મારું પ્રોફેશન ગમે તે હોય પણ મારું પેશન તો હંમેશા લખાણ જ રહ્યું છું..માતૃભારતી દ્વારા મારા જેવા લેખકો ને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ધન્યવાદ. જેમ સિકંદર પોતાની વિશાળ સેના અને તલવાર લઈને વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો એમ હું પણ કલમ અને મારા વિચારો થકી લોકો ના દિલ પર રાજ કરવા માગું છું. થ્રિલર,હોરર,લવ,સોશિયલ જેવા અલગ અલગ પ્રકાર ના વિષયો માં હું મારી મહારથ સિદ્ધ કરવા પ્રયાસ કરી રહ્યો છું.મારો whatsup નંબર 8733097096 છે જેના પર આપ સૌ આપના અભિપ્રાય આપી શકો છો....

thanks to all..for making me no.1 author in no.1 eBook app in gujarati.

આપ સૌના પસંદગીના પાત્ર એસીપી અર્જુનને સાંકળતી ચોથી નવલકથા આજે તા-30/09/20 ના રોજ માતૃભારતી પર પ્રકાશિત થવા જઈ રહી છે. જેનું નામ છે ઑપરેશન ચક્રવ્યૂહ.

દેશમાં થનારા આતંકવાદી હુમલાને વિફળ કરવા મેદાને પડતા યોદ્ધાઓની કહાની છે ઑપરેશન ચક્રવ્યૂહ. ખૂબ જ મહેનત, રિસર્ચ કરીને લખવામાં આવેલી આ નવલકથાની ટોટલ બે સિઝન આવશે અને આ નવલકથા ગુરુવાર અને રવિવારે પ્રકાશિત થશે.

અર્જુન અને એના જોડીદાર નાયક ઉપરાંત મારી અગાઉની બે નવલકથાના પાત્રો પણ આ નવલકથામાં સામેલ છે. તો વાંચવાનું ચૂકતા નહિ, ગજબની સસ્પેન્સ, થ્રીલર નવલકથા ઑપરેશન ચક્રવ્યૂહ.!!

Jatin.R.patel લિખિત વાર્તા "ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897049/operation-chakravyuh-1-1

Read More

યાદ રાખવું એને આમ તો મારા માટે મોટો દંડ છે.
આમ છતાં ભૂલાતી નથી,એની યાદોનો વેગ પ્રચંડ છે.

#પ્રચંડ

પ્રેમમાં પણ બેકારી લાગે છે..

પ્રેમ કરવામાં પાવરધા હોય એમને નિભાવવામાં લાચારી લાગે છે.
લોકડાઉન પછી તો પ્રેમના બઝારમાં પણ ભારે બેકારી લાગે છે.!

એ આવશે, તમને મળશે અને હેતથી એમના ગળે પણ લગાવશે.
પીઠમાં ખંજર પણ ઉતારશે, દગાની વર્ષો જૂની બીમારી લાગે છે.!

નદીકિનારે બેસીને કર્યા હતા સાત જન્મ નિભાવવાના વાયદા.
પૂરા કરવાની તસ્દી જ ના લીધી, વાયદા એના સરકારી લાગે છે.!

લાખોની લાગણીઓ નિલામ કરી દીધી સાવ મફતના ભાવમાં.
આજે જાણ્યું કે પ્રેમમાં લાગણીઓની પણ રવિવારી લાગે છે.!

હતી એક રાત જ્યારે મેં ચાંદ કહીને એને ખૂબ વખાણી હતી.
એ સાચેમાં ચાંદ સમજી બેઠી પોતાને, એ રાત ગોઝારી લાગે છે.!

તમે કહેશો કે ભૂલી જા એને, ભૂલવામાં સાચી મજા છે દોસ્ત.
ભૂલી જ ગયો છું, આમ છતાં સૌને સમજાવવું મગજમારી લાગે છે.!

રાવણ અને દુર્યોધન જેવાનાં તો હવે જમાના આવી ગયા છે 'શિવાય'
રામ જેવો પ્રેમી મળવો, આજકાલ તો સૌને જવાબદારી લાગે છે.!

-જતીન પટેલ (શિવાય)

Read More

પ્રેમના વિષયમાં મોટાભાગના પ્રેમીઓ સાવ ઠોઠ છે.
કેમકે, એમના રસનો વિષય પ્રેમિકાના ગુલાબી હોઠ છે.
#હોઠ

આજથી ફિટ બાવીસ મહિના પહેલા માતૃભારતી એપ્લિકેશન પર મારી લેખનયાત્રા 'આખરી દાવ' નામક લઘુનવલથી થઈ હતી. એ સમયે તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આજે ડાઉનલોડ સંખ્યા 10 લાખને આંબી જશે.

આવું શક્ય થયું છે મારી મહેનત અને લગનના લીધે, આ ઉપરાંત આ સફળતાનો શ્રેય હું મારા વફાદાર વાચકોને આપું છું. એમના સતત પ્રેમ અને પ્રતિસાદના લીધે જ હું પ્રારંભિક નિષ્ફળતાઓ પછી આ મુકામે પહોંચી શક્યો. મારી લેખનની આ સફર દરમિયાન મને સારા એવા મિત્રો મળ્યા જેને હું સ્નેહીજનની સમકક્ષ ગણું છું.


ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ઈબુક એપ્લિકેશન એવી માતૃભારતી પર કાજલ ઓઝા, આશુ પટેલ, શિશિર રામાવત, કનુ ભગદેવ, એચ.એન.ગોલીબાર , પ્રવીણ પીઠડીયા જેવા માંધતા લેખકો; જેમની બુકો હાર્ડકોપી સ્વરૂપે પણ આવી ચૂકી છે, એમના વચ્ચે એમની હરોળમાં રહેવું નાનીસૂની વાત તો નથી જ.


નજીકમાં મારી બે બુક્સ હાર્ડકોપી સ્વરૂપે આવવાની છે અને એ સિવાય પણ નજીકમાં બીજી આવી જ નાની-મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે એમાં કોઈ મીનમેખ નથી.

બસ એટલું જ કહીશ કે આ તો માત્ર પડાવ છે હજી મંજીલ તો ઘણી દૂર છે.

Read More

બસ આટલું આપ..!

હે ઈશ્વર, માંગ્યું ક્યારેય...કે ઉડવા માટે મને બે પાંખો આપ.
પીઠમાં થતાં ઘાથી બચવા મને બોચીમાં પણ બે આંખો આપ.

દોસ્ત આપે તો સાથે-સાથે વફાદારીનો એમને ઈરાદો આપ.
દુશ્મન આપે તો એમની સાથે સ્મશાન સુધીનો નાતો આપ.

જોઈ ગરીબના આંસુ, સળગી ઉઠું એવો ભીતરમાં બફારો આપ.
પોતીકાઓ માટે ખુશીથી ખર્ચી નાંખું એવો આ જન્મારો આપ.

ફૂલોની નથી ખેવના, કે નથી કહેતો મને સુગંધી અત્તર આપ.
પરસેવાથી ખરીદીને કુટુંબ સમાવી શકું એવું માથે છત્તર આપ.

તોબા-તોબા નથી કહેતો કે મને લાખો-કરોડો રૂપિયા આપ.
દુઃખ આપે તો ભલેને આપે, મિત્રો બે-ચાર સમદુખિયા આપ.

નસીબ આપે તો ક્ષણભરનું અને પ્રેમ તારો મને બહોળો આપ.
સુંવાળી પથારીને બદલે સુવા માટે, મારી માંનો મને ખોળો આપ.

'શિવાય' બોલ્યો ક્યારેય કે મને અફાટ, વિશાળ દરિયો આપ.
એ ખુશ થતાં હોય તો હળાહળ વિષથી પ્યાલો મને ભર્યો આપ.

-જતીન પટેલ (શિવાય)

Read More

વાચકોનો ખૂબ ખૂબ આભાર જેમના સ્નેહ અને પ્રોત્સાહનના લીધે હું આ મુકામ મેળવી શક્યો. માતૃભારતી ટીમ અને મહેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર.

Read More

#જીવંત

એનું ચાહવું એનું ચૂમવું ક્યાં મૃત્યુપર્યંત છે.
એનું તો બસ હોવું માત્ર જ મારાં માટે જીવંત છે.

ક્યારેક એવું બને કે ઈચ્છાઓ પૂરી ના થાય, આત્મવિશ્વાસ ડગમગી જાય,
કોઈ સાથ ના હોય,
લાગે કે જાણે આ જગતમાં
તમારા અસ્તિત્વની કિંમત જ નથી.

તો શું થયું યાર?
આવું તો દરેક સાથે એકવાર તો બને જ,
ઈચ્છાઓ તો અધૂરી રહેવા જ જન્મ લે;
પૂરી થાય તો ઠીક નહીં તો હરિ-હરિ.
સમય ખરાબ આવે તો સાથ પડછાયો પણ છોડી દે.

સમય સારો હોય કે ખરાબ પસાર જરૂર થશે.
એક ઈચ્છા પૂરી ના થાય તો બીજી ઈચ્છા પેદા કર.
જીવનમાં સાચા મિત્રો અને પરિવારજનો તારી મૂડી છે, એને ક્યારેય ના ગુમાવીશ.
રડવાની ઈચ્છા થાય તો રડી લે, જોરથી ચીસો પાડી લે, અરે કોઈ જોડે ઝઘડી પણ કરી લે..
પણ દોસ્ત ક્યારેય આ જીવનનો અંત ના કરીશ.

જે થાય છે એ સારા માટે થાય છે એ ઉક્તિને મનમાં ધરીશ,
તો તું ફિનિક્સ પક્ષી બનીને રાખમાંથી અવશ્ય પાછો બેઠો થઈશ.
તારા પરિવારની આશાઓને તું ચરિતાર્થ કરીશ.
તું જીવીશ..જીવીશ..અને મોજથી જીવીશ.

-જતીન.આર.પટેલ (શિવાય)

#stopsucide #livehappy

Read More