OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
    • français
    • Español
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Parita by Parul | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પરિતા - Novels
પરિતા by Parul in Gujarati
Novels

પરિતા - Novels

by Parul Matrubharti Verified in Gujarati Novel Episodes

(202)
  • 22.9k

  • 35.2k

  • 15

પરિતા આજે લગભગ પાંચ વર્ષ પછી એ શહેરમાં, એ ઘરે જઈ રહી હતી, જે એનું જન્મસ્થળ હતું, જ્યાં એણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું, સ્કૂલ - કોલેજનાં દિવસો પસાર કર્યાં હતાં. રસ્તામાં એ જ સમય અને એ જ દિવસો ...Read Moreસ્મૃતિમાં અથડાયા કરતાં હતાં. કામની વ્યસ્તતાને કારણે પોતાનાં ઘરે જવાનો, પરિવાર સાથે સમય વિતાવવા માટેનાં સમયનો અભાવ થઈ ગયો હતો. મોબાઈલ દ્વારા એકબીજા જોડે વાત-ચીત તો થયાં જ કરતી, વિડીયો કૉલ દ્વારા એક-બીજાનાં ચહેરા પણ જોવા મળી જતાં, પણ રૂબરૂ થવાનો ને સામસામે મળવાનો મોકો આજે પાંચ વર્ષ પછી મળ્યો હતો. પરિતા ખૂબ જ ખુશ હતી. પાંચ-પાંચ વર્ષ સુધી બહેનો, મિત્રો સાથેની ધમાલ-મસ્તી, મોજ-મજા, મશ્કરી- ટીખળ જે બધું અકબંધ રાખ્યું હતું એ બધું જ કરી લેવાની એની ઈચ્છા અતિરિક્ત બની રહી હતી.

Read Full Story
Download on Mobile

પરિતા - Novels

પરિતા - ભાગ - 1
પરિતા આજે લગભગ પાંચ વર્ષ પછી એ શહેરમાં, એ ઘરે જઈ રહી હતી, જે એનું જન્મસ્થળ હતું, જ્યાં એણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું, સ્કૂલ - કોલેજનાં દિવસો પસાર કર્યાં હતાં. રસ્તામાં એ જ સમય અને એ જ દિવસો ...Read Moreસ્મૃતિમાં અથડાયા કરતાં હતાં. કામની વ્યસ્તતાને કારણે પોતાનાં ઘરે જવાનો, પરિવાર સાથે સમય વિતાવવા માટેનાં સમયનો અભાવ થઈ ગયો હતો. મોબાઈલ દ્વારા એકબીજા જોડે વાત-ચીત તો થયાં જ કરતી, વિડીયો કૉલ દ્વારા એક-બીજાનાં ચહેરા પણ જોવા મળી જતાં, પણ રૂબરૂ થવાનો ને સામસામે મળવાનો મોકો આજે પાંચ વર્ષ પછી મળ્યો હતો. પરિતા ખૂબ જ ખુશ હતી. પાંચ-પાંચ વર્ષ સુધી બહેનો, મિત્રો
  • Read Free
પરિતા - ભાગ - 2
એ રાત ઘરનાં બધાં સભ્યો માટે ખૂબ જ ખુશ રહી. દાદી કે જેમણે ઘણાં વર્ષોથી બહારનું ખાધું ન હતું એમણે પણ એ રાત્રે હોટલમાં જમવાની લહેજત માણી હતી. રાત્રે ઘરે આવ્યા પછી બધાં સૂવાની તૈયારી જ કરી રહ્યાં હતાં ...Read Moreઅચાનક જ પપ્પાએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. પરિતાએ તાત્કાલિક ડૉક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યા ને દાદી અને મમ્મીએ ડૉક્ટર આવે ત્યાં સુધી ઘરેલુ ઉપચારનાં આવડે તેટલાં નુસખાઓ અજમાવી જોયાં. ઘરેલુ ઉપચારથી પપ્પાની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નહોતો! એટલે બધાં કાગડોળે ડૉક્ટર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. પંદર-વીસ મિનિટમાં તો ડૉક્ટર હાજર થઈ ગયાં. એમણે પપ્પાને તપાસ્યા ને કહ્યું કે, "અતિ
  • Read Free
પરિતા - ભાગ - 3
પરિતાએ પોતાની ઓફિસમાં વધારે દિવસની રજા મૂકી દીધી. પપ્પાની સારવારમાં, ઘર સાચવવામાં ને આર્થિક રીતે મદદરૂપ થવામાં એ મમ્મીની સાથે ખડેપગે ઊભી રહી. જ્યાં સુધી પપ્પા હોસ્પિટલથી ઘરે આવી ગયાં ત્યાં સુધી એણે હોસ્પિટલની અને ઘરની મોટાભાગની તમામ જવાબદારીઓમાં ...Read Moreજ મહત્ત્વનો ભાગ ભજવ્યો. શિખા નાની હોવાથી અને દાદી અશક્ત હોવાથી પરિતાએ એકલે હાથે જ બધું કામ પૂરું પાડ્યું હતું. જો કે શિખા અને દાદીએ પરિતાને નાનાં - નાનાં કામોમાં મદદ કરવામાં પાછી પાની રાખી ન હતી. પપ્પાની તબિયત હવે એકદમ બરાબર થઈ ગઈ હતી ને એટલે જ હવે એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી
  • Read Free
પરિતા - ભાગ - 4
પરિતાએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યા પછી પોતાનાં પિતાની સમક્ષ એક રજૂઆત કરી. એણે કહ્યું કે, "પપ્પા..., મેં વિચારી લીધું છે કે જ્યાં સુધી ભણવાનું પૂરું કરી, ઉચ્ચ પદની નોકરી કરી, મારાં લગ્ન માટે પૈસા જમા ન કરી લઉં ત્યાં ...Read Moreહું લગ્ન નહિ કરું.....,""બેટા....., તું ક્યારે પોતાનું ભણવાનું પૂરું કરી લઈશ....,ક્યારે નોકરીએ લાગીશ....ને ક્યારે પૈસા ભેગા કરી લઈશ....?! ત્યાં સુધીમાં તો સારાં - સારાં છોકરાઓ હાથમાંથી નીકળી જશે...!""પણ....,પપ્પા....,""બેટા...., અમે આજે છીએ અને કાલે નથી...., સારાં ઘરમાં તને અને શિખાને પરણાવીને ઠરીઠામ કરાવી દઈએ એટલે અમને તમારી ચિંતા ન રહે અને નિરાંતપણે અંતિમ શ્વાસ લઈ શકીએ...""પપ્પા..., અત્યારથી મરવાની વાત શું કામ
  • Read Free
પરિતા - ભાગ - 5
બીજા દિવસે મનિષ અને એનાં પરિવારનાં લોકો એટલે કે એ, એની પત્ની અને દીકરો પરિતાનાં ઘરે આવી પહોંચ્યા. આમ તો એ લોકો આવ્યા હતાં પરિતાનાં પપ્પાની ખબર પૂછવા માટે પણ વિગતો કઢાવી રહ્યાં હતાં પરિતાની. પરિતાએ સમર્થ સામે એક ...Read Moreકરી. લાંબું કદ, મધ્યમ શરીર, સાધારણ દેખાવ છતાં આકર્ષક વ્યક્તિત્વ. પરિતાને સમર્થ ગમ્યો તો ખરો એટલે એનાં ચહેરા પરની મૂંઝવણની રેખા થોડી ઓછી થઈ ગઈ. મનિષ સાથે વાતો કરતાં - કરતાં પરિતાનાં પપ્પા સમર્થ સાથે વાતોએ વળગ્યા."બેટા..., તું કેટલું ભણ્યો છે....?""જી..,મેં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે..,અંકલ...""વાહ.., સરસ...!""નોકરી...ક્યાં કરે છે...."?"હું એક પ્રાઇવેટ કંપનીમાં હેડ એન્જિનિયરની નોકરી કરું છું.""ઓહ...! સરસ....,સરસ....""પગાર કેટલો....?""સારી રીતે જીવી
  • Read Free
પરિતા - ભાગ - 6
સંપૂર્ણ હિન્દુ રીતિ- રિવાજ પ્રમાણે વિધિસર સમર્થ અને પરિતાનાં લગ્ન કરવામાં આવ્યાં. બધું જ સારી રીતે પાર પડી ગયું હતું. મુંબઈમાં એકલી રહેતી પરિતા પાંચ વર્ષે ઘરે થોડાં દિવસ માટે પાછી ફરી હતી ને અચાનક જ એનાં લગ્ન ...Read Moreગયાં ને એ હવે સાસરે સાસુ - સસરા, પતિ સાથે રહેવા લાગી હતી. શરૂઆતનાં દિવસો તો હનીમૂન માટે ફરવા જવામાં, નજીકનાં સગાં - સંબંધીઓને ત્યાં મળવા જવામાં, પસાર થઈ ગયાં પણ પછી...., પછી પરિતાને ઘરમાં રહેવાનું અઘરું થવા માંડ્યું હતું. એવું નહોતું કે એને ઘરકામ કરવામાં કંટાળો કે પછી રસોઈ કરવાનો અણગમો હતો, એ બધું કામ તો એ ફટાફટ કરી લેતી
  • Read Free
પરિતા - ભાગ - 7
પરિતાને પોતાની સાસુ સાથે ફાવી રહ્યું નહોતું. નાની - નાની વાતમાં એને સાસુ સાથે વાંકું પડવા લાગ્યું હતું. પોતે આધુનિક વિચારો ધરાવતી હતી એટલે એને સાસુનાં વિચારો, એમની વાતો, એમની હરકતો, એમનાં રિવાજો, કામ કરવાની એમની રીત, વગેરે એને ...Read Moreઅને જુનાં લાગી રહ્યાં હતાં. જોકે પોતે સાસુને મોઢાં પર કંઈ કહેતી નહિ પણ આખો દિવસ એમની સાથે રહેવાનું હોવાથી એમની વાતો સાંભળીને અને એમની ટેવોને જોઈને એને મનોમન અકળામણ થઈ આવતી હતી. સમર્થ પણ પોતાનાં કામમાં હવે પહેલા કરતાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો હતો ને પરિતા કંઈ કહેવા જાય તો એને 'બહુ ટેન્શન છે.' એમ કહી ટાળી દેતો હતો. એટલે
  • Read Free
પરિતા - ભાગ - 8
સમર્થનાં મધમીઠા જેવા આ શબ્દોનાં જાદૂથી પરિતા હવે ઘરનાં કામોમાં મન પરોવવાનો પ્રયત્ન કરી રહી હતી. થોડા દિવસ માટે પોતાનાં ભણતરને અને નોકરી કરવાની વાતને બાજુ પર મૂકી દીધી હતી. એક દિવસ સવારે રસોઈ બનાવતાં - બનાવતાં એને અચાનક ...Read Moreઆવ્યાં અને એ જમીન પર પડી ગઈ. ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યાં. તપાસ કરતાં ખબર પડી કે 'ગુડ ન્યૂઝ' છે, પરિતા ગર્ભવતી હતી, એ સમર્થ અને પોતાનાં બાળકની માતા બનવાની હતી! ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બધાં બહુ જ ખુશ હતાં પણ પરિતાનાં મોઢાં પર ખુશી નહોતી પણ ઉપરછલ્લી ખુશી દેખાઈ રહી હતી. એ વધારે
  • Read Free
પરિતા - ભાગ - 9
એક રાત્રે પરિતા વિચાર કરતી બેઠી હતી, 'હજી તો લગ્ન જીવન જ બરાબર સમજમાં આવી નથી રહ્યું ત્યાં આવનાર આ બાળક. પપ્પાની તબિયત લથડતાં પોતે પરણી જવાનો લીધેલો નિર્ણય અને હવે આ બાળક...,' એને આ બધું પોતે ભરેલું ઉતાવળિયું ...Read Moreલાગી રહ્યું હતું. જોત - જોતામાં એનાં નવ મહિના પૂરા થઈ ગયાં હતાં ને એણે એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. એણે પુત્રને જન્મ આપ્યો હોવાથી સાસુ - સસરા, સમર્થ બધાં જ એની પર ખૂબ જ ખુશ થયાં હતાં. પરિતાને આ વાત પણ મનમાં ખટકી હતી કે જો એણે પુત્રીને જન્મ આપ્યો હોત તો કદાચ આ લોકો આટલાં ખુશ ન
  • Read Free
પરિતા - ભાગ - 10
'મમ્મીને કેવી રીતે સમજાવવું ?' એ વાતની પરિતાને સમજ નહોતી પડી રહી. મમ્મી માટે તો છૂટાછેડા માટે કાં તો પરસ્પરની લડાઈ, દહેજની માંગણી, કાં તો મારઝૂડ.., વગેરે જેવાં જ કારણો હોય શકે. મમ્મીનો ચહેરો ચિંતાગ્રસ્ત બની ગયો હતો. મનમાં ...Read Moreપેસી ગયો હતો. હજી તો દીકરીનો સંસાર માંડ - માંડ શરૂ થયો છે ને એનાં મોઢાં પર છૂટાછેડાની વાત...!'પતિ સાથે ન ફાવવાનું કારણ ઝગડો, કંકાસ કે પછી મગજમારી જ હોય શકે...? વિચારોમાં ભિન્નતા, રીતભાતમાં તફાવત કે પછી જુદી - જુદી માન્યતાઓ ન હોય શકે...?' પરિતાએ મનમાં વિચાર્યું."બેટા..., તને સાસરામાં કોઈ જાતની તકલીફ નથી, હેરાનગતિ નથી તો પછી છૂટાછેડા લેવા જેવી
  • Read Free
પરિતા - ભાગ - 11
પરિતાએ પહેલાં તો પોતાનું મનોબળ એવું મજબૂત કરી લેવાનું નક્કી કર્યું કે સાસુ - સસરા કે સમર્થનાં સારાં કે નરસા વિચારો, સુટેવો કે કુટેવો, ગમતી વાતો કે અણગમતી વાતો, વગેરેની અસર પોતાનાં મન પર ન થાય. એ માટે એણે ...Read Moreસવારે યોગ કરવાનું શરૂ કર્યું. એણે પોતાનું બધું જ ધ્યાન દીપનાં ઉછેર માટે અને એને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે જ બસ કેન્દ્રિત કરી રાખ્યું હતું. ઘરમાં બધાંને સહન કરવા એનાં માટે સરળ તો નહોતું જ ને એટલે જ એને પોતાની જાતને એવી એક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવી હતી કે એનું મન બીજે વળી જાય.એવું નહોતું કે સમર્થ અને એનાં
  • Read Free
પરિતા - ભાગ - 12
પરિતાએ પોતાની આ જ જિંદગી સ્વીકારી લીધી હતી. સમર્થની પરિસ્થિતિ એવી જ હતી, કામનું દબાણ ને એનાં લીધે સદા ગુસ્સામાં જ રહેતો સ્વભાવ. દીપ કયા ધોરણમાં ભણે છે...? શું ભણે છે...? કેવું ભણે છે...? એ બાબતે એનું કશું જ ...Read Moreરહેતું નહિ. એ સવારનો જતો રહેતો તે છેક મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો. પરિતા ઓનલાઈન જે કામ કરી રહી હતી , એનાં કારણે એ પાર્થનાં પરિચયમાં આવી. પાર્થ થોડો બોલકો હતો, એટલે એ કામ સિવાય પણ પરિતા સાથે થોડીઘણી આડી - અવળી પણ વાત કરી લેતો હતો. કામ સિવાયની આવી થોડી વાતોને કારણે પરિતાને સારું લાગતું હતું. પોતે એક
  • Read Free
પરિતા - ભાગ - 13
પરિતાએ પોતાની જિંદગી સાથે સમાધાન તો કરી લીધું હતું પણ આ રીતે મન મારીને જીવવા માટે એનું મન માની રહ્યું નહોતું. પત્ની તરીકે સમર્થનું ખાવા - પીવાનું ધ્યાન રાખવું, એનાં સ્વભાવને સાચવવાનું ને એની કહેલી વાતને માની લેવાનું બસ ...Read Moreજ એનું જીવન બની ગયું હતું. સમર્થનો હાથ પોતાનાં હાથમાં પકડીને એ વિહરી શક્તી નહોતી, એનાં જોડાજોડ બેસીને મનપસંદ મૂવી જોઈ શક્તી નહોતી, નાની - નાની આવી દરેક અને અનેક પળો અને એમાંથી મળતો આનંદ કે જે જુવાન હૈયું જીવવા અને માણવા માટે ઝંખતું હોય છે, એ પળો અને એ આનંદની પરિતાનાં જીવનમાં કમી હોવાને કારણે પરિતાનું મન આવી પળોને
  • Read Free
પરિતા - ભાગ - 14
પરિતાનાં મનનો ગૂંચવાડો ઉકેલાવાને બદલે દિવસે ને દિવસે વધતો જતો હતો. એક બાજુ મન મારીને લગ્ન જીવનને સ્વીકાર કરીને જીવી રહી હતી ને બીજી બાજુ પાર્થ સાથે જીવવાનું મન રાજી હોવા છતાં એ પોતાની જિંદગીને એની સાથે જીવી શક્તી ...Read Moreદીપનાં કારણે સમર્થ સાથે રહેવું ઘણું જ જરૂરી હતું ને પોતાને ન મળેલા આદર ને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પાર્થ સાથે રહેવું એને જરૂરી લાગતું હતું. માતા - પિતા પ્રત્યેનાં સ્નેહ સંબંધ અને સમર્થનાં ભરોસાભર્યા શબ્દો પર વિશ્વાસ રાખીને એણે લગ્ન તો કરી લીધાં હતાં પણ લગ્ન પછી માતા - પિતાનો સ્નેહ ફિકરમાં ફેરવાઈ ગયો હતો ને સમર્થનાં શબ્દો એનાં
  • Read Free
પરિતા - ભાગ - 15
પોતાનાં સોનેરી ભૂતકાળને વાગોળતી પરિતા બેઠી હતી ને સાસુમાની બૂમ એને સંભળાઈ. ભૂતકાળમાં ખોવાયેલ પરિતા વર્તમાનમાં આવી ને એક ઊંડો નિ:સાસો નાંખતા બોલી, "હવે તો લગ્ન પછી એ દિવસો માત્ર સપના જેવા બનીને રહી ગયાં છે." સાસુમા પાસે પહોંચતાં ...Read Moreએમની કટકટ શરૂ થઈ ગઈ હતી. આ આમ કેમ છે? પેલું આવું હોવું જોઈએ.., ફલાણુ ને ઢીકણુ ને બીજું ઘણું બધું. પરિતા ચૂપચાપથી સાંભળી રહી હતી. એવું નહોતું કે દર વખતે એ ચૂપચાપથી સાંભળી લેતી હતી, ક્યારેક ક્યારેક સહન ન થતાં એય સામે થોડું ઘણું સંભળાવી લેતી ને પછી નાની અમથી વાતમાંથી થઈ જતી માથાકૂટ અને વધી જતી બોલાચાલી. આજે
  • Read Free
પરિતા - ભાગ - 16
પાર્થની મીઠી - મીઠી વાતો પરિતાને એનાં તરફ ખેંચી રહી હતી. સમર્થને ન તો પરિતાની કોઈ વાતો સાંભળવામાં રસ હતો કે ન એને કંઈ પણ કહેવા માટે એની પાસે સમય હતો. સમર્થ આખો દિવસ પોતાનાં કામમાં રચ્યો - પચ્યો ...Read Moreહતો ને બાકી જે થોડો ઘણો સમય મળે એ પોતાનાં મિત્રો સાથે વિતાવતો હતો. પરિતા માટે ખાસ એણે સમય ફાળવ્યો હોય એવું પરિતાને યાદ નહોતું. પરિતા હવે પાર્થ સાથે વધુ સમય વિતાવવા લાગી હતી. સમય મળે ત્યારે એ પાર્થ સાથે ફરવા માટે ઉપડી જતી હતી. પહેલા તો એનાં સાસુને આ બધું સામાન્ય લાગતું હતું પણ પછી એમને આ રીતે પરિતાનું
  • Read Free
પરિતા - ભાગ - 17
પરિતા આ રીતે પાર્થને મળવા તો જતી રહેતી હતી પણ અંદરખાને એ અપરાધની લાગણી અનુભવી રહી હતી. પોતે સાસુ - સસરા ને સમર્થને છેતરી રહી હતી એ વાત એનાં મનમાં ડંખ્યા કરતી હતી. મન પાર્થ તરફ વળેલું હતું ને ...Read Moreસમર્થ તરફ ઢળેલી હતી. દિલમાં એક પ્રકારની દુવિધા પણ હતી કે એનાં માટે કોણ મહત્તવનું રહ્યું હતું સમર્થ કે પાર્થ? એક તરફ પાર્થ સાથેની જિંદગી હતી જેમાં ખુશી મળતી હતી ને બીજી બાજુ સમર્થ સાથેની જિંદગી હતી જેમાં રાજી રહેવાની જરૂરિયાત હતી. પાર્થ જ્યારે પણ પરિતાને મળતો ત્યારે એક જ જીદ કરતો રહેતો હતો કે એ પરણશે તો એની જ
  • Read Free
પરિતા - ભાગ - 18
પરિતા એ દૃશ્ય જોઈને ખૂબ જ દુ:ખી થઈ હતી. પરિતા તરત જ ત્યાંથી બહાર ચાલી આવી અને દીપ પાસે પહોંચી ગઈ. દીપને લઈ એ ફટાફટ મૉલની બહાર જતી રહી. ઘરે આવી પોતાનાં રૂમમાં જઈ એ ખૂબ જ રડી. દીપ ...Read Moreપૂછતો રહ્યો કે, "મમ્મી શું થયું છે..?" પણ પરિતાએ એને કંઈ જ જવાબ ન આપ્યો. એણે દીપને થોડીવાર માટે રૂમમાંથી બહાર મોકલાવી દીધો ને પાછી જોર - જોરથી રડવા લાગી. એ દૃશ્ય વારંવાર એની આંખ સામે દૃશ્યમાન થઈ રહ્યું હતું. માંડ - માંડ એ પોતાની જાતને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં એને સાસુમાની કટકટનો અવાજ કાને સંભળાયો. પોતાની
  • Read Free
પરિતા - ભાગ - 19
પરિતાએ પાર્થ સાથેનાં પોતાનાં સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. પોતાની જિંદગીમાં પાછી એકલવાયી થઈ ગઈ હતી. પોતાનું કામ હતું એ એટલે અંદરથી તૂટી ગઈ નહોતી પણ ખૂબ જ દુ:ખી થઈ ગઈ હતી. મન એનું દુ:ખી થઈ ગયું ...Read Moreછતાં એનું મન સમર્થ પ્રત્યે ઢળી રહ્યું નહોતું. પોતે અંદર - અંદર જ એકલી - એકલી પોતાનું દુ:ખ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી હતી.સમર્થ માટેની બધી જ આશા, આકાંક્ષા તો ક્યારનીય એણે ગુમાવી દીધી હતી. સમર્થને માટે સમયસરનું ભોજન બનાવી રાખવું, સમયસર એનાં કપડાં તૈયાર કરી રાખવા ને એની વસ્તુઓનું ધ્યાન રાખવું, વગેરે જેવા કામો સિવાય ન તો એનાં અને સમર્થ
  • Read Free
પરિતા - ભાગ - 20
પરિતા પોતાનાં કામનું, ઘરનાં કામનું, દીપની સંભાળ, સાસુ - સસરાનું ધ્યાન, સમર્થને સાચવવાનું, વગેરે જેવી પોતાની બધી જ જવાબદારીઓ વચ્ચેનું સંતુલન બરાબર રીતે જાળવી રહી હતી. પણ છતાં સમર્થનાં મમ્મી - પપ્પાને કોઈને કોઈ વાતની પરિતા સામે ફરિયાદ રહેતી ...Read Moreસમર્થ પણ પરિતાની પરિસ્થિતિને સમજ્યા વગર માતા - પિતાની વાતને સાંભળી પરિતા માટે ઉખડો - ઉખડો રહેવા લાગ્યો હતો. એ લોકોનાં આ રીતનાં વ્યવહારને કારણે પરિતાને અંદરથી સતત એવું લાગ્યા કરતું કે પોતે જાણે એક વહુ, પત્ની તરીકે નિષ્ફળ છે. પરિતા સમર્થ અને સાસુ - સસરા સાથે પોતાનો સંબંધ મન મારીને જાણે નિભાવી રહી હોય એવી લાગણી એ અનુભવવા લાગી
  • Read Free
પરિતા - ભાગ - 21
પરિતા દીપને લઈ મુંબઈ પહોંચી ગઈ હતી. એણે પોતાનો રહેવાનો બંદોબસ્ત કરી લીધો હતો. દીપનાં સ્કૂલની પણ વ્યવસ્થા થઈ ગઈ હતી. પોતાની કમાણી ચાલુ જ રહેવાથી એને આ બધી બાબતમાં કોઈ તકલીફ થઈ નહોતી. બધું બરાબર ગોઠવાઈ જતાં એણે ...Read Moreસારી કંપનીમાં પોતાનાં માટે જોબ પણ શોધી લીધી હતી. હવે એ પોતાની જિંદગીને પોતાની રીતે જીવી રહી હતી. દીપને ખાસ કોઈ વધારે ફરક પડ્યો ન હતો કારણ એનાં માટે સમર્થ તરફનો પ્રેમ કે લાગણી વધુ વિશેષ રહ્યાં નહોતાં એટલે ત્યારે પણ એનાં માટે પરિતા જ સાથે હતી ને અત્યારે પણ મમ્મી સાથે હતી એટલે એને પપ્પાની કમી જણાતી નહોતી.સમર્થે ઘણાં
  • Read Free
પરિતા - ભાગ - 22
હોસ્પિટલનાં કોરિડોરમાં સમર્થ અને પરિતા બંન્ને એકબીજાની સામ - સામે આવ્યાં, બંન્નેની નજર મળી. શરૂઆતની બે મિનિટ માટે તો બંન્નેવે એકબીજા સામે ચૂપચાપથી જોયા જ કર્યું. સમર્થની આંખમાંથી નરી ભાવુકતા છલકાઈ રહી હતી. પરિતા પણ સમર્થને આદરભરી નજરે જોઈ ...Read Moreહતી. "પરિતા....., તું.....!!!" બે મિનિટ પછી સમર્થ બોલ્યો."હા...., હું અહીં એક સંબંધીને મળવા માટે આવી હતી ને તું.....?""હું અહીં મારાં એક મિત્ર માટે આવ્યો છું.""ઓહ...!" "કેમ છે તું....?" સમર્થે પૂછ્યું."મજામાં...., ને તું....?" પરિતાએ વિવેક ખાતર પૂછ્યું."જરાય મજામાં નથી......" સમર્થે તરત જ કીધું.આ સાંભળી પરિતાએ પોતાની આંખો ચડાવી. એણે સમર્થ સામે લાગણીભરી નજરે જોયું અને પછી પૂછ્યું, "જરાય મજામાં નથી.., એટલે....?""એટલે
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Parul Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
Parul

Parul Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.