nihi honey

nihi honey

@niya71


About You

Hey, I am reading on Matrubharti!

કરચલીઓ એ સ્વજનો અને ગમતા લોકો પાછળ ખર્ચી નાખેલા સમયની રીસીપ્ટ છે.

-nihi honey

Love You Zindagi
જિંદગી નાની છે પણ....
દરેક પળમાં ખુશ છું,
કામમાં ખુશ છું,
આરામમાં પણ છું,
આજે પનીર નહી તો,
દાળમાં પણ ખુશ છું,
આજે ગાડી નથી તો,
પગે પગે ચાલવામાં ખુશ છું,
આજે કોઇ નારાજ છે,
તો તેના અંદાજમાં ખુશ છું,
જેને જોઈ શકતો નથી,
એના અવાજથી જ ખુશ છું,
જેને પામી નથી શકતો,
એના વિચારોમાં જ ખુશ છું,
સમય જવાનો હતો એ તો,
જતો રહ્યો એની મીઠી યાદો માં ખુશ છું,
એ સમય કાલે આવશે,
એની રાહ જોવામાં ખુશ છું,
હસતા હસતા જીંદગીના
બધા પળ વિતાવું છું,
હું મારા આજમાં ખુશ છું,
જીંદગી નાની છે,
હું મારી દરેક પળ માં ખુશ છું,
દિલને ગમી હોય તો જવાબ આપજો,
નહીંતર હું વગર જવાબે પણ ખુશ છું,

Read More

એ શબ્દોને હોઠોનું સરનામું આપો
જે
આંખો થકી દરવખત નીકળે છે.....

❤️ good morning

"આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... !!!"

ધ્યાનથી આકાર આપીને
રોટલીઓ ગોળ બનાવે છે ,,,
પણ પોતાના શરીર ને
આકાર આપવાનું ભૂલી જાય છે ,,,
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે ... !

પૂરો સમય આપીને ઘરનો
દરેક ખૂણો ચમકાવે છે ,,,
બસ, વિખરાયેલી લટો ને
સુલજવાનો સમય નથી આપી શકતી ,,,
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે ... !

કોઈ બીમાર પડે તો
આખું ઘર માથે લઇ લે ,,,
પોતાનું દર્દ વણજોયું કરી
બધી તકલીફો ટાળી દે છે ,,,
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે ... !

લોહી પાણી એક કરી
બધાના સપનાઓ સજાવે છે ,,,
પોતાની અધૂરી ઈચ્છાઓને
દિલમાં જ દફન કરી દે છે ,,,
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે ... !

બધાની બલાઓ લે છે
બધાની નઝર ઉતારે છે ,,,
જરા કાઈ ઊંચ નીચ થાય તો
બધાની નઝરો થી પડી જાય છે ,,,
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે ... !

એક બંધન મા બંધાય ને
કેટલાય સંબંધ સાથે લઇ ને ચાલે છે ,,,
હોય કાઈ પણ મુશ્કિલ
પ્રેમથી બધાને રાખે છે ,,,
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે ... !

પિયર થી સાસરા સુધીની
બધીજ જવાબદારી ઉપાડે છે ,,,
કાલની લાડો રાણી
આજની સ્ત્રી બની જાય છે . . . !!

આ ગૃહિણીઓ થોડી પાગલ હોય છે ... !!!

Read More