વેવિશાળ - Novels
by Zaverchand Meghani
in
Gujarati Short Stories
શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો પણ બન્ને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ—ક્લબ જેવું કરાવી આપ્યું હતું. એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને એક અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો.
શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. ...Read Moreનાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો પણ બન્ને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ—ક્લબ જેવું કરાવી આપ્યું હતું. એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને એક અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો.
“એને આંહીં ઘેરે લાવશો મા, સુશીલાને નાહક અટાણથી જ ધ્રાસકો પડશે,” સુશીલાની બાએ પતિને, એટલે કે નાના શેઠને, સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી.
“તો ભલે પેઢી ઉપર જ સૂવાબેસવાનું રાખશું.” નાના શેઠે કબૂલ કરી લીધું.
સવાર પડ્યું. જમાઈને ગાડી ...Read Moreલેવા જવા માટે મોટર કાઢવાની નાના ભાઈએ (સુશીલાના પિતાએ) વરધી આપી, તે સાંભળીને મોટા શેઠે ઠપકો આપ્યો: “મોટર મોકલીને અત્યારથી જ શા માટે છોકરાને મોટાઈનો કેફ ચડાવવો? ઘોડાગાડી ભાડે કરીને લઈ આવશે માણસ.”
આવ્યા બાદ ત્રણેક મહિને સુખલાલે સુશીલાને પહેલવહેલી દીઠી.
વચ્ચે બે’ક વાર સસરાએ જમવા નોતર્યો હતો ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવીને, જમાડીને તરત મોટરમાં પેઢી પર મોકલી દીધેલ. જમતાં જમતાં એણે કોઈનો ફક્ત એટલો જ ટૌકો સાંભળેલ કે ‘સુશીલાબહેનને મૂકીને ...Read Moreપાછી જલદી લાવજો.’ એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંક બહાર જતી હશે. ભણવા જતી હશે? ભરવાગૂંથવા કે સંગીત શીખવા જતી હશે? બજારમાં સાડીઓ ને સાડીની પિનો લેવા જતી હશે? એવા પ્રશ્નો ઊઠ્યા, ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઈના કેટલાક પ્રદેશોની ટાંટિયાતોડ કરતો રહ્યો.
પંગત ગોઠવાતી હતી, ત્યારે મોટા શેઠે પ્રાણજીવનને બોલાવીને ધીમેથી કહ્યું: “પ્રાણિયા, એ રઢિયાળાને મારી સામે બેસવા દઈશ મા!”
“એ હો, ફિકર નહીં.”
પછી પ્રાણજીવને જે જુક્તિથી સુખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો, તે જુક્તિ જોઈને મોટા શેઠને ...Read Moreથઈ ગઈ કે કોઈક દિવસ આ ગુંડો પ્રાણિયો મારી પેઢીનો ભાગીદાર બનશે! દરમ્યાન પ્રાણજીવને સુખલાલની બાજુમાં બેસીને પડખામાં ઘુસ્તા ચડાવવા માંડ્યા હતા. મારતો મારતો ગણગણ સ્વરે બોલતો હતો: “પરાક્રમ કર્યું લાગે છે! સોગંદ પાળ્યા નહીં ને? ઉતાવળે બાફી નાખ્યું ને? હવે લબાચા બાંધો રાજ, અચકો મચકો કારેલી!”
ભોંયતળિયાના માફી-વોર્ડમાં પડેલો સુખલાલ પોતાની માંદગીને આશિષ આપતો હતો. પોતાની નિયમબંધી સારવાર થતી હતી તે ઉપરથી પોતે એવું માનતો હતો કે મોટા સસરાએ દવાખાનાવાળાઓને ખાસ ભલામણ કરી હશે. મારી બાની સારવાર આવે સ્થળે થતી હોય તો જરૂર જલદી સાજી ...Read Moreજાય: આંહીં તો મને મારી જાતે પડખું પણ ફેરવવા ન દેનારી આ ગોરી ગોરી નર્સ બાઈઓ હાજર ને હાજર છે! આટલી બધી સ્ત્રીઓના સજીવ સમાગમમાં હું કદી નહોતો આવ્યો.
નર્સ લીનાને કૌતુક થયું: આ બાઈ તે સ્માર્ટીની તબિયતના ખબર કાઢવા આવી છે કે દવાખાનાનાં દર્દીઓને જોવા આવી છે?
લીનાની શંકા પાયા વગરની નહોતી. સુશીલા હજુ સુખલાલ ઉપર એકાગ્ર થઈ જ નહોતી. સુખલાલનું મોં જોવામાં એ કોણ જાણે કોઈક ચોરીછૂપીનું ...Read Moreકરતી હોય, તેવી અદાથી ચકળવકળ ચારે બાજુના ખાટલા તપાસ્યા કરતી હતી ફરી પાછી સુખલાલના મોં પર નેત્રો ઠેરવતી હતી. ગોળ-ઘીના પાંજરામાં પેસેલી ઉંદરડીની જે સ્થિતિ હોય તે સુશીલાની હતી. એને એ મોટા ‘વોર્ડ’માંના પ્રત્યેક ખાટલા પરથી જાણે કે પરિચિત મોં પોતાની સામે તાકતું લાગ્યું. આવી બેચેન અને વિકલ દશા વચ્ચે હિંમત કરીને એણે માંડ માંડ આટલું પૂછ્યું: “શું થયું છે?”
રાત પડીને મોટર માળા નીચે ઊભી રહી ને થડકારા કરવા લાગી, ત્યારે સુશીલાના હૃદયમાં પણ એવા જ થડકારા થયા. એણે બાપુજીના દાદર પરનાં પગલાં પણ કાન માંડી ગણ્યાં. બ્લોકનું કમાડ ઊઘડ્યું અને બૂટ નીકળ્યા. ત્યાર પછી પા કલાક સુધી ...Read Moreસિંહગર્જનાઓ કરતા કરતા અંદર ન ધસી આવ્યા, એટલે સુશીલા નિરાંત પામી.
પોતે બાની સાથે રસોડામાં હતી. કોઈક મહેમાન હતું? કોણ હતું? સુશીલાને કોઈએ ઓળખાણ ન આપી. બા અને ભાભુ છાનાંમાનાં કશું મિષ્ટાન રાંધવાની વાતો કરતાં હતાં. જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના જ ખંડમાં રહેતી, તે બ્લોકના બીજે છેડે ગોઠવવામાં આવી. અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળબદલો નહોતો થતો, તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું.
“કાલે, પરમ દિવસે, જ્યારે ઠીક પડે ત્યારે વિચાર કરીને જવાબ દેજો, શેઠ મને મેલું પેટ પરવડતુંય નથી, તેમ રાખતાંય આવડતું નથી. આંહીં તમને તાર કરીને તેડાવવા પડ્યા તે એટલા સારુ. હવે જવું હોય તો જાવ ઈસ્પિતાલે નીચે ...Read Moreતૈયાર ઊભી છે.”
એટલું બોલીને સુશીલાના મોટા બાપુજી બારી પર ગયા. ત્યાં ઊભા ઊભા શોફરને સૂચના આપી, ને પછી સુખલાલના પિતાને સૂનમૂન બેઠેલા મૂકી પોતાના સૂવાના ખંડમાં ચાલ્યા ગયા.
ભાભુ પણ પોતાની વાતને પકડી શકતાં નથી, એ જોઈ સુશીલા ચિડાતી હતી. ઓરડામાં અંધારું હતું તેથી આ ચિડાવું સહેલું હતું અજવાળામાં કદાચ સુશીલાએ ભાભુ પર ખીજ કરવાની હિંમત ન બતાવી હોત.
વિસ્મયની વાત છે—અથવા જરાય વિસ્મય પામવા જેવું છે ...Read Moreશું? —કે સુશીલા એક ઘા અને બે કટકા જેવું સહેલામાં સહેલું વાકય ન કહી શકી કે ‘ભાભુ, મને આ વર ને આ ઘર સોએ સો ટકા ગમે છે. તમે મને બીજે પરણાવશો તો હું દુખી થઈ જઈશ. મને આનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધાં શીદને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરેલાની સાથે પરણાવવાની આફત આદરી છે?’
એ આખો દિવસ ‘વેવાઈ’ જમવા કે ચા પીવા ન આવ્યા. રાત્રીએ ચાદર, દાતણ વગેરે ચીજો આપીને પાછા વળેલા શોફરને સવારે સુશીલાએ ભાભુની સમક્ષ ઉપર બોલાવ્યો હતો, ત્યારે શોફરે સુખલાલના પિતાના બધા સમાચાર આપ્યા હતા. સુશીલાએ જાણે કે ભાભુની વતી ...Read Moreપ્રશ્ન કર્યો: “કાંઈ બોલ્યા હતા મહેમાન?”
શોફર અહમદે મરક મરક કરતે કહ્યું: “દૂસરા કુછ નહીં, બસ ઇતના જ: અરે દીકરી! વાહ રે, મારી દીકરી! એસા કહ કર ક્યા બહુત ખુશ હોતા થા કિ ક્યા બહુત રંજ કરતા થા, કુછ માલૂમ નહીં પડા.”
‘ભાભી કહેવી રેઢી નથી પડી!’ એવો પોતાની બાનો છણકો સુશીલાને સારો ન લાગ્યો. નણંદનો કાગળ એણે ધીરે ધીરે હાથમાં લીધો, અને બે-પાંચ વાર ઉપાડ-મૂક-ઉપાડ કરીને પછી બા થોડે દૂર ગઈ કે તરત પોતે કાગળ ગજવામાં સેરવ્યો. પોતાનાં કપડાં લઈ ...Read Moreઓરડીમાં ગઈ, અને બેથી ત્રણ વાર વાંચ્યા છતાં પોતે તૃપ્ત ન થઈ. ‘ભાભી’ સંબોધનમાં કઈ એવી તોછડાઈ હતી કે બા છેડાઈ ઊઠેલાં? આ કાગળની લખાવટ તો હૈયાના હેતે છલકાય છે: ભાભી શબ્દે સંબોધાવું એ તો ઊલટાનું માનભર્યું લાગ્યું.
હનુમાન ગલીના એક અંધારખૂણિયા મહોલ્લાની ચારેક સીડીનાં પગથિયાં તે વખતે હજુ પૂરાં જંપ્યાં નહોતાં. એ પગથિયાં પર સુખલાલને બબે કાઠિયાવાડી વણિક જુવાનોની જોડલી આંકડા ભીડેલ હાથ પર બેસારીને ઊંચકી ગઈ હતી. એ જુવાનોની અક્કેક જુદી ઓરડીઓ ચોથા માળ પર ...Read More પણ તાબડતોબ એક ઓરડીમાંના એક જુવાને પોતાના કુટુંબને ફેરવી લઈ બીજા જુવાનની જોડે રહેવાનું રાખી દીધું. સુખલાલને માટે એક ઓરડી અલાયદી બની જતાં વાર ન લાગી. સામાન ફેરવતા ફેરવતા એ બે-ત્રણ જુવાનો સુખલાલના બાપા પર તરપીટ પાડી રહ્યા હતા:
મોડી રાતે ખુશાલભાઈ અને સુખલાલના પિતા પાછા ફર્યા. માળાના બારણા સુધી દેકારા બોલાવતી આવેલી ખુશાલની જીભ અને એના જાડા જેતપુરી બૂટ પહેલા દાદર પરથી જ ચૂપ બન્યાં. ઘસઘસાટ સૂનારો એ પોતે બીજાઓની નીંદ પ્રત્યે પણ ઘણો જતનવાન હતો. દાદર ...Read Moreદાદર વટાવતા ગયા, નસકોરાંની નવનવી બંસીઓ સંભળાતી ગઈ, અને કેટલીએક ઓરડીઓમાં મુંબઈની બાફ જેમનાં બિછાનાંનો શેક કરી રહી હતી, તેઓનો પાસાં ફેરવવાનો અને કાગળનાં પૂઠાં વડે વીંજણો ખાવાનો પણ સંચાર સંભળાતો હતો. કાપડ-માર્કિટની પીઠમાં હારબંધ ઊભેલાં પેશાબખાનાં આ બફાયેલી હવા ઉપર પોતાની બદબોનો બોજ લાદી રહ્યાં હતાં. વાયુની પીઠ જાણે કે એ દુર્ગંધની ગાંસડીઓ હેઠળ ભાંગી પડી હતી.
“તમે ઘેર જાવ, હું હમણાં જરા બજારે જઈને આવું છું,” એમ કહી એ છૂટા પડ્યા. એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના ગજવામાં હતો. ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી. એણે સુશીલાના ...Read Moreરસ્તો લીઘો.
ટ્રામો, બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડિયો અટવાતો, વિચારગ્રસ્ત બનતો, મોટરનાં ઘોઘરાં ભૂંગળાંથી ચમકતો, ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બેધ્યાન રહીને તોબાહ બનેલા કન્ડક્ટરોની રોષ-ભ્રૂકુટિ વડે ભોંકાતો, “અરે તુમ ઈન્સાન હૈ કિ ગ…” એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનો બાકી રહી જતો છેલ્લો અક્ષર ‘ધા’ પૂરો કરી લેતો, એ માર્ગ કાપતો હતો. પણ એને ખરેખરો ઓળખ્યો પાલનપુરી વિકટોરિયાવાળાએ! એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો: “હટ, એઈ ખાસડિયા!”
બંગલીનો વાર્તાલાપ વધુ સાંભળવાની હિંમત હારી જઈને સુશીલા ત્યાંથી સરી ગઈ. એના કાને ભાભુ અને સસરા વચ્ચેની વાતચીતના શબ્દો પડ્યા:
ભાભુ: થોડા દા’ડા એમને દેશનાં હવાપાણીમાં તેડી જાવ તો નહીં સારું?
સસરા: હું તો એને પગે પડું છું, પણ એ નથી ...Read Moreકહે છે કે મરવાનું હશે તોય મુંબઈમાં જ મરીશ જીવવા સારુ દેશ નથી જોવો.
ભાભુ: મરે શા સારુ બચાડા જીવ? સો વરસના થાયની! આ તો એમ કે મુંબઈનાં હવાપાણી મોળાં ખરાં ને!
નાહવાની ઓરડીમાં લૂગડાં ચોળતાં ચોળતાં સારી વાર થયે એકાએક મોટા બાપુજીના ખંડમાંથી એમના શબ્દો સંભળાયા: “બસ, બાપા! મારો ને તમારો બેયનો લોહીઉકાળો પૂરો થયો. બાકી તો આપણે ભાઈયું જ છીએ, હો શેઠ! સંબંધ કાંઈ બગડી નથી ગયો.” જાણે કે ...Read Moreકંઠ જ મોટા શેઠનો નહીં! કરડાઈની એક કણી ન મળે!
શું થયું? આટલી બધી ચુપકીદી પછી આ સંતોષના શબ્દો કેમ નીકળ્યા? મોટા બાપુજીની ને સસરાની વચ્ચે કાંઈ મૂગું કામ થઈ રહ્યું હતું? મોટા બાપુજીના મીઠા બોલ પૂરા થયા બાદ એકાએક બેઠકમાંથી એ રુદન-સ્વર કોનો સંભળાયો? એ ઠૂઠવો કોણે મૂક્યો? સસરા રડ્યા? હા, જુઓને, મોટા બાપુજીના કંઠમાંથી ફરી પાછો મીઠો બોલ સંભળાય છે: “એ તો તમારી દીકરી જ છે એમ માનવું, બાપા!”
ફુઆની ઘણી રાહ જોયા પછી, એ આવે ત્યારે જમાડી લેવાનું પાડોશીને કહી, ખુશાલે સુખલાલને પોતાની સાથે પોતાના ઘરાક-લત્તાઓની પિછાન કરાવવા ઉપાડ્યો. નાનકડી હાટડી પર જઈ તાળું ખોલતાં પહેલાં ખુશાલે હાટડીને ઉંબરે હાથ લગાડી લગાડી ત્રણ વાર આંખોને અડકાડ્યો ને ...Read Moreતાળું ખોલતો ખોલતો એ કહેતો ગયો: “સારા પ્રતાપ આ હાટડીના. બાર મહિના સુધી એણે મને સંઘર્યો’તો. ઓરડી રાખવાનું ભાડું ક્યા ભાઈના ખીસામાં હતું! ને ભાડું થયું તે દીય ક્યો ભાઈ ગૃહસ્થીના માળામાં વાંઢાને ઓરડી દેવાનો હતો! આંહીં જ સૂતો ને આંહીં જ ખાતો.”
દીકરાને મુક્કી ઉગામતો દેખ્યો ત્યારે બાપને વધુ બીક લાગી. સુખલાલના સ્વભાવનો એ પિતા પૂરો જાણકાર હતો. કાઠી-ગરાસિયાઓની જાડી વસ્તીવાળા એ ગીર-ગામડા રૂપાવટીમાં સુખલાલની વીશ વર્ષોની જુવાની સીધાસાદા માર્ગે જ કાયમ નહોતી વહ્યા કરી. સહન કરી શકાય ત્યાં સુધી તો ...Read Moreને ભદ્રીક, નરમ ને નમતો રહેતો સુખલાલ, સહનશક્તિની હદ લોપાયા પછી વનપશુ જેવોય બની જતો. કાઠીના છોકરાઓનાં શરીર પર સુખલાલના દાંત બેઠેલા તેના ચિહ્નો મોજૂદ હતાં. દુશ્મનના પંજા નીચે દબાતો ને ઘૂસ્તે-પાટુએ ગૂંદાતો સુખલાલ એક ચીસ પણ પાડ્યા વગર માર ખમતો ખમતો લોહીલોહાણ બટકાં ભરી શકેલો.
બારણાં બીડીને અંદર એકલી પડેલી લીનાને જો એ સાંજે કોઈ છૂપી આંખો જોઈ શકી હોત, તો એની એ લીના જ છે એમ માની ન શકાત. જગતજનની મેરીની મૂર્તિ આગળ મૂકેલ તસવીર પરથી એણે ઢાંકણું ઉઠાવી લીધું હતું. તસવીરને પોતે ...Read Moreચાંપતી હતી. પંદર વર્ષના એક છોકરાની એ છબી હતી. લીના બોલતી હતી કે “આજે તું આના જેવડો હોત. આ છોકરાને કમાવું છે, કેમ કે એને પરણવું છે. તુંયે આજે પરણવા જેવડો હોત. ના, ના, તારે તો હજી બે વર્ષની વાર હોત. પણ આ છોકરાની વહુ કાયમ એનાં માબાપના ઘરમાં રહેશે, એનાં ભાઈભાડુંનીય સેવા કરશે. તું પરણત તો મને એકલી જ છોડી દેત, ખરું ને? હું માંદી પડત તો ઇસ્પિતાલે જ નાખત, ને હું અશક્ત કે અપંગ બનત તો તો ‘એસાયમલ’માં મારું સ્થાન હોત, ખરું ને ડાર્લિંગ? પણ તું અશકત—અપંગ બન્યો હોત, તો હું તને રઝળતો મૂકત કાંઈ? તારી સ્ત્રીને સુવાવડ આવત તો તો હું જ દોટ કાઢતી આવત.
સાંજે વાળુ કરીને સુખલાલ નીચે ઊતરવા લાગ્યો ત્યારે ખુશાલે એને પૂછ્યું: “અત્યારે ક્યાં?”
“જરા આંટો મારી આવું.”
“ખુશીથી. કદાચ તું મોડો આવ તો મને ઉઠાડવો ન પડે એટલે બેમાંથી એક બારણે બહારથી તાળું મારતો જા—આ લે.”
સુખલાલ ઊતર્યો, તેની પાછળ પાછળ ખુશાલ ...Read Moreથોડું અંતર રાખીને ઊતર્યો સુખલાલ ચાલતો હતો તેનાથી જુદા જ ફૂટપાથ પર ધ્યાન ન ખેંચાય તેવી આવડત રાખીને ચાલ્યો.
એને બીક હતી બેત્રણ વાતોની: આ છોકરો એના બાપની થાપણ છે: મારી ને એની આબરૂ અત્યારે એક છે: અમે કાઠિયાવાડના થોડાક ગરીબ જુવાનો આંહીં રોટલો રળી ખાઈએ છીએ તે ફકત અમારી આ આબરૂને જ જોરે. જો આ છોકરાનો પગ ક્યાંઈક જુગાર કે લબાડીમાં પડી ગયો તો સત્યાનાશ નીકળે: પણ એને શિખામણ દઈને ચેતાવવાથી તો ઊલટાના એ અવળા મારગ ચીંધાડી દેવા જેવું થાય: એને માથે નજર જ રાખવી સારી.
પણ સુશીલાને યાદ નહોતું રહ્યું કે ‘ઠેરો’ શબ્દ લિફ્ટને ઊભી રાખી શકતો નથી. એક વાર તો લિફ્ટને છેક નીચે સુધી ઊતરી જવું પડ્યું. બેઉને એકલાં ઊભાં થઈ રહેવું પડ્યું. સુશીલા ભયની ફાળ ખાતી ખાતી પોતાના ઘરનાં બારણાં તરફ જોતી ...Read Moreએટલું જ પૂછી શકી: “શા માટે આવવું પડ્યું?”
“તમે બધેય ફરિયાદ કરતાં ફરો છો એટલે,” સુખલાલે નીચું જોઈ જવાબ દીધો.
“મારો ગુનો કહેવો હોય તો કહીને પછી ચાલ્યા જાવ. જલદી કહો, જુઓ લિફ્ટ આવે છે.” એણે ઉપર-નીચે થતાં લિફ્ટનાં કાળા વાસુકિ સમાં દોરડાં જોયાં ને ઊંડે લિફ્ટનો કૂવો જોયો.
“મારા બાપુની પાસે લખાવી તો તમે લીધું, ને હવે મને ગરીબને ટોણો મારો છો?”
પોલીસ-ઓફિસરે વાત આદરી:
“વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી-ગ્રૅજ્યુએટ પોતાના વિવાહની લાલચમાં સારાં સારાં કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાઓનાં માતાપિતાઓ પાસેથી પરદેશ અભ્યાસ કરવા જવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક સંબંધી સ્ત્રીને ઘેર શિક્ષણના ...Read Moreતેડાવે છે. એ બાઈ એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યૂશન આપતી હોવાનો દેખાવ કરે છે.”
‘બચાડા જીવ’ એવો અંતરોદ્ગાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં પોતાનું માથું નમતું મૂક્યું. કપાળ કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઊઠી. સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટોના ચૂલા પર ખદખદતી તેલ-કડા સમું હતું. ...Read Moreઆલિંગનમાં સાત્ત્વિક શાંતિની શીતળતા ક્યાં હતી? પ્રસન્ન પ્રેમની મધુરી હૂંફ પણ નહોતી.
“સુશીલા ક્યાંક જાગશે…” એમ બોલી એણે માથું હળવેક રહીને સેરવી લીધું.
વળતા દિવસના સવારે આઠેક વાગ્યે તેજપુર સ્ટેશન આવ્યું. પેઢીની શાખા પરનો ગુમાસ્તો સામે લેવા આવ્યો હતો, તેને ઘેર જઈને જમવાનું આટોપ્યા પછી થોરવાડ જવા માટે જલદી ગાડું જોડાવ્યું. “ટાઢો પહોર થયે નીકળજો, ઘેરે બધું તૈયાર ટપ્પે છે, નોકરચાકર પણ ...Read Moreઊભા હશે. રસોઈ માટે હું ગોરને પણ ગોઠવતો આવેલ છું.” આવું ઘણુંય મહેતાએ સમજાવ્યા છતાં ‘વેળાસર પોં’ચી જઈએ’ એમ કહી ભાભુએ વિદાય લીધી.
હૈયાને હાકલી રાખીને બેઠેલા એ વણિકની આંખો તે દિવસે કોઈની નહીં ને વાછડીની પાસે ઊના પાણીના ખાળિયા વહાવી રહી. એને સૂઝ ન પડી, કે આ બધું શું થઈ રહ્યું છે! આ પારકી બનેલી દીકરા-વહુને લઈને કયું વેર વાળવા મુંબઈના ...Read Moreવહુ આવી છે! મારા ચકલ્યાંના પીંખાયેલા માળાનો લાજમલાજો આ કોના હાથે લૂંટાઈ રહેલ છે? એવો મારો કયો અપરાધ થયો છે, એવાં તે મેં કયા ગરીબની લાજનાં લૂગડાં ખેંચ્યાં હશે કે આજ મારી આ આંતરિક અવદશા પૈસાદારની વહુ ને દીકરી જોવા આવેલ છે! આજ તો ક્યારની આ મારી જ દીકરા-વહુ હોત. આજ એ આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત, મને ઊનો રોટલો પીરસીને રાજી થતી હોત, એને બદલે આજ એ બેઠી છે.
મુંબઈની એક નાની પોસ્ટ-ઓફિસમાં રજિસ્ટર લેવાતાં હતાં. તે બારીએ હાથમાં એક પરબીડિયું લઈને ઊભેલા સુખલાલની પીઠ જ ફક્ત અંદર જનારને દેખાતી હતી. એ પીઠ તો હવે જોવા જેવી પણ થઈ હતી ખરી ને! એ પીઠ ધીરે ધીરે બાજઠનો ઘાટ ...Read Moreકરતી હતી. પીઠ પરના ડગલામાંથી કરચલીઓ રોજેરોજ રજા લેતી હતી.
એ ઝાઝી વાર ઊભો રહ્યો. છતાં ટપાલનો કલાર્ક પોતાના ચોપડામાંથી માથું ઊંચું કરતો નહોતો.
“ઘરની રસોઈ ગમે તેવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે છે, નહીં?” નાના શેઠ ખાતાં ખાતાં ભારી લિજ્જતથી પૂછવા લાગ્યા.
“મને બહુ અનુભવ નથી.”
સુખલાલનો જવાબ ઠંડોગાર હતો. એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગતો ગયો ...Read Moreકોણ જાણે કેમ, એ માણસનો ચહેરો એ માણસની બધી બેવકૂફીને માફ કરવા લાયક બનાવી દેતો હતો. નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મશગૂલ હતો. આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને એ સુશીલાના મોંની એક સો ને એક ખાંપણો એકઠી કરતો હતો, ને મનમાં મનમાં દાઝે બળી દાંત ભીંસતો હતો કે, સુશીલાને કોણ રૂપાળી કહી શકે? મારી તો ભૂખરાતેય એને રૂપાળી કહેવા તૈયાર નથી.
સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયાં તે જ દિવસે રફુચકર થઈ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઈ ખરખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઈ ભાઈની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. ...Read Moreકલાક પહેલાં ખાલી ને સૂનકાર લાગતું અંત:કરણ તે વખતે રેસ્ટોરાંમાં જઈ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હૃદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે ‘જો, હોજરીબાઈ, તું મને રોજ ખીજવતી, કેમ કે તું ઠાંસોઠાસ બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યું અને તરસ્યું જ પાછું વળતું. તું મને મે’ણાં-ટોણાં દેતી. પણ જો! આજે તો હુંય તરબતર છું, છલોછલ છું—ને ખબર છે તને હોજરીબાઈ, હવે તો હું ઘણું કરીને હમેશાં છલોછલ રહીશ—જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને, તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું.
જેબીના અહીં બની ગઈ તેના વાયરા સૅન્ડહર્સ્ટ રોડ બાજુના સુખી લત્તામાં રહેનાર આ શેઠ ભાઈઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા, એટલે નાના શેઠની નીંદર કરતી છાતી પર પત્નીની કશી ધડાપીટ એ રાત્રીએ વરસી નહીં. છતાં ફડક ...Read Moreથાતે હૈયે એણે રાત વીતાવી. બોણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની નજર સીધી ને સટ, સુશીલાને વારસાના શિખર પર બેસાડનાર જવાંમર્દ જેઠજી તરફ જ હતી.
તે પછી મોટા શેઠ, નાના ભાઈની વહુએ લાજ કાઢીને પીરસેલી ગરમાગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓડકાર ખાતા ખાતા બોલતા હતા કે “તમારેય વઢવું પડ્યું ના એ બેવકૂફને! માળો પલીત છે, પલીત! પડખે એવડો ભાઈ ઊભો હોય ...Read Moreકેવું જોર રહે કાંડામાં પણ આ પલીતની અક્કલનો કાંઈ વિશ્વાસ રખાય છે?”
એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો ‘સાહેબજી!’ એવું સંબોધન કાને પડતાં ચમકી ઊઠ્યા. બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખશિખ ઠાવકું, ફૂટડું, સ્વચ્છ, સ્ફૂર્તિમય, એક લટ અસ્તવ્યસ્ત નહીં, એવું રૂપ નિહાળ્યું.
“હો હમાલ!” શોફરે તે રાત્રીએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી.
“હમાલની જરૂર નથી.” નાના શેઠે પોતાની બૅગ ખોલતાં ખોલતાં શોફરને અટકાવ્યો. શોફરને કશી સમજ પડી નહીં.
ત્યાં તો બૅગ પાછી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા. શોફરે એમના ...Read Moreટુવાલમાં લપેટેલાં ફક્ત બે જ ફાલતુ કપડાં દીઠાં. એ કાંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી: “આ મારી બૅગ ને બિસ્તર પાછાં લઈ જા. પૂછે તો કહેજે કે જલદી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી ધોતિયું-ટુવાલ બસ છે.”
માતાનું સ્નાન કરીને પછી સુખલાલ રડતી આંખો લૂછી નાખી તે જ રાત્રીથી દુકાન પર જતો હતો. ત્રીજા દિવસની રાત્રીએ ફેરીમાં લઈ જવાનાં વાસણો એ ગોઠવતો હતો. જુદી જુદી થપ્પીઓમાંથી ગોતી ગોતીને નંબરી માલ કાઢતો કાઢતો એ વચ્ચે વચ્ચે નિસરણી ...Read Moreઊભો થઈ રહેતો હતો. વળતી જ પળે એ પોતાનો ચહેરો ચોળીને માતાનાં સ્મરણોને જાણે કે લીલાં ભીંગડાંની માફક ઉખેડી નાખતો હતો.
ખુશાલના ગયા પછી થોડી વાર સુધી આ બેઉની સમાધિ ચાલુ જ રહી. સમાધિ જ્યારે છૂટી શકી ત્યારે ચંપક શેઠે દુભાતે સ્વરે કહ્યું:
“ગઠિયા—કાઠિયાવાડમાંથી આવા બધા ગઠિયા જ આંહીં મુંબઈમાં ભરાણા છે. પોલીસને આ ગઠિયા જુગારમાંથી ઊભે ગળે ખવરાવે, ને આબરૂદારોની ...Read Moreપાડતા ફાટ્યા ફરે.”
“આપણા કામને એની કશી અસર થતી નથી.”
“ના, મેં તો ઊલટાનું એને આવીને લઈ જવાનું કહેલું પણ આ તો તેમની નાણાં કઢાવવાની રીત છે. મૂળ આ આવેલો લાંચ ખાવા.”
“ભાભી!” સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંધકારમાં ફાટી ગયો.
મોટાભાઈનો ‘રોકાઈ જાઓ’ એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો. ત્યાંથી પાછા સાંજે થોરવાડ આવીને એણે ‘ભાભી ભાભી’ના પોકાર પાડતાં ઘર શોધ્યું. ભાભુ તે વખતે ઓરડાના અંધકારમાં એક નાનું આસનિયું ...Read Moreબેઠાં હતાં. એમણે દિયરના બોલ સાંભળ્યા, પણ જવાબ દીધો નહીં.
“સુશીલા! સુશીલા!” પિતાએ બેબાકળી બૂમ પાડી: “ભાભુ ક્યાં છે?”
“સામાયક કરવા બેઠેલ છે.”
“કેટલીક વાર બાકી છે?”
ઘોડી પરથી ફલાંગ મારીને ઊતરતા સુખલાલને સુશીલાએ પરસાળની કિનાર પરથી જોયો. કમ્મરે એણે દુપટ્ટો કસકસેલ હતો, ને ધૂળથી બચવા માટે મોં ફરતી બુકાની બાંધેલ હતી. એના માથા પર મુંબઈની ટોપીને બદલે આંટી પાડીને બાંધેલી સફેદ પાઘડી હતી.
ઘોડીની સરક પકડીને ...Read Moreડેલીમાં દાખલ થયો, ત્યારે મોં પરની બુકાની ઉતારી નાખી હતી. ભરેલું ગોળ મોઢું આંટિયાળી નાની પાઘડીએ વધુ શોભતું હતું.
એણે જોયાં—પોતાનાં ત્રણ નાનાં ભાંડરડાં: પરસાળની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે. સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો ઘસતા સુશીલાના હાથ દેખાયા, આંગળાં નજરે પડ્યાં, ને ખુશાલભાઈના શબ્દોનો પડઘો ગુંજયો: ‘હાડેતી છે, હો સુખલાલ! લાગે છે તો ટકાઉ રાચ.’
તે જ દિવસે રાત્રીએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણિધર નાગ ચારો કરવા નીકળ્યો હોય એવો ઝળઝળાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઈને સામા મળતા બળદોને ભડકાવતી અને ગામપાદરના મોરલા ગહેકાવતી આવી પહોંચી. ટેવાઈ ગયેલા ગામલોકોએ ...Read Moreઓટલેથી ને ચોરા ઉપરથી સબ દેતાકને ઊભા થઈ સલામો કરી. ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું.
તે પછી શાક-કઢીના સબડકા ભરતે ભરતે આઠ-દસ મહેમાનોની પંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મુરતિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું, ને બાકીની દસેક મિનિટમાં કઢી-ભાતના સબડકાનાં અલ્પવિરામો મૂકતે મૂકતે, તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે ...Read Moreચકાસણી ચાલુ રાખી.
“તમે કહેશો તેમ! બે હજારના કાકા.”
ચંપક શેઠના એ શબ્દોને ‘હે…ઈ ખ…રાં’ કહીને સૌએ ઓડકાર ખાતે ખાતે વધાવી લીધા.
“હવે ખાઈને તું વહેલો ઉપર આવજે,” પીરસવા-કરવામાં રોકાયેલા નાનાભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા. થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો, ને ચોખા, કંકુ, નાડાછડી ઈત્યાદિ માગી ગયો. ગોળધાણાની થાળી પણ ઉપર ગઈ.