લેખન એ શબ્દોનો ખેલ છે,અમે આ ખેલના માહિર ખેલાડી તો નથી પરંતુ જેવા-તેવા ખેલાડી પણ નથી જ વ્હાલા....

"શબ્દો શબ્દોમાં ઘણો તફાવત છે,
આપણે અને અમેમાં થોડો નહિ મોટો તફાવત છે,
શબ્દોની રમત છે સમજી જવાય,
અને હાલ મોતનો માહોલ છે તો જીવી લેવાય,
પરંતુ સાવચેતીથી!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"ઉધ્ધાર નહિ તો સંબંધો કોઈ વેચાતા આપો,
સંબંધો વિનાની જીંદગીને કોઈ લાગણીઓ તોલનારા આપો,
નથી તમન્ના હવે બસ કોઈ થોડો સમય ઉછીનો આપો!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"તારા Late જવાબો,
નથી ગમતાં,
મનમાં ઘણાં સવાલો ઊઠતાં,
એકેય જવાબો નથી મળતાં,
કોણ સમજાવે તને તારા વિરહમાં અમે બધું ભૂલતાં!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

મોજની સાથે સદા રહેવું હસતું,
શું લઈ આવ્યા ને શું લઈ જવાના,
કેટલું જીવ્યા ને હવે કેટલું જીવવાના!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

આજે કોરોનાકાળમાં કોઈ તો શોધો!!!!

"કોઈ શોધો આસ્થાને અંધશ્રદ્ધા વચ્ચેના જ્ઞાનને,
કોઈ શોધો પૃથ્વીથી બ્રહ્માંડ સુધી પહોંચેલા વિજ્ઞાનને,
કોઈ શોધો શૂન્યમાંથી આંકડા માંડતા ગણિતકારોને
ને કોઈ શોધો ભગવાનની રચનાને ગુરુત્વાકર્ષણ સુધી લઈ જનારને,
કોઈ નહિ મળે ત્યારે માનજો મારા ત્રિલોકના નાથને!

-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda

Read More

"કાળ ભરખવા તૈયાર છે,
મોતનો તાંડવ ચાલે છે,
કોણ કેટલું જીવશે તેનો હિસાબ ચાલે છે,
અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે,
જીંદગી પોતાનું ખતરનાક રૂપ લઈને ચાલી રહી છે,
શું કરવું કોઈને કંઈ જ ખબર નથી,
ટેક્નોલોજીની દુનિયા ટૂંકી પડી રહી છે,
જ્ઞાન-વિજ્ઞાન બધું જ હારી ગયું છે,
શું લાગે છે?શું થશે?ખબર છે?
જવાબ હશે ના પરંતુ એક શ્રધ્ધા અડગ છે,
ત્રિલોકનો નાથ જરૂર કંઈક રસ્તો કરશે,
કેમકે તેના સિવાય હવે કોઈ આ રોગનું નિવારણ નહિ કરે!"

-જય મોગલ
-જય માતાજી
-જયરાજસિંહ ચાવડા

Read More

"જીંદગીની ગોદડીમાં સંબંધોની સિલાઈ વિશ્વાસની સોઈ અને લાગણીના દોરાથી કરજો જેથી કરીને જીંદગીની ગોદડી ચિથડું બને તો પણ એક રફ કાપડ તરીકે જીવન સાથે જોડાયેલ રહે!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"સ્પર્શનો પ્રેમ"

સ્પર્શ એ પ્રેમ નથી પરંતુ દિલને સ્પર્શતો પ્રેમ સાચો પ્રેમ છે,
પ્રેમમાં સ્પર્શનો અનુભવ મહત્વનો નથી પરંતુ અનુભવના આધારે થતો સ્પર્શ સાચો પ્રેમ છે,
લોકોને પ્રેમ થાય અને એકબીજાને સ્પર્શ કરવાની ઈચ્છા થાય સાહેબ આ પ્રેમ છે જ નહિ,પ્રેમ જુવો રાધાનો જે કાના વિના હતી તેમાં સ્પર્શ હતો?,પ્રેમ જુવો મીરાંનો જેમાં સ્પર્શ તો દૂર પણ તેના હરિને મળવાનો અવસર પણ નહતો,પ્રેમ જુઓ નરસિંહનો જેમાં સ્પર્શ ન હોવા છતાં તેનો ભગવાન તેની ભક્તિના પ્રેમમાં હતો!
માટે સાચા પ્રેમમાં સ્પર્શ હોતો જ નથી અને જ્યાં સ્પર્શ જ હોય ત્યાં કદી સાચો પ્રેમ હોતો નથી!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"જીંદગીભર હું તમારા માટે તરસતો રહ્યો,
અંતે એક આત્મા બની ભટકતો રહ્યો;
તમે ભૂલીને મને પારકો કર્યો,
તોય દિલમાં એક તમારી ચાહનો સિલસિલો ચાલતો રહ્યો!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

https://youtu.be/Lpp6661L4Zs

"વિશ્વ મહિલા દિવસ"VJS Entertainment ની એક રજૂઆત મહિલાઓ માટે

Please like,comments,share and subscribe to VJS Entertainment