ભલે તારે બંગલે બાગ બગીચો પૈસા ભરેલુ ગાડુ.... મારે આંગણે રમતી દિકરી, એજ મારુ રજવાડુ... - મારી લાડકી

જીવન તો વિત્યું, કશુ મેળવી લેવાની ઉતાવળ મા.
પહેલા દિવસો પછી,
મહિનાઓ ને પછી વર્ષો,
વિતી ગયા સફળતા અને કશુ પામી લેવાની ચાહત મા.

ક્યાં ખબર આજ ઉતાવળા નિર્ણયો ને ઉતાવળા પગલે સમય હાથમાંથી સરકી ગયો, આજે સમય કાઢીને કર્યા બધા હિસાબ, તો ખબર પડી જેને ગણ્યા જીવન ભર સરવાળા ને ગુણાકાર, એ તો બાદબાકી ને ભાગાકાર થતા ગયા....

ભટક્યો વિશ્વ આ આખુ, માયાજાળ ના તાણાવાણા મા.
જીવન ને આપ્યો વિરામ જરા, શોધ્યો જરા નિરાતે
તો મળ્યો પ્રેમ એ વાહલ નો દરિયો જીવનસાથી ના સથવારે...

#ઉતાવળું #જીવન #રૂપલ #જીવનસાથી

Read More

પહેલુ તે પગલુ ભર્યુ, મને જાણે નવું જીવન મળ્યુ.

તારા દરેક પગલે, મારા ધર-જીવન મા નવો સુવાસ ભળે.

તારા દરેક પગલે, મારા જીવન મા નવો ઉમળકો ને સમૃદ્ધિ ઉમેરાય.

તારા જ પગલે, મળ્યો મને જીવન નો નવો ઉદ્દેશ.

ક્યાં હતી કોઇ ઓળખ મારી, પહેલા તે તારા પગલે મને મળી ઓળખ નવી.

શુ માગું ઇશ્વર પાસે વધુ, તારા જ પગલે જાણે ઇશ્વર મારા ધર મા વસે.

મારી લાડકી નુ સુમધુર કલરવ, મારી લાડકી નુ દરેક પગલુ, જાણે ધબકે હદય નો ધબકાર બની.

પહેલુ તે પગલુ ભર્યુ....

- જતીન
#મારીલાડકી #હેત્સી #પગલું

Read More

સમય ના જોવે કોઇ ની વાટ એ તો વિતિ જવાનો
કર સમર્થ પ્રારંભ પ્રારબ્ધ ભણી, વિધાતા એ લખ્યા લેખ તારા ઝડહડતા પ્રારબ્ધ ના.

-જતીન

#પ્રારંભ

Read More

લાગણી ઍ શબ્દ સંભાળતા જ મન મા પહેલી વ્યક્તિ આવે તે છે માં... એના સાથે તો આ દુનિયા મા આવતા પહેલા જ આ લાગણી બંધાય જાય છે,એક એવી લાગણી જેને શબ્દ ની જરુર નથી....

Read More

#લ ।ગણી

‍‌‌‌‌ જીવન જાણે દરિયા કિનારો,
લાગણી ના મોઝા આવી ભીંજાવે,
ક્યારેક ભર્તી તો ક્યારેક ઓટ એજ જીવન નો સથવારો...

-જતીન શાહ


#Sentiment

Read More