્વે ધૂર્ત, લંપટ, જુગારી, શરાબી, ચોર, ડાકુ અને અન્ય વિકૃતિઓ ધરાવતા હોય છે. સારા અને સભ્ય તો ત્યાં જતા પણ નથી. ધનપ્રાપ્તિને માટે વેશ્યાઓને અનેક પ્રકારના અનર્થ અનુબંધ અને સંશયનો સામનો કરવો પડે છે.

    અનર્થની ઉત્પત્તિના કારણો :-

  • નાયિકાની મૂર્ખતાથી
  • સરળતાથી
  • ઉહાપોહ કરવાથી
  • અત્યંત અનુરાગથી
  • અધિક વિશ્વાસથી
  • અન્ય પ્રેમથી
  • અહંકારથી
  • મિથ્યા દંભ કરવાથી
  • પ્રમાદથી
  • ગફલતથી
  • દુર્ભાગ્યથી
  • સંસાર – સુખના વિધાયક અને ઘટક ત્રિવર્ગો :-

  • અર્થ
  • ધર્મ
  • કામ
  • એ ત્રણેય ત્રિવર્ગ છે અને વિધાયક છે.

    તેનાથી ઉલટા,

  • અનર્થ
  • અધર્મ
  • દ્વેષ
  • નાયક ત્રણ પ્રકારના હોય છે.

  • ઉત્તમ
  • મઘ્યમ
  • અધમ
  • વેશ્યા વિષે રાજા ભર્તુહરિ એ પોતાના શૃંગાર શતકમાં પોતાનો મત પ્રદર્શિત કર્યો છે. રાજા ભર્તુહરિ કહે છે, વેશ્યા સૌંદર્ય રૂપી ઇંધણમાંથી પ્રગટેલી કામ – અગ્નિની જ્વાળા છે. જેમાં પુરુષો યૌવન અને ધનને હોમે છે.

    કયો કુલીન પુરુષ વેશ્યા સુંદર હોવા છતાં વેશ્યાના અધર પલ્લવનું ચુંબન કરે?

    અર્થાત્ કોઈ જ નહિ. તેના અધરોષ્ઠ ચાકર, નીચ પુરુષ, ચોર, દસ, નટ, જુગારી અને વીટ પુરુષોને થુકવાનું પાત્ર છે. આ બધા અધમ નીચ પુરુષો વેશ્યાના હોઠનું ચુંબન કરે છે માટે કુલીન પુરુષોએ વેશ્યાનું સેવન કરવું જોઈએ નહિ. જન્માંધ, ગંધાતા મુખ, વૃદ્ધ, અતિ શિથિલ, મૂઢ, નીચ કૂલ, કોઢિયા, અલ્પ ધન ધરાવતા પુરુષને પોતાના મનોહર અંગ સ્વાધીન કરતી અને એટલા જ માટે વિવેકરૂપી કલ્પવૃક્ષને છેદનારી વેશ્યા પર કયો કુલીન પુરુષ આસક્ત થાય? અર્થાત, કોઈ જ નહિ.

    કામસૂત્ર : અધિકરણ ૬ (વૈશિક) પૂર્ણ

    કામસૂત્ર : અધિકરણ ૭ (ઔપનિષદિક) માં આપણે વશીકરણ તથા સૌંદર્યના પ્રયોગો, વાજીકરણ પ્રયોગો, નપુંસકતા નિવારણ માટેના પ્રયોગો, સંતાનપ્રાપ્તિ માટેના પ્રયોગો વિષે જોઈશું.

    Contact: +919687515557

    E-mail:

    Rate & Review

    Viru

    Viru 1 month ago

    Vallabh Zadafiya

    Vallabh Zadafiya 6 months ago

    Jiil Patel

    Jiil Patel 2 years ago

    Bhumi Bhoot Butani
    Paresh K Patel

    Paresh K Patel 3 years ago