રાકેશ ઠક્કરની હોરર નોવેલ પતિ પત્ની અને પ્રેત, રેડલાઇટ બંગલો અને "લાઇમ લાઇટ" amazon પર ઉપલબ્ધ છે."રેડલાઇટ બંગલો" storytel એપ પર ઓડિયો બુકમાં પણ જરૂર સાંભળો. માતૃભારતીનો વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" મેળવનાર લેખક રાકેશ ઠક્કરની હોરર નોવેલ "આત્માનો પુનર્જન્મ" માતૃભારતીની "લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦" માં વિજેતા બની છે. વાર્તા સ્પર્ધા૨૦૨૨ માં મારો બાપ ઈમાનદાર છે વિજેતા બની છે. એમની ફિલ્મોના કિસ્સાઓની "બોલીવુડ કી બાતેં" chitrlekha.com પર વાંચી શકો છો.

उन के भी क़त्ल का इल्ज़ाम हमारे सर है
जो हमें ज़हर पिलाते हुए मर जाते हैं

ये मोहब्बत की कहानी नहीं मरती लेकिन
लोग किरदार निभाते हुए मर जाते हैं
अब्बास ताबिश

Read More

કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.

કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.

ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ,
ક્યારે સપનું આવે છે એ ગૂગલ નહિ કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.

‘સાથે છું’ કહીને પણ જેઓ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? એ ગૂગલ નહિ કહે.
– કિરણસિંહ ચૌહાણ

Read More

પ્રશ્ન જીવનનો હતો અઘરો, સમજતાં વાર થઈ,
ને લખું ઉત્તર હું ત્યાં ઉત્તરવહી ખેંચાઈ ગઈ !
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Read More

ગામ આખાને ક્યાં ગરણું બાંધવું ?
આપણું પીવાનું પાણી ગાળવું.
હિના શાહ

માણસને પામવાનો હું અવસર ચૂકી ગયો,
કારણકે મારી શોધ તો ઈશ્વર સુધી હતી.
ભગવતીકુમાર શર્મા

और भी बनती लकीरें दर्द की शायद कई,
शुक्र है तेरा खुदा जो हाथ छोटा सा दिया!
अनामि

લ્યો, કહી દઉં આપના માટેય વાહ,
હર ગમા ને અણગમા માટેય વાહ.

આપણે તો જાણીએ, બોલાય છે,
કોઈ શાયરના ભલા માટેય વાહ.

દર્દને પણ આવકાર્યું 'વાહ' કહી,
ને પછી એની દવા માટેય વાહ.

જે અદાથી 'વાહ' બોલે છે ને યાર!
તારી આ સુંદર અદા માટેય વાહ.

દાદ આપે ક્યારના બસ બે જણા,
બોલજો એ બે જણા માટેય વાહ.

હર જગાએ 'વાહ' ના શોભે કદી,
કોઈ માણસના ગુના માટેય વાહ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

- કિરણસિંહ ચૌહાણ

Read More

हर आदमी में होते है दस-बीस आदमी
जिस को भी देखना हो कईबार देखना
નિદા ફાઝલી