દરિયા નું મીઠું પાણી - Novels
by Binal Jay Thumbar
in
Gujarati Classic Stories
આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક અનોખા સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ છું. આ વાત મેં ઘણી વખત મારા બાપુજી લક્ષમણભાઇ ડાયાભાઇ કોટડીયાના મોઢેથી સાંભળી છે અને જે એક સત્ય ઘટના છે. આવી વાતો પરથી માણસાઈ પરથી ઉઠવા લાગેલો વિશ્વાસ ફરીથી સ્થિર થઈ શકે તેમ છે. "દરિયાના મીઠા પાણી " શ્રેણીમાં આવી આવી ઘણી લોક સાહિત્યની વાતોને હું ઉજાગર કરવા ઇચ્છુ છું જેથી લુપ્ત થતી જતી લોક સાહિત્યની માણસાઈ ભરેલી વાતોને પુર્નજીવન આપવાનો પ્રયાસ કરી શકું.
દરિયાનું મીઠું પાણી ભાગ - ૧ આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક અનોખા સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ છું. આ વાત મેં ઘણી વખત મારા બાપુજી લક્ષમણભાઇ ડાયાભાઇ કોટડીયાના મોઢેથી સાંભળી છે ...Read Moreજે એક સત્ય ઘટના છે. આવી વાતો પરથી માણસાઈ પરથી ઉઠવા લાગેલો વિશ્વાસ ફરીથી સ્થિર થઈ શકે તેમ છે. "દરિયાના મીઠા પાણી " શ્રેણીમાં આવી આવી ઘણી લોક સાહિત્યની વાતોને હું ઉજાગર કરવા ઇચ્છુ છું જેથી લુપ્ત થતી જતી લોક સાહિત્યની માણસાઈ ભરેલી વાતોને પુર્નજીવન આપવાનો પ્રયાસ કરી શકું. પ્રસંગ - ૧ : હેમુભાઈ ગઢવી હેમુભાઈ ગઢવી એ સમયે રાજકોટ આકાશવાણીમાં કામ
ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે. સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા ભેગા થવા અધીરા થયા હતા. ગોવાળીયા વગડેથી પાછા ફરતા ગાયો-ભેંસોના ભાંભરડા-ગાંગરવા ...Read Moreવાછરૂ-પાડરૂના મીઠા સૂરોથી મોણપરી ગામ ગોકળ જેવું રૂડુ લાગતું હતું. રામજી મંદિરમાં ઝાલર-નગારાના મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખો દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ઢાળી નિરાંતે લાંબા થયા હતા. તો દિવસભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. તો માલધારીઓ ગાયો-ભેંસો દોહી વાછરૂ-પાડરૂને છૂટા મુકતા ચારેબાજુ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મોણપરી ગામના પસાયતા
સાંભળેલી સત્ય ઘટના'મિ. સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?’ ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક પૂછયું. 'સમજી ગયો, સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી ...Read Moreછો, સર... મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને માબાપ ઘરડાં થઈ ગયાં છે. બાળકો નાનાં છે, મારે જે હોય તે મને એકલાને જ કહી દો.’ 'ભલે ત્યારે...’ ડો. ખાખરાવાલાએ શબ્દો બરાબર ગોઠવીને પછી જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું, 'મિ. સંયમ,
ચંદુલાલશેઠ સાંજે જમવા બેસતાં તેમની થાળીમાં બે હજારની ગુલાબી કલરની કડક નોટીની થોકડી, તેમજ દસના ચળકતા સીકકાનો ઢગલો, પાંચસોની કડક નોટોની થોકડી અને તેમની પત્ની અને દીકરીના સોનાના દાગીથી થાળી ભરેલી હતી. તેમજ દીપ્તી અને તેમની માતાની થાળીમાં ગુજરાતી ...Read Moreપીરસેલું હતું. તે બન્ને જમવા લાગ્યા. આ જોઈને ચંદુલાલશેઠ ગુસ્સામાં બોલ્યા આ શું ? આ કોઈ ખાવાની ચીજ છે. તેમની પત્ની એક શબ્દના બોલી, દીપ્તીએ કહ્યું, પપ્પા તમારી દોડ પણ આ માટેની જ છે . તમારી ભુખ પણ આ માટેની જ છે. સોરી... એક ચીજ તો ભુલાય ગઈ ! આટલું બોલતાં ચંદુલાલશેઠનો મોબાઈલ પણ થાળીમાં મુકતાં બોલી, દસ વર્ષથી તમે
એક સત્ય ઘટના*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.**ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા.**ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું ...Read Moreકરેલ.**આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા..**સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતાં બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ
દેવુ... મારે ઘરે આવવું છે ..મારી પત્ની ડિમ્પલનો રડતા અવાજે ત્રણ મહિના પછી મોબાઈલ આવ્યો.મેં કીધું અરે ગાંડી તારું જ ઘર છે પૂછવાનું હોય ? જ્યારે આવવું હોય ત્યારે આવીજા..હા તું મને જણાવીશ કે ક્યારે તું આવી રહી છે ...Read Moreએ દિવસે હું તને લેવા પણ આવીશ.માફ કર દેવુ મેં તને ઓળખવામાં ભૂલ કરી છે..ડિમ્પલ હજુ મોડું નથી થયું... હું જે પણ કરી રહ્યો હતો એ તારા મારા અને આપણા આવનાર બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો હતો..જિંદગીમાં સ્વમાનથી જીવવું હોય તો આપણી ઘણી ઈચ્છાઓ અને સ્વપ્નાંને દફનાવવા પડે છે.ચલ હવે એ બધી વાત છોડી તારો પ્રોગ્રામ મને જણાવજે..કહી મેં મોબાઈલ
(સાચી ઘટના - નામ બદલાયેલા છે)" બાપુ, પ્રણામ.."પચીસ વર્ષના પુત્ર હમીરસિંહે પિતાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. સાથે ઉભેલી એની નવોઢા નું પાનેતર ઢાંકેલું માથું પણ આશીર્વાદની આશામાં ઝૂકી ગયું.રૂદ્રપ્રતાપસિંહ ની આંખો માં અગ્નિજવાળા જેવી રતાશ પ્રગટી...‘તો તેં મારી ઉપરવટ જઈને ...Read Moreસાથે નાતરું કરી જ નાખ્યું, એમ ને?’‘નાતરું નહીં, લગ્ન કર્યું છે, બાપુ! આર્યસમાજ ની વિધિ પ્રમાણે મેં હલકબાઈ નો હાથ ઝાલ્યો છે.’‘તો હવે ચૂપચાપ એનો હાથ ઝાલીને ડહેલીની બહાર નીકળી જા. એક ક્ષણ ની પણ વાર લગાડી છે, તો બેયને ભડાકે દઇશ.’‘બાપુ!!’‘ખબરદાર....જૉ આજ પછી કયારેય મને બાપ કહીને બોલાવ્યો છે તો! મને બાપુ કહેનારા બીજા છ દીકરાઓ છે મારા ઘરમાં.
સાંઈ નેહડી ચારણ માતાજીમધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે ...Read Moreનેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની
પરિવાર મા બનતી સત્ય હકીકત ઘણી વ્યક્તિઓ દિલ મા દુઃખને દબાવી..દુનિયા થી વિદાય લે છે...જ્યારે ઘણી વ્યક્તિઓ દિલ ખોલવા મજબુર થઈ જાય છે...હોસ્પિટલ ના સ્પેશ્યલ રૂમ મા એક વૃદ્ધ દંપતી છે..તેમા પત્ની ને અસાધ્ય બિમીરી ને કારણે દાખલ કરેલ ...Read Moreએ વૃદ્ધ વડીલ પોતાની વૃદ્ધ પત્ની ની સેવા કરતી નર્સ સાથે વાત કરી રહયા હતા..પત્ની જાગૃત અવસ્થા મા જયારે જયારે વાતો કરે છે ત્યારે અચૂક પુછે છે"દીકરી જમાઇ વિદિશ થી આવી ગયા" ..વૃદ્ધ પત્ની ને જવાબ શુ આપવો ?.. નર્સ પૂછે છે દાદા ...માજી ઘણા વખત થી દીકરી જમાઇ ને યાદ કરે છે...તમે તેમને જાણ કરી કે નહીં..હા...બેટા.. ચશ્મા ના
હાથમાં નાની એક તપેલી લઇને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાનાં વાદળાં આકાશમાં મોટાં વાહણો જેવાં ચાલ્યાં જતાં હતાં, ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝૂંડેઝૂંડની કાગારોળ મચી હતી.આંગણામાં અને અગાશી ઉપર ઊભા ઊભા ઘરઘરના લોકો ...Read More! કાગ ! કાગ!' એવા પુકાર કરતા કરતા ખીર અને પોળીની કાગવાશ નાખતા હતા.તપેલી લઇને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો. એ ઊંચું જોઇ શકતો નહોતો. એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી. એના માથા પર વેરાગીઓ પહેરે છે તેવી કાનટોપી હતી, ટૂંકું ધોતિયું હતું. કંઠે તુળસીની માળા હતી. એક બંડી પહેરેલી.એ ચલીસેક વર્ષનો છતાં પચીસથી વધુ
ખ્યાતિ પોતાની ઓફિસમાં બેઠી બેઠી એક નવાં પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યાં શહેરના જાણીતા બિઝનેસમેન અતુલ શાહ આવ્યાં. એમનાં માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ આવતી હતી, અને તેમને પોતાના ગામમાં એક અદ્યતન નવી સકૂલ બનાવવી હતી, અને એ અંગેની ...Read Moreકરવા તે આવ્યાં હતાં. ખ્યાતિ એ એમનાં ગામનું નામ પુછ્યું! એમણે કહ્યું કિશનગઢ ! અને નામ સાંભળીને જ એની આંખોના ખૂણા ભીના થયાં, અને એણે કોઈ પણ જાતની ફી વગર એ સ્કૂલ માટેનાં એગ્રીમેન્ટ પર સહી કરી દીધી. ખ્યાતિ લગભગ પાંચ કલાકની મુસાફરી કરી મર્સિડિઝ કારમાંથી, એક સાવ સામાન્ય એરિયામાં આવેલી નિશાળ આગળ ઉતરી, અને અંદર ગઈ. નાની નાની બેન્ચો
પરોઢના સાડાચાર વાગ્યે કાનજીદાદાએ જોડે ખાટલામાં સુતેલા પૌત્ર પ્રતિકને બોલાવીને કહ્યું, "જો દિકરા!મારી હવે ઘડીયું ગણાઈ રઈ છે.માતાજીના મંદિરના ઓયડામાં બાયણાની જમણી બાજુની છેલ્લી લાદી નીચે જે કાંય છે ઈ બધું તારુ.લ્યે,હવે બધાંયને બોલાઈ લ્યે." પ્રતિકે એ જ વખતે ...Read Moreદોડતાં બધાંને જગાડીને બોલાવી લીધાં.પ્રતિકના પિતા સુરેશભાઈ, માતા લક્ષ્મીબેન,મોટા કાકા ભગવાનભાઈ, નાના કાકા મહેશભાઈ -આટલાંના કંઈક લેખ હશે તે કાનજીદાદાના અંતિમ શ્વાસનાં સાક્ષી બન્યાં. બાકીનાં બધાં આવ્યાં તો ખરાં પણ કાનજીદાદાએ પ્રાણ છોડ્યા પછી.ભગવાનભાઈનાં પત્ની ખેમાંબેનતો બબડતાં બબડતાં આવ્યાં, 'આ ડોહે તો મરતાં મરતાંય હખે ઉંઘવા ના દીધાં.મહેશભાઈની દીકરી જાનકીને તો એની મમ્મી હંસાબેને હળવે હળવે કહી દીધું. 'અલી જા
ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઉભી રહી. આ એક નાનકડું રેલવે સ્ટેશનહતું.પરશોતમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા, સાથે બે મોટા મોટાથેલા હતાં.ટ્રેઈનની વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરશોતમદાસ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યાં.સામેથી જ ...Read Moreદેખાયો. એ દોડ્યો અને પરશોતમદાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો.“દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યાં.?“હા ઘણાં દિવસથી ગયો નહોતો એટલે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવાજૂની છે એ કહે” પરશોતમદાસજી બોલ્યાં.“બસ કશું જ નવીનમાં નથી, પણ તમે તમારું મકાન વેચીને જતાં રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે” કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો, અને પોતે રિક્ષા ચાલુ કરી અને
સુરેન્દ્રનગરના અવિનાશને બૅન્કની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વઢવાણ મળ્યું હતું, એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થયાં હતાં. લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ બધુંય એ સમયગાળામાં રંગેચંગે પતી ગયેલું. પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા ...Read Moreક્યાં રહેવું એ સવાલ અઘરો હતો. દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા. મકાન ભાડે લેવા માટે એ મથતો હતો. બૅન્કમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા. ઑફિસમાં ચાપાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા. બધા અખબારના ટચૂકડી જાહેરાતવાળાં પાનાં એમના ટેબલ પર પડ્યાં હતાં. એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાની
રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા ...Read Moreપાંચેક ઉઠી જતી. નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિકશાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના