OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
    • français
    • Español
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

One unique biodata by Priyanka Patel | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. એક અનોખો બાયોડેટા - Novels
એક અનોખો બાયોડેટા by Priyanka Patel in Gujarati
Novels

એક અનોખો બાયોડેટા - Novels

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

(282)
  • 43.4k

  • 97.3k

  • 29

હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી વાત, મારા વિચારો ...Read Moreસંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ છું. એવું જરૂરી નથી કે બધા જ મારા વિચારોથી સહમત હોય અને આ વાતથી હું પૂરેપૂરી સહમત છું.બધાના વિચારો અલગ-અલગ હોય છે અને બધા જ પોતાની જગ્યાએ સાચા હોય છે.આવી જ કંઈક વાત હું આ "એક અનોખો બાયોડેટા"માં કહેવા માગું છું તો ચાલો તમને થોડું આના વિશે જણાવી લઉ.

Read Full Story
Download on Mobile

એક અનોખો બાયોડેટા - Novels

એક અનોખો બાયોડેટા (સિઝન:-૧)
???જય શ્રી કૃષ્ણ મિત્રો,હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી ...Read Moreમારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ
  • Read Free
એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૨
કહાની શરૂ.............સવારનો સમય હતો.જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં બધા સ્ટુડન્ટસની ચહલ-પહલ ચાલી રહી હતી.અમુક પોતપોતાના ગ્રુપમાં ઉભા ઉભા વાતો કરતા હતા,અમુક એકલા બેસીને મોબાઈલ ફેંદી રહ્યા હતા તો અમુક બુકમાં કઈક વાંચી રહ્યા હતા.કોલેજના મેઈન દરવાજા પર બેસેલા વોચમેન કાકા વારંવાર વિસલ ...Read Moreબધા સ્ટુડન્ટસને પોતપોતાના ક્લાસમાં જઈને બેસવાનો આગ્રહ કરી રહ્યા હતા.પણ કોલેજના સ્ટુડન્ટસ કોઈની વાત માને તો એ કોઈલેજમાં નઈ સ્કૂલમાં હોય એમ લાગે.એટલામાં એક માણસ ગણપતિની અને સરસ્વતી માતાની મૂર્તિ સામે હાથ જોડીને અંદર આવે છે અને વોચમેનને પૂછે છે,"દેવ સર આવી ગયા છે?""હા,એમના કેબિનમાં છે"વોચમેનકાકા બોલ્યા.કેબિન પાસે પહોંચી કાચના દરવાજા પર બે ટકોરા મારતા માનુજ બોલે છે."Excuse Me,શું હું અંદર
  • Read Free
એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૩
નિત્યા એના લેકચર્સ અને કોલેજનું બધું કામ સમેટી એનું કેબીન લોક કરી બીજા સ્ટાફ મેમ્બર્સને બાય કહેતા કહેતા દેવના કેબીન આગળ પહોંચી.(નિત્યા અને દેવ કોલેજમાંથી સાંજે ઘર માટે નીકળતા પહેલા હંમેશાં એકબીજાને મળીને જ જતાં.ભાગ્યે જ એવું બનતું કે ...Read Moreબંને માંથી એકનું કામ કોલેજમાં વહેલા પૂરું થતા ઘરે જવા જલ્દી નીકળી જતા બાકી રોજ તો બીજા સ્ટાફ સાથે ૫:૩૦ એ જ કોલેજમાંથી નીકળતા. આમ તો એ બંનેની સોસાયટી આજુબાજુમાં જ હતી પણ કામ વગર એકબીજાના ઘરે જવાનું ટાળતા.)નિત્યા હજી દેવના કેબિનનો દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં મોહનકાકા આવ્યા અને બોલ્યા,"નિત્યા મેડમ દેવ સર કેબિનમાં નથી"."તમને કેવી રીતે ખબર?""હું
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૪
નિત્યાના ફોનમાં મેસેજ આવે છે એ ચેટમાં જઈને મેસેજ ચેક કરે છે."હાઇ""બોલો""અરે પહેલા હાઇ-હેલો તો બોલ""હાઇ-બાય બધું એક બાજુ મુક પહેલા મને એ કહે કે ક્યાં ગયો હતો કોલેજમાંથી વહેલા નીકળીને"નિત્યાએ પૂછ્યું.દેવનો મેસેજ હતો."કામ હતું એક"દેવ બોલ્યો."શું કામ""બધું તને ...Read Moreકહેવાય""કેમ એવું તો શું કરવા ગયો હતો""અરે હતું કંઇક,કહ્યું ને બધું તને ના કહેવાય""બધું તો નહીં પણ હું નીકળું છું એમ તો કહીને જવાય ને""હા, સોરી જલ્દીમાં હતો એટલે ભૂલી ગયો""સારું સારું બોલ કેમ મેસેજ કર્યો""એમ જ""આજ કાલ લોકો પાસે સમય જ નથી કે એમ જ યાદ આવે એટલે મેસેજ કરે,બોલ હવે કેમ મેસેજ કર્યો""સાચી વાત તારી, બધા કામ હોય
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૫
એ દિવસે માનુજે મેસેજ કરું કે નહીં એ વિચારવામાં જ ૧૧:૧૫ વગાળ્યા હતા.આગળના બે દિવસ પણ આ જ વિચારવામાં કાઢી નાખે છે.બે દિવસ પછી રાત્રે ૯ વાગે બધા જ વિચારોને બાજુમાં મૂકી માનુજ નિત્યાને મેસેજ કરે છે.નિત્યા કોલેજનું કઈક ...Read Moreકરતી હોય છે એટલે એના મોબાઈલનું નેટ ઓફ હોય છે તો એને માનુજના મેસેજની જાણ થતી નથી.૧૦ વાગે નિત્યા એનું કામ પતાવીને રૂમની લાઈટ ઓફ કરીને મોબાઈલમાં નેટ ઓન કરે છે ત્યાં જ માનુજના મેસેજની નોટિફિકેશન જોઈને એને રીપ્લાય કરતા લખે છે,"હેલો"માનુજ નિત્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હોય છે એટલે એ તરત જ સામે મેસેજ કરે છે,"હું માનુજ""હા,મને ખબર
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૬
નિત્યા વિચારોમાં ખોવાયેલી હતી.કૃપાલીબેનનું ઘર આવી ગયું હોવાથી એ નિત્યાને કહે છે નિત્યા એક્ટિવા ઉભું રાખ આવી ગયું મારુ ઘર પણ નિત્યા તો શૂન્યમાં ડૂબેલી હોય એમ કઈ સાંભળતી જ નથી.કૃપાલીબેન એના ખભે હાથ મૂકીને કહે છે,"નિત્યા મારુ ઘર ...Read Moreપાછળ જતું રહ્યું.મેં તને બે વાર કહ્યું ઉભું રાખ એક્ટિવા.તારું ધ્યાન ક્યાં છે?""સોરી સોરી,હું તમને મૂકી જઉં છું"નિત્યા જેમ ગાઢ નિંદ્રામાંથી ઉઠી હોય એમ બોલી."ના,હું જતી રહીશ.પણ તારું ધ્યાન ક્યાં છે?,તું ઠીક તો છે ને?""હા,દીદી હું ઠીક છું""સારું ચાલ હું નીકળું.કાલ મળીએ.ધ્યાનથી જજે,બાય"બાય કહીને નિત્યા એના ઘરે પહોંચે છે.ફ્રેશ થઈને ટીવી ચાલુ કરીને બેસી હોય છે પણ એનું ધ્યાન તો
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૭
દેવ,નિત્યા અને માનુજ બેસીને વાત કરતા હતા એટલામાં ત્યાં એક છોકરી આવી અને બોલી,"હાઇ માનુજ""હાઇ"માનુજ બોલ્યો.માનુજ જ્યાં બેસ્યો હતો એની બાજુની ચેર પર એ છોકરી બેસી.દેવ અને નિત્યા એને ઓળખતા નઈ હતા એટલે એ ચુપચાપ બેસી રહ્યા હતા.માનુજ એ ...Read Moreકરાવતા કહ્યું,"આ દિપાલી છે અને દિપાલી આ મારો સ્કૂલ ફ્રેન્ડ દેવ અને આ મારી બે દિવસ પહેલા બનેલી ફ્રેન્ડ નિત્યા"દિપાલી દેવ અને નિત્યાને હાય કહે છે."તું આઈસ્ક્રીમ ખાઈશ"માનુજે દિપાલીને પૂછ્યું."હા,ચોક્કસ"દિપાલી એ કહ્યું."કયું ફ્લેવર?""કોઈ પણ ચાલશે"માનુજ આઈસ્ક્રીમ લઈને આવે છે એટલામાં નિત્યા દેવ સામે જોતા કહે છે,"હું નીકળું છું હવે""હા, હું પણ આવું જ છું"દેવ બોલ્યો.દેવ અને નિત્યા ત્યાંથી નીકળે છે
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૮
ફાઇનલી એન્યુઅલ ફંક્શનનો દિવસ આવી ગયો.બધી જ તૈયારી એક દમ ટીપટોપ થઈ ગઈ હતી.બધા જ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવી ગયા હતા.આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું હતું.હવે ખાલી ચીફ ગેસ્ટની જ રાહ જોવાતી હતી.દેવ પણ આજે સવારે વહેલા ...Read Moreતૈયાર થઈને આવી ગયો હતો અને બાકી રહેલ અરેન્જમેન્ટ્સ ચેક કરતો હતો.નિત્યા હજી નઈ આવી હતી. વિવેક સર આવ્યા અને દેવને કહ્યું કે,"ચાલ એક વાર ફરીથી બધું જ જોઈ લઈએ" "હા,સર તમે બોલતા જાવ હું ટિક કરતો જાઉં"દેવ બોલ્યો. "ગેસ્ટ ટેબલ?" "રેડી" "સાઉન્ડ?" "રેડી" "સ્ટેજ?" "રેડી" "ડેકોરેશન?" "રેડી" "લાઇટ્સ?" "રેડી" "નિત્યા?" "રેડી સર"નિત્યા આવતાની સાથે જ બોલી. "ઓકે નિત્યા પણ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૯
દેવ અને નિત્યા સલોનીને જોઈને ચોંકી ગયા અને બંને એક સાથે બોલ્યા,"સલોની તું અહીંયા?" (સલોની મહેતા:-એક પૈસાવાળા બાપની ઘમંડી અને જિદ્દી છોકરી પૈસા તો પાણીની જેમ વાપરતી.દેખાવડી હોવાના કારણે કોલેજ ટાઈમે કોલેજના બધા જ છોકરાઓ એની આગળ-પાછળ ફરતા.એને જોઈને ...Read Moreસીટી મારે અને એની વાતો કરે એ એને બઉ ગમતું.ટૂંકમાં કહું તો શોઓફ કરવાનો એને બહુ જ શોખ.જિદ્દી એટલી કે એને જે ગમે એ એનું જ હોવું જોઈએ ચાહે એ વસ્તુ હોય કે વ્યક્તિ. ગમે તે રસ્તે જઈને એ એને મેળવી જ લેતી.આ બધા જ અવગુણો સાથે એનામાં એક વસ્તુ સારી હતી કે જે હોય એ બધું જ મોઢા પર
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૦
સાંજે કોલેજ પત્યા પછી દેવ અને નિત્યા બાકીના સ્ટાફ સાથે એચ.ઓ.ડી સરે આપેલી પાર્ટીમાં ગયા.ત્યાં એ લોકોએ વાતો કરી,સરે થેંક્યુંની સ્પીચ આપી અને નાસ્તો કર્યો.આ બધામાં દેવ કઈક અલગ દુનિયામાં જ ખોવાયેલો હતો.એ થોડી થોડી વારે ઘડિયાળ તરફ જોતો ...Read Moreસલોનીને મળવાની બહુ જલ્દી હતી.એ વિચારતો હતો કે ક્યારે આ બધું પતે અને એ સલોનીને મળવા જાય.એના મનમાં સલોનીએ કહેલા શબ્દો જ ગુંજતા હતા,"મારે તને કઈક કહેવું છે"આંખો બંધ કરીને દેવ મનમાં જ ભગવાનને થેંક્યું બોલ્યો અને કહ્યું,"કદાચ તમે સલોનીને મારી સાથે બીજી વાર ભેટ એટલા માટે કરાવી છે કે હું એને મારા મનની વાત કરી શકું" અને મનમાં જ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૧
જય શ્રી ક્રિષ્ના મિત્રો??, અત્યાર સુધીના ભાગમાં તો ફક્ત બધા કેરેક્ટર્સની ઓળખાણ હતી કે કોનો સ્વભાવ કેવો છે.શું એ સ્ટોરીના અંતે પણ એવા જ રહેશે?,અને કદાચ બદલાશે તો કેમ બદલાશે?..........આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો ...Read Moreઅનોખો બાયોડેટા"......... તમારા અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. ધન્યવાદ??ભાગ ૧૧ શરૂ............... સલોની નીચું જોઈને ફોનમાં કંઈક કરતી હતી એટલામાં દેવ અને નિત્યા સલોની જ્યાં બેસી હતી એ ટેબલ પાસે જઈને ઊભા રહ્યા પણ સલોનીનું ધ્યાન હજી ફોનમાં જ હતું. "ફોનને પણ થોડાક આરામની જરૂર હોય"દેવ બોલ્યો. અવાજ સાંભળતા જ સલોનીના મોઢા પર મસ્ત એવી સ્માઈલ આવી ગઈ પણ દેવની સાથે નિત્યાને જોતા
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૨
સલોનીને આમ નકુલને પ્રપોઝ કરતી જોઈને દેવને બહુ જ તકલીફ થઈ હતી.એનું દિલ તૂટી ગયું હતું.એને જાણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું લાગતું હતું.પણ એની આંખો એકદમ કોરી હતી.એ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.નિત્યા દેવની આ હાલત ...Read Moreશકતી હતી પણ હાલ કઈ બોલાય એમ ન હતું.નિત્યાને પણ મનોમન દેવને આ હાલતમાં જોઈ બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. "તું મજાક કરે છે?"નકુલે સલોનીને પૂછ્યું. "હું સિરિયસ છું નકુલ"સલોની સ્થિર અવાજે બોલી. "પણ........" "પણ શું નકુલ?" "મને વિચારવા માટે સમય જોઈએ છે" "આપણે છ મહિનાથી રીલેશનશીપમાં છીએ તો હજી તું નક્કી નથી કરી શકતો" "તું જાણે છે ને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) - ભાગ-૧૩
નિત્યા સવારે વહેલા ઉઠી નાહી-ધોઈને નાસ્તો કરીને ટીવી જોતી હતી. "જલ્દી તૈયાર થઈ જા તારે જવાનું નથી"કમિનીબેને પૂછ્યું. "આજ તો રવિવાર છે આજે ક્યાં જવાનું છે?"જીતુભાઈને ખબર ન હતી કે નિત્યાને દેવના ઘરે જવાનું છે એટલે એમને પૂછ્યું. "દેવના ...Read Moreજવાનું છે.એના સાસુમાં એની રાહ જોતા હશે"કામિનીબેને મજાક કરતા કહ્યું. "મમ્મી"નિત્યા ગુસ્સામાં જોરથી બોલી. "ચાલ હું એ બાજુ જ જાઉં છું.તને મુકતો જઉં"જીતુભાઇ બોલ્યા. નિત્યાની મમ્મીને એના માટે દેવ બહુ ગમતો હતો એટલે એ નિત્યાને આવું કઈક બોલીને ચીડવતા હતા.પણ નિત્યાના મનમાં દેવ માટે હજી એવી કોઈ ફીલિંગ્સ હતી નહીં. કે કદાચ હતી પણ એના વિશે નિત્યાને પણ જાણ ન
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૪
સલોનીએ દેવને ફોન કર્યો.પણ દેવ પોતાનો ફોન ચાર્જ કરવા મૂકીને બહાર હોલમાં ટીવી જોતો હતો એટલે એને સલોનીના ફોનની ખબર રહેતી ન હતી.ટીવી જોતા જોતા દેવ સોફા પર જ સુઈ ગયો હતો.સવારે ઉઠીને કોલેજ જવા તૈયાર થઈ ફોનમાં ખીસામાં ...Read Moreજલ્દી જલ્દીમાં કોલેજ માટે નીકળી ગયો.દેવ ગાડીનું પાર્કિંગ કરતો હતી ત્યાં એને નિત્યા મળી. "હાઇ, ગુડ મોર્નિંગ"નિત્યા બોલી. "ગુડ મોર્નિંગ"દેવ પણ સામે બોલ્યો. "સલોનીનો મેસેજ આવ્યો તો તારા ફોનમાં?"નિત્યાએ પૂછ્યું. "મજાક ઉડાવે છે મારી?"દેવને લાગ્યું નિત્યા મજાકમાં એવું બોલી એટલે એને પૂછ્યું. "અરે ના,સાચું કહું છું એનો મારામાં સોરીનો મેસેજ આવ્યો છે એટલે મને લાગ્યું તને તો આવ્યો જ હશે.
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૫
દેવ અચાનક લેક્ચરમાંથી સીધો જ કોલેજમાંથી બહાર નીકળી જાય છે. "ગીવ મી ફ્યૂ મિનિટ પ્લીઝ"નિત્યાએ કહ્યું. "ટેક યોર ટાઉમ"નકુલ બોલ્યો. નિત્યાએ એના કેબિનની બહાર જઈને દેવને ફોન કર્યો. "હાઇ ક્યાં છે તું?"નિત્યાએ દેવને પૂછ્યું. "કામ છે તો ઘરે જાવ ...Read More"તને ખબર છે ને કે સલોની અને નકુલ આવ્યા છે તને મળવા?" "હા,એટલે જ હું બહાર નિકળી ગયો" "પણ શું કામ આમ કરે છે?" "એ હું તને પછી સમજાવીશ.મારુ એક કામ કરીશ?" "શું?" "એ લોકોને એમ ના કહેતી કે મારે નહોતું મળવું એટલે હું બહાર નીકળી ગયો.કઈક કામ હતું એમ કહેજે ને" "હું જૂઠું નઈ બોલું" "ઓકે તારી મરજી" "સારું
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૬
સલોની અને નકુલ દેવની સામે જોઈ રહ્યા હતા. "શું?"દેવને ખબર ના પડી કે આ લોકો કેમ એની સામે જોવે છે એટલે પૂછ્યું. "તું ડિનર માટે રોકાઈશ ને?"સલોનીએ પૂછ્યું. "હાસ્તો રોકાશે જ ને,એમા શું પૂછવાનું"નકુલ બોલ્યો. "હા,સાચી વાત"સલોની બોલી. "ઓકે"દેવે ...Read Moreત્રણેય સાથે બેસીને વાતો કરતા કરતા ડિનર કર્યું. "સલોની મમ્મી એ તને ઘરે બોલાવી છે"નકુલે કહ્યું. "કેમ?"સલોનીએ પૂછ્યું. "ખબર નથી મને,એમને કંઈક વાત કરવી હશે" "એમને હું પસંદ આવી કે નહીં?"સલોની ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. "અમમમ.....,ખબર નથી"નકુલ સલોનીને હેરાન કરતા કહ્યું. "અરે સાચું બોલને,શું હસે છે"સલોની ટેન્શનમાં બોલી. "એ તું કાલ આવે એટલે જ પૂછી લેજે,મમ્મી એ કહ્યું કે હું
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૭
માનુજ કંઈક ગુડ ન્યુઝ આપવાની વાત કરતો હતો. "જીજુ તમે તો બહુ જ ફાસ્ટ નીકળ્યા,લગ્ન પહેલા જ ગુડ ન્યુઝ"સલોની મજાક કરતા બોલી. સલોનીની આ વાત સાંભળી બધા હસવા લાગ્યા પણ માનુજને ખબર ના પડી એટલે એને પૂછ્યું,"માંરાથી કઈ જોક્સ ...Read Moreગયો કે શું" "ના"દિપાલી બોલી. "તો બધા હશે છે કેમ?"માનુજે પૂછ્યું. "બધા પાગલ છે તમે જલ્દી કહી દો ગુડ ન્યુઝ,નહીં તો આ લોકો જાતે જાતે કઈ પણ વિચારી લેશે" "હું કેનેડા જાઉં છું"માનુજ બોલ્યો. "ઓહ ક્યારે?"નિત્યાએ પૂછ્યું. "આમ અચાનક કેમનું નક્કી થઈ ગયું"સલોની બોલી. "તે મને પણ ના કહ્યું"દેવ બોલ્યો. આમ બધાના એક પછી એક પ્રશ્નોના વરસાદ માનુજ પર ચાલુ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૮
એક મહિના પછી.......... દેવના ફોનમાં એલાર્મ વાગ્યું.સવારના છ વાગ્યા હતા.દેવ પથારીમાંથી ઉભો થઇ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો અને રૂમની બહાર નીકળ્યો.જશોદાબેન(દેવના મમ્મી) મંદિરમાં પૂજા કરી રહ્યા હતા એટલે દેવે એમને ઇશારાથી જ કહી દીધું કે હું બહાર જાવ છું.જશોદાબેનને ...Read Moreખબર હતી કે દેવ ક્યાં જાય છે એટલે એમને બીજું કંઈ પૂછ્યું નહીં અને પાછા પૂજામાં વ્યસ્ત થઈ ગયા.દેવ એની ગાડી લઈને નીકળ્યો અને સીધો જ ફ્લાવર શોપમાં ગયો.ત્યાંથી એક મસ્ત ઓરેન્જ અને વાઈટ કલરના ફૂલોનો બુકે લીધો અને બુકેને ગાડીમાં મૂકીને કોઈને ફોન કર્યો. "હેલ્લો,તું આવે છે ને?"દેવે પૂછ્યું. "અત્યારે જવાનું છે?"સામેથી અવાજ આવ્યો. "હાસ્તો,કેમ તને શું લાગ્યું?" "મને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૧૯
નિત્યા અને દેવ નિત્યાના ઘરે પહોંચ્યા.નિત્યા ગાડીમાંથી દેવના સહારે ઉતરી અને હિંચકામાં બેસી.દેવે ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ કહ્યું,"મમ્મી કંઈક કામ કરતી હશે.બીજી વાર વગાડ".દેવે બીજી વાર ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ એની ...Read Moreફોન પર ફોન લગાવ્યો. "હેલ્લો મમ્મી,ક્યાં છે તું?" "હું મોટીબેન (જશોદાબેન-દેવના મમ્મી) પાસે આવી છું" "કેમ અત્યારે ત્યાં?" "બસ એમ જ.તારા પપ્પા જોબ પર ગયા અને તમે બંને હોસ્પિટલ,તો હું ઘરમાં એકલી પડી ગઈ હતી તો થયું મોટીબેનને મળી આવું" "અચ્છા,ઘરે આવ.અમે આવી ગયા" એટલામાં કામિનીબેનના હાથમાંથી જશોદાબેને ફોન લીધો અને બોલ્યા,"નિત્યા તું દેવની સાથે અહીં આવ,આજે તમારે મારા ઘરે
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૦
સાંજનો સમય હતો.રસ્તા પર વાહનોના લીધે ખૂબ જ ટ્રાફિક હતો.ટ્રાફિકના લીધે જાણે આખું વાતાવરણ હવાથી અને ઘોંઘાટથી પ્રદુષિત થઈ ગયું હોય એવું લાગતું હતું.રસ્તાની બંને બાજુ શાકભાજીની,ફળફળાદીની લારીઓ ઉભી હતી.બધાને જાણે એ દિવસે જ ખરીદી કરવાની હોય એમ બહુ ...Read Moreપડતી જ ભીડ દેખાઈ રહી હતી.આટલા ગીચ ટ્રાફિકમાં વાહનોની વચ્ચે સલોની ટેક્સી લેવા માટે રસ્તો ક્રોસ કરવા ઉતાવળમાં જઈ રહી હતી.નિત્યા એને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.સામેથી નિત્યાને એક ટ્રક આવતું દેખાયું એટલે એ ડરી ગઈ અને સલોનીને જાણ કરવા માટે વાહનોને હાથ બતાવતી બતાવતી સલોની તરફ જઈ રહી હતી.દેવ અને નકુલે પણ આ ટ્રક જોઈ લીધું હતું.ટ્રક એટલું જોરથી
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૧
નિત્યાના મમ્મી-પપ્પા ઉભા થયા અને ખુરશી પાસે જઈને બે મિનિટ તો એ જ નક્કી કરવામાં પસાર કરી કે, ખુરશીમાં કોણ બેસશે.આ જોઈને પંકજકુમાર ઉભા થઈને ડાઇનિંગ ટેબલ પાસેથી બીજી ખુરશી લાવ્યા અને કહ્યું,"નો ટેન્શન વ્હેન આઇ એમ હિઅર,શાંતિથી બેસો ...Read Moreસ્ટાર્ટ કરો" બંને બેસ્યા.બધા એમની સામે જોઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે આ બંને એક સાથે કેમ ગયા છે?,અને શું બોલવાના હશે? દેવ ઉભો થયો અને બોલ્યો,"અંકલ-આંટી,હું તમને એક સજેશન આપું" "હા,બોલ"નિત્યાના મમ્મી-પપ્પા દેવની તરફ જોતા કહ્યું. "તમે એક સોન્ગ ગાઓ નિત્યા માટે" "હા,કદાચ એવું જ કંઈક કરવાના છીએ,પણ કયું એ સમજમાં નઈ આવતું" "હું કહું તમને?"
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૨
દેવ અને માનુજની મીઠી દલીલ ચાલી રહી હતી.ત્યાં બેસેલા બધાનું ધ્યાન એ બંનેની દલીલ પર હતું.ત્યાં રૂમમાંથી ગિટારના સુર સાથે મીઠો અવાજ સંભળાયો. હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ડીયર નિત્યા, હેપ્પી બીર્થડે ટૂ યુ, ...Read Moreઅને દેવ સહિત બધાનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું.બધા જાણવા માટે આતુર હતા કે કોણ આટલા મધુર અવાજમાં ગાઈ રહ્યું છે.એટલામાં સલોની હાથમાં ગિટાર લઈને હોલમાં આવી અને બોલી,"ધિસ ઇસ ફોર યુ નિત્યા" કહીને ગાવાનું શરૂ કર્યું. "બાર બાર દિન યે આયે,બાર બાર દિલ યે ગાયે, તુ જીએ હઝારો સાલ યે મેરી હૈ આરજૂ, હેપ્પી બર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૩
દેવે મોબાઇલ ટીવી સાથે કનેક્ટ કર્યો અને એને જાતે સોન્ગ ગાઈને રેકોર્ડ કરેલું સોન્ગ સ્ટાર્ટ કર્યું. "હંમેશા હું એણે હેરાન કરું છું અને એ મારાથી ગુસ્સે થઈ જાય છે,મને ખબર છે એ ખોટું ખોટું નારાજ થાય છે પણ ત્યારે ...Read Moreજે ફિલ થાય છે એ હું કહેવા માગું છું" તું જો રૂઠી તો કોન હસેંગા,તું જો છૂટી તો કૌન રહેગા તું ચૂપ હૈ તો યે ડર લગતા હૈ,અપના મુજકો અબ કૌન કહેગા, તું હી વજહાં,તેરે બીના,બેવજહાં બેકાર હૂ મેં, તેરા યાર હૂ મેં........... તેરા યાર હૂ મેં........... "નાનપણથી અત્યાર સુધી મેં જેટલી પણ મસ્તી કરી છે અને એની સજા તો
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૪
શનિવાર હોવાથી યોગા ક્લાસમાં જવા માટે દેવ વહેલા ઉઠી તૈયાર થઈ મંદિરમાં પૂજા કરવા બેસ્યો.પૂજા કરીને રસોડામાં ગયો.ત્યાં જશોદાબેન પહેલેથી જ નાસ્તો બનાવી રહ્યા હતા. "જય શ્રી ક્રિષ્ના મમ્મી"દેવ બોલ્યો. "જય શ્રી ક્રિષ્ના બેટા" "કેટલી વાર નાસ્તો તૈયાર થતા?" ...Read Moreતૈયાર જ છે,તું ડાઇનિંગ ટેબલ પર બેસ હું લઈને આવું" "મમ્મી નિત્યા રેડી છે ને?" "ના,હજી તો સુવે છે" "હું એને બોલાવી લાવું" "કુંભકર્ણ કેટલું ઉંઘશે,આમ તો જલ્દી ઉઠી જાય છે"દેવે રૂમમાં એન્ટર થતા સ્મિતાને જાગતી જોઈને કહ્યું. "શશશ..............એના પગમાં પેઈન થતો હોવાથી રાતે લેટ ઊંઘી હતી"સ્મિતાએ દેવને કહ્યું. દેવે નિત્યના પગ તરફ નજર કરી અને માથા પર હાથ લગાવીને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૫
દેવ મેડીસીન આપવા માટે નિત્યાના ઘરે પહોંચ્યો ત્યારે નિત્યાના પપ્પા(જીતુભાઇ) બહાર હિંચકામાં જ બેસ્યા હતા.એમણે દેવને અંદર આવવા કહ્યું.બંને અંદર જઈને વાતચીત કરી રહ્યા હતા એટલામાં નિત્યાની મમ્મી દેવ માટે પાણી લઈને આવી."થેંક્યું આંટી""થેંક્યું તો અમારે તને કહેવું જોઈએ!""કેમ?" ...Read Moreના પડતા દેવે પૂછ્યું."કાલના સરપ્રાઈઝ માટે"કામિનીબેને કહ્યું."ફ્રેન્ડ માટે આટલું તો કરવું પડે ને""બસ ફ્રેન્ડ......?"ખબર નઈ કામિનીબેન શું સાંભળવા માંગતા હતાં તેથી એમણે દેવને ઉતાવળમાં પૂછી લીધું પણ જીતુભાઇ આંખો મોટી કરીને એમની સામે જોયું તેથી 'હું કામ પતાવીને આવું' એમ કહીને કામિનીબેન ત્યાંથી જતા રહ્યા.જીતુભાઇને પણ ખબર હતી કે કામિનીબેન દેવ અને નિત્યાને એકબીજાના જીવનસાથી તરીકે જોવા માંગતા હતા પણ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૬
સોમવારે નિત્યા ઉઠીને તૈયાર થઈ ધીમે ધીમે સીડી ઉતરી નીચે ગઈ.નિત્યાના ઘરની સીડીની ડાબી બાજુ હોલ અને એક બેડરૂમ હતો અને જમણી બાજુ રસોડું હતું.નિત્યા નીચે ગઈ ત્યારે એના પપ્પા હોલમાં બેસીને ન્યૂઝ પેપર વાંચતા-વાંચતા ચા પી રહ્યા હતા ...Read Moreએની મમ્મી રસોડામાં જ નાનું મંદિર હતું ત્યાં પૂજા કરી રહી હતી.પૂજા પતાવી નિત્યાની મમ્મી પ્રસાદ આપવા બહાર આવતી હતી ત્યાં એમણે નિત્યાને તૈયાર થયેલી જોઈને પૂછ્યું,"નિત્યા તું આટલું તૈયાર થઈને ક્યાં જવાની તૈયારીમાં છે?" કામિનીબેનનો સવાલ સાંભળતા જ જીતુભાઈએ ન્યૂઝ પેપરમાંથી ધ્યાન હટાવી નિત્યા તરફ જોયું અને પૂછ્યું,"હા બેટા,કેમ આજ........" (નિત્યાએ ઓફ વાઇટ કુર્તી અને રેડ પેન્ટ ટાઈપ લહેગો
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૭
તો આપણે આગળ જોયું એમ કોલેજથી ઘરે જતાં નિત્યાને આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેથી આઇસ્ક્રીમ પાર્લરની સામેની બાજું કાર પાર્ક કરી અને નિત્યાને કારમાં જ બેસી રહેવાનું કહી દેવ પોતે આઇસ્ક્રીમ લેવા ગયો.થોડી વાર પછી દેવ જ્યારે આઈસ્ક્રીમ લઈને ...Read Moreત્યારે તેણે જોયું તો ગાડીની આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી.ભીડને હટાવતા દેવ જ્યારે ગાડીની એકદમ નજીક પહોંચ્યો ત્યાં તેણે જોયું કે નિત્યા બેહોશ થઈને નીચે પડી હતી અને સલોની નિત્યાનું માથું પોતાના ખોળામાં લઈને એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી.પણ દેવનું ધ્યાન તો અત્યારે ફક્ત નિત્યા તરફ હતું.નિત્યાને આમ બેહોશ જોઈને તે બેબાકળો બનીને ઉભો હતો.દેવને આમ જોતાં
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૮
નિત્યા અને એની મમ્મી બંને સુઈ ગયા હતા.અચાનક નિત્યા મનમાં કંઈક બોલવા લાગી.નિત્યાનો બબળવાનો અવાજ સાંભળી એની મમ્મી ઉઠી ગઈ અને નિત્યા તરફ જોવા લાગી.નિત્યા હજી પણ મનમાં કંઇક બોલી રહી હતી.નિત્યાની મમ્મી એ એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ ...Read Moreજાણે સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હોય એમ સૂતી જ રહી.નિત્યાની મમ્મીએ જોરથી નિત્યાનો હાથ પકડ્યો અને કહ્યું,"નિત્યા ઉઠ,શું બોલે છે" નિત્યા અચાનક ગભરાઈને ઉઠી ગઈ.એના કપાળ પર પરસેવો વળેલો હતો.ઊંઘમાંથી ઉઠી હોવાથી એની આંખો પણ લાલાશ પડતી દેખાઈ રહી હતી. "નિત્યા શું થયું?"કામિનીબેને નિત્યાને પાણી આપતા પૂછ્યું. "કકકકક.....કંઈ નહીં મમ્મી"નિત્યા અટકાતા અટકાતા બોલી. "ખરાબ સપનું જોઈ લીધું કે શું?" "હા
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૯
દેવે નકુલને કહ્યું,"નિત્યાને ફોન આપ" નકુલે નિત્યાને ફોન આપ્યો.નિત્યાએ થોડી દૂર જઈને દેવ સાથે વાત કરીને ફોન મુક્યો.બધા નિત્યાની સામે જોઈ રહ્યા હતા.બધા જાણવા માંગતા હતા કે દેવે નિત્યા સાથે શું વાત કરી. બધાને આમ પોતાની સામે તાડતા જોઈને ...Read Moreબોલી,"આમ શું જોવો છો બધા" "શું કહ્યુ દેવે?"નકુલથી રહેવાયું નહીં તેથી તેને પૂછ્યું. "અત્યારે તમે લોકો જઈ આવો,એક વીક પછી આપણે બધા સાથે જઈશું"નિત્યાએ જવાબ આપતા કહ્યું. "દેવે ના કહ્યું કે તારી જ ઈચ્છા નથી?"સલોનીએ પૂછ્યું. "મારી જ ઈચ્છા નથી અને દેવને પણ કોલેજનું કંઈક કામ પેન્ડિંગ છે એ કરે છે સો..........." "ઓકે ધેન તમારા બંનેની જ ના છે તો
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૦
સાંજના સમયે સતરંગ કોફીશોપમાં માનુજ,દિપાલી અને સલોની બેસ્યા હતા. "વુડ યૂ લાઈક ટુ હેવ કોફી સર"સતરંગ કોફીશોપના એક વેઇટરે માનુજને પૂછ્યું. "આઈ લેટ યુ નો આફટર ટેન મિનિટ્સ"માનુજે જવાબ આપ્યો. "ઓકે સર" "માનુજ દેવભાઈ અને નિત્યા ક્યાં પહોંચ્યા?" "બસ ...Read Moreમિનિટમાં આવી જશે" "સલોની નકુલકુમાર ક્યાં રહ્યા?" "આઈ એમ હિઅર"નકુલ આવતાની સાથે બોલ્યો. "કેમ છો નકુલકુમાર?"દિપાલીએ નકુલને પૂછ્યું. "બસ જલસામાં દીદી" "સરસ સરસ" "તમે બોલો" "બસ અમારે પણ જલસા" "મેં સાંભળ્યું તમારા લગ્નની ડેટ નક્કી થઈ ગઈ,કેવી ચાલે છે તૈયારી?" "તમને કોને કહ્યું?"દિપાલીએ પૂછ્યું. "આ સામે તારી બેન બેસી છે એણે જ કહ્યું હશે,સેમ તારા જેવી જ છે પેટમાં કોઈ
  • Read Free
એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૧
સોમવારથી નિત્યાને કોલેજ સ્ટાર્ટ કરવાની હતી.એના પગમાં પણ હવે સારી એવી રિકવરી આવી ગઈ હતી.નિત્યા નોર્મલ લોકોની જેમ ઝડપથી તો નહોતી ચાલી શકતી પણ હવે એને ચાલવામાં તકલીફ થતી ન હતી.રવિવારનો દિવસ હતો.નિત્યા કોલેજ જવા ખૂબ જ એક્સાઇટેડ હતી.નિત્યાએ ...Read Moreડાયરી સાથે એની ખુશી વ્યક્ત કરી. * રવિવાર હોવાથી સલોનીના મમ્મી(મિસિસ મહેતા)ઘરના રસોડામાં કઈક બનાવી રહ્યા હતા.સલોની કોફી લેવા માટે રસોડામાં આવી ત્યાં એણે એની મમ્મીને જોઈ.સલોનીના ઘરમાં બધું જ કામ નોકરો દ્વારા થતું હતું.જમવાનું કામ મણિકાકા કરતાં હતાં.આજ એની મમ્મીને રસોડામાં જોઈ સલોની બોલી,"આજ સૂરજ કંઈ બાજુ ઉગ્યો છે" "કેમ?" "મેં પહેલી વાર તારા હાથમાં ફાઇલ અને ફોન સિવાય
  • Read Free
એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૨
"અમે મતલબ હું અને સલોની"નકુલે કહ્યું. "તને લાગે છે કે તારે મને પૂછવાની જરૂર છે"જ્યોતિબેન બોલ્યા. "આઈ નો મમ્મી,પણ મને આદત છે" "અમુક આદતો સમય સાથે ચેન્જ કરી લેવી જોઈએ" "સારી આદતોને ક્યારેય ચેન્જ ના કરાય" "બેટા સમજ વાતને.અમુક ...Read Moreસ્પષ્ટતાથી નથી સમજાવી શકાતી.એટલું સમજ કે પહેલા તારી ફક્ત મારા અને તારા બિઝનેસ તરફની જવાબદારી હતી હવે સલોની અને એની ખુશી પણ તારી જવાબદારી છે" "મમ્મી દરેક વખતે કેમ છોકરાઓને જ જવાબદારીઓ સમજાવવામાં આવે છે.સલોની કેમ ના સમજે કે મારી ખુશી શેમાં છે" "એને પણ સમય આવશે ત્યારે કોઈ સમજાવશે અને કદાચ કોઈ નઈ સમજાવે તો સમય તો જરૂર સમજાવશે"
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૩
નિત્યાએ દેવને ફોન કર્યો. "હાઈ ભાઈબંધ"નિત્યાએ કહ્યું. "વાહ,આજ મેડમનો મૂડ અલગ જ છે" "કેમ?" "કંઈ નહીં" "તું યાર દર વખતે બંદર જેવું ના કર" "જો આવી ગઈને તારા અસલી રૂપમાં" "હા,કારણ કે તને હું ઈજ્જત આપું એ તને જ ...Read Moreફાવતું" "બોલ,કેમ ફોન કર્યો હતો" "બસ એમ જ" "એમ તો તું કોઈ દિવસ કરે નઈ" "એક ગુડન્યુઝ આપવા ફોન કર્યો" "હોઓઓ...નિત્યા આ બધું ક્યારે થયું?....તે મને કેમ ના કહ્યું" "જસ્ટ શટ અપ"નિત્યાએ ગુસ્સે થઈને ફોન મૂકી દીધો. દેવે નિત્યાને ફોન કર્યો પણ નિત્યા ગુસ્સામાં હતી એટલે એણે કોલ રિસીવ ના કર્યો.દેવે મેસેજ કર્યો કે"યાર મને તો કે" નિત્યાએ દેવનો મેસેજ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૪
દેવ એનું બાઇક લઈને નિત્યાના ઘરની બહાર પહોંચ્યો.દેવે હોર્ન માર્યો પણ કોઈ બહાર આવ્યું નહીં.દેવને થયું કે દરવાજો બંધ છે એટલે કદાચ નઈ સાંભળ્યો હોય.દેવે ફરીથી હોર્ન માર્યો.છેવટે કંટાળીને દેવે નિત્યાના ફોન પર કોલ કર્યો. નિત્યા ફોન ઉપાડતા જ ...Read Moreબોલ!" "શું બોલ,ક્યારનો હોર્ન વગાડું છું સંભળાતું નથી તને" "સંભળાય છે પણ હું રૂમમાં હતી એટલે આવતા વાર લાગે ને" "ચાલ જલ્દી કર.મોડું થાય છે" "હાલ જ આવી" "ઓકે" લાઈટ યલો કુરતી પહેરી અને કાનમાં હાર્ટ શેપની નાની બુટ્ટી પહેરી એક દમ સિમ્પલ તૈયાર થયેલી નિત્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.નિત્યાએ સ્ટીલની બોટલ અને ટિફિન એક્ટિવની ડેકીમાં મૂક્યું અને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૫
"દેવ મને........." "હા...તને શું નિત્યા?" "મને એન્ઝાઈટી થઈ રહી છે"નિત્યાએ રડતાં રડતાં કહ્યું. "શેનાથી?" "મને..........ડરરરર લાગે છે"નિત્યા હીબકાં લેતા લેતા અટકાઈને એની વાર કહી રહી હતી. "તું શાંત થઈ જા પહેલા" નિત્યા થોડી શાંત થઈ રહી હતી.દેવ નિત્યાનો હાથ ...Read Moreહાથમાં લઈને એને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો.નિત્યા નાના બાળકની જેમ દેવ હાથ પકડી રસ્તે જતા સાધનોને જોઈ રહી હતી.નિત્યા જ્યારે રસ્તા વચ્ચેના ટ્રાફિકને જોતી એટલી વાર એને જૂની યાદ તાજી થઈ જતી હતી અને એના કારણે એ ડરી જતી.નિત્યા હવે શાંત થઈ ગઈ હતી.નિત્યાને ગભરાયેલી જોઈ દેવે એને આગળ કઈ જ ના પૂછ્યું. "હવે તું ઓકે છે?"દેવે નિત્યાને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૬
દેવ ભાગતો ભાગતો લાઈબ્રેરી આગળ પહોંચ્યો જ્યાં નિત્યા કાનમાં ઇઅરફોન લગાવી,આંખો બંધ કરી અને આકાશ તરફ મોઢું રાખીને બેસી હતી. "મને ખબર કે તને કઈ વાતની એન્ઝાઈટી છે"દેવે નિત્યા પાસે આવીને કહ્યું.કારણ કે દેવને ખબર ન હતી કે નિત્યાના ...Read Moreઇઅરફોન લગાવેલા હતા. નિત્યાએ કોઈ જવાબ ના આપ્યો તેથી દેવે ફરીથી કહ્યું,"ઓય,સાંભળને!....બહેરી થઈ ગઈ છે કે શું" નિત્યાએ આંખો ખોલી તો એણે દેવનો પડછાયો દેખાયો તેથી એ પાછળ ફરી અને દેવને સીધો જ પ્રશ્ન કર્યો,"તે રજા માટે લિવ એપ્લિકેશન કેમ નથી આપી હજી સુધી?,તને ખબર છે ને કે આપણી કોલેજમાં લિવ માટે એક મહિના પહેલા એપ્લાય કરવું પડે છે" "શેની
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૭
દેવ ડ્રાઇવ કરી રહ્યો હતો અને નિત્યા પાછળ બેસી સવારીની મજા લઇ રહી હતી. "ઓયય....રસ્તો ભૂલી ગયો કે શું?,રાઈટ સાઈડ વળવાનું હતું" "રસ્તો બરાબર યાદ છે.મેં જાણી જોઈને લેફ્ટ ટર્ન લીધો છે" "આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" "પહોંચીને ખબર ...Read Moreજશે" "આમ સસ્પેન્સ ના રાખ" "એમા જ મજા છે દોસ્ત" "તું મને કિડનેપ તો નથી કરી રહ્યો ને?"નિત્યાએ મજાક કરતા પૂછ્યું. "હું તને ગુંડો-મવાલી દેખાઉં છું?" "હા,તું એવા કામ કરે છે તો બીજું શું કહું" "તું ચૂપચાપ બેસ અને મારા પર વિશ્વાસ રાખ" "તારે કહેવાની જરૂર નથી.આઈ ટ્રસ્ટ યુ" "થેંક્યું" "પણ એમ તો કહી શકે છે ને કે કેટલી વારમાં
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૮
"પહેલા મારી વાત સાંભળી લે"નિત્યા બોલી."પહેલા હું બોલીશ"દેવે કહ્યું."અચ્છા તું બોલ,મારે શું માનવાનું છે""તારે પ્રોમિસ કરવાની છે કે હું જે પૂછું એનો જવાબ તું આપીશ જ""તારો પ્રશ્ન શું છે?""એ હું પછી કહીશ""ઓકે તો હું પ્રોમિસ આપીશ પણ પહેલા તારે ...Read Moreએક પ્રોમિસ આપવી પડશે""શેની?""હું કહીશ એ તું માનીશ""પણ શું?""એ હું પણ તને પછી કહીશ""સારું તો મેં પ્રોમિસ આપી જા""વિચારી લે જે. હું જે કહું એ કરવું પડશે""હા વિચારી લીધું.રિસ્ક હૈ તો ઇશ્ક હૈ""ઓકે,હુ પણ તને પ્રોમિસ કરું છું કે જે તું પૂછે એનો સાચે-સાચો જવાબ આપીશ""ઓહહ""પૂછ ચાલ""સવારે કોલેજ જતી વખતે શું થયું હતું?""અરે,તારે આ જાણવું હતું?"નિત્યાએ માથા પર હાથ મુકતા
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૯
રાત્રે ઘરે જઈને ફ્રેશ થઈને દેવ હોલમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો. "કેવું રહ્યું ડિનર?"જશોદાબેને પૂછ્યું. "બહુ જ સરસ મમ્મી.દીદી તને યાદ કરતી હતી" "તારી અને પંકજકુમારની સરપ્રાઈઝ કેવી લાગી નિત્યા અને સ્મિતાને" "એ બંને તો એકબીજાને જોઈને શોક ...Read Moreગયા હતા" "થાય જ ને.અચાનક મળ્યા હોય એટલે.અને સ્મિતા તો નિત્યાને ત્યાં જોઈને વિચારવા લાગી હશે કે નિત્યા અહીંયા ક્યાંથી" "હા,એવું જ બનેલું" "કાવ્યા શું કરતી હતી?" "એઝ યુઝુઅલ!, મસ્તી" "બરાબર" "દીદી તો જલ્દી જતા રહ્યા હતા" "કેમ?" "પંકજકુમારના પપ્પાનો ફોન આવ્યો હતો એટલે" "કોઈ પ્રોબ્લેમ............" "ના,ના મમ્મી.એવું કંઈ જ ન હતું.એમના ફોઈ-ફુવા આવ્યા હતા એટલે એમને મળવા માટે જલ્દી
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૦
નિત્યાને પાણી લઈને આવતી જોઈને જશોદાબેન બોલ્યા,"નિત્યા તું અહીંયા આવ મારી પાસે બેસ તારું જ કામ છે મને" "મારું કામ???,મતલબ?" "મોટી બેન તમે પહેલા એ કહો કે તમે ચા પીશો કે ઠંડુ"કામિનીબેને પૂછ્યું. "હમણાં જ જમીને આવ્યા છીએ હવે ...Read Moreજ નહીં" "કંઈક તો લેવું પડે,ચા રાત્રે સારો નઈ હું આઈસ્ક્રીમ લઈને આવું"જીતુભાઇ આઈસ્ક્રીમ કેવા ઉભા થતા બોલ્યા. "પપ્પા આઈસ્ક્રીમ તો છે જ ફ્રીઝમાં" "હા,તમે કન્ટીન્યુ કરો હું લઈ આવું"નિત્યાએ કહ્યું. નિત્યા બધા માટે કાચના બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી. "તારા માટે એક જ બાઉલ કેમ લાવી?" નિત્યા ચિડાઈને દેવ સામે જોઈ રહી હતી. "અરે તને બહુ ભાવે છે તો બે-ત્રણ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૧
નિત્યા હિંચકામાં બેસી હતી અને અચાનક એની આંખોમાં ફ્લેશલાઈટ પડી.નિત્યાની આંખો અંજાઈ ગઇ હોવાથી તે એની આંખો મસળવા લાગી અને પછી આંખો ખોલીને જોયું અને બોલી,"તમે લોકો અત્યારે અહીંયા?" "હા,અમે લોકો અત્યારે અહીંયા"દિપાલી બોલી. "કહેતી હોય તો પાછા જતા ...Read Moreકહ્યું. દેવ,માનુજ અને દિપાલી આવ્યા હતા. "અરે ના,આવો આવો.આમ અચાનક આવ્યા એટલે હું ચોકી ગઈ" "ચાલ ભાઈ અંદર,તને અલગથી ઇન્વીટેશન આપવું પડશે?" "ના ભાઈ તમે જાવ.મારે ઘરે જવું પડશે" "કેમ?"દિપાલીએ પૂછ્યું. "મમ્મીનો ફોન આવ્યો હતો કે ઘરે ઇલેક્ટ્રિશન આવ્યો છે તો મારે જવું પડશે"દેવે જવાબ આપ્યો. દેવ જવાબ તો દિપાલી અને માનુજને આપતો હતો પણ તે નિત્યા સામે જોઈ રહ્યો
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૨
દેવ નિત્યાને મળવાને બદલે સીધો જ નકુલ,સલોની,માનુજ અને દિપાલી પાસે ગયો અને એમને હેપ્પી દિવાલી વિશ કર્યું.આ જોઈને નિત્યાને દુઃખ થયું.એના મનમાં થોડી ઈર્ષ્યાની ભાવના પ્રગટી.અને થાય પણ કેમ નઈ,એનો બેસ્ટ ફ્રેન્ડ ધીમે ધીમે એનાથી દૂર થઈ રહ્યો હતો ...Read Moreએને લાગી રહ્યું હતું.પણ નિત્યા કોઈ પણ સમયે હંમેશા પોઝિટીવ રહેવાનું વિચારતી એટલે એને વિચાર્યું કે ભલે મારાથી દૂર પણ એ ખુશ તો છે ને.આટલું વિચારીતા જ એના મોઢા પર સ્મિત વેરાયું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. થોડી વાર પછી માનુજ અને દિપાલી નિત્યા પાસે ગયા "હાઈ બહેના,હેપ્પી દિવાલી"માનુજ બોલ્યો. "હેપ્પી દિવાલી ભૈયાજી,હેપ્પી દિવાલી ભાભીજી"નિત્યાએ માનુજ અને દિપાલીને હગ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૩
દેવ નિત્યાને સોરી કહેવાના પ્રયત્નો કરી રહ્યો હતો પણ નિત્યાને એના ઈશારા ખબર નહોતી પડી રહી.દેવ નિત્યાને એકાંતમાં લઇ જઈને વાત કરવા માંગતો હતો એટલે એને સ્મિતા પાસે હેલ્પ લીધી અને એ રીતે નિત્યાને અંદર મોકલવા કહ્યું.દેવ એના રૂમમાં ...Read Moreનિત્યાની રાહ જોવા લાગ્યો.એને નિત્યાને વોટ્સએપ પર મેસેજ કર્યા પણ નિત્યાના ફોનમાં નેટ ઓફ હતું એટલે એને ખબર ન પડી.સ્મિતાએ કંઈક બહાનું કાઢીને નિત્યાને દેવના રૂમમાં જવા કહ્યું.નિત્યા દેવના રૂમના દરવાજા પાસે જઈને નોક કર્યું પણ જોયું તો દરવાજો પહેલેથી ખુલ્લો જ હતો. "શું હું અંદર આવી શકું છું?"નિત્યાએ થોડો દરવાજો ખોલતા પૂછ્યું પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.નિત્યાએ દરવાજો
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૪
સલોની સાથે આવેલી છોકરીને જોઈને દેવે નકુલને પૂછ્યું,"આ કોણ છે" "એની ફ્રેન્ડ શ્રેયા"નકુલે ધીમેથી દેવના કાનમાં કહ્યું. "અચ્છા" "સારી છોકરી છે,વાત ચલાવું તારી એના જોડે?"નકુલે મજાક કરતા પૂછ્યું. "જસ્ટ શટ અપ" "ઓકે ઓકે બ્રો,ચિલ" "ચાલો બધા પોતાનો સામાન ટ્રેનમાં ...Read Moreદો"માનુજે બોલ્યો. "ટિકિટ તો બતાવ,કઈ જગ્યા પર આપણે બેસવાનું છે"દેવે પૂછ્યું. માનુજે પોકેટમાંથી ટિકિટના કાગળ કાઢ્યા અને દેવને આપ્યા.દેવે બધી જ ટિકિટ જોઈ અને સાથે કઈ શીટનું રિઝર્વેશન પણ જોઈ લીધું.ટિકિટ જોઈ એમાં એક ટિકિટ વધારે જોઈને દેવે માનુજને ખભે હાથ મૂકીને એને બોલાવતા પૂછ્યું,"માનુજ,આ કોની ટિકિટ છે" દેવ ટિકિટ પર કોઈનું નામ જોવે એ પહેલાં માનુજે દેવના હાથમાંથી ટિકિટ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૫
રાતભરના સફર બાદ બીજા દિવસે પઠાણકોટ પહોંચી બધાએ ચા-નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને પોતપોતાની બેગ્સ વોલ્વોમાં મૂકી.હવે બધા જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જવાની બસ થોડી જ વાર હતી.પઠાણકોટ પંજાબનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે.પઠાણકોટમાં બજારમાં ફરતા ...Read Moreબધા ટ્રેકર્સ ત્યાંની ફેમસ બિલ્લા લસ્સીવાળાની દુકાને પહોંચ્યા.ત્યાં લસ્સી પીધા પછી કોઈના પેટમાં લન્ચ કે ડિનર માટે જગ્યા જ ન રહી.પઠાણકોટથી રાત્રે ૮ વાગે વોલ્વોમાં મનાલી જવા માટે નીકળ્યા.જેમ જેમ રસ્તો આગળ વધતો જતો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું.નિત્યાના મનમાં ઠંડીને લઈને થોડો ડર હતો એટલે એ કશું જ બોલ્યા વગર ચૂપચાપ દેવની બાજુમાં બેસી રહી હતી. "શું
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૬
હવે ગલર્સનો ટર્ન હતો.બધી જ ગલ્સ એકબીજાની સામે જોઇને એક-બીજાને સોન્ગ સજેસ્ટ કરી રહી હતી.એટલા માં પાછળથી એક મધુર અવાજ સંભળાયો અને સાથે એક પડછાયો દેખાયો.બધા સોન્ગ પત્યા પછી પડછાયો ક્લીઅર થવાની રાહ જોઈ રહ્યા હતા અને એ સુરીલો ...Read Moreકોનો હતો એ જાણવા આતુર હતા.મોઢા પર માસ્ક,માથા પર ગરમ ઉનની ટોપી અને સ્ટોલ ઓઢીને નિત્યા આગળ આવી.આટલું બધું પહેરેલું હોવાથી નિત્યાને માનુજ,દેવ,નકુલ,દિપાલી,સલોની સિવાય બીજું કોઈ ઓળખી શક્યું ન હતું.શ્રેયા પણ વિચારમાં પડી ગઈ હતી કે આ કોણ છે.નિત્યા જેવી થોડી આગળ આવી કે તરત જ એક છોકરીએ એનો હાથ પકડ્યો અને કેમ્પ ફાયરની આગળ વચ્ચોવચ નિત્યાને બેસાડી અને બોલી,"આવ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧)ભાગ-૪૭
રાતના સાડા બારથી નિત્યાનું મગજ વિચારોમાં ખોવાયેલું હતું.નિત્યા પોતાની જાતને જ પ્રશ્ન કરતી હતી અને એ પ્રશ્નોના જવાબ પણ એ પોતે જ પોતાને આપતી હતી. (આમ પણ કહેવાય છે ને કે માણસ જ્યારે સ્વંય સાથે વાત કરતો હોય ત્યારે ...Read Moreપોતાના પ્રશ્નોના જવાબ કોઈને પૂછવાની જરૂર રહેતી નથી.આપોઆપ બધું જ ક્લીઅર કટ દેખાતું હોય છે કે પોતે શું કરવું જોઈએ અને શું નહિ.એટલે તમને જ્યારે પણ સમય મળે થોડો સમય એકલા રહીને પોતાની જાતને જરૂર આપજો.) આ બાજુ દેવની હાલત પણ કંઈક એવી જ હતી.એને પણ નિત્યા સાથે આરગ્યુમેન્ટ કરીને કઈક અજીબ ફીલ થતું હતું.કદાચ નિત્યાને ખોવાનો ડર સતાવતો પણ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૮
દેવને નિત્યા સાથે સેલ્ફી લેવી હતી પણ નિત્યાએ દેવને ના કહ્યું તેથી દેવ ગુસ્સે થઈને,"હવે મારી સાથે ના બોલતી"કહીને ત્યાંથી નીકળી ગયો.નિત્યાને ચીડવવા માટે દેવ જાણી જોઈને સલોની અને શ્રેયા પાસે વધુ રહેવા લાગ્યો.એ જાણવા માંગતો હતો કે નિત્યા ...Read Moreઆમ કરવાથી કેવું રીએક્ટ કરે છે.નિત્યા સલોની અને શ્રેયાના રચેલા જાળમાંથી દેવને બચાવવા માંગતી હતી પણ એ ડાયરેક્ટ દેવને આ વાત કરશે તો દેવ કેવું રીએક્ટ કરશે.એને એ પણ શંકા હતી કે દેવને એની વાત સાચી લાગશે કે નહીં.બ્રેક પછીના બે કલાક ટ્રેકિંગ કરીને ફાઇનલી ભૃગુ લેક પહોંચી ગયા.ત્યાં કઈક વધારે જ ઠંડી હતી પણ ત્યાં પહેરવાના સ્નોપ્રુફ ક્લોથીસ બધાને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૯
ટ્રીપનો સાતમો દિવસ.એટલે કે પ્રવાસીઓનો આ જન્નતમાં(મનાલીમાં) છેલ્લો દિવસ.ગુલાબા કેમ્પસાઈટમાં બ્રેકફાસ્ટ કર્યા પછી મનાલી જવાનું હતું.ટેન્ટમાંથી બધાએ પોતાના બેગ્સ વોલ્વોમાં મૂકી દીધા અને ઓલ્ડ મનાલી એટલે કે પ્રોપર મનાલી ગામમાં જવા નીકળ્યા.અડધો કલકના રસ્તામાં ટ્રીપ વોલેન્ટીયરએ આજના દિવસમાં શું ...Read Moreકરવાનું એ કહ્યું. "સૌથી પહેલા અહીંયાંથી આપણે ઓલ્ડ મનાલી જઈશું.ત્યાંથી અમારી તરફથી પ્રોવાઈડ કરેલા વિહિકલ્સમાં આપણે બધા સોલાંગ વેલી જઈશું"વોલેન્ટીયર ભાઈ બોલ્યા. "ત્યાં જોવાલાયક શું છે?"ટ્રેકર્સમાંથી એક છોકરાએ પૂછ્યું. "ભાઈ અહીંયા જોતા આવડે તો બધું જ જોવાલાયક છે"વોલેન્ટીયરમાં એક મેમ હતા એ બોલ્યા. "ત્યાં સ્નફોલ થાય છે એ જોવાનું,પેરાગ્લાઇડિંગ કરવાનું અને બીજું ઘણું બધું કરવા લાયક છે એ ત્યાં જઈને
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૦
સાંજના ૬:૧૫ એ ફરતા ફરતા મોલ રોડ પર પહોંચ્યા.અંધારું થઈ ગયું હોવાથી ત્યાંની લાઇટિંગનો નજારો જ કંઈક અલગ હતો.ત્યાં એમ જ ફરવાની બહુ જ મજા આવે એવું હતું.ત્યાં ખૂબ જ ભીડ હતી.મનાલીમાં મોલ રોડ પર દિવસ કરતા સાંજ અને ...Read Moreસમયે વધારે ભીડ ઉમળતી.એટલી ઠંડીમાં પણ લોકો રોડ પર વોક માટે તો કેટલાક પ્રવાસીઓ શોપીંગ કરવા માટે ત્યાં આવતા.ત્યાં નજીકમાં અમુક શોપ હતી એમાંથી બધાએ શોપિંગ કર્યું.સલોની અને શ્રેયાએ તો એક બેગ ભરાઈ જાય એટલા કપડાં જ ત્યાંથી ખરીદ્યા અને એના સિવાય બીજી વસ્તુઓ લેવાની બાકી હતી જેના માટે એ બંને મોલ રોડ તરફ આગળ વધ્યા.બાકીનાએ જે જોઈતું હતું એ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૧
નકુલ,માનુજ અને દિપાલી સલોનીને લઈને ત્યાંથી દૂર વોલ્વો તરફ ચાલ્યા ગયા.શ્રેયા ત્યાં ઉભી હતી પણ આજનું નિત્યાનું મહાકાલીનું રૂપ જોઈને એ પણ ત્યાંથી જતી રહી.દેવ નિત્યાને લઈને એક બાજુ કોફીશોપમાં ગાર્ડન જેવો એરિયા હતો ત્યાં ગયો. "નિત્યા શાંત થઈ ...Read Moreસલોનીની ભૂલ નથી" "હું શાંત જ છું.તને ખબર નથી એણે શું કર્યું છે.મારો બસ ચાલત તો હું એને હજી એક-બે થપ્પડ લગાવી દેત"નિત્યા હજી પણ ગુસ્સામાં બોલી રહી હતી. "એને હાથલારીને ધક્કો માર્યો એ જ ને?"દેવે નિત્યાનો હાથ પોતાના હાથમાં લેતા પૂછ્યું. "હા,અને એ વાત તું આટલું શાંતીથી કેમ કહી રહ્યો છે.જો તને ખબર હતી કે એને આટલું ખરાબ કામ
  • Read Free
એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧
અત્યાર સુધીના ભાગમાં તમે નિત્યાની સમજદારી અને સહનશક્તિ,દેવનો ઇમોશનલ અને મજાકીઓ સ્વભાવ,માનુજનો લાગણીશીલ સ્વભાવ,દિપાલીની સરળતા,સલોનીની બેરુખી,નકુલનો અંદાજ,શ્રેયાની ચાલાકી,જીતુભાઈનો વ્હાલસોયો સ્વભાવ તો કામિનીબેન,જશોદાબેન,જ્યોતિબેન અને મિસિસ મહેતાની એમના સંતાનો પ્રત્યેની મમતા,સ્મિતાની ઉદારતા,કાવ્યાની માસૂમિયત,પંકજકુમારનો આદર્શ સ્વભાવ,મોહનકાકા અને મણીકાકાની એમના કામ પ્રત્યેની ઈમાનદારી ...Read More(નોંધ:-જો તમે ૧ થી ૫૧ ભાગ સુધી નઈ વાંચ્યું હોય તો તમને હવે પછીના ભાગ વાંચવા તો ગમશે પણ મજા નઈ આવે તો કૃપા કરી પહેલા આગળના ભાગ વાંચો.મારી સ્ટોરીને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર⭐) હવે આગળ જોઈએ.............. . . . . . અઢાર વર્ષ પછી................ સવારના પહોરમાં વાતાવરણ એકદમ શાંત હતું. -૧℃ જેટલી ઠંડી હતી.બ્લેન્કેટ ઓઢીને
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Motivational Stories | Priyanka Patel Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
Priyanka Patel

Priyanka Patel Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.