મને ગર્વ છે કે હું ખેડૂત પુત્ર છું

તારી અને મારી એક મુલાકાત થઈ


ના હતો તારો પ્રેમ ના હતું મારું આકર્ષણ

એ જ હતું તારી મારી લાગણીઓ નું મિલન

એક દિવસ હું મારા ખેતરે પાક માં પાણી પાવા ગયો હતો જ્યારે બપોર પડી એટલે હું ટિફિન લઈને જમવા બેઠો બહુ જ ભૂખ લાગી હતી અને ઘરેથી બા એ ત્રણ જ રોટલી મોકલી હતી અને તેમાંય હું કૂતરા માટે રોટલા અને બિસ્કીટ ભૂલી ગયો હતો તો જમવા બેઠો ત્યારે વિચાર આવ્યો કે લાવ પહેલી રોટલી કૂતરા ને આપુ પછી હું બાકી ની બે રોટલી ખાઈશ. પછી તો મે પહેલી રોટલી કૂતરા ને આપી અને કૂતરું તે રોટલી લઈને જતું રહ્યું કદાચ તેના ગલૂડિયાં માટે લઇ ગયું હસે. આ બધું ખીસુ (ખિસકોલી) ઝાડ ઉપર બેઠા બેઠા જોતી હતી. પછી મે એક બે રોટલી ના બટકા ખાધા ત્યાં તો તે નીચે આવીને મારી સાવ નજીક માં આવીને બોલવા લાગી હું તેની ભાષા સમજ્યો નહિ પણ મને ખબર પડી કે આ પણ ભૂખી હસે એટલે એક રોટલી તેને આપી એટલે તરત જ તે ખાવા લાગી તેને પણ મારા જેટલી જ ભૂખ લાગી હસે એવું મને તેના ખાવા ઉપર થી લાગ્યું પછી તો જોત જોતામાં અડધી રોટલી તે ખાઈ ગયી અને બાકી રોટલી નો ગોળ આકાર બનાવી પોતાના બચ્ચા માટે લઈ ગઈ. હું તો તેનો આ પ્રેમ જોઈને જ ધરાય ગયો અને હવે તો રોજ ખેતરે જાઉં તો તે મારી પાસે આવે જ અને હું તેના માટે અલગ અલગ ખાવાનું પણ લેતો જાઉં છું આમ થોડા સમય પછી તે મારો દોસ્ત બની ગઈ. હજી પણ રોજ મારી સાવ નજીક આવીને બેસી જાય છે અને તે પણ મારી જેમ મને જોયા કરે છે. તેનો આ જ પ્રેમભાવ હું જોઈને બહુ જ ખુશ થઈ જાઉં છું.

Read More
epost thumb

તું યાદ રાખ કે નો રાખ
તું યાદ છે તે યાદ રાખ
દીકુ ની ડાયરી

દીકુ, તું મારા જીવનની ચાંદની છો

મારું નુર તું, મારાથી દૂર પણ તું જ


દીકુ ની ડાયરી

ખબર નથી કે જીવનમાં શું ખૂટે છે

પછી વિચાર્યું કે તારો સાથ ખૂટે છેદીકુ ની ડાયરી

આજે લોકો સુંદરતા પૈસા અને કપડા થી જોવે છે

સાચી સુંદરતા તો દિલ અને સ્વભાવ થી હોય છેદીકુ ની ડાયરી

જેનો સ્વભાવ સારો હોય
તેની કિંમત પણ વધુ હોય

દીકુ ની ડાયરી

હાઈકુ- જન્માષ્ઠમી


માત્ર આનંદ
થી ઉજવે જનમ
તારો કાનુડા

તારુ નામ લે
કાનુડા પણ કામ
તો કરે નહિ

ઘર ઘર છે
તારી મુરત પણ
વિચાર નહિ


દીકુ ની ડાયરી

Read More

તરી કાવ્ય- દેશપ્રેમ


હું દેશપ્રેમ પ્રત્યે
ભરું સલામ
સૈનિક ખેડૂત ની


દીકુ ની ડાયરી

તરી કાવ્ય- રક્ષાબંધન


ભાઈ બેનની રક્ષા

કરે હંમેશા

તે જ રક્ષાબંધન


©દિલીપ કુમાર