દત્તક - Novels
by Amir Ali Daredia
in
Gujarati Short Stories
( વાચક મિત્રો. આ વખતે ઍક ઈમોશનલ વાર્તા લઈને આવ્યો છુ. ઇન્શાલ્લાહ ગમશે.)
સાંજે પાંચેક વાગ્યાના સુમારે ઉર્મિલાબેન અને મનસુખભાઈ ચા પીતા પીતા અલકમલક ની વાતો કરતા બેઠા હતા.અચાનક ઉર્મિલાએ કહ્યુ
"માઠુ ન લગાડો તો એક વાત કહુ?"
"હા કે ને મારી વાલી."
મનસુખ અને ઉર્મિલા પચાસ વટાવી ચૂકેલુ આધેડ દંપતિ હતુ.વડોદરામા પોતાના વિશાળ બંગલામાં એકલા જ રહેતા હતા.નિસંતાન હતા.એક નોકર હતો ગભો.જે ઘરની સાફ-સફાઈ કરતો. કોઈક કામસર આઘો પાછો થઈ ગયો હોય અને બંને એકલા જ હોય.ત્યારે મનસુખ પ્રેમથી ઉર્મિલા ને ક્યારેક *વાલી*તો ક્યારેક ફક્ત*ઊર્મિ*કહીને સંબોધતો હતો.
મનસુખને ટ્રાન્સપોર્ટ નો નાનો એવો બિઝનેસ હતો.ત્રણ છોટા હાથી હતા. ત્રણેય ઉપર ત્રણ ડ્રાઇવર અને ત્રણ ક્લીનર એમ છ જણા નો સ્ટાફ હતો. મસ્ત મજાની જિંદગી એ બંને જીવી રહ્યા હતા.બસ એક જ ખોટ હતી અને એ હતી સંતાનની.
ઈશ્વરે એમને એક ઔલાદ જરૂર આપી હતી પુત્ર રુપે.પણ એ પાંચ વરસની નાની ઉંમરમાં જ અકસ્માતે મરણ પામેલો.અને ત્યાર પછી ઉર્મિલા ને કોઈ સંતાન ના થયુ.
મનસુખે જ્યારે કહ્યુ કે.
"હા કે ને મારી વાલી."
( વાચક મિત્રો. આ વખતે ઍક ઈમોશનલ વાર્તા લઈને આવ્યો છુ. ઇન્શાલ્લાહ ગમશે.) સાંજે પાંચેક વાગ્યાના સુમારે ઉર્મિલાબેન અને મનસુખભાઈ ચા પીતા પીતા અલકમલક ની વાતો કરતા બેઠા હતા.અચાનક ઉર્મિલાએ કહ્યુ "માઠુ ન લગાડો તો એક વાત કહુ?" "હા ...Read Moreને મારી વાલી." મનસુખ અને ઉર્મિલા પચાસ વટાવી ચૂકેલુ આધેડ દંપતિ હતુ.વડોદરામા પોતાના વિશાળ બંગલામાં એકલા જ રહેતા હતા.નિસંતાન હતા.એક નોકર હતો ગભો.જે ઘરની સાફ-સફાઈ કરતો. કોઈક કામસર આઘો પાછો થઈ ગયો હોય અને બંને એકલા જ હોય.ત્યારે મનસુખ પ્રેમથી ઉર્મિલા ને ક્યારેક *વાલી*તો ક્યારેક ફક્ત*ઊર્મિ*કહીને સંબોધતો હતો. મનસુખને ટ્રાન્સપોર્ટ નો નાનો એવો બિઝનેસ હતો.ત્રણ છોટા હાથી હતા. ત્રણેય ઉપર
ઉર્મિલા અને મનસુખ સુરજ ઉપર પેટના જણ્યાની જેમ પ્રેમ પાથરવા લાગ્યા.સમયની ગાડી મસ્ત મજાની કિલ્લોલ કરતી દોડી રહી હતી. રોજ સાંજ પડે ને ઉર્મિલા સૂરજની રાહ જોતી બારણે ઉભી જ હોય. સુરજના આવતા જ ત્રણે જણ સાથે બેસીને વાળુ ...Read Moreકરીને થોડીક વાર અલક મલકની વાતો કરતા.અને પછી સુરજ રાજપરા ચાલ્યો જતો.આ એમનો નિત્યક્રમ બની ગયો હતો. દર શનિવારે સૂરજ હાલોલ પોતાના ગામ ચાલ્યો જતો.અને એટલે તે શની રવિએ આવતો નહીં.એટલે આ બે દિવસ ઉર્મિલા માટે બહુ જ કપરા જતા. આ બે દિવસ જાણે એના ચેહરા પરની રંગત ઉડી જતી.અને સોમવારે સાંજે જ્યારે એ સૂરજને જોતી ત્યારે જ એના ચહેરા
સાંજે જ્યારે સૂરજે વાળું કરીને જવાની રજા લીધી.ત્યારે મનસુખે કહ્યુ. "બેટા અમારે તારી સાથે અગત્યની વાત કરવી છે." "હા.બોલોને માસા." મનસુખની બરાબર સામેની ખુરશી પર બેસતા એ બોલ્યો.ઉર્મિલા રસોડામાં એઠા ઠામ ધોવાનુ પડતુ મૂકીને મસોતાથી હાથ લૂછતા લૂછતા ઉતાવળે ...Read Moreઆવી અને મનસુખની બાજુમાં બેસી ગઈ.એનુ હૈયુ સૂરજને પોતાના કાયદેસરના પુત્ર તરીકે સ્વીકારવા થનગનતુ હતુ. ઉર્મિલાના આવી ગયા બાદ મનસુખે સૂરજને કહ્યુ. "બેટા ઈશ્વરે આપેલું બધું જ અમારી પાસે છે.બંગલો.પૈસો.સુખ.પણ અમારા ગયા પછી આ બધું કોણ વાપરશે એની ચિંતા છે." સુરજ કુતુહલ થી મનસુખને સાંભળી રહ્યો હતો. મનસુખે આગળ ચલાયુ. "બેટા તુ જ્યારથી અમારા જીવનમા આવ્યો છે ત્યારથી અમે તો
"ત્રણ વર્ષ ?" મનસુખ અને ઉર્મિલા ચોંકીને એકીસાથે બોલી પડ્યા. "માસા.અડધી રાત સુધી તો હુ વિમાસણમાં હતો કે હુ શુ કરુ? તમે દત્તક લેવાની કહેલી વાત જ્યારે મેં હરીને કરી.ત્યારે નિર્દોષ ભાવે એણે જે પ્રતિભાવ વ્યક્ત કર્યા તે જોઈને ...Read Moreતમારો નિર્ણય સ્વીકારવામાં અપરાધભાવ મહેસુસ થતો હતો." "અપરાધભાવ. શા માટે?" મનસુખે પૂછ્યુ. "મારા જેવા કંગાળ ને તમારા જેવા તવંગર મા-બાપ મળે તો લોકો મારા થી ઈર્ષા કરવા લાગે.મને હિંણભાવે જોવે. લોકો મારા પર શંકા કરે કે જાણે કેવી રીતે મે તમને મારી જાળમા ફસાવ્યા હશે.ન જાણે કેવા કેવા વિચારો મારા માટે એ લોકોના મનમાં આવે."સુરજે પોતાના મનમાં ચાલતી ગડમથલ મનસુખ
ઉર્મિલાએ મનસુખને સુચન કર્યું કે "તમે સુરજને આપણી તકલીફ ના સમાચાર મોકલો ને."પણ મનસુખને ઉર્મિલાની સલાહ ના ગમી "કેવી વાત કરે છે તુ?" " કેમ આપણે એને આપણો દીકરો નથી સમજતા?" "અરે વાલી.અત્યારે જે આપણી હાલત છે ને એ ...Read Moreતો પેટનો જણ્યો પણ દૂર ભાગે.જ્યારે આ તો પરાયો છે.અને આપણું કરજ પણ કંઈ નાનુ સુનુ નથી." "પણ એના હૃદયમા આપણા માટે આત્મિયતા છે તમે એકવાર સમાચાર મોકલી તો જુવો."દયામણા સ્વરે ઉર્મિલા બોલી.એના મનમા સુરજ માટે શ્રદ્ધા હતી.એને વિશ્વાસ હતો કે સુરજ જરૂર એમને મદદ કરશે. પણ મનસુખે જમાનો જોયો હતો. જમાનાના લોકોને એ પારખી શકતો હતો.લોકો વિશે એણે ઘણુ
શાહુકારે આપેલી તારીખ નજદીક આવવા લાગી.મનસુખ અસમંજસ મા હતો કે હવે શુ કરવુ?ક્યા જવુ.? આજથી પંદર વર્ષ પહેલા કેટલા હોશ અને ઉમંગ થી એણે આ બંગલો બનાવ્યો હતો.અને હવે આ બંગલો કોઈ પારકાને સોંપવો પડશે.આ વિચારે મનસુખનું હૈયુ ભરાઈ ...Read Moreએની આંખો માથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા.પણ પછી એણે પોતાના હ્રદયને મજબુત કર્યું અને એક મનોમન નિર્ણય લીધો. આજે પચ્ચીસમી જુલાઈ હતી.એણે ઊર્મિલાને પોતાની સામે બેસાડીને ભાંગેલા સ્વરે કહ્યુ. "ઉર્મિ.હુ સમજણો થયો ત્યારથી સુખ અને સાહ્યબીમા સન્માન ભેર જીવ્યો છુ.ક્યારેય કોઈની મોહતાજી કે લાચારી જીવનમા નથી કરવી પડી.અને હવે જીવનની સમી સાંજે હું કોઈનો ઓશિયાળો બનીને રહેવા પણ નથી