ડાયરી - સીઝન ૨ - Novels
by Kamlesh K Joshi
in
Gujarati Motivational Stories
શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે નાનપણમાં પપ્પા પાસે ...Read Moreનાની-મોટી, સાચી-ખોટી ફરિયાદ કરી ભાઈને વઢ નહીં ખવડાવી હોય. એવો એકેય ભાઈ નહીં હોય, જેણે બહેનના લગ્ન ધામધૂમથી થાય એ માટે પોતાની તમામ બચત ખર્ચી ન નાખી હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે ભાઈના તમામ દુઃખ દૂર થાય એ માટે સાસરે ગયા પછી પણ પગે ચાલી દર્શને જવાની કે અમુક અમુક વસ્તુ નહીં ખાવાની માનતા ન રાખી હોય. નાનપણમાં ભાઈ-બહેન એટલે જીગરજાન મિત્રો અને જાની દુશ્મનોનો જબ્બરદસ્ત સંગમ.
નાનપણમાં બહેન પાસે રાખડી બંધાવવાની મજા હતી અને મિત્રોને એ રાખડી દેખાડવાથી વટ પડતો. જેના હાથમાં વધુ રાખડી એનો વટ સૌથી વધુ. રાખડીઓ પણ જાતજાતની અને ભાત ભાતની આવતી. કોઈ ગોળાકારની ઉપર સ્ટાર ને એની ઉપર મોતી એમ ત્રણ લૅયર વાળી તો કોઈ ચાંદીની લકી જેવી, કોઈ લાલ પીળા દોરા વાળી તો કોઈ મોતીથી મઢેલી. નાનપણમાં બહેન રાખડી બાંધતી ત્યારે પપ્પાએ આપેલા દસ, વીસ કે પચાસ રૂપિયા બહેનને આપવાની અમીરીનો અહેસાસ પણ અદ્ભુત હતો. માતા-પિતામાં થોડું બોસીઝમ જોવા મળે, પણ બહેન ભાઈને કોઈ કામ ચીંધે તો એ કામ ચપટી વગાડતા અને હોંશે હોંશે કરવાની મજા આવે. બહેનમાં ભાઈને ફોસલાવવાની ગજબ કળા હોય છે. એક વડીલે મસ્ત વાત કરી: માતાના મૃત્યુ પછી બહેન ગમે તેવડી હોય એ ભાઈની માતા બની જાય છે અને પિતાના મૃત્યુ બાદ ભાઈ ગમે તેવડો હોય એ બહેનનો પિતા બની જાય છે.
શીર્ષક : રક્ષાબંધન સ્ત્રીરક્ષાનું અનેરું પર્વ©લેખક : કમલેશ જોષી શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. ...Read Moreએકેય બહેન નહીં હોય, જેણે નાનપણમાં પપ્પા પાસે ભાઈની નાની-મોટી, સાચી-ખોટી ફરિયાદ કરી ભાઈને વઢ નહીં ખવડાવી હોય. એવો એકેય ભાઈ નહીં હોય, જેણે બહેનના લગ્ન ધામધૂમથી થાય એ માટે પોતાની તમામ બચત ખર્ચી ન નાખી હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે ભાઈના તમામ દુઃખ દૂર થાય એ માટે સાસરે ગયા પછી પણ પગે ચાલી દર્શને જવાની કે
શીર્ષક : જીવનના ખાતાની ઘાલખાધ ©લેખક : કમલેશ જોષી અગિયારમું-બારમું ભણતા ત્યારે અકાઉન્ટમાં એક શબ્દ આવતો: 'ઘાલખાધ' એટલે કે ડૂબેલું લેણું. વેપારી પાંચ-પચ્ચીસ ગ્રાહકોને માલ ઉધાર આપતો હોય તો એવું બને કે એકાદ-બે ગ્રાહક સાચા કે ...Read Moreકારણોસર ઉધારી ચૂકવે નહિ, એ રકમ એટલે કે વેપારીનું નુકસાન, ડૂબેલી રકમ, ડૂબેલું લેણું, ઘાલખાધ. પચ્ચીસમાંથી બાવીસ કે ચોવીસ ગ્રાહકો ઈમાનદારીથી ઉધારી ચૂકવી જતા હોય એટલે ઉધારનો ધંધો આમ તો ફાયદાકારક જ હોય પણ બે'ક જણાં એવા નીકળે જે સંજોગોવશાત અથવા જાણીજોઈને સીધા ન ચાલે, ઠાગાઠૈયા કરે તો એ નુકસાન માટે વેપારીએ તૈયાર રહેવું જોઈએ. દરેક જગ્યાએ પ્રસંગોમાં, સંબધોમાં
શીર્ષક : સ્ક્રીપ્ટ ઓફ લાઇફ ©લેખક : કમલેશ જોષી તમે કદી તમારી લાઈફની સ્ક્રીપ્ટનો વિચાર કર્યો? એક મિત્રે કહ્યું : મને લાગે છે કે આપણી લાઈફના નેક્સ્ટ એપીસોડની, નેક્સ્ટ દ્રશ્યની, આવતીકાલના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની એક નહિ, ત્રણ ...Read Moreહોય છે. એક આપણે પોતે કલ્પેલી, સ્વપ્નેલી, વિચારેલી. બીજી દુનિયાએ, મિત્રો-પરિચિતોએ કલ્પેલી અને ત્રીજી વાસ્તવિક, ઈશ્વરે લખી રાખેલી, જે આપણે સાચુકલા જ ભજવવાની હોય છે. બાળપણમાં આપણને એમ હોય કે આપણે ડોક્ટર બનીશું, આપણી આસપાસના લોકો એટલે કે શિક્ષકો, મિત્રો, આડોશી પાડોશીને લાગતું હોય કે આપણે ડોક્ટરમાં તો નહિ ચાલીએ પણ વકીલ કે વેપારી ચોક્કસ બનીશું અને વાસ્તવમાં આપણે
શીર્ષક : સરકતી જતી જિંદગી ©લેખક : કમલેશ જોષી તમારી આસપાસ રહેતા પાંચ વડીલો-વૃધ્ધોને નજર સમક્ષ લાવો. માથાના તમામ વાળ ધોળા થઈ ગયેલા અને કરચલી વાળા ચહેરા કે લાકડીના ટેકે ઢચુ-પચુ ચાલતા કે પથારીમાં આખો દિવસ ઉધરસ ...Read Moreકે કાને બહેરા થઈ ગયેલા કે આંખે ઝાંખું દેખતા કે ખાતી વખતે મોંમાં ચોકઠું ગોઠવતા એ વડીલો અને મારી તમારી વચ્ચે ત્રણસો ચારસો વર્ષનું નહિ માત્ર ત્રીસ કે ચાલીસ વર્ષનું જ અંતર છે હોં. બહુ ટૂંકા સમયમાં આપણે એમની લગોલગ પહોંચી જવાના છીએ. ના ના.. લગોલગ તો નહીં પહોંચાય, કેમકે આપણે ત્યાં પહોંચીશું ત્યારે એ કોણ જાણે ક્યાં પહોંચી
શીર્ષક : જિંદગીનું પ્રશ્નપત્ર ©લેખક : કમલેશ જોષી પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તો પરીક્ષાઓ આવતી અને જતી રહેતી એની અમને ખબરેય ન પડતી. બસ રિઝલ્ટ આવે અને પાસ થઇએ ત્યારે ખબર પડતી કે હવે ચોથામાંથી પાંચમામાં અને ...Read Moreછઠ્ઠા ધોરણમાં આવ્યા. ઉપલા ધોરણોમાં આવ્યા ત્યારે પરીક્ષાની થોડી ગંભીરતા આવી. બસ્સો પાનાના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી પૂછાતા પ્રશ્નોની યાદી બહુ લાંબી બનતી. શિક્ષકો ઘણીવાર એમાંથી અમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કાઢી આપતા. એ વીસ-પચ્ચીસ પ્રશ્નો તો પરીક્ષામાં પૂછાય, પૂછાય અને પૂછાય જ એવા હોય. સોમાંથી વીસ પ્રશ્નોનું લીસ્ટ અને તેના જવાબો અમે પાંચ-પાંચ દસ-દસ વાર લખી, સમજો ને કે ગોખી જ
શીર્ષક : જીવનની બેટરી લેખક : કમલેશ જોષી સાવ નાની વાતમાં ‘મરી જનારા’ લોકોની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. વ્હીકલમાં પંચર પડે તો મરી ગયા, બસ ચૂકી જાય તો મરી ગયા, ક્યાંક કોઈ જોઈ જાય તો મરી ...Read Moreજે દુકાને વસ્તુ લેવા ગયા હોય એ બંધ હોય તો મરી ગયા, બિલ વધુ આવે તો મરી ગયા, લાઈટ જાય તો મરી ગયા, જયારે જુઓ ત્યારે બસ મરી ગયા, મરી ગયા. સ્કૂલમાં ભણતા ત્યારે અમારા પી.ટી. ટીચર ઘણી વાર કહેતા ‘શું મરેલાની જેમ હાથ પગ હલાવો છો.. સ્ફૂર્તિ રાખો...’ અમને થતું મરેલા લોકો ક્યાં હાથ પગ હલાવતા હોય છે?
શીર્ષક : તમે કોણ છો? ©લેખક : કમલેશ જોષી “તમે કોણ છો?” પ્રશ્નનો જવાબ આપણે શું આપીએ? આપણું નામ કહીએ અથવા તો આપણે જે કામ-ધંધો કરતા હોઈએ (જેમકે શિક્ષક, પી.આઈ. કે ડોક્ટર કે વિદ્યાર્થી કે વેપારી) એ ...Read Moreઅથવા તો થોડા ફિલોસોફીકલ બનીએ તો કેટેગરી વાઇઝ જવાબ આપીએ (જેમકે મનુષ્ય કે સામાજિક પ્રાણી કે સજીવ). પણ મારા એક મિત્રે જુદું જ કહ્યું. હું એક એવો જીવ છું જેને મીઠાઈ ભાવે છે, ગેરશિસ્ત પસંદ નથી, મોડે સુધી જાગવું ગમે, ટીવી પર ન્યુઝ જોવા ગમે, નવરાત્રિમાં ગરબે રમવું ગમે, વરસાદની સીઝન બિલકુલ ન ગમે, કારેલા ન ભાવે વગેરે વગેરે
શીર્ષક : તમે કોણ છો? ©લેખક : કમલેશ જોષી “તમે કોણ છો?” પ્રશ્નનો જવાબ આપણે શું આપીએ? આપણું નામ કહીએ અથવા તો આપણે જે કામ-ધંધો કરતા હોઈએ (જેમકે શિક્ષક, પી.આઈ. કે ડોક્ટર કે વિદ્યાર્થી કે વેપારી) એ ...Read Moreઅથવા તો થોડા ફિલોસોફીકલ બનીએ તો કેટેગરી વાઇઝ જવાબ આપીએ (જેમકે મનુષ્ય કે સામાજિક પ્રાણી કે સજીવ). પણ મારા એક મિત્રે જુદું જ કહ્યું. હું એક એવો જીવ છું જેને મીઠાઈ ભાવે છે, ગેરશિસ્ત પસંદ નથી, મોડે સુધી જાગવું ગમે, ટીવી પર ન્યુઝ જોવા ગમે, નવરાત્રિમાં ગરબે રમવું ગમે, વરસાદની સીઝન બિલકુલ ન ગમે, કારેલા ન ભાવે વગેરે વગેરે
શીર્ષક : જિંદગીની ચૂંટણી ©લેખક : કમલેશ જોષીપ્રાથમિકમાં ભણતાં ત્યારે પર્યાવરણના શિક્ષક અમને શીખવતા કે મુખ્ય ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એ માંડ યાદ રહેતી ત્યાં ગુજરાતીના શિક્ષક અમને છ ઋતુઓ (પેટા ઋતુઓ) ગણાવતા. હેમંત, શિશિર, વસંત, ...Read Moreવર્ષા અને શરદ. પણ તમને ખબર છે ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે? શેરીઓમાં અને ઓફિસોમાં પૂછો તો તમને ઉપરની કાયદેસરની ત્રણ વત્તા છ એમ કુલ નવમાંથી એકેય જવાબ ન મળે. જવાબ મળે. અત્યારે ચૂંટણીની મોસમ ચાલુ છે. ભલભલા પર્યાવરણવિદો ગોથું ખાઈ જાય એટલી બધી સિલેબસ બહારની ઋતુઓ બજારમાં ચાલતી હોય છે: લગ્નની મોસમ, એડમિશનની મોસમ, માર્ચ એન્ડીંગની મોસમ.. જેમ
શીર્ષક : કિટ્ટા તો કિટ્ટા ©લેખક : કમલેશ જોષીદોસ્તારો બાબતે એક મિત્રે કડવી વાત કરી: મિત્રોના ચાર પ્રકાર હોય છે. એક રોંગ સાઇડ ચીંધનારા, બીજા યુઝ અને થ્રોમાં માનનારા, ત્રીજા એ.ટી.એમ. સમજનારા અને ચોથા ટાણે જ કામ ન આવનારા. ...Read Moreદોસ્તારોથી દાઝેલો હતો. યુવાનીમાં આડી લાઈને ચઢીને જિંદગીના કીંમતી વર્ષો બરબાદ કરનાર એક મિત્રના માતા-પિતા એની જિંદગી બરબાદ કરવા બદલ એના મિત્રો પર દોષનો ટોપલો ઢોળતા. તેઓએ ‘સંગ તેવો રંગ’ કહેવત સંભળાવતા વર્ષો સુધી અફસોસ વ્યક્ત કરેલો. એક મિત્ર સાથે એના મિત્રોએ સંબંધ એટલે પૂરા કરી દીધા કે એના સારા નરસા પ્રસંગોમાં સૌ હાજર રહી ખૂબ હેલ્પ કરતા પણ સૌના
શીર્ષક : પ્રસંગ, સગાં અને વહાલાં ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું: "પ્રસંગ એટલે (જેના ઘરે પ્રસંગ હોય એની સાથે) વેર વાળવાનો સોનેરી મોકો અને (કેટલાંક) સગાંઓ એટલે આ મોકાની વર્ષોથી રાહ જોઈ રહેલી કડતરો." એ સગાંઓથી દાઝેલો હતો. ...Read Moreએટલે કાકા, કાકી, મામા, મામી, ફઈ, ફુઆ, માસા, માસી જેવા પિયર પક્ષના કે સાસરા પક્ષના બે-ચાર પેઢીના વ્યક્તિઓ. પ્રસંગ એટલે સગાઈ, લગ્ન, જનોઈ જેવી સુખદ અથવા મૃત્યુ, ઉઠમણાં જેવી દુઃખદ વિધિ. બહુ નજીકથી આંખ-કાન ખુલ્લા રાખીને જુઓ તો પ્રસંગ ટાણે યજમાનના ચહેરા પર કોઈ અજાણ્યું ટેન્શન ચોક્કસ દેખાશે. છેલ્લા પાંચ-સાત વર્ષની તનતોડ મહેનતથી બનાવેલી મોટી-મોટી એફ.ડી. તોડીને કોઈ વ્યક્તિએ પ્રસંગનું
શીર્ષક:- માનવ ડ્રેસ©લેખક:- કમલેશ જોષીમારા ભાણીયાએ પૂછ્યું : મામા કેજ્યુઅલ અને ફોર્મલ કપડા એટલે? મેં ગુગલ કરેલો જવાબ આપ્યો: જે રોજબરોજ પહેરવામાં આવે એ કપડા એટલે કેજ્યુઅલ અને કોઈ ખાસ પ્રસંગ, પાર્ટી વખતે સ્પેશીયલ પહેરવામાં આવે એ ફોર્મલ કપડા. ...Read Moreથોડું ઘણું સમજાયું અને થોડું ઘણું ઉપરથી ગયું, પણ મને કપડા વિષે થોડા વિચારોએ ઘેરી લીધો. ડ્રેસિંગ સેન્સ પણ આજના જમનામાં એક ક્વોલીટી માનવામાં આવે છે. આપણા સમાજમાં કપડાનું-રંગોનું કેટલું બધું મહત્વ છે નહીં? લગ્ન જેવા શુભ પ્રસંગોમાં લાલ-લીલા-પીળા વસ્ત્રો પહેરી શોભતો વ્યક્તિ, સ્મશાનયાત્રા કે ઉઠમણાંમાં કેવો સફેદ શાંત રંગનાં સીધા સાદા વસ્ત્રો પહેરી બે હાથ જોડતો ઉભો હોય છે.
શીર્ષક : છેલ્લો દિવસ ©લેખક : કમલેશ જોષી જીંદગીમાં બે દિવસો સૌથી વધુ અગત્યના છે. એક જિંદગીનો પહેલો દિવસ અને એક છેલ્લો દિવસ. એક આપણી જન્મતિથિ અને બીજી આપણી પુણ્યતિથી. વિચિત્રતા એ છે કે આ બંને દિવસો આપણી લાઈફના ...Read Moreવધુ ઈમ્પોર્ટન્ટ દિવસો હોવા છતાં આપણે એ દિવસે કશું જ નથી કરી શકતા, કશું જ એટલે કશું જ નહિ. દરેકની જિંદગીમાં છેલ્લો દિવસ આવવાનો જ છે એ નિશ્ચિત જ છે છતાં કોણ જાણે કેમ એની કોઈ તૈયારી કે ચિંતા જેવું કશું જ આપણને સુઝતું નથી. શું જીવનના છેલ્લા દિવસ માટે કોઈ તૈયારી કરી શકાય ખરી? અમે પ્રાથમિકમાં ભણતા ત્યારે સાતમાં
શીર્ષક : જીંદગીમાં ન્યુ સ્ટાર્ટઅપ ©લેખક : કમલેશ જોષીહમણાં એક સ્કૂલ-કોલેજ કાળના મિત્રોએ ગેટ ટુ ગેધર ગોઠવ્યું હતું. પિસ્તાલીસ-પચાસ વર્ષની ઉંમરના એ મિત્રો મળ્યા ત્યારે એક બીજાને ઓળખતા થોડી વાર લાગી. કોઈ ક્લાસ ટુ ઓફિસર હતા તો કોઈ બેંકમાં ...Read Moreકોઈ બિઝનેસમેન હતું તો કોઈ શિક્ષક. બે-ત્રણ કલાકની એ મહેફિલમાં એક સૂર કૉમન હતો: હવે પહેલા જેવી મજા નથી આવતી. લગભગ દરેક વ્યક્તિની આ એક જ ચિંતા હતી કે બાળપણમાં અને યુવાનીમાં જે ઉત્સાહ અને થનગનાટ ભીતરે વહેતો એ જાણે સાવ ઓસરી ગયો હોય એવું લાગે છે. સાંઠે પહોંચીશું ત્યારે તો સાવ અધમુઆ જેવા થઈ જઈશું.મને સાઠેક વર્ષના એક વડીલ
શીર્ષક : હેપ્પી ન્યુ યર ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું: "મેં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીએ કેટલુંક ‘નવું’ કરવાનું લીસ્ટ બનાવેલું, જેમકે વહેલી સવારની એકાદ કલાક કુદરતના ખોળે વિતાવવી, ઉગતા સૂર્યને માણવો, મમ્મી-પપ્પાને હરિદ્વારની યાત્રા કરાવવી, કારને દરરોજ સાફ કરવી, ...Read Moreબે દિવસે દાઢી કરી લેવી, રોજ બે મિત્રોને ફોન કરવા, અઠવાડિયે એક વાર ગાયને ઘાસ નાંખવું, જૂના શિક્ષકોને મળવા જવું વગેરે." એને એમાં સીત્તેર ટકા સફળતા મળેલી. તમે ગયા વર્ષે આવું કોઈ લીસ્ટ બનાવેલું? જો હા તો કેટલી સફળતા મળી? કેવો અનુભવ રહ્યો?તમને આશ્ચર્ય થશે કે જીવનમાં કેટલુક ‘નવું’ તો રૂટિનની જેમ આવતું હોય છે, જાણે ‘જૂનું’ જ ન હોય
શીર્ષક : કન્યા પધરાવો સાવધાન©લેખક : કમલેશ જોષી હમણાં એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. લગ્ન વિધિ દરમિયાન ગોર મહારાજે જયારે મોટા અવાજે ‘કન્યા પધરાવો સાવધાન’ કહ્યું ત્યારે સૌ કોઈ જે દિશામાંથી કન્યાને એના ભાઈઓ પોતાના હાથની હથેળીઓ પાથરી પાથરી ...Read Moreપર પગલી પડાવતા લાવી રહ્યા હતા એ દિશામાં માનભેર તાકી રહ્યા. મને મારો કોલેજ કાળનો એક ભારે ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવનો મિત્ર યાદ આવી ગયો. એ હંમેશા અવનવા પ્રશ્નો પૂછી અમારા ગ્રુપના તમામ મિત્રોના ભેજાનું દહીં કરી મુકતો. એક મિત્રના સિસ્ટરના લગ્ન પ્રસંગે અમે સૌ સ્વયં સેવક તરીકે વિવિધ કામગીરીમાં રોકાયેલા હતા ત્યારે ગોર મહારાજે કહેલું ‘કન્યા પધરાવો સાવધાન!’ સાંભળી
શીર્ષક : વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા ©લેખક : કમલેશ જોષીકોલેજમાં ભણતા ત્યારે ૨૬ જાન્યુઆરી, રિપબ્લિક ડેના સેલિબ્રેશન બાદ કેન્ટીનમાં ચા-સમોસાનો નાસ્તો કરતા અમે સૌ મિત્રો બેઠા હતા. સૌના દિલોદિમાગમાં દેશભક્તિના ગીતો છવાયેલા હતા. ‘મેરે દેશ કી ધરતી સોના ...Read Moreઉગલે હીરે મોતી’, ‘એ મેરે વતન કે લોગો, જરા આંખોમે ભરલો પાની’, ‘કર ચલે, હમ ફિદા, જાનો તન સાથીઓ’ જેવી વિવિધ ધૂન હજુ અમારા હોઠો પર રમી રહી હતી. ત્યાં અચાનક એક ટીખળી અને જીજ્ઞાસુ મિત્રે શરૂઆત કરી "બેઝીકલી હું તો આ ડેઝ સેલિબ્રેશનનો ફંડા જ સમજી શકતો નથી." અમને નવાઈ લાગી, એ આગળ બોલ્યો "પછી એ ઇન્ડિપેન્ડન્ટ્સ ડે હોય,
શીર્ષક: ભંગાર ©લેખક: કમલેશ જોષીબારમું ભણતા ત્યારે એકાઉન્ટમાં ઘસારાનું ચેપ્ટર ભણાવતી વખતે અમારા સાહેબે મિલકતનું અંદાજીત આયુષ્ય અને ભંગાર કિંમત જેવા શબ્દો વાપર્યા કે તરત જ અમારા પેલા ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવના મિત્રની આંખો ચમકી ઉઠી. અમે સમજી ગયા. ...Read Moreફરી અમારી નસો ખેંચાવાની હતી. બ્રેક ટાઈમમાં એણે શરુ કર્યું: "‘માણસનું આયુષ્ય’ તો સાંભળ્યું હતું, ઇવન પશુ પક્ષીઓના આયુષ્ય વિષે પણ સાંભળ્યું હતું પણ નિર્જીવ મિલકતનું આયુષ્ય! વિચિત્ર કહેવાય નહિ? માણસનું આયુષ્ય પૂરું થાય પછી એ મૃત્યુ પામે એમ શું મિલકતોનું પણ ‘રામ નામ સત્ય’ થઈ જતું હશે?" એણે હસતા હસતા અણી ખૂંચાડી. અમે સમજાવવા પ્રયત્ન કર્યો: "ચપ્પલની જોડી પણ
શીર્ષક : અરેન્જ્ડ લવ મેરેજ ©લેખક : કમલેશ જોષી આમ તો મારે આ ટોપિક ઉપર નહોતું લખવું પણ લગ્નના પાંચ દાયકા વટાવી ચૂકેલા એક દાદીમાને જયારે એની ટીનેજર પૌત્રીએ કહ્યું કે "બા તમને વેલેન્ટાઇન ડે માં ખબર ન પડે." ...Read Moreમારાથી રહેવાયું નહિ. પ્રેમનો, લવનો ચટાકેદાર, મસાલેદાર, સ્પાઈસી, ડિલીશીયસ સ્વાદ માણવા જઈ રહેલી દીકરીને બા, દીકરો અને વહુ નાકનું ટીચકું ચઢાવી જોઈ રહ્યા. મને અમારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. મારું હૃદય સહેજ વધુ જોશથી ધબકવા લાગ્યું.સાવ સાચું કહેજો તમારું હૃદય છેલ્લે ક્યારે ઉત્સાહભેર ‘ધક ધક... ધક ધક’ ધડકયુ હતું? સાતમું ભણતા ત્યારે પેલી પહેલી બેંચ પર બેસતી હોંશિયાર છોકરીએ
શીર્ષક : ઓરિજનલ અભિનય લેખક : કમલેશ જોષીતમે કદી કોઈ ડ્રામામાં પાર્ટ લીધો છે? અભિનય કર્યો છે? પાંચ સાત કે દસ દિવસની પ્રેક્ટીસ કર્યા બાદ સ્ટેજ પર પરદો ખુલે અને ઓડિયન્સથી ખચોખચ ભરેલા હોલમાં, સૌ કોઈ તમારી સામે તાકી ...Read Moreહોય, તમારો મેકઅપ, હાવભાવ, ડાયલોગ, ચાલ-ઢાલ બધું જ ઓબ્ઝર્વ થતું હોય એવો અનુભવ તમે લીધો છે? શું તમે ડાયલોગ ભૂલ્યા હતા? કે પછી તમારો અભિનય સચોટ રહ્યો હતો? તમને પરસેવો વળી ગયેલો કે પછી ઓડિયન્સે તાળીઓનો ગડગડાટ કરેલો એ તમે માણ્યું હતું? શું તમારો અભિનય સહજ હતો કે પછી બીજીવાર ડ્રામામાં ભાગ ન લેવાના તમે સોગંદ ખાઈ લીધેલા?કોલેજમાં ભણતા ત્યારે
શીર્ષક : હેપ્પી હોલી લેખક : કમલેશ જોષીએક સમજુ કોલેજીયન મિત્રે જાણે કવિતા કહેતો હોય એમ રજૂઆત કરી, "આ માણસ સિવાયના પ્રાણી-પક્ષીઓને કેવું સારું નહીં? આ ચકલીને કંઈ ચિંતા છે ચૂંટણીની? કે આ પોપટને કંઈ ચિંતા છે પરીક્ષાની કે ...Read Moreઆ વાંદરાને વીજળીના બિલની કે આ ગાયને ગેસના બાટલાની કોઈ ચિંતા છે ખરી? આ કૂતરાને કંકોતરીની કે મોરલાને મોંઘવારીની, આ સસલાને સમાચાર કે સીરિયલના સસ્પેન્સની કે પારેવડાને પી.યુ.સી.ની કે વાઘને વીમાની કાંઈ ચિંતા છે? આ ઈગલને ઈ.એમ.આઈ.ની કે સાપને સિલેબસની કે ટાયગરને ટાર્ગેટની કે ફૂલડાંઓને ફી ભરવાની કોઈ ચિંતા છે ખરી? આ માણસ સિવાયના પ્રાણી પક્ષીઓને કેવું સારું નહીં?" એ
શીર્ષક : પરીક્ષા પે ચર્ચાલેખક : કમલેશ જોષીએક મિત્રે વિચિત્ર ઓબ્ઝર્વેશન કહ્યું, "એસ.એસ.સી.ની પરીક્ષા આવી પહોંચી છે એમાં વિચિત્ર વાત એ છે કે જેમણે આખું વર્ષ વાંચ્યું નથી, મહેનત કરી નથી એવા ઠોઠ વિદ્યાર્થીઓ કરતા જે વિદ્યાર્થીઓ આખું વર્ષ ...Read Moreવાંચીને ઉંધા વળી ગયા હતા એ લોકો વધુ ટેન્શનમાં, ચિંતામાં કે ડિપ્રેશનમાં હોય એવું લાગી રહ્યું છે." મનેય એની વાત સાચી લાગી. અમારી પડોશમાં રહેતો એક હોંશિયાર છોકરો એસ.એસ.સી.માં છે. ધૂળેટીના દિવસે એના ફેમિલીએ ગૅઇટ પર તો તાળું મારી જ દીધું હતું, એ ઉપરના જે રૂમમાં વાંચતો હતો ત્યાં પણ તાળું લટકતું હતું. જયારે એનાથી ચાર ઘર દૂર રહેતો એનો
શીર્ષક : ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું, "સાલું, સમજાતું નથી જિંદગીમાં કઈ લાઈન લેવી? આસપાસ જોઉં છું તો એમ થાય છે કે જિંદગીનું સાચું લક્ષ્યાંક તો ગાડી, બંગલા, નોકર, ચાકર, મોજ, મસ્તી, એશ-ઓ-આરામ જ છે ...Read Moreપુસ્તકો-ગ્રંથો વાંચું છું કે કથાઓ સાંભળું છું તો લાગે છે કે ખરેખર તો ભાવ, ભક્તિ, પ્રેમ, સ્નેહ, કથા, કીર્તન, સેવા, ધ્યાન, પૂજા જ સાચું જીવન છે. ક્યારેક બચ્ચન, તેન્ડુલકર, અંબાણીની લાઇફ સ્ટાઇલ આકર્ષે છે તો ક્યારેક રામ, કૃષ્ણ, વિવેકાનંદના જીવન ચરિત્રો પોતાની તરફ ખેંચે છે." આટલું કહી સહેજ અટકી, ઊંડો શ્વાસ લઈ એણે ગંભીર ટકોર કરી, "બીક એક જ વાતની
શીર્ષક : ભવિષ્યનો ભૂતકાળ લેખક : કમલેશ જોષી‘તને સાંભરે રે...? મને કેમ વિસરે રે?’ નાનપણમાં સાંભળેલી કવિ શ્રી પ્રેમાનંદજીના કાવ્યની આ પંક્તિઓ કોણ જાણે ક્યાંથી મગજમાં ચઢી ગઈ. કૃષ્ણ અને સુદામા વર્ષો બાદ મળ્યા તારે સાંદીપની ઋષિના આશ્રમના દિવસો ...Read Moreયાદ કરાવતા, એ પ્રસંગો વાગોળતા બેઠા હતા એવું કંઈક આ કાવ્ય પંક્તિઓમાં રજૂ કરવામાં આવ્યું છે. હમણાં એક પરિવારના પ્રસંગે સાસરેથી પિયરે આવેલી દીકરીઓ, દાદા, દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ-ભાંડેડાઓ ભેગા મળી જૂના પ્રસંગોને, દસ, વીસ વર્ષ પહેલાના ભૂતકાળને યાદ કરવા બેઠા તે છેક રાત્રીના બે વાગ્યા સુધી એમની વાતો જ ન ખૂટી: “પેલા સામેની શેરીમાં રહેતા જ્યોતિષકાકા યાદ છે?
શીર્ષક : માસ્ટર આન્સર કી ©લેખક : કમલેશ જોષીજિંદગીના છેલ્લા પડાવો પાર કરી રહેલા એક વડીલને હમણાં હું મળવા ગયો. એ બહુ ચિંતનશીલ હતા. એમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું હતું. થોડી ઔપચારિક વાતો કરી એ ચૂપ થઈ ગયા. ...Read Moreસમજી ગયો તેઓ કશુંક વિચારી રહ્યા છે, કશુંક ગોઠવી રહ્યા છે, કંઈક ઇમ્પોર્ટન્ટ ગડમથલ એમના મનમાં ચાલી રહી છે. બે પાંચ મિનિટના મૌન પછી મેં પૂછ્યું, "શું વિચારમાં પડી ગયા દાદાજી?" એમણે કહ્યું, "કંઈ નહિ." અને પછી સહેજ ખોંખારો ખાઈને કહ્યું, "તને શું લાગે છે? મારું રિઝલ્ટ શું આવશે?" એમણે મારી સામે જોયું. હું સમજ્યો નહિ. રિઝલ્ટ? રિઝલ્ટ તો કોઈ