કશ્મકશ. - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Motivational Stories
હિરલ અને હિરેનના લગ્નજીવનને આજે પુરા પાંત્રીસ વર્ષ થયાં હતાં. જે રીતે એક સામાન્ય ગૃહસ્થ જીવનભર સંબંધોમાં બંધાઈને પોતાના ઘરને ખેંચે છે, તે જ રીતે તેણે પોતાના જીવનને પણ ખેંચ્યું હતું. કહેવા માટે તો બંને સ્વભાવે સીધા અને સાદા હતા, પણ જ્યારે પણ સાથે હતા ત્યારે ખબર નહિ કેમ તેમને એકબીજામાં કંઈ સારું દેખાતું ન હતું અને તેઓ એકબીજાની ખામીઓ શોધવામાં જ તલ્લીન રહેતા. જયારે બહારના અન્ય લોકો સાથે તેનું વર્તન ઘણું સારું હતું.
હિરલ માટે જો કહેવામાં આવે તો તે શરૂઆતથી જ બધા સાથે ખુલ્લા મને વાત કરવી તેવો તેણીનો સ્વભાવ હતો. જે બાબત જ હિરેન માટે ખૂબ જ મુશ્કેલ હતી. હિરેનને ખૂબ જ ખરાબ લાગતું હતું જ્યારે તે કોઈ બહારની વ્યક્તિ સાથે હિરલ ખૂબજ આરામથી શાંતચિત્તે વાત કરતી હતી. તેણે ઘણી વખત તેનો ઇરાદો તેની સમક્ષ વ્યક્ત કર્યો હતો, પરંતુ હિરલ તેની આદતથી મજબૂર હતી. જે પણ ઘરે આવે, તે તેની સાથે આરામથી વાતો કરવા લાગતી.
આ વાતથી હિરેનને ખૂબ ગુસ્સો આવ. હિરલ એવી હતી કે હિરેનની એક પણ સાંભળતી નહીં. તેને બિંદાસ્ત રીતે લોકો સાથે વાત કરવામાં ખૂબ જ રસ હતો. આ જ કારણ હતું કે તે જીવનમાં પોતાના માટે ઓછો તણાવ લેતી હતી અને બીજાને વધુ આપતી હતી.
કશ્મકશ-૧હિરલ અને હિરેનના લગ્નજીવનને આજે પુરા પાંત્રીસ વર્ષ થયાં હતાં. જે રીતે એક સામાન્ય ગૃહસ્થ જીવનભર સંબંધોમાં બંધાઈને પોતાના ઘરને ખેંચે છે, તે જ રીતે તેણે પોતાના જીવનને પણ ખેંચ્યું હતું. કહેવા માટે તો બંને સ્વભાવે સીધા અને સાદા ...Read Moreપણ જ્યારે પણ સાથે હતા ત્યારે ખબર નહિ કેમ તેમને એકબીજામાં કંઈ સારું દેખાતું ન હતું અને તેઓ એકબીજાની ખામીઓ શોધવામાં જ તલ્લીન રહેતા. જયારે બહારના અન્ય લોકો સાથે તેનું વર્તન ઘણું સારું હતું.હિરલ માટે જો કહેવામાં આવે તો તે શરૂઆતથી જ બધા સાથે ખુલ્લા મને વાત કરવી તેવો તેણીનો સ્વભાવ હતો. જે બાબત જ હિરેન માટે ખૂબ જ મુશ્કેલ
કશ્મકશ-૨ (બંનેએ ટીવી જોવાનો સમય નક્કી કર્યો હતો કે હિરેન રાત્રે આઠ વાગ્યા સુધી સમાચાર જોશે અને તે પછી હિરલ તેની મનપસંદ સિરિયલ જોશે.)હરીશના મુંબઈ ગયા પછી હવે નિર્જન ઘરમાં માત્ર બંનેનો અવાજ સંભળાતો હતો. એક દિવસ હિરલે કહ્યું, ...Read Moreકોઈ બાળકો નથી. હવે તમે હરીશના રૂમમાં બેસીને આરામથી ટીવી જોઈ શકો છો."હિરેને હિરલ સામે જોયું, પછી તેણે કહ્યું, "તું આમ કેમ તાકી રહેલ છે?" "મેં તારી પાસેથી આવી સમજદાર વસ્તુની અપેક્ષા નહોતી કરી. બાય ધ વે, તું આ એટલા માટે કહી રહેલ છો કે તને પણ ટીવી જોવામાં તકલીફ ન પડે અને મને પણ.બસ હિરેન એ જ દિવસથી હરીશના
કશ્મકશ-૩(ઓછા બે રૂમમાં વસ્તી છે એમ લાગે. "હા દીકરા, મને પણ લાગ્યું કે રૂમ ખાલી પડેલા છે, તો શા માટે તેનો સદુપયોગ કેમ ન કરીશકાય ?")હરીશ ઉપરના માળે રૂમમાં જઈને સૂઈ ગયો. સવારે ઉઠીને તેને લાગ્યું કે ઘરમાં સંપૂર્ણ ...Read Moreછે. જે પહેલા જેવું જ હતું, તો સવારે ઉઠતાંની સાથે જ મારા પિતાના મોટા અવાજો સંભળાતા. આજે સવારે પહેલીવાર ઘરમાં સંપૂર્ણ મૌન હતું. નાનપણથી જ સવારે ઉઠતાંની સાથે જ આ ઘરમાં હંમેશા મમ્મી-પપ્પાનો અવાજ સંભળાતો હતો. જાગતાની સાથે જ બંને વાદ-વિવાદમાં લાગી જતા હતા. કોઈ તેના વિશે શું વિચારે છે તેની તેણે ક્યારેય પરવા કરી નથી. પરંતુ આ વખતે વાતાવરણ
કશ્મકશ-૪(ત્યારે તેઓ પોતપોતાની દુનિયામાં વધુ વ્યસ્ત થઈ ગયા અને એકબીજા પ્રત્યે ઉદાસીન બની ગયા હતા. )ખરેખર તો હરીશને આ બધું ગમતું ન હતું. તેણે આ વાત કેવી બહેન હેમાને પણ કહી. બંનેએ તેના વિશે વિચાર્યું. ખૂબ જ વિચાર કરીને ...Read Moreકહ્યું, "મમ્મી, હું ઈચ્છું છું કે તમે બંને થોડા દિવસ અમારી સાથે રહો.""પણ દીકરા, અહીં આટલું મોટું ખુલ્લું ઘર આમ એકાએક બંધ કરીને આવવું યોગ્ય નથી." "જુઓ મંમ્મી-પપ્પા શું ઘર કોઇ ઉપાડી જશે ? થોડો ઘણો સરસામાન છે, મહેતા અંકલ તેની બાજુની પરેશ અંકલને કહેશો તો તેઓ પણ સંભાળ લેશે. ક્યારેક તેઓ ઘર ખોલીને એકાદનજર નાખશે. બાકીતો તમે અહીં પરત
કશ્મકશ-૫(હવે તેઓ નવેસરથી શરૂઆત કરવાનો અને એકબીજા સાથે સારી રીતે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દીકરાના ઘરે લડવા માટે કોઈ મુદ્દો નહોતો.)હિરેનને અહીં તેની પુત્રવધૂ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજનમાં કોઈ ઉણપ જોવા મળતી ન હતી. દીકરાના ઘરે ...Read Moreહોવાથી તેમને કામમાં કોઈ તકલીફ પડતી ન હતી. હરીશ અને હેમાંગીની એમને અહીં કોઈ કામ કરવા દેતા નહિ. અહીં એક જ સમસ્યા હતી, તે સમય પસાર કરવાની હતી. બાળકો દિવસ દરમિયાન થોડીવાર તેમની સાથે વાતો કરતા અને રમતા. તે પછી તેઓ તેમનું હોમવર્ક કરશે.હરીશ સાંજે થાકીને ઘરે પરત ફરતો. થોડો સમય તેના માતા-પિતા સાથે વાત કર્યા બાદ તે તેની પત્ની