હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય.

तेरे चेहरे से आगे जा नहीं पाया जदों दा मैं तक्केया ऐ चैन नि आया

सोणी तेरी अँखियाँ ते सोणे तेरे ख्वाब वे तेरीया दा तारीफां ते लिखदा किताब वे...

હાલમાં વર્તમાન સમયમાં આપણને ન્યુઝ ચેનલો પર સમાચાર મળી રહ્યા છે કે હાથરસ ગેંગરેપમાં એક માસૂમને હવસખોરોએ બળાત્કાર ગુજારીને એના ગળાનું હાડકું ભાંગી નાખ્યું અને તે કઈ બોલી ના શકે તે માટે જીભ પણ કાપી દીધી તો દેશમાં આવી સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે? હું દરેક સ્ત્રીઓને કહું છું કે તમારે આવા દિનપ્રતિદિન વધતા જતા દુષ્કર્મો સામે પડકાર ના ફેંકવો જોઈએ? હા ચોક્કસ પડકાર ફેંકવો પડશે તો જ આવા દૃષ્ટ વ્યક્તિઓ ખતમ થશે.માટે  નરાધમોને સબક શીખવાડવા માગતાં હો તો દરેક સ્ત્રીએ સશક્ત અને કડક વલણ અપનાવવું પડશે.સ્ત્રીઓને અબળા નહીં પણ સબળા બનવું પડશે.જો દરેક સ્ત્રી કડક વલણ અપનાવશે તો જ આવી પરિસ્થિતિથી બહાર આવી શકાશે.છોકરીઓને લાલ આંખ કરવાની જરૂર છે.યુવાન છોકરીઓ જો જાગૃત નહિ બને તો આ નિર્દયતાનું ચક્ર ચાલ્યા જ કરશે.માટે નરાધમોના આ ચક્રને ભેદવા માટે સશકત બનો.હું દરેક બહેનોને કહું છું કે શું તમારામાં સશક્ત બનવાની ક્ષમતા નથી? છે દરેક છોકરીઓ પાસે ક્ષમતા છે..બસ ખાલી આવા દુષ્કર્મ કરનાર વ્યક્તિ સામે ખુમારીથી અવાજ ઉઠાવવાની જરૂર છે.જો કોઈ છોકરીમાં સશક્ત બનવાની ક્ષમતા ના હોય તો એ હંમેશા અબળા સ્ત્રી જ બની રહેશે.અંતમાં મારું તો કહેવું છે કે બસ છોકરીઓ હવે સમય આવી ગયો છે દૃષ્ટ, નરાધમ,વ્યક્તિઓને સબક શીખવાડવા માટે બધી વીરાંગનાઓ શસ્ત્રસજ્જ બની જાઓ... આપણે બધાં આપણી સરકારનાં ભરોસે બેસી રહીશું તો એ આપણી સૌથી મોટી મૂર્ખામી છે...માટે હવે સમય આવી ગયો છે એક વીરાંગના બનવાનો...👍



મારાં શબ્દો દ્વારા કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરજો....🙏

તમારો યોગ્ય પ્રતિભાવ મોકલવા વિનંતી...🙏🙏

Read More

★ અબે આ શું હતું?😳
હેલી તારી gf નથી બકા.....

હું:- નથી તો થઈ જશે 🥰

★ક્યારે 😒 હું છેલ્લા 6 વર્ષ થી સાંભળું છું કે થઈ જશે પણ ક્યારે...

હું:- બે છોકરીઓ ને વિચારવા માટે સમય જોઈએ અને એને હજુ 6 મહિના માગ્યા છે અને પછી થઈ જશે🙈

★એટલે તું 6 મહિના રાહ જોવાનો છો😳

હું:- હાસ્તો વળી. મને હેલી જેવી છોકરી કયા મળશે?.

★બે હર્ષયા તું ફ્રેન્ડઝોન થઈ ગયો છે.😳😳😳😳😳

તું અહીંયા બેસ અને મારા સવાલ ના વિચર્યા વગર જવાબ આપજે😳

અને પછી સવાલ અને જવાબ સાંભળી ને મને લાગ્યું હું ફ્રેન્ડ્ઝોન થઈ ગયો છું 😭😭

શુ છે ફ્રેન્ડઝોન એ જોવું છે તો જઈ ને જુઓ માં🥺 તમને પણ સમજાય જશે શુ છે આ ફ્રેન્ડઝોન🥺

Read More

ખુબ હસ્યો ને ખુબ રડ્યો છું,
પાનખર માફક હું પણ ખર્યો છું.કલી બનીને ખીલ્યો છું,
તો ફુલ બનીને ખર્યો પણ છું.નીતનવા ઘા સહેતો રહ્યો છું,
તોય નફ્ફટ બની ને ઉભો રહ્યો છું.સૌ કહે છે પરાણે જીવી રહ્યો છું,
મીત્ર! હું તો મારી મોજમાં જીવી રહ્યો છું. . .

Read More

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,

હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,

હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,

હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે...

Read More

વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલે થીજ હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.

Read More

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

Read More

જ્યોતીન્દ્રને કોઈએ પૂછ્યું :

‘નાના હતા ત્યારે તમે શું કરતા હતા ?’

જવાબ : ‘મોટો થતો હતો.’

જ્યોતીન્દ્ર દવેની હાજરજવાબી લાજવાબ , બીરબલને ભૂલી જવાય એવી. માછલી પાણીમાં તરતી હોય એટલી સરળતાથી નર્મ-મર્મના તણખા તેમની વાતચીતમાંથી અનાયાસે ઝર્યાં કરે.

તેમને કોઈએ પ્રશ્ન કર્યો : ‘જ્યોતીન્દ્રભાઈ, બાળસાહિત્યમાં તમારું કોઈ પ્રદાન ખરું ?’

‘હા.’ જ્યોતીન્દ્રે તત્કાળ માહિતી આપી.

‘મેં બાળકો આપ્યાં છે.’

Read More