I am a fashion designer, I make swing of macaroni work. I am not a writer but I learn to put emotion into words.

हर कोई स्वतंत्र रहना चाहता हे,
"दोस्त" दूसरेको अपने अंकूशमे रखकर...
#Independence

એક સવાલ...
બધા જ સ્વત્રંત્ર છે,
શું સાચે જ છે?

#Independence

દિલનો ટુકડો અલગ એમ થઈ ગયો, જાણે જીવ લઈ ગયો ને જીવતા છોડી ગયો...
ભાગ્યની રેખા માંથી એમ છીનવાઇ ગયો, જાણે સબંધ પતી ગયો ને સ્પદંન બની ગયો...
ઘા પર ઘા એમ વાગી ગયો, જાણે નસીબની રમતમાં હાર આપી ગયો...
દોસ્ત! કર્મનો ઋણાનુબંધી એમ બની ગયો, જાણે જીવનભર યોદો નો જ લેણદાર બની ગયો...

-Falguni Dost

Read More

જોને મન મનાવ્યે માનતું નથી,
તને જોયા વગર રહેવાતું નથી,
આથી વિશેષ નસીબની રમત શું હોય?
દોસ્ત! હક હોવા છતાં હકદાર કહેવાતું નથી!

-Falguni Dost

Read More

બંને થ્યા નોખા,
નસીબની રમત
દુઃખી છે મન!
મન ત્યાં દોડે,
જે ભાગ્યમાં જ નહીં..
મનની વ્યથા!
મા ની લાચારી
ન સમજે કોઈ જ
ભાગ્ય કસોટી!
આંસુ પાંપણે
અટકાવી રાખ્યા છે,
કઠણ બની!
ન્યાય આપવો
જરૂરી સંબંધોને..
હસતા મુખે!
ચહેરો મારો
હું કહું એમ વર્તે
દુઃખનો સાથી!
હસતા મુખે,
એ આસુંડા ગળીને
રહે તાજો જ!

-Falguni Dost

Read More

નસીબની રમત કોણ સમજી શક્યું છે અહીં?
ક્યારે કોનુ પલ્લુ હલકુ કે કોનુ ભારે બની જાય એ ક્યા જાણી શકાય છે અહીં?
બધા જ કર્મફળનાં ઋણાનુબંધ ભાગ ભજવે છે અહીં..
દોસ્ત! જે મળ્યું એ ઉત્તમ, જે મળશે એ ઉત્તમ એવું સમજી નિભાવવું અહીં!

-Falguni Dost

Read More

કાચી ઉંમરે
પરિપક્વ લાગણી
બાંધે રાખડી!

બેની લાડકી
ભાઈ માટે સર્વદા
ઈચ્છે ખુશી જ!

ઋણી બને એ
રક્ષાબાંધી ભાઈને..
પવિત્ર પ્રેમ!
#Rakshabandhan

Read More

कच्चे धागे से भी रिश्ता मज़बूत बांधती हूँ,
ईश्वर से तेरी खुशियों की दुआ मैं माँगती हूँ।
रहे सलामत मेरा भैया,
"दोस्त" पाएँ सब में जीत, रहे कुशल, यही दिल से दुआ करती हूँ।
#Rakshabandhan

Read More

એક એવું બંધન ત્યાં મળે છે મનને મોકળાશ,
એક એવું બંધન ત્યાં મળે છે રક્ષાની આશ,
એક એવું બંધન ત્યાં ઋણાનુબંધનને જ અવકાશ,
દોસ્ત! એક એવું બંધન કે જેનાથી દિલમાં રહે હળવાશ!
#Rakshabandhan

Read More

ભારે જિદ્દીને ભારે નટખટ મારો ભાઈ,
કાયમ ઝગડે ને કાયમ મને ચીડવે મારો ભાઈ,
ખોટે ખોટું બેફિકર જીવે એવું જતાવે મારો ભાઈ,
દોસ્ત! છતાં મારી જ ખુશીઓની પ્રભુને પ્રાર્થના કરે એવો મારો ભાઈ!
#Rakshabandhan

Read More