Hey, I am reading on Matrubharti!

હદ.....

પગરણ માંડ્યા જ્યાં કાંટાળી કેડીએ,
ન પગરવ મળ્યા, ન વાટ, ન વિસામો...

રણના અફાટ દરિયામાં નાવ હંકારી,
તરસ્યો જ રહ્યો ઝાંઝવાનો કિનારો...

પાંખો પતંગિયાની ચિરાઈ પુષ્પરંગે,
વિખરાયા સુગંધમાં અચેતન એ થોરો...

ન મંઝિલ મળી, ન મુકામની નિશાની,
પગલાં ભૂંસાયા ઉડી યાદોની ડમરીઓ...

જળ વિના વરસી ગઈ અશ્રુવાદળીઓ,
ખોબેખોબે છલકાઈ ત્યાં હાથની લકીરો...

હદમાં હોમાઈ ગઈ જ્યારે અનહદ ચાહના,
આગ વિના પણ આકાશે ઉઠી ધુમ્રસેરો....


શીતલ મારૂ....૮/૭/૨૦૨૨....

Read More

ચક્રવાત...

એક તારા ન હોવાથી,
મારા ખળભળેલા મનમાં,
થયો હ્ર્દયાઘાત છે,
શું આ જ ચક્રવાત છે?

તારી યાદોની ઉષ્ણતા,
તારા પ્રેમની શીતલતા,
વલોવાતા મારા ઝઝબાત છે,
શું આ જ ચક્રવાત છે?

ના રુદન, ન સ્મિત-હાસ્ય,
વમળનું છે તું કેન્દ્રબિંદુ,
ઘુમરાતું મારૂં આક્રાંત છે,
શું આ જ ચક્રવાત છે?

નયનોની અતિવૃષ્ટિમાં,
ભીતરે અને બહાર થતો,
ભારે ઉલ્કાપાત છે,
શું આ જ ચક્રવાત છે?

ઘટાટોપ વરસાદમાં,
તારા હાથનો ગરમ સ્પર્શ,
વહેતો લાગણી-પ્રપાત છે,
શું આ જ ચક્રવાત છે?

Read More

આંસુની કિંમત

સમયની નિશાની બની આંખોમાં સમાઈ જાય છે આંસુ,
પાંપણની પાળે બંધાઈને ક્યારેક છલકાઈ જાય છે આંસુ...

સૂર્ખ ગાલોની લાલિમા પર છવાઈ જાય છે આંસુ,
બની તસવીર ચાહની એમાં સમાઈ જાય છે આંસુ...

સળગતી શીતલ જ્વાળામાં વેરાઈ જાય છે આંસુ,
પ્રણય સિંધુના નીરમાં જ્યારે લહેરાઈ જાય છે આંસુ...

સુતેલી સુપ્ત અભિલાષાને જગાવી જાય છે આંસુ,
સુખી સપનાની આશમાં પલકોને ભીંજવી જાય છે આંસુ...

ચાતક જેમ રાહ જોતાં નયનોમાં ખોવાઈ જાય છે આંસુ,
હ્ર્દયાક્રંદની વીણાના સૂરમાં પરોવાઈ જાય છે આંસુ...

પાનખરમાં પણ ભરવસંતે સરવાણી વરસી જાય છે આંસુ,
ક્ષિતિજે તાકતી આંખોમાં ખૂબ તરસી જાય છે આંસુ...

પ્રેમની મધુર મદિરા થકી ક્યારેક બહેકી જાય છે આંસુ,
બની સુમન અધર ચુંબનથી મહેકી જાય છે આંસુ...

ઇન્દ્રધનુષી આભામાં રેલાઈ જાય છે આંસુ,
તો ચકોર બની ચંદ્રકિરણોમાં ફેલાઈ જાય છે આંસુ...

પ્રિતમ કેરા સ્પર્શથકી જ્યારે લજાઈ જાય છે આંસુ,
બની ભ્રમર શતદલમાં ત્યારે બિડાઈ જાય છે આંસુ...

વાલમ વિરહની વાટમાં નાહક વગોવાઈ જાય છે આંસુ,
પ્રીતસાગરના મોતીની કિંમત સમજાવી જાય છે આંસુ...


શીતલ મારૂ...16/5/22.

Read More

Sheetal લિખિત વાર્તા "ઋણસ્વીકાર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19927562/debt-acceptance

Sheetal લિખિત વાર્તા "છુપી વસંત" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19926736/hidden-spring

Sheetal લિખિત વાર્તા "આગે ભી જાને ના તુ - 55 - અંતિમ ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો...

મારી પ્રથમ નવલકથાને સારો પ્રતિસાદ આપવા બદલ આપ સૌ વાચક વર્ગનો ખૂબ ખૂબ આભાર.....

ભવિષ્યમાં પણ આવા જ સાથ અને સહકારની અપેક્ષા રાખું છું...👍👍👍😊

Read More

Sheetal લિખિત વાર્તા "Unnatural ઇશ્ક (પૂર્ણ)માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915964/unnatural-ishq

Sheetal લિખિત વાર્તા "Unnatural ઇશ્ક - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915262/unnatural-ishq-3

Sheetal લિખિત વાર્તા "Unnatural ઇશ્ક - ૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19914667/unnatural-ishq-1

ઓરેન્જ કેન્ડીદીદી આવી ગઈ, દીદી આવી ગઈ", કરતાં વસ્તીના દસ-બાર બાળકો એને ટોળે વળી ગયાં. દર રવિવારે સાંજે આ બાળકો દીદીની રાહ જોતાં.

છેલ્લાં કેટલાક સમયથી આ સિલસિલો ચાલુ હતો. દર રવિવારે સાંજે બરાબર પાંચ-સાડા પાંચ વાગ્યે દીદી ઓરેન્જ કેન્ડી લઈ હાજર થઈ જતી. બાળકોને કેન્ડી ખાતાં જોઈ એના મનને પારાવાર શાંતિ મળતી અને એ પોતાની બધી પીડા વિસરી જતી.

આ નિર્દોષ બાળકોને ક્યાં ખબર હતી કે એ જેને દીદી કહી રહ્યા છે એ એક કોલગર્લ છે. બાળપણમાં આ ઓરેન્જ કેન્ડી ની લાલચમાં એક અબુધ બાળકીનું શરીર ચૂંથાયું હતું. એની નિર્દોષતા, એનું હાસ્ય, એનું બાળપણ પણ શરીર સાથે ચૂંથાઈને ગાયબ થઈ ગયું હતું.

પોતાની જેમ બીજા બાળકોની જિંદગી પણ બરબાદ ના થાય એ માટે એ દર રવિવારે સાંજે ઓરેન્જ કેન્ડી લઈ ને આવતી. વસ્તીના બાળકો પાસેથી વચન પણ લેતી કે ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી લાલચમાં આવી કોઈ પણ વસ્તુ ના લે અને બાળકો ના કેન્ડી ખાઈ લીધા પછી એ પોતાની ગાડીમાં પાછી જતી રહેતી.

                         - શીતલ મારૂ (વિરાર).

Read More