વ્યવસાયે મેડિકલ ફિલ્ડ માં છું.કોઈ પણ વિષય પર લખવાનો મારો શોખ છે.

Hide and seek and Corona
(સંતાકૂકડી અને કોરોના)
ગલી માં બાળકો ને Hide and seek (સંતાકૂકડી) રમતા જોઈ બાળપણ માં આપણે પણ કેવા સંતાકૂકડી રમતાં હતાં
એ યાદ આવી ગયું.
આજે એ રમત પરથી આજની આ
મહામારી ની એકાએક સરખામણી યાદ આવી ગઈ.બસ ફર્ક એટલો જ છે કે આજે
દાવ કોરોના નો ચાલે છે અને રમે છે આખું જગત અને સંતાઈ જવા ની જગ્યા એ છે માસ્ક અને સેનીટાઈઝર .આ રમત આપણે ત્યાં લગભગ માર્ચ મહિના થી ચાલું છે અને ઘણા ખરાને તો કોરોના એ આઉટ કરી દીધા છે ને હવે જે બાકી છે એમને પણ હવે ક્યારે આઉટ થઇ જઈશું તેની ખબર નથી પડતી.બસ હવે બાકીના માસ્ક અને
સેનીટાઈઝર ના સહારે મન માં ડર સાથે છુપાઈ ને આજે કોરોના ને આઉટ કરવા જલ્દી થી કોઈ( વેક્સિન ) આવી જાય અને આ રમત જલ્દીથી પૂરી થાય એની જ રાહ જોઈ ને બેઠા છે......
Jignesh Shah

Read More

image from Social media