study b.a. l.l.b. hoby writing

તને શાયરી કેવી રીતે કહુ,
જ્યાં તારા જ શબ્દો હોય..

તને એકાંત કેવી રીતે કહુ,
જ્યાં તારી જ યાદો હોય...

તને પ્રેમ છે કેવી રીતે કહું,
જ્યાં તારો પ્રેમ જ દિલમાં હોય...

જીત

Read More

સાથ તારો મજા નો લાગે,
પ્રેમ જાણે ખજાનો લાગે,
સમય ના વહેણ તો ચાલ્યા કરે,
થોડી વાર ઊભી રહે તો લાગે,
દિવસ રાત એક થઈ તેવું લાગે,
હજું તો કાલે જ વાત કરી,
જાણે વર્ષો વીત્યા તેવું લાગે.

જીત

Read More

આજે આવી છે, એક ખૂબસુરત પ્રભાત,

આગમન થયું રંગોનું, આવ્યો છે ફાગણ,

થઈ રહી છે રંગો ની ઉજવણી,

મને ગમે છે બેજ જણ, એક તુ ને એક રંગ,

બેસ તું મારી પડખે સવારથી રાત,

આમ જ, રમતા રહીએ રંગો સંગ હોળી,

ચાલ મૂકી દઈ, આજે બધા કામ ને કાજ,

માણીએ આ સુંદર મજાની હોળી.

જીત ગજ્જર

Read More

નશીબ થી રમવા બેઠા રમત ને,
સમયે જીંદગી ને હરાવી દીધો.
બહુ મુશ્કેલ હતું હાર સ્વીકારવું,
છતાં બાજી હારી ઘણું શીખી ગયા,
ખોયું ઘણું આ જીંદગી ની રમત માં,
પામવાની આશાએ ઘણું ખોઈ બેસ્યા,
હજુ જીતવા ની તમન્ના છે ઘણી,
એક આશાએ હજુ રમી રહ્યા છીએ.

જીત

Read More