Hey, I am on Matrubharti!

કેટલીયે ક્ષણો વિતી ગયી, કેટલીયે ક્ષણો વેડફાઈ ગઈ
હવે ક્ષણ વેડફે આપણને અને થાય પસ્તાવો

તે પહેલાં જાણી, માણી લે ક્ષણને,ન આવે પુનઃ ક્ષણ
ક્ષણ ક્ષણ નો ઉપયોગ કરી સાચવી લે ક્ષણને

જો સમજો ક્ષણને તો કીંમત હિરા-મોતીથી અધિક
ન સમજો ક્ષણને તો
મૂલ્યહીન ક્ષણ સહિત મુલ્યહીન માનવ

ક્ષણને વાપર દીન દુખીયામાં,
ક્ષણને વાપર માનવતા મહેકાવામા,
ક્ષણને વાપર સૃષ્ટિ સાચવણી માં,
ક્ષણને વાપર સત્ સર્જન માં

Read More

ખુલ્લો છે હૃદયનો દ્વાર હર પલ
આવી તો જો
વણ કહેલા શબ્દો કંડાર્યા છે નયન માં કોતરણીની
કદર કરી તો જો
છલકાયો છે પ્રેમ સાગર મનમાં
ઉંડે ઉતરી તો જો
વાંસળી બનવા વિંધાયું છે આ શરીર
અધર પર વગાડી તો જો શ્વાસોઉછશ્વાસની સોડમમાં છે તુ
સૂંઘી તો જો
હોઠો ની લાલી ની હસી છે તું
મુસ્કાન બનીને તો જો રોમેરોમમાં તું જ સમાયો મારી સાથે
રમી તો જો
પાંખો ફફડાવી ફફડાવી લખે છે પીંછાથી આ મોરની
મસ્તકે સજાવી તો જો
થાકી આંખો વાટ જોતા જોતા મન મોહના
મિલન કરાવી તો જો

Read More

#માનસિક

કાદવે ખીલ્યું
કમળ માનસિક
સુંદરતા જો

કાંટાને સજે
ગુલાબ માનસિક
સુંદરતા જો

જો હશે ક્યાંક
કાંટા-કાદવ થજે
સુંદર, ભુલી
દુનીયા ના રંગો ને
સજાવજે મનને


વર્ષાના બુંદે
મહેકે માટી તેમ
ભાવ બુંદ થી
મહેકજે મનને
સજાવજે જીવન

જો પ્રફુલ્લિત
માનસિકતા રહે
કાયમ સૌની
તો સામ્રાજ્ય ખુશીનું
લાગે સુંદર પૃથ્વી

Read More

#અહિંસા

તન કરે ના કોઈના ખુન ખરાબા તે અહિંસા

મન ન ઈચ્છે કોઈનું અહીત તે અહિંસા

છે અજેય, અભય, અમર છતા ન કરે કોઈની હિંસા
તે અહિંસા

વૈચારિક દ્રષ્ટિએ સુવિકસિત થયા આપણે

તન-મનથી સૌનું કરે કલ્યાણ તે અહિંસા...

Read More

સુના છે જગતના આંગણા
સુકાય છે જ્યારે જગતમાં કરુંણા....

નામઃશેષ થયા જગતના પંખીડા
સુકાય છે જ્યારે જગતમાં વનરાય....

ગૌમાતા જગતના રસ્તે રઝળે
ખોવાઈ જયારે જગતમાં કરુણા....

વહે વહેણ દિન-દુખીયા ની આંખો માં
લુંછાઈ જયારે જગતમાં કરુણા....

જૂજ લોકો ના ત્રાસ- આતંકમાં
વગોવાય જગતમાં સૌ માનવીઓ....

-Jigna

Read More

ઇશ નો વાસ છે જેના ત્યાં આવાસ મારો

ઇશ ની આશ છે જ્યાં ત્યાં આવાસ મારો

ઇશની રાશ છે જ્યાં ત્યાં નિરાશાનું નિકંદન છે

આ આનંદની
વા વસાહત
સ સજે
જ્યાં ત્યાં આવાસ મારો

-Jigna

Read More

હે વિશ્વેશ્વર....
અમે તારા નાના ભૂલકા
હ્રદયથી માફી આપો અમને
ભૂલોનું પુનરાવર્તન ન કરીએ
અમે
સમજણ શક્તિ આપો એવી

-Jigna

Read More

સ્વાર્થ બુદ્ધિથી
જ માફીની આપ-લે
સરળ હોય
પરંતુ
માફી માગવી-
આપવી હૃદયથી
કષ્ટદાયક

થાય જો માફી
હૃદયથી તો વિશ્વ
બને સુંદર

-Jigna

Read More

#મહાત્મા
રાજા હરિશ્ચંદ્ર ના નાટકે અને આફ્રિકામાં ધક્કાએ
સફર કરાવી મોહનદાસને ' મહાત્માની '

કરે કંઠસ્થ ગીતા દાતણ કરતાં કરતાં
સમયની સાથે સાથે બચાવે નીર અને વસ્ત્ર

છોડ્યા વ્યસન, વ્યભિચાર, ચોરી
બન્યા લોકોના લાડીલા ' બાપુ '

સત્ય અને અહિંસા છે જેમના શસ્ત્ર
હટાવવા કર મીઠાનો કરી દાંડીયાત્રા

ઉપવાસ કરતાં કરતાં લડત લડી આઝાદીની
ગુજરાતના હીરા બજાર નો છે એક હીરો

મુઠ્ઠીભર હાડકાના માણસે અપાવી આઝાદી
ગોડસે ની ગોળી ખાઈને આણ્યો જીવનનો અંત

Read More

વૃક્ષના મૂળિયા જેટલા ઊંડા તેટલું મજબૂત વૃક્ષ
સંસ્કારો ના તળિયા જેટલા ઊંડા તેટલો ઉન્નત માણસ

-Jigna