Dave Yogita

Dave Yogita Matrubharti Verified

@joshiyogita123gmail.com

(322)

31

28.9k

53.5k

About You

મારી કવિતા કે વાર્તા માં હું મળી આવું કે નહિ એ ખબર નથી ...પણ મારામાં મારી દરેક વાર્તા ને કવિતા મળી આવશે....

" વૃદ્ધાશ્રમ ભરેલાં છે વડીલોના આંસુઓથી." છોકરાઓ વિશે તો ઘણા લેખ લખાયા. મારે આજે જે આ વૃદ્ધો આશ્રમમાં જીવે છે એમના વિશે લખવું છે.થોડું એમનું પાછલું જીવન કેવું હતું એ કહેવું છે.
મારું કાલ શું થશે એ તો મને પણ ખબર નથી. છતાં પણ, મને આ લેખ લખવાની જરૂર ઈચ્છા છે. આ લેખ લખતા પહેલા જ હું દિલથી બધા વડીલો અને માતૃભારતીના મિત્રો જેમના વિચારો મારાથી અલગ છે,એમની પાસે માફી માંગવા માંગુ છું. મારા આ લેખથી કોઈનું ભુલથી પણ દિલ દુભાય તો મને માફ કરી દેજો...🙏🙏🙏🙏.મારા વિચારો પર આપના સારા નરસા બધા અભિપ્રાય આવકાર્ય છે.

બે પ્રકારના માં - બાપ છે જે લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે. પહેલા આપણે પ્રથમ પ્રકારના માં-બાપ વિશે થોડી વાત કરીએ.જેને એના બાળકો ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે.આ માં - બાપ એટલે એવા માં- બાપ જેમણે એમના સંતાનો પર પોતાના કરતા વધારે ભરોસો કર્યો.
જ્યારે માં બાપ હજી પોતે પણ યુવાન હતા, સંતાનો નાના હતા ત્યારે, માં-બાપનો સંતાનો પર પહેલા ભરોસો કેવો હતો એ જોઈએ.

જ્યારે સંતાનો નાના હતા અને પોતે જુવાન હતા ત્યારે એ લોકો વિચારતા કે મારા સંતાનો જેવું દુનિયામાં કોઈ નથી. આંધળો વિશ્વાસ સંતાનો ઉપર રાખતા જોયા છે, કોઈ સગા વ્હાલા જો એમને ભૂલથી પણ કહે કે તમારા સંતાનો અહીઁ આડા રસ્તે જાય છે અમને દેખાય છે પણ ક્યારેય કોઈની વાત ન માને એ પણ જોયું છે.

જે સંતાન સમજાવે માં-બાપને એ જ માં-બાપ સમજ્યા રાખે.સાચું હોય કે ખોટું બસ બધે ધૃતરાષ્ટ્ર બની વિશ્વાસ કરી બેસે. દેખાતું પણ હોય કે અહીં મારું સંતાન ખોટું કરે છે,ખોટું બોલે છે પણ ધૃતરાષ્ટ્રની જેમ જોયા રાખવાનું. અને બીજી ભૂલ કે હા,માં -બાપ વિચારે કે છેલ્લા સમયમાં ગમેતેમ તો મારા સંતાનો જ કામ આવશે આવું વિચારી છેલ્લે પોતાની મિલકત, જીવનભરની મૂડી આંધળો વિશ્વાસ કરી સંતાનોના નામે કરી દેવાની અને આ જ સંતાનો દગો આપી દે અને માં બાપને તીર્થોની જાત્રા કરવાને બહાને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવે. માં - બાપ બિચારા વૃદ્ધાશ્રમમાં મૃત્યુનો ઈંતજાર કરતા પડ્યા હોય છે. આ બધા માં - બાપને મારી વિનંતી છે કે તમે આંધળો વિશ્વાસ તમારા સંતાનો પર ન કરો. તમારી મિલકત ગમે તેવી સંતાનોની વાતમાં આવી એમના નામે ના કરો. તમે જીવો છે ત્યાં સુધી તમારી મિલકત પર તમારો જ હક રાખો. ગમે તેવા સારા સંતાનો પણ મિલકત આવતા જ બદલાય જાય છે. જમાનો એવો છે...આવા સંતાનોને જરુરથી સજા થવી જોઈએ. આ બધી વાતમાં મને હજી સમજમાં નથી આવ્યું કે વાંક કોનો હતો?? તમે પણ જરાક વિચારજો...

બીજી પ્રકારના માં - બાપ જે બહુ ઓછાં હશે પણ તોય કે જે પોતે સંતાનો સાથે રહેવા તૈયાર નથી. પોતાના જીવનમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નથી સંતાનો કહે તો પણ એમને એકલુ જીવવું છે.

મારા મતે તો વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. પણ સચ્ચાઈ એ પણ છે કે વૃદ્ધાશ્રમ છે અને બિચારા ઘણા માં - બાપ ત્યાં રહે પણ છે. બસ એ લોકોને અનુસરીને જ મેં આ લેખ લખ્યો છે.

કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો🙏🙏🙏🙏🙏

યોગી

Read More

તું જ મારો ચાંદો છે
જે મને ધોરા દિવસે તારા દેખાડે છે...

મારા ઘરમાં રેલમ છેલમ કરી નાંખે છે
મારા રાત-દિવસ એકસરખા કરી નાંખે છે....

મારો છેલડો પકડી રાખે છે
મને ઘાંઘી ઘાંઘી કરી નાંખે છે...

મારા પાણીડાં ધોળી નાંખે છે
મારી પાછળ પાછળ દોટ મૂકે છે

અંતમાં,
મારા આંગણામાં એ તો નાચે છે
મને માં માં કહી બોલાવે છે.....
હા, મને મારામાં જીવતી રાખે છે
ખરેખર, મારો ચાંદો મને મારું બાળપણ જીવડાવે છે.."



યોગી


-Dave Yogita

Read More

હે પરમાત્મા! મારી એક અરજી સ્વીકારી લે,
હે પ્રભુ!તું આજે મારી મરજી સ્વીકારી લે....

નિર્દોષ માણસો માટેની એક અલગ દુનિયા બનાવી લે
કાં તો તારા ન્યાયની અદાલત બેસાડી દે
હે પ્રભુ!તું આજે મારી મરજી સ્વીકારી લે...

અહીં તો રોજ એક જ ચક્કીમાં પીસાય છે
જીણુ ને જાડું,
તું દરેકનો હિસાબ બરાબર લગાવી દે,
હે પ્રભુ!તું આજે મારી મરજી સ્વીકારી લે...

અહીં તો બધા કહે હું જ સાચો
તું મને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવી દે
હે પ્રભુ!તું આજે મારી મરજી સ્વીકારી લે...

અહીં ન્યાયની લડાઈ લડવા બધા તત્પર છે,
તું તારા ત્રાજવે આજે સૌને તોલાવી દે,
હે પ્રભુ!તું આજે મારી મરજી સ્વીકારી લે...

અંતમાં,
કોયલને રૂપાળી બનાવી દે
તો ગુલાબના કાંટા હટાવી દે,
હે પ્રભુ!તું આજે મારી મરજી સ્વીકારી લે...

ગરીબના ઘેર લક્ષ્મી અને અમીરોને શાંતિ અપાવી દે,
હે પ્રભુ! આજે મારી મરજી સ્વીકારી લે...
તું અલગ તારા ન્યાયની દુનિયા બનાવી દે



યોગી


-Dave Yogita

Read More

સંતાનોની આગળ પાછળ રમતું 'માતાનું જીવન'
સંતાનોના હ્રદયમાં ધબકતું 'માતાનું જીવન'
સંતાનોના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી 'માતાનું જીવન'
સંતોની માફક ત્યાગ ભરેલું 'માતાનું જીવન'

-Dave Yogita

Read More

સુપ્રભાત મિત્રો! વરસોથી કાળ કર્મે માનવી સમયચક્રમાં ફસાતો આવ્યો છે અને આ ચક્રમાં ફસાતો રહેવાનો છે. આ સમયચક્ર ચાલતું આવ્યું છે અને ચાલતું રહેવાનું છે.

ચલો, એક ચક્કર આધ્યાત્મિક જગત તરફ મારીએ. હા, આજે મને એક વિચાર આવે છે કે સમયચક્રની બહાર, પણ એક દુનિયા હશે??? એ કેવી હશે?? જેને આપણે સ્વર્ગ અને નર્ક તરીકે ઓળખીએ છીએ એ તો ક્યાંક સમયચક્રની બહાર ની
દુનિયા નહિ હોય ને? આ તો મારો વિચાર છે.
વિચાર તો કરો કે આ દુનિયાની બહારની દુનિયા કેવી હશે? જ્યાં સમયની કોઈ પાબંધી નહિ હોય, જ્યાં તમારું શરીર પણ સાથે નહિ હોય. એક બીજાનો આત્મા એકબીજા સાથે રહેતો હશે. શરીરની માયા મૂકી દઈએ એટલે નહિ કોઈનો ડર, નહિ કોઈ પર હુકમ, નહિ કોઈ રોકવાવાળું નહિ કોઈ ટોકવા વાળું.
અહીંથી સમ્યચક્રની પારની દુનિયામાં પહોંચીએ એટલે બસ,આપણા કર્મ પ્રમાણે આપણો વિભાગ નક્કી કરી દેવામાં આવ્યો હશે. કોઈ સીમાડા નહિ હોય. ક્ષિતિજની પહેલીપારની દુનિયા જે સમયચક્રની બહારની દુનિયા કંઇક તો અલગ જ હશે.
ક્યારેક,ના....ના..ક્યારેક નહિ હમેશાં, મારું મન સમયચક્રની દુનિયામાં જવા માટે પણ લલચાય જાય છે. કેમકે, મેં સાંભળ્યું છે કે તું એ દુનિયામાં હોઇશ, જેની કલ્પના હું વરસોથી કરી રહી છું. જેના એક હાથમાં શંખ શોહે છે,બીજા હાથમાં ચક્ર શોંહેછે,ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં પદ્મ શોહે છે. કેવો હશે આ પરમાત્મા જેનું વર્ણન શાસ્ત્રોમાં આ રીતે કરવામાં આવ્યું છે. નિરંજન નિરાકાર જે મને રોજ મળવા આવશે. જેને હું જોઈ શકીશ. મળી શકીશ.... આ વિચાર જ મને ત્યાં પહોંચાડી દે છે જ્યાં તું છો...

એટલે હું મારા લેખમાં લખું છું કે

" મને મરણ પણ મંજૂર છે,
જો તું ત્યાં હોય...."


હા, અત્યારે તો આપણે ફરી આ દુનિયામાં પાછા આવી જઈએ. કેમકે, રહેવાનું તો અહીં જ છે. આ સમયચક્ર માંથી ઉગારતો કોઈ હોય તો એ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી કનૈયો છે. જે આપણને આ સમયચક્રમાં સલામત રાખે છે. આપણો સારો નરસો સમય સાચવે છે.

તો આ કાનાને યાદ કરી એનું પ્રિય ભજન યાદ કરી લઈએ.

"શંખ, ચક્ર, ગદા, પદ્મધારી કનૈયા,
તું મારી વારી ચડજે કનૈયા....

વારે તો ચડ્યાં મીરા તે બાઈને,
ઝહેરના અમૃત કીધાં કનૈયા....

વારે તો ચડ્યાં શકુ તે બાઈને,
પાણીના બેડલા ભર્યા કનૈયા....

વારે તો ચડ્યાં કુંવર બાઈને,
મામેરા એના ભર્યા કનૈયા.....

વારે તે ચડ્યાં નરસિંહ મહેતાને,
હૂંડી કોરે કોરી સ્વીકારી કનૈયા....

વારે તો ચડ્યાં ધ્રુવ પ્રહલાદને,
ભક્તોની વારે ચડ્યાં કનૈયા...

વારે તે ચડજે આ તારા ભક્તને
દુઃખ અમારા હરજો કનૈયા....."


યોગી

Read More

ઓ જિંદગી ઊભી રે...
તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉ
તારી સાથે વીતેલી પળને હું મનમાં તો ભરી લઉ
ઓ જિંદગી ઊભી રે...
તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉ

તુ તો ઉતાવળે ઉતાવળે ભાગી જાય છે
મારા એક એક શ્વાસનો હિસાબ તો હું માંગી લઉ
ઓ જિંદગી ઊભી રે....
તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉ

તુ એક દિવસ હાથતાળી આપી છુટી જવાની છે
હું મને તો અહીઁ ક્યાંક કેદ કરી લઉ
ઓ જિંદગી ઊભી રે...
તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉ

મને ખબર છે તું તો સૌથી મોટી બેવફા છે
હું તો મારી વફા સાથે તને સજાવી લઉ
ઓ જિંદગી ઊભી રે...
તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉ

અંતમાં,

તે જે આપ્યું એને તો મેં બહુ પ્રેમ કર્યો
થોડો પ્રેમ હું મને જોઈ છે એને પણ કરી લઉ
ઓ જિંદગી ઊભી રે...
તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉ

યોગી

-Dave Yogita

Read More

આજે મને એક ભવિષ્યવાણી કરવાની ઈચ્છા થાય છે, ગુજરાતી પ્રધાનમંત્રીની જેમ જ ગુજરાતી ફિલ્મો અને ભાષા દુનિયાભરમાં પોતાનું આગવું નામ હાંસિલ કરશે.
હું ગર્વથી કહેવા માંગુ છું કે અત્યારે આવતી ગુજરાતી ફિલ્મો અને નાટકો જોતા એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો ફિલ્મજગતમાં પોતાનું સ્થાન અલગ બનાવશે. ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મો સાથે સાથે ઊભી રહેશે, સાયદ આગળ પણ નીકળી જાય હો, અને મારી આ ભવિષ્યવાણી સાચી પડવાની છે.

'છેલ્લો દિવસ' ફિલ્મ આવ્યા પછી ગુજરાતી ફિલ્મોનો દબદબો વધી ગયો છે.હવે, થીયેટરમાં બેસી ગુજરાતી મૂવી જોવાની મજા જ અલગ છે. ગુજરાતી ફિલ્મોનું લેવલ પણ ઘણું ઊંચું આવી ગયું છે.
બે દિવસ પહેલા જ જોયેલી 'બુશર્ટ - ટીશર્ટ' ફિલ્મની વાત કરું તો સિદ્ધાર્થ રાંદેરિયા, કમલેશ ઓઝા,વંદના પાઠક અને બીજા એમના સાથી કલાકારોએ ખૂબ સુંદર અભિનયથી આ પિકચરને ચાર ચાંદ લગાવી દીધા છે. અને આ દિગ્ગજ કલાકારના અભિનય તમને ફિલ્મમાં અવશ્ય જકળી રાખશે. એક જાદૂઈ પત્થરો કેવી રીતે બધાની જિંદગી બદલી નાંખે છે એ જોવાની મજા અલગ હશે.

હા, પિતા અને પુત્રના અદભૂત સંબંધની વાત આ ફિલ્મમાં રજુ થઇ છે. ખરેખર, પિતાથી સારો મિત્ર પુત્ર માટે કોઈ હોય જ ના શકે...અને હા, એક પુત્રી તરીકે પણ હું જરૂર કહીશ કે પિતા જેવો કોઈ દોસ્ત હોતો જ નથી. વાત અહીં બુશર્ટ - ટીશર્ટ ફિલ્મની થાય છે તો આખે આખુ મૂવી જોરદાર કોમેડી છે, ઇમોશન પણ એટલા જ છે જે ખરેખર, સમજવા જેવા છે.

એકવાર તમારા પપ્પા અથવા તમે પિતા હોય તો તમારા સંતાન સાથે જોવા જવા જેવી ફિલ્મ છે. તો, જોવાનું ચૂકતા નહિ.ખરેખર, મજા જ આવ્યા રાખશે.
જરુરથી જોવો...બુશર્ટ - ટીશર્ટ...

હા, ગુજરાતી ભાષાના નાટકો, વાર્તા,કવિતા ગઝલ અને ફિલ્મોનું ભવિષ્ય વધુને વધુ ઉજવળ બને એવી જ એક ગુજરાતી લેખક અને ગુજરાતી નાગરિક તરીકે મારી ઈચ્છા છે.

અસ્તુ🙏🙏🙏🙏🙏

યોગી

Read More

ઓહ્ય! તને ખબર છે, રોજ હું જોખમ લઈને ફરું છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

સોનું ચાંદી નહિ હું તો અઢળક દોલત લઈને ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

માલિક તો નથી પણ તારો ચાહક બની ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

તારી એક એક વાત મારા મનમાં લઈ ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

મારી એક એક પળ તારા નામે કરી ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

મારા આંખોના દરવાજે તને સાચવીને ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

તને કીધા વગર જ તને પ્રેમ કરી ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

તને પામ્યા વગર જ તારો થઈ ફરુ છું
તને મારા દિલના લોકરમાં સાચવીને ફરુ છું

અંતમાં,

દરવાજો નથી દિલનો એક પણ
ચાવી નથી મારી પાસે આ લોકરની તોય
તને બધાથી છૂપાવી હું ફરુ છું
તને બધાથી છુપાવી હું ફરુ છું

યોગી

-Dave Yogita

Read More

નમસ્કાર મિત્રો! દુઃખદ વાત તો દરેકના જીવનમાં બનતી હોય છે. કોઈને કોઈ પ્રસંગ કે કોઈ સમય એવો આવે છે જે એક વ્યક્તિ માટે કાઢવો મુશ્કેલ બની જાય છે. હું તો ઈચ્છુ કે કોઈના જીવનમાં કોઈ દુઃખદ વાત બને જ નહિ. હમેશાં બધા હસતાં રહે. દુઃખ આવે તો ય તમને બધાને દૂરથી સલામ કરતું જતું રહે..

"હે મહાદેવ! તેરે દરબાર મે મેરી દુઆ અનામત રખના,
મે રહુ યા ના રહુ મેરે દોસ્તો કો સલામત રખના.......


એક વાત જરૂર કહેવા માંગીશ કે દુઃખદ વાત તો બધાના જીવનમાં થતી રહેતી હોય છે. પણ એ વાત પકડીને ઊભા રહેવું એ મોટુ દુઃખ છે. દુઃખદ વાત મારા માટે તો આજ પણ એ જ છે કે પચાસ ટકા માણસો હજુ એક જ જગ્યાએ ઊભા છે. પોતાની જાતને એનાથી આગળ લાવવા જ નથી માંગતા. એક ને એક વાતના રોદણાં જિંદગી આખી રોયાં રાખે. ઘણા લોકોને આગળ વધવુ જ નથી. આગળ વધો તો કેટલા સુખ એવા છે જે તમારી રાહ જોઈ ઊભા છે, પણ તમારે આગળ જ નથી વધવુ. આગળ વધવા માટે પણ ઘણું છોડવું પડે છે. છોડી દેવાનું બહુ ચિંતા નહિ કરવી.

જીવનનું નામ છે વહેતું રહેવાનું.સુખ હોય કે દુઃખ એક જ નિયમ યાદ રાખવો કે કોઈ સમય ઊભો નથી રહેવાનો. જો સુખ ઉભુ ના રહ્યું તો દુઃખની તાકાત પણ શું છે? આપણને ગમતો સમય જતો રહ્યો તો આપણને ના ગમતો સમય જતાં પણ વાર નહિ લાગે.

ધન્યવાદ....🙏🙏🙏🙏🙏🙏

યોગી

Read More

નમસ્કાર મિત્રો! વરસોથી એક જ નિયમ પર સંસાર ચાલે છે. મનુષ્યના દેહમાં એક આત્મા રહે છે. જ્યારે આ દેહ સાથે લેણાદેવી પૂરી થઈ જાય ત્યારે આત્મા ચાલ્યો જાય છે. અને આ દેહ અહીઁ ધરતી પર છુટી જાય છે. આત્મા અખંડ બ્રહ્માંડમાં લીન થઈ જાય છે.

બસ, આત્મા જ્યાં સુધી શરીરમાં રહે ત્યાં સુધી આત્માને શુદ્ધ કરતા રહેવાની જવાબદારી આપણી છે. આત્માને શુદ્ધ કરવા એને આનંદમાં રાખવો જરૂરી છે. અને આત્માને આનંદમાં રાખવા રોજ એક વાત આત્માને રોજ કહેવી જરૂરી છે. જે આ ભજન દ્વારા કહેવા માંગુ છું.

આનંદી આત્મા આનંદમાં રહેજો
સરખા માનીને સુખ દુઃખ
આત્મા આનંદમાં રહેજો

સગવડ સુખ છે, અગવડ દુઃખ છે
મનના માનીલા સુખ દુઃખ
આત્મા આનંદમાં રહેજો

ભાગ્યમાં હોય તે ભોગવી લેવાનું
સંકટ પડે ત્યારે સહન કરવાનું
સમય સમય બલવાન
આત્મા આનંદમાં રહેજો

ભક્તિનો ભાવ તમે રુદિયામાં રાખજો
સુખ અને દુઃખ તો તડકો ને છાંયડો
હિંમત કદી ના હાર
આત્મા આનંદમાં રહેજો

આજે મળ્યું તે પ્રેમથી સ્વીકાર જો
કાલના વિચારમાં કદી ના રહેજો
દેવા વાળો છે દાતાર..
આત્મા આનંદમાં રહેજો

પાંચ તત્વોની કાયા બનેલી
ઊડી જતાં નહિ લાગે વાર
આત્મા આનંદમાં રહેજો

નરસિંહ મહેતાના સ્વામી શામળા
મીરા તે બાઈના ગિરધર ગોપાલા
આત્મા આનંદમાં રહેજો


યોગી

Read More