The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
હર ઘર પર તિરંગો લહેરે આભમાં જેમ પંખીઓ વિહરે આશાની પ્રજ્જવલતી જ્યોતે હિંદુસ્તાન જુઓ શાનથી નિખરે... -કામિની
છુટ્ટા છવાયાં ઝાપટાં અચાનક આભેથી વરસી ગયાં ના જાણે કેટલાય ચાતક એક ધાર માટે તરસી ગયાં… -કામિની
કાચા સૂતરના સ્નેહના ધાગે તાંતણાં ગુંથાય રેશમી ગાંઠે અંતરમાં છલકતી આરદા સાથે રાખડી બંધાય વીરાના હાથે… -કામિની
જયાં રહેતી હતી કાયમ ચહલ પહલ આજ એ આંગણ માંગે કોલાહલ… -કામિની
સૂતરના તાંતણે ગુંથાયેલું સ્નેહની ડોરે સજાયેલું કાંડા પર બંધાયેલું પ્રાર્થનામાં સમાયેલું પ્યારનું પવિત્ર બંધન એટલે રક્ષાબંધન… -કામિની
કદી ના વિસરાય કર્ણ જેવી મહાન હસ્તી અધર્મને પડખે રહીને પણ દુર્યોધન સાથે નિભાવી દોસ્તી... -કામિની
વીતેલા વસંતની પાનખર છું હું કરમાયેલા પુષ્પોની મહેંક છું હું વહેતા વાયરાની લહેર છું હું આજના અતીતની ઓળખ છું હું… -કામિની
દોસ્તીના નામે આજ ચાય થઈ જાય આ રવિવારની સવાર તારે નામ થઈ જાય… -કામિની
ઝણઝણ્યા દિલના તાર સાંભળી દ્રૌપદીનો પોકાર પહોંચી ગયા સભાને દ્વાર થોભ્યા નહીં જરાયે લગાર દોસ્તીના કરાવી સાચા દીદાર ઈશ્વરે પણ નિભાવ્યો કીરદાર... -કામિની
ઝાકળ બની સ્પર્શી ગયું પ્રીત બની નિખરી ગયું કાંટાની સંગતમાં પણ ગુલાબ તો મહેંકી ગયું… -કામિની
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser