સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - Novels
by Ketan Vyas
in
Gujarati Motivational Stories
૧. બીજો કોઈ વિકલ્પ નથી..! એની ઉંમર લગભગ ત્રણ વર્ષ. નામ એનું ચીંટુ. આજે એના ચહેરા પર મમ્મી-પપ્પા માટે ખૂબ ગુસ્સો હતો. "જ્યારે હોય ત્યારે મોબાઈલ લઈને બેઠા હોય, ને હું મોબાઇલની જીદ્દ કરું, તો એમાં મારો કાંઈ વાંક..? હવે હું નાનો નથી. મને મોબાઈલના રેડિએશન ની કે પછી આંખ પર રીફલેક્ટ થતા કિરણોથી થતા નુક્શાનની ચિંતા સહેજ પણ નથી. આખી દુનિયાના લોકોની ખુશી મોબાઈલમાં છે, એ વાત નક્કી છે....!" આમ વિચારી ચીંટુએ રડવાનું શરૂ કરી દીધું - જે એક માત્ર હથિયાર હોય - કામ લેવાનું! ચીંટુને મોબાઇલ મળી ગયો. જાણે એ માલામાલ થઈ ગયો. ખુશીનો કોઈ પાર નહીં. મનોમન,
૧. બીજો કોઈ વિકલ્પ નથી..! એની ઉંમર લગભગ ત્રણ વર્ષ. નામ એનું ચીંટુ. આજે એના ચહેરા પર મમ્મી-પપ્પા માટે ખૂબ ગુસ્સો હતો. "જ્યારે હોય ત્યારે મોબાઈલ લઈને બેઠા હોય, ને હું મોબાઇલની જીદ્દ કરું, તો એમાં મારો કાંઈ વાંક..? ...Read Moreહું નાનો નથી. મને મોબાઈલના રેડિએશન ની કે પછી આંખ પર રીફલેક્ટ થતા કિરણોથી થતા નુક્શાનની ચિંતા સહેજ પણ નથી. આખી દુનિયાના લોકોની ખુશી મોબાઈલમાં છે, એ વાત નક્કી છે....!" આમ વિચારી ચીંટુએ રડવાનું શરૂ કરી દીધું - જે એક માત્ર હથિયાર હોય - કામ લેવાનું! ચીંટુને મોબાઇલ મળી ગયો. જાણે એ માલામાલ થઈ ગયો. ખુશીનો કોઈ પાર નહીં. મનોમન,
ત્રણ વર્ષના ચિંટુને એ સમજાય ગયું કે મોબાઇલમાંની દુનિયા વિશાળ છે. લોકોનાં હાથમાં મોબાઈલ - સ્માર્ટફોન જોઈને એ વાત ખૂબ જ સ્પષ્ટ હતી. "મારી અવગણના કે અવહેલના હવે સહન નહીં થાય....!" બાળસહજ માનસમાં કોઈ લાગણીઓ અંકીત થઈ ચૂકી હતી. ...Read More સવારે આંખ ખુલતાની સાથે જ નજર પડી બાજુમાં પડેલ ફોન પર. એ ફોન પપ્પાનો હતો. પપ્પા આજુબાજુ દેખાયા નહીં. જાણે મેદાન મોકળું હતું. ફાવી ગયો તેણીયો. થોડી વાર કોઈ તકલીફ નથી. પછી, જોયું જાશે..! આમેય, પપ્પાનો ફોન રમવામાં ખૂબ સરસ ને દેખાવે પણ વધારે સારો. એક ગુલાંટ મારી ને ફોન હાથમાં! મોબાઈલનું
3. ચીંટુ - મમ્મીનું ગર્વ ત્રણ વર્ષનું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કેટલું સરળતાથી કરી લેતું હોય છે....? ગીતો, વિડિઓઝ, ગેમ્સ - આરામથી શોધી કાઢે અને ચાલુ પણ કરી લ્યે. સ્ક્રીન પરની દરેક 'એપ'ને તેના પ્રતીક કે રંગથી ફટાફટ ઓળખી કાઢે. ...Read Moreનાની ને નાજુક આંગળીઓ તો એવી ફરે કે જાણે ફોન વાપરવમાં નિપુણતા હાંસલ કરી હોય..! આટલી વિશેષતા હોય પછી ચીંટુની મમ્મીને ગર્વ કેમ ન થાય..? કોઈ પણ મમ્મી-પપ્પાને ગર્વ થાય..! "મારો ચીંટુ અત્યારથી જ ગેઇમ રમવામાં બહુ હોશિયાર હો..! આપણને તો એટલી ખાસ ખબર જ ન પડે - ફોન માં કે ગેઇમમાં....! કાર્ટૂન-વિડિઓ જોવાના એને બહુ જ ગમે.. ને, એ
ચીંટુનો શાણપણભર્યો રવિવાર રવિવારની રજા હતી. મમ્મીનો હેંગ થયેલો ફોન પણ હવે ઠીકઠાક હતો. પપ્પા પણ આજે ઘરે હતા. સવારે વહેલા ઉઠવાની કોઈએ ઉતાવળ નો'તી કરી - ચીંટુ સિવાય. પથારીમાં જાગ્યાની સાથેજ મમ્મીની બાજુમાં પડેલો ફોન લઈ લીધો. મમ્મીની ...Read Moreખુલી ગઈ. " ફોન મૂકી દે અને ચૂપચાપ સુઈ જા. તારા પપ્પાની ઊંઘ ઊડી જશે. નહીંતો બીજી રૂમ માં જા." બીજો વિકલ્પ ચીંટુએ સ્વીકારી લીધો. કલાક સુધી કોઈ અડચણ જ નહીં. પપ્પા જાગી ન જાય એવા ભાવથી ગેઇમ રમવામાં ધ્યાન આપ્યું. મોબાઈલમાં પૂરેપૂરો ધ્યાનસ્થ થઈ ગયો હોય તેમ બીજી રૂમમાં જઈને રમવા લાગ્યો. કલાક પછી મમ્મી જાગી ગઈ ને પછી
૫. ચીંટુ - નવી દુનિયા ભણી એક કદમ"આજે સાંજે ફરવા જઈએ તો કેવું?? અને પાછા ફરતા થોડી ખરીદી પણ થઈ જશે." મમ્મીની વાત ને આગળ વધારતાં પપ્પાએ ઉમેર્યું, " હા, એવું કરીએ. સાંજે આજે બહાર જ જમી લઈશું." બહાર ...Read Moreવાત ચીંટુના કાને શું પડી કે અંદરની રૂમમાંથી દોડીને આવી પહોંચ્યો - સીધો મમ્મીની પડખે. કાલીઘેલી ભાષામાં " મમ્મી મારે આવવું છે..!" "મારા દિકરા ને શું ભાવે? શુ ખાવું છે - પીઝા..? મન્ચુરિયન..? " મમ્મીના પ્રશ્નનો જવાબ ચીંટુ આપે એ પહેલાં તો પપ્પાએ જ પ્રશ્ન પૂછીને એક સીમા રેખા બાંધી દીધી. "પીઝા ખાઇસુને બેટા..? ... "હા, મને પીઝા ખાવાની ઈચ્છા
બપોરનું જમવાનું પત્યું. આરામનો સમય પસાર થયો. નાનીસી દુનિયાનાં એ દંપતિ, પોતપોતાનાં હાથમાં વિશાળ વિશ્વને છુપાવી રાખેલ ફોન અને ચીંટુ ને લઈ, દરિયાકિનારે પહોંચી ગયા. સાથે લીધો બીજો જરૂરી સમાન અને ચીઝ-વસ્તુઓ - થોડા રમકડાં, નાસ્તાના પડીકા, પાણીની બોટલ ...Read Moreચીંટુને મઝા પડી ગઈ - ભીની રેતીમાં રમવાની ને પછી કિનારે લાગેલ ભાતભાતની ચકરડીમાં બેસવાની. મમ્મી-પપ્પાનેય બાળકને હરખાતું જોઈને આનંદ છલકાયા કરતો હતો. છુક છુક ગાડી અને જંપિંગની મજા કાંઈક જુદી જ હતી. બેટરીથી ચાલતી જીપ મોબાઈલમાં જોઈ હતી, પણ આજે તો એમાં બેસવા માટે રડવું પડે તોય ખોટું નહોતું. ચીંટુને તો હજુય કેટલું રમવાનું બાકી હતું, પણ પપ્પા-મમ્મીએ મકાઈ
"ચીંટુને ખોટી ટેવ પાડી છે..! મોબાઈલમાં રમવાનું ને આંખો ફોડવાની!" પપ્પાએ એક વાર ઉગ્રતા પકડી લીધી. "જ્યારે હોય ત્યારે એને ફોન જોઈએ.. ફોન ન આપો તો રડવાનું ચાલું..!" ચીંટુને તો મમ્મી કેવી રીતે પ્રતિકાર કરે છે તે ચૂપચાપ જોવાનું ...Read More"આખો દિવસ ઘરે રહો તો ખ્યાલ આવે કે છોકરું કેમ સચવાય? તમને પણ સાંજે આવીને મોબાઈલમાંથી બહાર નીકળી ચીંટુ તરફ જોવાનો ટાઇમ જ ક્યાં હોય છે? ફોન આપીએ ત્યારે તો ઘરનું કામ થાય છે! એ બહાને એક ખૂણામાં શાંતિથી પડ્યો તો રહે છે. બીજા એકેય રમકડાં તમારા રાજકુમારને ગમતાં નથી" "તારે જે કરવું હોય તે કર. છોકરાંને ખોટી ટેવો પડે