Hey, I am on Matrubharti!

" બ્રહ્મ સમય "

પ્રાર્થના એ મનનો ખોરાક છે. પરમાત્માને મળવાની હોટ લાઈન છે. પ્રાર્થના દ્વારા પ્રભુમય બની શકાય છે. 

પ્રાર્થના માટે બ્રહ્મ સમય એ શ્રેષ્ઠ સમય છે. પરોઢના સમયને બ્રહ્મ સમય કહેવામાં આવે છે.

આ સમયે લગભગ મોટા ભાગના માણસો સૂઇ ગયેલા આપણને જોવા મળે છે તેવા સમયે આપણે જો પરમાત્માને યાદ કરીએ તો આપણી લાઈન તરત જ પરમાત્મા સાથે જોડાઈ જાય છે. અને આપણે પરમ સુખ અને પરમશાંતિની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

- જસ્મીન

Read More

" મારી દોસ્ત...!!"

પહેલા ગાળ બોલે પછી મદદ કરે તે
દોસ્ત છે, મારી દોસ્ત....!!
કંઈપણ વાંકમાં હોઈએ જેને
સાચેસાચું બધુંજ કહી શકાય,
તે દોસ્ત છે, મારી દોસ્ત....!!
પોતાને મુશ્કેલીમાં મૂકી દે,
પણ આપણી બધીજ મુશ્કેલી દૂર કરી દે,
તે દોસ્ત છે, મારી દોસ્ત....!!
બધીજ વાતોથી લાગેલો થાક
જેને મળતાં જ ઉતરી જાય
તે દોસ્ત છે, મારી દોસ્ત....!!

-જસ્મીન

Read More

" સર્વત્ર આનંદ..."

જીવન એક સંતાકૂકડી...
સુખ પછી દુઃખ...
દુઃખ પછી સુખ...
હાર પછી જીત...
જીત પછી હાર...
સુખની શોધ એ એક અઘરી વાત છે..
પણ...જે મળે તેને સુખ સમજી લેવું..
તે જ જીવનની સાચી સમજ છે...
અને તો સર્વત્ર આનંદ જ આનંદ છે...

- જસ્મીન

Read More

" ઈશ્વરે દીધેલ..."

આ એક સત્ય ધટના પર આધારીત વાર્તા છે.

મીતલ અને યશ જાણે યંત્રવત જિંદગી જીવી રહ્યા હતા. ખૂબ દવા કરી પણ મીતલનો ખોળો ન ભરાયો તે ન જ ભરાયો. હવે તેમણે દવા કરવાની પણ બંધ કરી દીધી હતી અને તેમને ભગવાન ઉપરથી ભરોસો પણ ઉઠી ગયો હતો.

અચાનક એક દિવસ યશ અને તેનો મિત્ર શહેરમાં ફરવા ગયા હતા તો પાછા ફરી રહ્યા હતા. શિયાળાની રાત હતી, રસ્તો સૂમસામ હતો અને કોઈ નાના બાળકના રડવાનો અવાજ આવ્યો. યશ બાઈકની પાછળની સીટ પર બેઠો હતો તેણે પોતાના મિત્ર ઋષભને કહ્યું કે, " કોઈ નાના બાળકના રડવાનો અવાજ આવે છે તું બાઈક ઉભું રાખ. " પણ ઋષભને આ વાત સાચી ન લાગતાં તેણે બાઈક ઉભું રાખ્યું નહિ અને તે કહેવા લાગ્યો કે, " ના ના, તને એવો ભ્રમ થાય છે યાર. " પણ પેલું બાળક જાણે યશને પોકારી રહ્યું હોય તેમ તેને ફરીથી રડવાનો અવાજ સંભળાવા લાગ્યો તેણે આ વખતે ઋષભને બાઈક રોકવા ફોર્સ કર્યો, બંને બાઈક લઈને આગળ નીકળી ગયા હતા તો થોડા પાછા આવ્યા અને ધ્યાનથી સાંભળ્યું તો ખરેખર બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

રોડ જ્યાં પૂરો થતો હતો ત્યાં સાઈડમાં કપડામાં લપેટેલું એક બાળક ઠંડીને કારણે ધ્રુજી રહ્યું હતું અને રડી રહ્યું હતું. ત્રણેક મહિનાનું બાળક હતું. બંને મિત્રો થોડી વાર સુધી ત્યાં રાહ જોતાં ઉભા રહ્યા કે કોઈ બાળકને લેવા માટે આવે છે કે નહિ પણ બાળકને લેવા કોઈ ન આવ્યું તે ન જ આવ્યું છેવટે યશ આ બાળકને ઘરે લઈ આવ્યો. અને પોતાના સંતાન તરીકે તેનો ઉછેર કર્યો. આ બાળકનું નામ તેણે " વિશ્વમ " આપ્યું. કારણ કે તે યશ અને મીતલને માટે પોતાનું વિશ્વ જ  હતું.

ઈશ્વરે દીધેલ આ બાળકના ઘરમાં આવવાથી યશ અને મીતલની જિંદગી ખુબસુરત બની ગઈ હતી. બંનેના માતા-પિતા બનવાના કોડ પૂરા થયા હતા. અને હવે બંને રાહતની જિંદગી જીવી રહ્યા હતા.

- જસ્મીન

Read More

" હાર્ટબીટ "

દરેકને માટે પોતાના જીવનનું મધુર સંગીત તેના પોતાના હાર્ટબીટ છે.

સંગીત ફક્ત સાંભળવા માટે જ નથી તેનો ઉપયોગ દવા તરીકે પણ થઈ શકે છે.  પહેલાના સમયમાં સંગીતનો ઉપયોગ ઉપચારરૂપે કરવામાં આવતો હતો.

સંગીતપ્રેમી માણસ ખૂબજ કોન્સન્ટ્રેશનથી પોતાનું દરેક કામ કરી શકે છે. તે ધીર-ગંભીર પણ હોય છે. સંગીત એન્જોયમેન્ટ માટેનું એક આવશ્યક સાધન છે.

- જસ્મીન

Read More

" કાળે વિતાવી હદ..!! "

કલ્પના બહારનું બની ગયું...!!
આ કાળ વિશ્વને ભરખી ગયું...!!
કુદરતનું કેવું આ કહેર થયું...!!
ઇશ્વરના દ્વારને પણ બંધ થવાનું થયું...!!
માનવ ક્યાં જઈ માંગે મદદ...!!
આ કાળે વિતાવી હવે હદ...!!

Read More

સ્ત્રી અને શિક્ષણ....
https://youtu.be/plrt6yII3s8

Life and God... A beautiful speech by Jasmina Shah on YouTube...
https://youtu.be/nuuR4D1PDUk

" પ્રેમની વફાદારી...!! "

જેને સાચા દિલથી, હ્રદયના ઉંડાણથી ખૂબજ પ્રેમ કર્યો હોય તેના તરફથી સ્વાભાવિકપણે જ વફાદારીની અપેક્ષા રખાઇ જાય છે...!!

નિરવ ખૂબજ પ્રેમ કરતો હતો કશીશને. કશીશનું પણ એવું જ હતું, તે પણ નિરવને દિલોજાનથી બેપનાહ મહોબ્બત કરતી હતી. બંને એકબીજાનામાં ભળી જવા માંગતાં હતાં પણ અચાનક નિરવને જોબ માટે બહારગામ જવાનું થયું....કશીશ તેના આવવાની રાહ જોઈને બેઠી હતી.

એક દિવસ નિરવ આવ્યો પણ ખરો પરંતુ તેનો જવાબ સાંભળીને કશીશ ચોંકી ઊઠી....નિરવે તેને કહ્યું કે, "  કશીશ હું મજબૂર છું અને તારી સાથે મેરેજ નહિ કરી શકું અને આજ પછી તું મને ફોન પણ કરતી નહીં..! "

કશીશને શું કરવું કંઇજ સમજાતું ન હતું. કાયમ માટે જે નિરવ વફાદારીના દાખલા આપ્યા કરતો હતો તે આમ અચાનક બેવફા કેમ થઈ રહ્યો હતો. તે પ્રશ્ન કશીશને હજી પણ મુંઝવી રહ્યો હતો.

કશીશને પોતાના પ્રેમ ઉપર ખૂબ વિશ્વાસ હતો અને તે હજી પણ નિરવના પાછા આવવાની રાહ જોઈ રહી હતી. અને પછી તેણે એક દિવસ થાકીને ઘણીબધી રાહ જોયા બાદ નિરવને ફોન કર્યો તો ખબર પડી કે તેને કેન્સર થયું હતું અને તે તેના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. કશીશ ખૂબજ રડી પડી તેને નિરવની વફા ઉપર શંકા કરવા બદલ ખૂબજ પસ્તાવો થયો અને બંનેના પ્રેમની વાબદારી હજીપણ બંનેના હ્રદયમાં જીવંત રહી....

- જસ્મીન

Read More

" છળ "

બસ પ્રેમનો આભાસ હતો
નકરું એ છળ હતું.....!!
જરુરીયાત તેની હતી
સમયનું સગપણ હતું.....!!

- જસ્મીન