×

બહું બધું તો નહીં પરંતુ નલકથાઓ, કવિતાઓ, શાયરી, સુવિચારો લખું છું. ફેસબુક પર પેજ ચલાવું છું અને યુટ્યૂબ પર મારી ચેનલ છે. જ્યાં હું કંઈક ને કંઈક નવું લાવતો રહું છું. હા આપની પણ ઈચ્છા હોય મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેવાની તો યુટ્યુબ પર સર્ચ કરો "jaydip bharoliya". એકવાર ઈન્સ્ટાગ્રામ પર પણ મળી જજો. dear_jayu. અરે ફેસબુક પર પણ છું. "jaydip bharoliya"...આટલું બસ છે.

बातें बेवफाई की करने लगा हुं
रात को अकेलेमें रोने लगा हुं
काश कोई संभाले मुजे
तेरे जाने के बाद में मरने लगा हुं
- डियर जयु

Read More

#kavyotsav -2

ભજન કરીલે હવે, તું તારાં જ નામનું
સ્વાર્થમાં પુજાય મુર્તિ, એ શું કામનું?

રાવણ હણાયો ઈતિહાસના પાનાએ
ને, ધીમેથી ભુલાયું નામ પ્રભુ રામનું

બહું જુની છે આ અધુરાં પ્રેમની રીત
પણ ઉદાહરણ ભુલાયું રાધા-શ્યામનું

ઈશ્વર છે સદાયે મા-બાપ મારાં, કહું
કોઈ સરનામું પુછી તો જુવે ધામનું

રડીશ નહીં, જો અધુરું રહે આ મિલન
કારણ ભવિષ્ય છે આ મિલનના વિરામનું

બાપ ઘરડો થયો છતાંયે કરે કામ
દીકરો ક્યાં પુછે છે? થોડાં આરામનું

- જયદિપ ભરોળિયા "ડિયર જયુ"

Read More

#kavyotsav -2

પુરાવાં માંગે છે આજકાલ પ્રેમનાં
દુનિયા છોડી ને જો મંજુર થયાં

કોયલ કેરો કંઠ આપનો મન મારું મોહે
જુદાં દીલ આપણાં, જો એક સૂર થયાં

સમય હવે ઘણો મળે છે એકલવાયામાં
મોતી આંખોના ઉભરાયને પુર થયાં

બેનકાબ થઈ આજે એ બેવફા, પણ
અધુરાં પ્રેમનાં જહાંમાં અમે મશહૂર થયાં

પ્રેમ ક્યાં એકબીજાને પુછીને કરેલો!
છતાં સમાજના રીવાજે આપણે દુર થયાં

સાત જનમ સુધીનો હશે સાથ આપણો
દીવસે જોયેલા સ્વપ્ન ચુર ચુર થયાં

- જયદિપ ભરોળિયા "ડિયર જયુ"

Read More

#KAVYOTSAV -2

કેટલાંક સવાલોના જવાબ હજુ મળ્યાં નથી
ફળ પ્રેમનાં આજેય અહીં પાક્યાં નથી

ભીતરે ખુદને સળગાવી શું ફાયદો થવાનો?
હાલ જુદાઈના હજુ તમે જોયા નથી !

દુર રહી કેમ પ્રેમ કરાય?, જાણો જરાં
યાદોનો વરસાદ હજું તમે પામ્યાં નથી

જા કોઈના સ્વપ્નમાં, ભીતરનો આભાસ થાય છે!
દરેક પ્રેમનાં બંધન એમ જ ટકી રહ્યાં નથી

મિલન ભલેને થાય વર્ષો પછી, મંજુર રાખજો
દરેક મિલન કંઈ અધુરાં રહેતાં પણ નથી

- જયદિપ ભરોળિયા "ડિયર જયુ"

Read More

#KAVYOTSAV -2
*દીકરીના વિદાય શબ્દો*

ખીલી ઉઠતું જે ઘર આંગણ મારાં હસવાથી
આજ ઉદાસીમાં દેખાય છે મારાં જવાથી

નાનકડી ખરોચથી કાંપી ઉઠતું કાળજું પપ્પાનું
કેમ આજે શાંત ઉભા છે મારાં રડવાથી

તું શાને રડે છો? દુ:ખ આ વિદાયનું નથી
સજા મળી છે મમ્મી આપને, મારાં ચાહવાથી

કારણ બની છું આજ, આપનાં સ્નેહની જુદાઈનું
શું અટકી જશે આસું આપનાં? મારાં કહેવાથી

નિશ્ચય હોય તો હવે આપજો મને વિદાય
સંબંધ નહીં તુટે, અહીં મારાં ન હોવાથી

- જયદિપ ભરોળિયા "ડિયર જયુ"
ગારિયાધાર

Read More

કરેલાં કર્મને ખોળવાનું બંધ કર
ફાલતું વાતોને છંછેડવાનું બંધ કર

થઈજા તૈયાર, મંઝિલ હવે સામે છે
આમ રાહથી ભટકવાનું બંધ કર

કરીને કર્મ હવે થોડો વ્યસ્ત થઈજા
રોજ બીજાને નડવાનું બંધ કર

રાહ અધુરી એમજ થોડી કાંઈ રહે છે
રસ્તો શોધીને વચ્ચે અટકવાનું બંધ કર

હા, દુનિયા છે ભોળી, પણ થોડે સુધી
આમ અજાણ થઈને છેતરવાનું બંધ કર

બહું કર્યા કપટ તે લોકો જોડે
હવે મીઠું મલકવાનું બંધ કર

સાંભળ્યું ને જોયેલું ખોટુંયે હોય છે
ખોટી અફવાઓ પાછળ મથવાનું બંધ કર

- જયદિપ ભરોળિયા ( ડિયર જયુ )

Read More