વાંચવાનું ગમે છે વાચું છું ધીરે ધીરે લખવાની પણ ઈચ્છા થઈ લખવા લાગી.ગઝલો,કવિતાઓ,નાની વાર્તા લખું છું નવલકથા પણ લખવી છે. વાંચક મિત્રો તમારો સાથ-સહકાર અને પ્રેરણા આપજો.

સજાવું મારી શેરી મારા શ્યામ,
આવો મારા આંગણે મારા રામ,
સર્વ દુઃખ દુર ભાગે તારા નામથી,
ભકિત કરતા બને હૈયું હરીનું ધામ.

૨૦/૮/૨૦૨૧,  શુક્રવાર.

✒ ઈશા કંથારીયા "સરવાણી"

Read More

તારા પ્રેમમાં પાગલ બની જાગતી દિનરાત,
તને જોવા બારી બહાર કરતી તાકજાક દિનરાત,
તારી વાટ જોતા જોતા તો
હાથોની મહેંદી લાગી મારા શ્વેત કેશમાં,
પણ તું ના આવ્યોને રહી ગયા
મારા આ સપના અધૂરા જે જોયા હતા
મેં દિનરાત.

૧૯/૮/૨૦૨૧

-Isha Kantharia

Read More

નફરત, બેશરમી અને બેવફાઈની હદ તો જુઓ,
મારા મોતના દસ્તાવેજને બાળી એને "ચા" બનાવી.

-Isha Kantharia

છૂટેલા સંબંધો ફરી યાદ આવી ગયા,
જયારે વાદળો વરસીને ધરાને ભીંજાવી ગયા.

-Isha Kantharia

સમય નથી તને હવે વાત કરવાનો
તો મારી હૈયાની લાગણી કેમ કરી કહું...!!!
લોકો કહે કે
અમુક વાતો તો
આંખોથી કહેવાય અને સમજાય છે,
પણ આ આંખો તો
સમજે પ્રેમની ભાષા
અને એને ક્યાં
મારી જોડે
પ્રેમ છે.

-Isha Kantharia

Read More

એક એક કરી સપનાઓ જોડ્યા હતા,
ધીરે ધીરે લોકોએ એને બસ તોડ્યા હતા,
તુટેલા સપનાઓ સાથે અડીખમ ઉભી હતી,
મોત ત્યારે થયું જ્યારે સાથીએ હાથ છોડ્યા હતા.

-Isha Kantharia

Read More

તારા મધમીઠા પ્રેમ રંગમાં રંગાઈ ગઈ છું,
પ્રેમમાં ગઝલ બની દુનિયામાં પંકાઈ ગઈ છું.

કયારેક તારા પ્રેમમાં ઉડતી ફરું નીલગગનમાં,
તો કયારે મેઘધનુષ્ય બની નભે રચાઈ ગઈ છું.

જ્યારથી મળ્યા નયનો થી નયનો બસ ત્યારથી,
તારી આંખોના મહાસાગરમાં સમાઈ ગઈ છું.

તારા સુંવાળા અને કોમળ હાથનો સ્પર્શ થતા,
હું ઘેલી બનીને દિવાસ્વપ્નમાં ખોવાઈ ગઈ છું.

બંન્નેના મનમાં દ્વેષ ઉત્પન્ન કરે છે પાપી લોકો,
આથી જ હું તારી આત્મા જોડે જોડાઈ ગઈ છું.

-Isha Kantharia

Read More

🎭ડાઘ 🎭 (ધનુષાકાર વર્ણ પિરામિડ)

હું
જોઉં
અરીસો
શરમાતા
ને નિહાળું છું
મારો ચહેરાને
પણ શું આ અરીસો
દેખાડે છે સચ્ચાઈને.?
ના એ માત્ર દેખાવ
ને જ બતાવે છે
દિલના ડાઘ
કોઈ દિન
જોઈશ
નહીં
તું.

- ઈશા કંથારીયા "સરવાણી"

-Isha Kantharia

Read More

😍વાલમ 😍


ગાગાગા ૩

મારા મનમાં તારી ફોરમ છે,
મારા દિલમાં તારી મોટમ છે.

ઈશા સમજે છે લોકો પાગલ,
આજે ચાહતની તો મોસમ છે.

તું આવે તો બનું છું હું હેલી,
જો કેડી પર જામી સોડમ છે.

પગરવથી વાયુ પણ બદલે દિશ,
પણ આ દિપમાં ઊંડી સરગમ છે

મારે જગ મુજને તાના પણ જો,
આ ઈશાનો તો તુજ આલમ છે.

✒ ઈશા કંથારીયા "સરવાણી"

Read More