The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Be The One Who You Are ...
મલક મલકતું નજરે તારી હૈયું હરખાય એક વાતે તારી -jagrut Patel
રગ રગમાં તોફાન ચડ્યું છે એણે અધરોથી કંઈ આમ કર્યું છે.. આંખોને અભિમાન થયું છે એણે સપનું પણ બેભાન કર્યુ છે.. એના રૂપથી મારું ધ્યાન ગયું છે વટથી તો જાણે અપમાન થયું છે.. હું મૌન શરૂઆત કરું કંઈક એણે શબ્દોથી સરેઆમ કહ્યું છે.. -jagrut Patel
Would you please keep your eyes open for a while ? I want to paint the night sky on my Canvas ...
કાચ શી લાગણી કેમ કરી સંભાળશું.. તારી યાદનો સાથ લઈ અમે જીંદગી ગુજારશું.. વેદના વિરહની ને આ પ્રેમ છે રિસામણો.. ઝાંઝવાના નીર થઈ અમે પ્રેમને પંપાળશું.. હા રહ્યો છું સળગતો, ભર બપોરે તાપમાં બળતા આ મનને અમે એના સ્નેહથી ઠારશું.. નાસમજ છે દિલ જરા રસ્તો ભટક્યા કરે એના હાથના સહારે અમે રસ્તો શણગારશું.. મહેકી ઉઠે જે મુજ કલમના સથવારે ફોરમ બની અમે એનુ આંગણું મહેકાવશું.. વરસી રહી જે પ્રેમમાં "મીરાં" બની "ગોપાલ" થઈ અમે એના સપનામાં આવશું..
નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે.. જ્યારે નસીબમાં નથી હોતું એ જ ગમી જાય છે.. -jagrut Patel
પકડીને આંગળી ક્યાં સુધી ચાલશું ? અમે તો જીંદગી છૂટા હાથે માણશું.. પિંજરુ આંગણાનું બંધ ક્યાં સુધી રાખશું ? અમે તો પાંખો ફેલાવી આકાશને આંબશું.. આભમાં ટોળે વળી વાદળીને ક્યાં સુધી તાગશું ? અમે તો વાદળીની પાંખને આંખથી માપશું.. છે સફર જીંદગીની આકરી ક્યાં સુધી નાસશું ? અમે તો જીંદગીને મોજથી જીવી જાણશું.. મૌન છલકે આંગળીના ટેરવે ક્યાં સુધી છુપાવશું ? અમે તો આંખોથી આંખોની વાત સમજાવશું.. ઘાવ દિલના ખોતરી ક્યાં સુધી રૂઝાવશું ? અમે તો લાગણીને વાઢી, કાપી, દફનાવી પત્થર થઈ ચાલશું..
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser