મિકેનીકલ એન્જિનિયર તરીકે માત્ર સંતોષ ના માની લેતા બાકી ઘણી ઈત્તર પ્રવૃત્તિઓ(ખરેખર, તો એ જ સાચી)માં રસ આજ સુધી જાળવી રાખ્યો છે. આજે, એક નાની દુનિયા બનાવીને બેઠો છું, એ પોતાની છે એનો ગર્વ છે. કેટલાયે મિત્રો બનાવીને એની મહેફિલમાં રમું છું, એ પ્રેમની મહેનતથી ‘કમાયો’ છું એની ખુશી છે. લોકલ વ્યક્તિ મટીને ગ્લોબલ બનવું છે પણ માત્ર કામથી જ..! જમીની હકીકતને સાથે રાખીને ચાલતા અને દોડતા શીખી ચુક્યો છું. કડવી ઝેરીલી બાબતોને પ્રેમના મધથી ચાટતા શીખ્યો છું. અભિમાનનો મુખોટો દુર કરીને પોતાના જીવતરમાં મહેનતથી ખેતી કરીને મનને ફળદ્રુપ બનાવતો થયો છું. સચ્ચાઈનો સામનો કરવા છાતી કાઢીને ઉભો રહી શકું એવી હિંમત હૃદયમાં લઈને બેઠો છું. એકલો એકલો હસતો થયો છું, પાત્રને ન્યાય આપવા એમાં ઢળતો થયો છું. ક્યારેક લખતી વખતે રડું છું તો ક્યારક હસું છું. ક્યારેક ચિંતિત થાઉં છું, ક્યારેક દુનિયામાંથી પોઝિટીવ બાબતોને અનુભવીને ખુશ થાઉં છું. વિશ્વને અલગ રીતે જ એક ફલક તરીકે નિહાળતા આવડ્યું છે. કેટલાયે અનુભવોની લ્હાણી રોજ દિવસના અંત સુધીમાં કરું છું. કેટલાયે લોકોના સુખ – દુઃખમાં ભાગીદાર બનીને તેને વહેચું છું. મુક શ્રોતા બનીને સારું-નરસું જોઉં છું અને રાતના અ

    • (31)
    • 5.7k
    • (24)
    • 13.8k
    • (21)
    • 5.9k
    • 7.3k
    • 5.9k
    • (14)
    • 3.5k
    • (16)
    • 6.8k
    • (29)
    • 7.4k
    • (29)
    • 4.4k
    • (41)
    • 6.3k