વાંચન મને ખુબ જ ગમે છે. અને બાકી બચેલા સમયમાં હું મારા આજુબાજુ બનેલી ઘટનાને વાર્તારૂપે કવિતા રૂપે લખું છું.

કર્મોનો હિસાબ રાખે ઈશ અહીં, 
કોઈ જોતું નથી મને, મનમાં વહેમ રાખો નહિ..
મૂંગી લાઠી કુદરતની વાગે અહીં,
સરભર કરી દે છે, માટે ગુમાનમાં ફરશો નહિ..
દર્શના રાધે રાધે

Read More

ઘૂઘવતા દરિયા ના પાણીમાં સ્મરણોની ભરતી ભળી,
ઢળતી સંધ્યાએ અપ્રકટ અનંત મનમાં વેદના છૂપી..
વિશાળ તરું ની ડાળીએ પણ પાનખરની મૌસમ હતી,
સ્પંદન કરતી શ્વાસોમાં અનંતની એકલતા ભળી..
દર્શના રાધે રાધે

Read More

એના અસ્તિત્વની ખારાશને ખુદમાં સમાવી,
એક મીઠી નદી કેવી સાગરને મળી.!?
દર્શના રાધે રાધે

તારું વ્યક્તિત્વ નિરંતર ભીંતરમાં ભળે,
મારું અસ્તિત્વ સદંતર તને જ ઝંખે..
દર્શના રાધે રાધે

Darshana Hitesh Jariwala લિખિત વાર્તા "An untoward incident અનન્યા - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903711/an-untoward-incident-annya-5

ગુમાવ્યાનો અફ્સોસ કર્યા વગર,
બસ એક કોશિશ વધુ કરીએ..

મળતી નિષ્ફળતાને બરાબર જાણી,
સફળતા માટે શુભારંભ કરીએ..

આ વ્યાધિ ઉપાધિ વાળા વર્ષને,
જિંદગીમાંથી હવે બાદ કરીએ..

નવા વર્ષમાં નવી ચેતના સાથે,
ફરી એક નવી શરૂઆત કરીએ..

મળ્યા ઉપદેશને કદીના ભૂલી,
નવા વર્ષને સહ હર્ષ વધાવીએ..

દર્શના હિતેશ જરીવાળા રાધે રાધે

Read More

ધીરે ધીરે હૃદયે પગરવ કરી
તમે જિંદગી અમારી બની ગયા..

લહેરો બની સ્પર્શ્યા એવા કે
અમે રેતની જેમ પલળી ગયા..

છાપ ઊંડી ઉતારી મનસે એવી
તમે રોમે રોમમાં વસી ગયા..

હતી મૂર્છાયેલી લાગણી ભીંતર
તમે જિંદગીના શ્વાસ ફૂંકી ગયા..

સરળ ના હતી જિંદગીની સફર,
કેવી પ્રેમની પરિભાષા શીખવી ગયા.!?

દર્શના હિતેશ જરીવાળા
૨૭/૧૨/૨૦૨૦

Read More

અસમંજસ
ભરી, આ જિંદગીની
રાહોં જ ઘણી.!!

વસી હૃદયે,
સ્મરણો થકી એક
છબી અનોખી..

વિના દસ્તકે
છાવણી કરી કેવી.!?
અંતર મહી..

સ્વાર્થી વિશ્વમાં
નિસ્વાર્થ તારી ભક્તિ
આ હૈયે ધરી.

મયુરપંખે
માયા રચી સ્મરણે
સ્મૃતિ વિસ્તારી

દર્શના હિતેશ જરીવાળા (રાધે રાધે)
૨૧/૧૨/૨૦૨૦

Read More

મસ્ત મૌલા બનીને,
જીવતા હતા અમે પણ આ જગતમાં,
નજર પડી ત્યાં આપની ને,
નજર લાગી મને કેવી.!!?
રહી ના હું ખુદની ને.
પછી, હું સૂઝ બુજ ભૂલી,
કેવા મારા સ્વજન ભૂલી.!?
એક છબી મસ્તિષ્કમાં
સ્મરણે ચીતરાય છે..
હવે, રાત દિવસ મન મારું
મનમાં ને મનમાં કેટ કેટલું ઘૂંટાય છે..!
કેવો શ્વાસ પણ હવે રૂંધાય છે..?
ઉતારવા નજર કેટ કેટલું કર્યું અમે.!!
કેવા ચોઘડિયામાં લાગી નજર મને.!!
પંડિતો ને હકીમો પણ થાક્યા કેવા..!?
આ રોગ જુઓ લાઈલાજ બન્યો..!!
નથી કોઈ ઉપાય કે ઔષધી હવે,
રોગ તે આ કેવો લાગ્યો મને.!!
જોગ આ તે મેં કેવો ધર્યો.!?
એક છબી એ મનસ પર કબજો કરી,
મારું સર્વસ્વ લૂટાયું આજે..!!

દર્શના હિતેશ જરીવાળા (રાધે રાધે)
૧૭/૧૨/૨૦૨૦

Read More

Darshana Hitesh Jariwala લિખિત વાર્તા "An untoward incident અનન્યા - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19902528/an-untoward-incident-annya-3
એક નવી મંજિલ પર ડગ માંડ્યા છે, તમારો અભિપ્રાય આપી મારી ખામી ખૂબીઓ જરૂરથી કહેશો..
રાધે રાધે

Read More