લાગણી દિલ ની હોઠ પર આવે છે ને હાથ ક્લમ પકડી તેને આકાર આપે છે

અજબ ગજબ,, તારી ને મારી જોડણી,,
તું મારાથી બે દોરા વધારે,, બસ એટલી મારી વય,,

ધ્યાનથી સાંભળીશ,, તો જરૂર સંભળાશે,,
તારાં ને મારાં શબ્દોનો છે,, એક જ લય',,

છતાં કહિં દઉં છું ચોખ્ખું,,
નામે તું કુબેર ભંડાર,, ને હું તારી સાથે જોડાયેલ જય...!!!
Jay Patel...

Read More

કહેં કોઈ શું છે પ્રીત,,?? હ્યદય ખોલ્યા નાં કર,,
બોલી બે બોલ હેત નાં,, મને તોલ્યાં નાં કર,,!!

આવશે ફરી મળવા, એ આશે,,
ઝેર ઘડી-ઘડી ગળ્યાં નાં કર,,

જરા જો અંતરમનની આંખે,,
પ્રતિબિંબ છું હું તારું,,
બસ આમ રડ્યાં નાં કર...!!!
Jay Patel...

Read More

નાચે છે નેણ,, નટવર,,
નારી અહીં જોઈ ને,,
તો'એ રે નિભાવું,, નાગર,,
નાતાં મારા રોઈ ને,,

લુંટે છે લાજ,, લાલા, લજ્જા નથી કોઈ ને,,
પૂરજે મારા ચિર,, જો હું,, પ્યારી તારી હોઈ ને...!!!
Jay Patel...

Read More

અરજ છે બહુ નાની,,
જરા સાંભળી લે ને કાના,,

તારાં ઘરમાં બેઠી છે પાનખર,,
વાંસળી હોંઠ પર લે ને લાલા,,

મન મુગ્ધ થઈ રાત-દી,,
જપે છે કેવી, રાધા ને મીરાં,,
એનાં ઉપર જે વેર્યું છે તેં,,
એ જરા મારા પર પણ ફેંક ને કાળા,,

ખબર છે મને, તારી પાસે જ છે, પ્રેમ નો મહાસાગર,,
એ સ્નેહ નું ફકત "એક" બુંદ,,
મને પણ દે ને વાલા...!!!
Jay Patel....

Read More

શબ્દોમાં શું વર્ણવું પ્રેમ, આંખોમાં કૃષ્ણનાં હસ્તાક્ષર રાખું છું,,
વાંચી શકે તો ઠીક છે,, બાકી મુખ પર મીઠું મૌન રાખું છું,,

જાણું છું તને, પગનાં તળિયા થી લઈ, વાળની અણી સુધી,,
માટે કહું છું, જરા દૂર રહે, હું રાધાનાં મિલન સાથે મીરાંનું,,
ઝેર પણ ચાખું છું...!!!
Jay Patel...

Read More

દિવસ નાં અંજ્વાળા થી વધારે,,
રાત્રિ નો અંધકાર મને ગમે છે,,

કારણ,,,

એ અંધકારમાં એનો ચહેરો,,
રાત ભર મારી નજરમાં તો રમે છે...!!!
Jay Patel...

Read More

બે પળ ની બાંધી દોસ્તી,, ને ખાનગી બધી પૂછી નાંખી,,
ઊડતાં હતાં અમે આકાશમાં,, ત્યાં ફરતે જાળી કરી નાખી,,

ઉઠાવી ગયાં એ આંગળી,, તો આંખ તો અમે લુંછી નાંખી,,
પણ અફસોસ એ વાતનોએ રહી ગયો,,
કે વર્ષો બાદ લાલ રંગ ચડેલી કલમ,,
એણે પાછી કાળી કરી નાખી,,
Jay Patel...

Read More

વર્ણવાં હતાં એ અશ્રુ,, જે રાત્રે, આંખથી દડી ગયાં,,
લખાવાં બેઠાં એ દર્દ ને, ત્યાં કાગળ હવામાં ઉડી ગયા,,

પછી કીધું કલમને કે લે હથેળી,,
આમાં લખી દે એ બે આંસુ ની વેદના,,
સાલું કલમે પણ કમાલ કરી,,
કહ્યું કે આજે શબ્દો ખૂટી ગયાં..!!!
Jay Patel...

Read More

અજાણ ઉઠાવે આંગળી,,ને જાણીતાં જોઈને જતાં રહે છે,,
સબંધો છે અહીં નામનાં ફકત,,સમય સંગાથે છૂટતાં રહે છે,,

કોમળ હ્યદય છીન્ન ભિન્ન થાય,,એ તો સ્વાભાવિક છે,,
પણ ક્યારેક પત્થર જેવાં હ્યદય પણ અહીં,,
તૂટતાં રહે છે...!!!
Jay Patel....

Read More

કહું છું કરગરી,, આજ હસવું છે,, જરા હસવા દે,,
નાં લુંછે આંસુ તો કાંઈ નહીં,,
ખભે માથું રાખી રડવા દે,,

મેં કયાં કહ્યું,, કે તું પણ પ્રેમ કર મને,,
અરે નાદાન,, તું જીવનભર નાં મળે તોયે કાંઈ નહીં,,
પણ તારી યાદો માં તો પડવા દે...!!!
Jay Patel...

Read More