એ પરમ કૃપાળુ પરમાત્મા ઓમકાર મનને શાંતિ આપનાર અને સદાય પ્રેમ વરસાવનાર શિવ પિતા નો જ્યારથી સાક્ષાત્કાર થયો છે, મન શિવોમય થયું અને પરમશાંતી અનુભવી રહ્યો છું, ૐ શાંતિ .જય સોમનાથ

કોઈ નાત જોઈ કોઈ જાત જોઈ તો કે ચેહરો જોઈ અનુમાન લગાવી વાત કરે અને ગલતફેમીનો સીકાર બને, ભાઈ હાવભાવ અને વર્તન પરથી વ્યક્તિ ઓળખાય, સાચી ઓળખ વ્યક્તિ નહીં, વ્યક્તિત્વ છે.
હરીઓમ

-Hemant Pandya

Read More

શું કહું ખરાબ તુજને એ સમય? મે તો બસ મારા માટે જ હંમેશ વિચાર્યું, હવે સમજાયું તું નહીં મારી સ્વાર્થી સોચજ ખરાબ છે, જોયું જયારે ખુદ માટે છોડી તારા માટે સમય તું સારોજ નહીં પ્રેમ હુફ સહારાનો હકદાર લાગ્યો

-Hemant Pandya

Read More

કંઈક મેળવવા કે પામવા કરતા આપવા કે સમર્પિત કરવા કે થવાનો આનંદ કંઈક અદભુત હોય છે, જે ક્ષણીક નહીં કાયમ હોય છે.
કારણકે મેળવેલ કાયમ રહેતું નથી, પણ આપેલ અમર થઇ જાય છે.

-Hemant Pandya

Read More

આ જીવનદીપ કયારેય બુજી ગયો, ફક્ત થોડી શ્વાસો બાકી હોય એમ લાગે છે, લાગે છે હજું કોઈનું ઉછીનું ઉધાર બાકી છે ચુકવવાનું, થોડું બાકી છે હજું સહન કરવાનું, અને થોડું બાકી છે દેણું ચુકવવાનું,
લેણ દેણ નો સંબંધ આ જીંદગી, લેણ દેણ પુરી , હું કોણ તું કોણ

-Hemant Pandya

Read More

કેટ કેટલા દુઃખી આ જગતના લોકો, હે પરમહંસ ભગવાન મને યથા શક્તિ આપ, લોકોના શુખનો નીમીત બનું

-Hemant Pandya

આજે જાહેર કરૂ છું, જે નથી જાણતા તે માટે, શું છે" ૐ "
કોઈ કેસે અકાર મકાર, કોઈ કહેશે નાદ, કોઈ કહેશે ઓહમ સોહમ,
પરંતું તેથી વીશેષ?
એક સ્ટ્રેકચર છે, માળખું છે ૐકાર , જેમાં અઢળક બ્રહ્માંડો અને તેમાં અઢળક ગેલેક્સીઓ, અઢળક ગેલેક્સીઓમાં અઢળક સુર્ય મંડળો, અને ગ્રહો આવેલા છે, તે છે ૐકાર ,
સુર્ય ની નજીક જતા નાસાના યાને તો હવે ૐનાદ સાભળ્યો, પણ હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ તે ઓળખી લીધેલ, જે દરેકની શ્વાસોશ્વાસ માં એકજ નાદચાલે છે, ઓહમ સોહમ, એનો રચીતા પરમપિતા તેનું નામ ? ઓમ નો બનાવનાર ઓમકાર એમ પડ્યું, લોકોએ અલગ અલગ રુપ નામ આપ્યા પણ બાપ એકજ છે,ઓમકાર , જે ઓમ માં બધું આવી ગયું પણ તે નહીં. તે તો તેનાથી પણ વિશાળ છે,

-Hemant Pandya

Read More

કેવા આ લોકોના મન હે મનવા સેકંડે સેકંડે મન ડગે, સ્વાસે સ્વાસે વર્તન , કંઈ રીતે સંભાળીસ કેટ કેટલાને સમજાવીશ, માટે ખુદને કર વસમાં અને ખુદ સમજ , હોય મક્કમ મન એતો વીરા સમંદરમાં હજારો લાખોએ એક મળે મોતી,
મેરૂ તો ડગે પણ જેના મનડા ડગે નપાન બાઈ ભાંગી રે પડે બ્રહ્માંડ રે.

-Hemant Pandya

Read More

શોધવુંજ હોય તો ભીતર શોધ બધું જ ભીતર છે, બહાર શોધે તો એમજ શોધજે તારા જેવું કોઈ બહાર છે,
મન બુદ્ધિ ને નેત્ર થી દેખાશે તે માત્ર મૃગજળ છે, અંતર પટ થી દેખ આખો સમંદર છે

-Hemant Pandya

Read More

લોકો પોતાના સાથેય પરાયો વહેવાર કરતાં નથી ખચકાતા, ત્યા દરેક પ્રત્યે સમભાવ રાખવો કેટલું મુશ્કેલ કામ હશે?

-Hemant Pandya

Read More

આતો મૃગજળ સમી દુનીયા, દુરથી દીઠે મધુરા મીઠા નીર સમા, નજદીક જઈએ ખારો સમંદર પણ નહીં, આભાસી આ જગતના લોક , દીઠે કંઈક ઔર નીકળે કંઈ ઔર

-Hemant Pandya

Read More