ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - Novels
by Davda Kishan
in
Gujarati Fiction Stories
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી* જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરના ત્રણ મુખ્ય પાત્રો એટલે માતા, પિતા અને ...Read Moreમાતા અને પિતાના પાત્રોની વિગત આપણે સૌ બરાબર જાણીએ છીએ, પરંતુ શિક્ષક એક એવું પાત્ર છે કે જેને લોકો સાઇડ રોલ તરીકે જુએ છે. પણ શું "શિક્ષક ખરેખર નબળું પાત્ર કહી શકાય....?" જીવનનાં આ રંગમંચ પર શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તે બતાવવા માટે આ નોવેલ લખી રહ્યો છું ત્યારે એક સાચા અને
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી* જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરના ત્રણ મુખ્ય પાત્રો એટલે માતા, પિતા અને ...Read Moreમાતા અને પિતાના પાત્રોની વિગત આપણે સૌ બરાબર જાણીએ છીએ, પરંતુ શિક્ષક એક એવું પાત્ર છે કે જેને લોકો સાઇડ રોલ તરીકે જુએ છે. પણ શું "શિક્ષક ખરેખર નબળું પાત્ર કહી શકાય....?" જીવનનાં આ રંગમંચ પર શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તે બતાવવા માટે આ નોવેલ લખી રહ્યો છું ત્યારે એક સાચા અને સારા શિક્ષકનું પાત્ર લઈ આપ સૌને કંઇક
માફ કરશો મિત્રો, નવા ભાગ માટે હું થોડો મોડો છું. આપને આ ભાગ પણ ગમશે એવી આશા સાથે ભાગ 2. અને દીપ બંને બાળપણથી જ પાક્કા મિત્રો હતા. ઓમના મનમાં કંઇક અલગ જ તોફાન આકાર ...Read Moreરહ્યું હતું, શું વિચારે છે ભાઈ? દીપે પૂછ્યું, હું વિચારું છું કે છેલ્લી બેન્ચ પર આપણે જ રાજ કરવું છે ને, ઓમે હસતાં હસતાં કહ્યું. બંને હસવા લાગ્યા, પ્રથમ લેક્ચર ગુજરાતીના શિક્ષક પાર્થ સરનો હતો, પાર્થ સરે પોતાનો પરિચય આપ્યો અને બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપવા કહ્યું. આમ પરિચયની રમત પૂરી થઈ. પાર્થ સરે બધાં જ જરૂરી સૂચનો આપ્યા બાદ બધાંને રોલ નં.
એસ.વી.પી. એકેડમીમાં ઓમ અને દીપના તોફાનોથી સમગ્ર સ્ટાફ હેરાન હતો. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓમ અને દીપ સાથે તોફાન ગેંગમાં જોડાઈ રહ્યા હતા. આમ શાળાના શરૂઆતના છ દિવસો ખુબ ધમાલ – મસ્તીથી ભરપુર રહ્યા હતા. હવે કંઇક એવું થવાનું હતું ...Read Moreવિદ્યાર્થીઓ માટે તો ખાસ હતું જ, સાથે સાથે શિક્ષકો માટે પણ આશીર્વાદરૂપ બનવાનું હતું. શાળાનું એક અઠવાડિયું આ જ રીતે વિદ્યાર્થીઓની ધમાલ મસ્તીમાં પૂર્ણ થયું હતું. બીજા અઠવાડિયાના સોમવારે પ્રાર્થનાખંડમાં એક નવું વ્યક્તિ પણ વિદ્યાર્થીઓની નજરે ચડતું હતું. પ્રાર્થના પૂર્ણ થયા પછી આચાર્ય વિકાસ સરે નવા વ્યક્તિનો પરિચય કરાવતા કહ્યું, ‘હેલો એવરીવન, આ વીરેન સર છે, આજથી આ સર પણ
બધા ટીચર્સે બનાવેલ પ્લાન વિકાસ સરને સમજાવવાનું કામ વીરેન સરે લીધું હતું. વીરેન સર કોઈ પણ કાર્યમાં નેતૃત્વ સારી રીતે કરી શકતા હતા. વીરેન સરે પોતાની વાત વિકાસ સર સમક્ષ અસરકારક રીતે મુક્વા માટે એક માળખાગત આયોજન કર્યું. વીરેન ...Read Moreઅને સ્ટાફના તમામ ટીચર્સ આચાર્યની કેબીનમાં ગયા; વિકાસ સર : આવો આવો, આજ તો બધા એક સાથે, પગાર તો હમણાં જ વધાર્યો હતો. તન્વી મેડમ : અરે ના સર, પગાર વધારવા માટે નથી આવ્યા, અમારે તમને એક સમસ્યા જણાવવી છે અને ઉકેલ અમારી પાસે છે, પણ એના માટે તમારી મંજુરી જોઈએ છે. મને કશું જ ના સમજાયું,
તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, બધું જ બરોબર ચાલી રહ્યું હતું. ધારા, કિશન અને અક્ષર પાક્કા મિત્રો હતા. કિશન અને અક્ષર ભણવામાં પહેલેથી જ નબળાં હતા, જ્યારે ધારા પહેલેથી જ ખુબ મહેનતુ હતી. ...Read Moreતો હંમેશા ટોપ 5 માં જ હોય. પરીક્ષાને એક માસની વાર હોય ત્યારથી જ ધારા બંનેની ટીચર બની તેમને પરીક્ષા માટે તૈયારી કરાવતી. નયનની ટોળીમાં કાજલ, પ્રિયા અને અમિત ગ્રુપ સ્ટડીને પ્રાધાન્ય આપતાં, જ્યારે નયન અને મનાલી હંમેશા સ્કૂલ બંક કરી રખડવાનું પસંદ કરતા, નયન પોતાની ટુકડીનો લીડર હતો, સ્વભાવનો થોડો અકડુ અને તીખો, નયન અને મનાલી પણ સારા મિત્રો
નવી સવાર એક નવી જ એનાઉન્સમેન્ટ લાવવાની હતી. આ એનાઉન્સમેન્ટ સ્કૂલ પિકનિકની હતી. બધા વિદ્યાર્થીઓ આ જાહેરાત સાંભળીને ખુબ જ ખુશ થયા, સ્કૂલ પિકનિકમાં જવું કોને ના ગમે ! નયનના તોફાનો ...Read Moreથઇ ગયા હતા, હવે નયનની જગ્યા ઓમ અને દીપે લીધી હતી. આ બંને વીરેન સરના લેક્ચરમાં તો ડાહ્યા ડમરા બની જતા. હા, બંનેના તોફાન પહેલા કરતા ઓછા થઇ ગયા હતા, પરંતુ બંધ તો નહોતા થયા. સ્કૂલની વન-ડે પિકનિક માટે બધા તૈયાર હતા. ઓમ અને દીપ કશું નવો જ કાંડ વિચારી રહ્યા હતા. “યાર, આ નયન તો સાવ બદલાય જ ગયો છે.” દીપ બોલ્યો. “હા યાર,
નવમાસિક પરીક્ષા સરસ રીતે પૂર્ણ થઈ હતી, હવે પરિણામ આવવવાનું હતું, પણ આ વખતેનું પરિણામ ધાર્યા કરતા વિરુદ્ધનું હતું. પરિણામ સાથે આ વખતે શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરાયું હતું. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું ...Read Moreજાણવા ખુબ જ ઉત્સાહિત હતા. સાથે તમામ વાલીઓ પણ ચિંતામાં હતા. અક્ષર, ઓમ અને દીપ બી-1 ગ્રેડથી પાસ થયા હતા. કિશન, કાજલ, અમિત, મનાલી અને નયન બી-2 ગ્રેડથી પાસ થયા હતા. આ વખતે પ્રિયાએ એ-1 ગ્રેડ મેળવી પોતાની ગણતરી ટોપ માં કરાવી હતી. જ્યારે ધારાને એ-2 ગ્રેડ મળ્યો. વાલી મીટીંગમાં બધા શિક્ષકો સાથે જરૂરી ચર્ચાઓ કરી અને આ વખતે નબળું પરિણામ મેળવનાર
બધા હોંશિયાર વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ હતા. શાળામાં સ્કોલરશિપ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ શાળાના હોંશિયાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. શિષ્યવૃત્તિ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને આ શિષ્યવૃત્તિ મળવાની હતી. ધારા, અમિત અને પ્રિયાએ આ પરીક્ષા માટે ...Read Moreભર્યું હતું. આ પરીક્ષા પાસ કરવા માટે ત્રણેય વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરતા હતા. પ્રિયાને તો જમવાનું પણ સૂઝતું નહિ. શિષ્યવૃતિની રકમ આખા વર્ષની સ્કૂલની ફી જેટલી હતી. અમિત પણ જોર શોરથી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. તૈયારી માટે બધા વિદ્યાર્થીઓને બે અઠવાડિયા જેટલો સમય આપવામાં આવ્યો હતો. ધારા પણ સખત મહેનત કરતી હતી. શાળાના
બધા જ વિદ્યાર્થીઓ વેકેશનનો તહેવાર સારી રીતે માણી રહ્યા હતા. ક્યારેક ક્રિકેટ, ક્યારેક ફૂટ બોલ, ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટીયા પાટીયા. આવી રમતો રમતા રમતા વેકેશન વીતી રહ્યું હતું. એમાં પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં છુપી છુપીને જઈને આંબાના ઝાડ પરથી ...Read Moreતોડવી. વેકેશન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલના સ્ટાફ સાથે પણ સમય વિતાવતા. કિશન, અક્ષર અને નયનની ગેંગ સાથે ક્રિકેટ રમતા, પાર્થ સરને પણ તેઓ ક્રિકેટ રમવા બોલાવતા, પાર્થ સરને ક્રિકેટ રમવું ખુબ જ ગમતું હતું. એક દિવસ વીરેન સર, પાર્થ સર અને નયન એન્ડ ટીમ અચાનક પાર્કમાં ભેગા થઇ ગયા. “ઓહો, શું વાત છે, આજ તો
વિદ્યાર્થીઓનું વેકેશન તો યાદગાર બની જ ગયું હતું, આવો સરસ મજાનો ક્રિકેટ મેચ બધા લોકોને યાદ રહી ગયો હતો. આ મેચની અસર મેચ પછીના ત્રણ-ચાર દિવસ સુધી રહી. વેકેશન ખૂલવાને હવે ચારેક દિવસોની વાર હતી. આ તહેવાર પૂર્ણ થવાનો ...Read Moreબધા વિદ્યાર્થીઓ નવા ધોરણ માટે ઉત્સાહિત હતા, મામાના ગામથી પણ હવે બધા પાછા ફરી રહ્યા હતા. નવા ધોરણ માટે જરૂરી વસ્તુઓની ખરીદી માટે સ્ટેશનરીઓમાં લાંબી કતારો જોવા મળી રહી હતી. બજારમાં પણ વધારે હલ-ચલ જોવા મળી રહી હતી. કોઈ નવા સ્કૂલ બેગ માટે જીદ કરી રહ્યું હતું તો કોઈ નવા લંચ બોક્સ કે પાણીની બોટલો માટે, કોઈ
ભૂમી મેડમની તબિયત બરોબર નહતી, ઘરે પહોંચીને એક ફોટાને હાથમાં લઈને પોતાની આંખોમાંથી ગંગા જમના વહેવડાવ્યા. આ દ્રશ્ય જોતાં જ એવું લાગી રહ્યું છે કે ભૂમી મેડમ કોઈની યાદમાં તડપી રહ્યા છે. આ ફોટો કોનો હશે? ભૂમી મેડમના જીવનમાં ...Read Moreમુશ્કેલીઓ આવી હતી, અનેક પરીક્ષાઓ તે આપી ચુક્યા હતા અને ઘણી પરીક્ષા આપી રહ્યા હતા. એમના જીવનના મારગમાં ખુબ જ વધારે કાંટાઓ હતા. સ્કૂલના બીજા દિવસે પણ તેઓ નહોતાં આવ્યા. સ્ટાફ રૂમમાં પણ એક જુદું જ વાતાવરણ છવાઈ ગયું હતું. ભૂમી મેડમની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. એમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે એમને સખત તાવ
વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવેલ ટીમ બધા વર્ગોમાં વારાફરતી જાહેરાત કરી રહી હતી. નવમાં ધોરણના વર્ગમાં આ ટીમ આવી. “ગૂડ મોર્નિંગ સર.” “ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટસ.” “વિદ્યાર્થી મિત્રો, અમે વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવ્યા છીએ, વિજ્ઞાનના વિકાસ માટે અમારી સંસ્થા છેલ્લાં ત્રણ ...Read Moreકાર્યરત છે. આપનામાંથી ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રિય હશે. ઘણા લોકોને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે, પણ આ અઘરા લાગતા વિષયને રસપ્રદ કેવી રીતે બનાવી શકાય એ અંગે માર્ગદર્શન આપવું અમારુ કાર્ય છે. કદાચ તમને પણ વિજ્ઞાન વિષય બોરિંગ લાગતો હશે. વિજ્ઞાનના અનેક પ્રયોગો દ્વારા આ વિષયને રસપ્રદ બનાવી શકાય છે. આગળની માહિતી તમને વીરેન સર
ધમધમતાં સૂર્યના કિરણો સાથે સૂર્યોદય થયો, નવા દિવસની શરૂઆત એક નવી જ મુસીબત લાવવાની હતી. અક્ષર ઉઠ્યો કે તરત જ તેને સ્કૂલે ના જવા માટે કોઈ સખત આગ્રહ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સવારે અચાનક પોતાના રૂમ ...Read Moreપગ લપસી જવાથી પડી ગયો, થોડી વાર પછી જ નાસ્તો કરતી વખતે તેના યુનિફોર્મ પર કોફી ઢોળાઈ જવી, સ્કૂલે જતી વખતે રસ્તામાં ખુબ જ વધારે ટ્રાફિક હોવો, આ બધા સંકેત તેને સ્કૂલે જવાથી રોકી રહ્યા હતા. અંતે અક્ષર સ્કૂલે પહોંચ્યો કે તરત જ શાળાના ગેટ પાસે એક વૃદ્ધ દાદા તેની પાસે આવીને રોડ પર આવેલ મેડીકલમાંથી દવા લાવવાનું કહે
કિશન અને ધારા હોસ્પિટલ પહોંચી ગયા હતા, દેવાંશી પણ હોસ્પિટલે આવી ગઈ, દેવાંશીએ અક્ષરની આ હાલત જોતા જ પ્રશ્નોની લાંબી હારમાળા મૂકી દીધી. "તને કંઈ ભાન પડે છે? તને સરખું ચાલતા નથી આવડતું કે શું? તને આવડી મોટી ...Read Moreધ્યાનમાં ના આવી? તે વિચાર્યું છે કે તને કંઈ થઈ જાત તો મારું શું થાત?" અક્ષરને બોલવાનો જરા પણ મોકો ના મળ્યો. આમ દેવાંશીનું અબડમ બબડમ ચાલુ જ રહ્યું . દેવાંશી ના હૃદયની વાત આખરે બહાર આવી ખરી. દેવાંશી ને સાંભળીને ધારા અને કિશન પણ મંદ મંદ હસવા લાગ્યા. અક્ષર તો આ દ્રશ્ય જોતો જ રહી ગયો,
સૂર્યની ઝળહળતી કિરણ એક નવી જ સવાર લાવી હતી. વહેલી સવાર સાથે મનાલીના ફોન પર એક નોટિફિકેશન આવી હતી. આ નોટિફિકેશન જોઈને મનાલી તો ખૂબ જ રાજી થઈ ગઈ. તેણી ઝૂમી ઉઠી અને કૂદકા મારવા લાગી. મેસેજ જોતા મનાલીના ...Read Moreએક નવી જ ઉમીદ જાગી હતી. તેનું સપનું હવે પૂરું થવાનું હતું. તે ખૂબ હરખાઈ ગઈ. વહેલી સવારે આવેલો આ મેસેજ મનાલી માટે નવી જ આશાની કિરણો લઈને આવ્યો હતો. મેસેજ કંઇક આવો હતો, "મિસ મનાલી પાઠક, વી આર વેરી ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, યુ આર સિલેક્ટેડ ફોર ધી સેકન્ડ ઓડીશન રાઉન્ડ ઓફ ધી વોઇસ
છેલ્લા ક્લાસરૂમમાં દેવાંશી સાથે એક વ્યક્તિ હતું. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હતો. છેલ્લા ક્લાસરૂમ પાસે બધા જ વિદ્યાર્થીઓ એકત્ર થયા, બારણું બંધ હતું તેથી બધા જોર જોરથી ...Read Moreલાગ્યા. દેવાંશી એ બારણું ખોલ્યું અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દેવાંશી સાથેનું એ વ્યક્તિ એટલે બીજું કોઈ જ નહીં પરંતુ ભૂમિ મેડમ જ હતા. આજનું આ દ્રશ્ય જોઇને એવું લાગી રહ્યું હતું કે કોઈ અકલ્પનીય ઘટના ઘટવાની હતી. થોડીવારમાં સ્ટાફના તમામ શિક્ષકો પણ છેલ્લા ક્લાસ પાસે આવી પહોંચ્યા. તમામ શિક્ષકો આ દ્રશ્ય જોઈને દંગ
દેવાંશીના રહસ્ય પરથી પડદો ઉઠી ચૂક્યો હતો. દેવાંશી પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા ઇચ્છતી હતી, આ વાત બધા સાથે શેર કરવાથી દેવાંશી નુ મન થોડું હળવું જરૂર થયું હતું. હવે હવે બીજા રહસ્ય પરથી પડદો ઉઠવાનો હતો દેવાંશીના તમામ ...Read Moreજવાબ હવે મળવાના હતા, દેવાંશીની આખી વાત સાંભળીને ભૂમિ મેડમના હૃદયને જાણે ખૂબ જ ઠેસ વાગી હતી. ઈશ્વર પણ કમાલ કરે છે ઈશ્વરની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. આ પરીક્ષામાંથી પાસ થનાર દરેક વ્યક્તિ કોઈ અલગ જ પ્રકારનો અનુભવ કરે છે. અક્ષરે ભૂમિ મેડમને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. એક ઘૂંટડો પાણી પીને ભૂમિ મેડમએ પોતાની
ભૂમિ મેડમ અને દેવાંશી હવે સાથે રહેવા લાગ્યા હતા. બંનેને એના હૃદયના ટુકડાઓ મળી ગયા હતા. આ વિરહનો અંત આવ્યો હતો. બંનેએ એકબીજાને માફ કરી દીધા હતા. દેવાંશી હવે ખુશ હતી, કદાચ પહેલાં જેવું વર્તન હવે દેવાંશી માં જરા ...Read Moreનહોતું દેખાતું. દેવાંશી ના મુખ પર સ્મિત અને હરખ જોઈ અક્ષર પણ હવે ખુશ હતો. અક્ષર અને દેવાંશી પાક્કા મિત્રો તો ખરા જ. ધારા અને કિશન અક્ષરને આ વાતે ચીડવતા પણ હતા. "અક્ષર, જ્યારથી તારી લાઈફમાં પેલી દેવાંશી આવી છે ને ત્યારથી તું તો અમને સાવ ભૂલી જ ગયો છે." ધારાએ પોતાનું મોઢું ફેરવીને રિસાઈને કહ્યું. "હા
એસ.વી.પી. એકેડેમીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ હવે પૂર્ણ થઇ ગઇ હતી. દિવાળી વેકેશન પણ નીકળી ગયું હતું. શિક્ષણ જગત માટે એક મોટો તહેવાર આવી રહ્યો હતો. આ તહેવાર એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસના દિવસે ...Read Moreવિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજન પૈકી વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું. આ તહેવારના એક અઠવાડિયા પહેલા જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, નાટકનાં રિહર્સલ થી માંડીને ઓડિટોરિયમમાં બધા સામે પોતાનું વક્તવ્ય આપવાની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. એસ.વી.પી એકેડમીમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે દર
વકૃત્વ સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું હતું. આ સ્પર્ધાની વિજેતા ધારા હતી. શિક્ષણ દિવસ પૂર્ણ થયો હતો. બધા લોકોએ આ દિવસને સરસ રીતે ઉજવ્યો હતો. નવા સત્રની શરૂઆત થઇ ચૂકી હતી. નવું સત્ર ચાલી રહ્યું હતું, બધા લોકો વ્યવસ્થિત રીતે ...Read Moreરહ્યા હતા. અઠવાડિક પરીક્ષાઓ પણ રેગ્યુલર આપી રહ્યા હતા. ધારા, કિશન, અક્ષર અને દેવાંશી આ ચારની મિત્રતા ટોચના સ્થાને હતી, આ ચારેય લોકો જ્યાં પણ જાય ત્યાં સાથે જ હોય. હવે દેવાંશીને કોઈ જ ટેન્શન નહોતું. બસ, ક્યારેક પપ્પાની યાદ આવી જતી. એસ.વી.પી. એકેડમીમાં ઘણા બદલાવ આવ્યા હતા, આ બદલાવ લાવવા પાછળના કારણો વિદ્યાર્થીઓનો વિકાસ હતો,
કેરમ ટુર્નામેન્ટ અને વિજ્ઞાન મેળો પૂર્ણ થયા હતા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં મનાલીનું વોઇસ ઓફ ગુજરાતનું ઓડિશન પણ હતું, આ ઓડિશન રાઉન્ડ તેણીને ફાઇનલમાં પ્રવેશવાની ટિકિટ આપવાનું હતું. મનાલી ધ વોઇસ ઓફ ગુજરાત બનવા માટે સખત મહેનત કરી ...Read Moreહતી. પોતાના ગળા ની સોફ્ટનેસ જાળવી રાખવા માટે પણ પ્રયત્નો કરી રહી હતી. એક તરફ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં લેવાનાર નવમાસિક પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું હતું, આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ સારા ગુણથી પાસ થયા હતા. દેવાંશી હવે બધા સાથે ભળી ગઈ હતી. સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ દેવાંશીના મિત્રો બની ગયા હતા. આ તરફ મનાલી પોતાના ઓડિશન માટે દિવસ-રાત
વીરેન સરનું જોશિલું ભાષણ સાંભળ્યા પછી મનાલીએ પોતાના સમ્રાટ વગર જ જવાનું નક્કી કર્યું. તેણીએ હિંમત ના હારી, તેણે અનુભવાયું કે સાચી પરીક્ષા હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ થાય છે. અને એમાંથી જ સાચી કલાકારા બહાર આવે છે. મનાલીએ પોતાના ...Read Moreપર હલકી એવી બ્રેક મારીને કાબૂ કર્યો. હવે મનાલી ઓડિશન આપવા માટે જવાની હતી. અક્ષર તો મનાલી થી દૂર ચાલ્યો ગયો હતો. અક્ષરને ડર હતો કે આજે મનાલી તેનું પતન ના કરી નાખે. મનાલીએ બધા લોકોને પોતાના ખરાબ વર્તન માટે માફી માંગી, અને પોતાનું ગુસ્સે હોવાનું કારણ જણાવ્યું. મનાલીએ તેના સમ્રાટ વગર જવાનું નક્કી કર્યું. વીરેન સર
શિક્ષક એટલે એક એવો વ્યક્તિ કે જે પોતે તો યથા સ્થાન પર રહે છે પરંતુ પોતાના વિદ્યાર્થીઓને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન તેમજ પ્રેરણા આપે છે. શિક્ષકનું બીજું નામ એટલે જ પ્રેરણા. જીવનના દરેક તબક્કે અનેક મુશ્કેલીઓ આવે છે. ...Read Moreદ્વારા ચિંધાયેલા માર્ગ પર ચાલવાથી આ તમામ મુશ્કેલીઓને હરાવીને વિજય અવશ્ય મેળવી જ શકાય છે. આપણે સૌ ગુરુ પૂર્ણિમા ખૂબ જ ધામ ધૂમથી ઉજવીએ છીએ. અહીં પ્રશ્ન એ જ છે કે શું આપણામાં માત્ર આ એક જ દિવસ શિક્ષકો માટે માન, આદર, સમ્માન હોવું જોઇએ? જવાબ છે ના. પણ હાલની તમામ પરિસ્થિતિઓ એવું જણાવે છે કે
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના પ્રથમ દિવસની શરૂઆત પ્રાર્થના અને એ જ સૂચનો દ્વારા કરવામાં આવી હતી. દસમાં ધોરણના વિદ્યાર્થીઓ આ વખતે પણ બોર થઈ રહ્યા હતાં. તેઓને વધારાના સૂચનો સાંભળવાના હતા. આ સૂચનો વિદ્યાર્થીઓને બોજ સમાન ...Read Moreરહ્યા હતા. આ વખતે ધોરણ 10 એટલે જમ્બો વિલનને હરાવવાનો હતો. આ જમ્બો વિલન એટલે બીજું કોઈ નહીં પણ બોર્ડની પરીક્ષા. આ વખતે બોર્ડ હતું એટલે લોકોના મ્હેણાં તો સાંભળવા જ પડે અને તેમાં પણ તન્વી મેડમે પ્રેયર પૂર્ણ થયા પછી આશરે દસેક મિનિટ સુધી નિયમોની લાંબી હારમાળા વિદ્યાર્થીઓ સામે મૂકી દીધી. "આજે તમારા દસમાં ધોરણનો પહેલો
શિક્ષક વિશે મહાનુભાવોના વિચાર:- આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે. “શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય ...Read Moreપંડિત સુખલાલજી કહે છે, “સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે.” પૂ. રવિશંકર મહારાજ કહે છે, “સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક
ઓમના પપ્પાએ કિડનેપરોને વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. હજુ પણ. પાર્થ સરને તો પોલીસને જાણ કરવી જ યોગ્ય લાગી રહી હતી. દીપ ઓમનો ખાસ મિત્ર, દીપ અને ઓમને ભાઈ જેવો વ્યવહાર. એટલે ઓમના પપ્પાએ દીપને ...Read Moreહકીકત જણાવી. "અંકલ, આપણે પોલીસને jaan કરવી જોઈએ." "ના દીપ, તું હજુ આ બાબતમાં નાનો છે. અમે વિચારીએ છીએ. તારે કશું વિચારવાની જરૂર નથી." "પણ અંકલ, તમે મારી વાત તો સાંભળી લો." "ચાલ કહે." દીપ ઓમના પપ્પાને પોતાની યોજના સમજાવે છે. આ યોજના અંકલને સારી લાગી. "તો અંકલ, હવે શું કહેવું છે તમારું?" "હા, તારો આઇડીઓ સારો છે, પણ..."
વિદ્યાર્થી જીવન, જીવનનો એ સુવર્ણકાળ છે, જ્યારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે, નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે, નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે ...Read Moreદિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે. મારા મતે વિધાર્થી જીવન એક કોરી નોટબુક જેવું છે. આ નોટબુકમાં સારા શીક્ષકો રૂપી કલમથી સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો આ નોટબુક ભવિષ્યમાં એક શ્રેષ્ઠ પુસ્તક બનીને અનેક લોકોના
સપ્ટેમ્બર મહિનો આવી ગયો હતો. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વયં શિક્ષક દિવસ આ આ સપ્ટેમ્બર મહિનામાં જ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બરે દર વર્ષે આપણે સૌ શાળામાં સ્વયં શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આજ ની વ્યાખ્યા થોડી ઉલટી ...Read Moreઆ દિવસ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકોને વધારે વહાલો લાગે છે. રોજ લેક્ચર લેતી વખતે ત્રાસ આપતા વિદ્યાર્થીઓને હેરાન કરવાનો આજે આ દિવસે શ્રેષ્ઠ મોકો શિક્ષકો પાસે હોય છે. ઘણી શાળાઓમાં આ દિવસે શિક્ષકો વિદ્યાર્થી બનીને બેસે છે. પોતાની અત્યાર સુધી ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી લે છે, આ દિવસે શિક્ષકો શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન કરે છે
આજનો વિદ્યાર્થી કેવો છે? આજનો વિદ્યાર્થી આ વ્યાખ્યા લઈને જીવી રહ્યો છે. कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું ધ્યાન ધરે, ...Read Moreઉગે પછી ઉઠે, ટાપટીપમાં (ફેશનનો ફરિશ્તો) અને અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ. ૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે. એક આદર્શ વિધાર્થીએ પોતાના શિક્ષક ને સંપૂણ સમર્પિત થવુ પડશે. હમેશા નવુ જ્ઞાન મેળવવાની વિધાર્થીએ જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની ફરજ પાડશે.
"વાહ! આજે પ્રોજેક્ટરમાં જોયેલું દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું. આ દ્રશ્યોએ ક્ષણભર માટે આપણને આપણી જૂની યાદો પાછી અપાવી છે. આ પ્રોજેક્ટરે માત્ર જૂની યાદો તાજા નથી કરી. પણ સાથે સાથે એ નાતો, એ જૂનો સંબંધ, એ ...Read Moreજૂની મિત્રતા, આપણી કરેલી મસ્તીઓ, આપણને થોડીવાર માટે પાછી અપાવી. કદાચ હવે આપણે સૌ વધારે પરિપક્વ બની ગયા છીએ, પરંતુ શાળાના મોજ, મસ્તી, જલસા અને આપણી અઢળક યાદો, ટાંગ ખેંચાઈ તેમજ શિક્ષકોની મસ્તી, એમની પાસેથી પ્રોક્ષી લેક્ચરમાં લીધેલું જ્ઞાન, શિક્ષકો દ્વારા રમાડવામાં આવેલ રમતો.. આ બધું હવે પાછું નહિ મળે. કદાચ આજે આપણે સૌ છેલ્લી વખત સાથે હશું, પણ આ જીવનની અમૂલ્ય
શિક્ષકો માટે :- આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. ...Read Moreમાનવજાતના મેલ (શંકાઓ) ધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર
એક દિવસીય કલા સંગમમાં શહેરના ઘણાં ખ્યાતનામ કલાકારો આવ્યા હતા. બધા કલાકારો આવી રહ્યા હતા. યજમાન કંપનીના થોડા કર્મચારીઓ કલાકારોનું આગતા સ્વાગતા કરી રહ્યા હતા. કલા સંગમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ ને આમંત્રણ મળ્યું હતું. ...Read Moreકંપની એટલે શાહ આયુર્વેદિક કંપનીના પોસ્ટર દરેક સ્થળે મારવામાં આવ્યા હતા. આ કંપનીના 400 જેટલાં કર્મચારીઓને મનોરંજન પૂરું પાડવા હેતુ તેમજ પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. થોડી જ વારમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવવા લાગ્યા હતા. તેમાંથી એક અક્ષર પણ હતો. અક્ષરને જોઈને તે ચકીત થઈ ગયો અને ખુશ પણ હતો. કિશન મંચ પર ગયો અને ત્યાં