લખનાર તો એક ખરી પડેલું પાંદ છે પણ, વાંચનાર તો એક સોનેરી સૂરજ છે....

રમી લીધું ઘર ઘર રમત માં ઘણું,
હવે ઘરે જવાનો સમય થઇ ગયો.

બંધ મુઠ્ઠી સહેજ માં પરખાઈ ગઈ,
શ્વાસની મુડી બધી જ ખર્ચાઈ ગઈ.

એ પછી એની મજા ક્યાંથી રહે?
એ મૂંગી વેદના ચર્ચાઈ ગઈ.

ડૂબવામાં શું ગયું એ સૂર્ય નુ!
આપણાં સંગાથની પરછાઇ ગઈ.

સૌ વચાળે જે મને શોધી રહી,
એજ આંખો રૂબરૂ શરમાઈ ગઈ.

કેમ આવ્યા હતા દુનિયા મહી?
વાત છેલ્લી પળ સુધી વિસરાઈ ગઈ....

Read More

દર્દ જેને કહી શકું એવા દિલદાર જોઈએ,
હર કદમ રહે સાથ એવા રાહદાર જોઈએ.

તમન્ના નથી જીવનમાં કે ફૂલ બની મ્હેકી શકું,
પણ ફૂલ ને રક્ષનાર કાંટા એવા ધારદાર જોઈએ.

આજ સુધી નથી મળ્યા છતાં તમે યાદ છો,
પણ વિયોગ કેરા વન એવા ઘટાદાર જોઈએ.

આજે પ્રેમ આપે ને કાલે દર્દ,આંસુ ગમ!
દિલસાના શબ્દો પણ એવા ધારદાર જોઈએ.

અધવચ્ચે મૂકી દઈને વાત કરે મતલબ ની,
વફાના હોય જાણકાર એવા વફાદાર જોઈએ.

નથી આશા મને કે મળી જાય કોઈ દિલબર,
તારી દે ભવપાર એવા દોસ્તાર જોઈએ......

મારી ડાયરી માંથી.......

Read More

નવ માસ માનાં પેટ મા ઘૂંટાઈ હતી વેદના,
દીકરી થઈ અવતરી ને પથ્થર મા ગણાઈ વેદના.

માતા પિતા ની બિલકુલ ન મળી આંગળી ને,
ભલાઈ ની પળોજણ મા રડી પડી વેદના.

રમવું,જમવું ને ભણવામાં પણ પ્રથમ આવે,
પણ ચીડવે છોકરી ની જાત ને વગોવાઈ વેદના.

ભલે આવે ભઈલો રાત ના પાછલા પ્રહર મા,
સાંજ ઢળે ન આવે દીકરી,તો ક્રોધે ભરાઈ વેદના.

ભણવામાં પણ હોશિયાર,ચપળ છતાં પણ,
દીકરી પારકું ધન કહી, ન ભણાવવા ની વેદના.

ગૃહકાર્ય માં કુશળ છતાં વારે વારે મળે ઠપકો,
ભઈલો મદદ કરે ના કરે ડૂસકું ત્યારે બને વેદના.

સાસરેથી આવતા વેત દીકરી સૌના ખબર પૂછે,
પણ દીકરો ને વહુ તો ઘરડાઘર નો માર્ગ બતાવે

આખર દીકરી દીવડો થઈ મા બાપ ની કાળજી લે,
દીકરી ટેકણ લાકડી બનીને શરમાઈ ગઈ વેદના....

Read More

કોઈ ને ખોટું ન લાગે એટલે મૌન વજનદાર રાખું છું.
બાકી શબ્દો તો હું પણ ધારદાર રાખું છું!!

-Kailas

વળી છે કુદરત વિનાશ તરફ,
માણસ બધા ગુનેગાર લાગે છે.

સાંબેલાધાર વરસે છે વરસાદ,
જાણે પત્થરો ને પણ તરસ લાગે છે.

લીલી ચાદર ઓઢી જોને કેવી મ્હાલે છે ધરતી,
ખુશીઓ એને અપરંપાર લાગે છે.

ઓનલાઈન થયાં છે જ્યારથી બેસણાં,
આત્માઓને એનો આઘાત લાગે છે.

બહુ ઓછાં દેખાય છે હવે કાગડા,
ભાવ વગર નુ ખાવું એને ઝેર લાગે છે.

મા બાપ ને મૂકે છે ઘરડા ઘરમાં,
દીકરા વહુ ને હવે એનો પણ ભાર લાગે છે.

સ્વજનો સામે યુધ્ધ કરવા માં,
ગીતાનો કંઇક સાર લાગે છે.

જેટલું નુકશાન કર્યું પ્રકૃતિ નુ,
એની ભરપાઈ કરવી જ રહી,
ચેતાય તો ચેતી જાવ હજી,
બાકી,કર્મ લખાતા ક્યાં વાર લાગે છે.?

Read More

સુખ ની સોય ને દુઃખ નો દોરો,
દુઃખ ની સોય ને સુખ નો દોરો
કોણ રહે અહીં આઘો ઓરો,
આપણો કાગળ રાખીએ કોરો

-Kailas

ઉપેક્ષા થી ના મૂંઝાતો,ના ઉપહાસ થી ડરજે,
વિરોધી પર વિજય પામી,સદા આનંદ થી વધજે,
પ્રશંસા પુષ્પ થી પથ ના ચૂકિશ,સ્થિર બુધ્ધિ જાળવજે,
અનુસરે જનો સર્વે ખરો નેતા બની રહેજે...

-Kailas

Read More

ગુડ મોર્નિંગ વાળી સવાર કરતા,
પંખીઓના કલરવ વાળું પરોઢ મને બોવ ગમે.

બ્રેક ફાસ્ટ ની બૂમો કરતા,
શાંતિ નુ શિરામણ મને બોવ ગમે.

હિન્દી ફિલ્મો ના ગીતો કરતા,
ઘમ્મર વલોણા ના નાદ મને બોવ ગમે.

હજારો વાહનો ની ટ્રાફીક કરતા,
સીમે ચરવા જતું ગૌ ધણ મને બોવ ગમે.

ફિલ્ટર અને મિનરલ વોટર કરતા,
નદીએ વહેતું નિર્મળ જળ મને બોવ ગમે.

બપોર ની ગરમીમાં એ.સી ની ઠંડી હવા કરતા,
લીંબડા નો મીઠો પવન મને બોવ ગમે.

કીટી પાર્ટી અને ડાન્સ ક્લબ કરતાં,
ઢોલ અને ખંજરી ના તાલે સત્સંગને બોવ ગમે.

ફૂલ છોડ વાળા બાગ બગીચા કરતા,
મારા ઘરનું ફળિયું મને બોવ ગમે.

દરિયા કિનારા નો સનસેટ કરતા,
ઢળતી સંધ્યા નો સૂરજ મને બોવ ગમે.

સાંજ પડતાં લાખો રૂપિયા કમાતા શહેરો કરતાં,
સુખ મા રોટલો રળતું ગામડું મને બોવ ગમે......

Read More

કુદરત ની કૃપા કેવી ન્યારી!
કેટલી સુંદર સૃષ્ટિ બનાવી.!

માણસ ને આપી બુધ્ધિ સારી,
તેમાં તેણે તેજ વધારી.

લાગણી,ભાવ ને ભક્તિ આપી,
કરવા સૃષ્ટિ ની રખવાળી.

ભૂલ્યો ભાન ને ભૂલ્યો ભગવાન,
સમજ્યો ખુદ ને હકદારી.

ખુદ દયા ની ભીખ માગતો,
કરી ને બીજા પર અત્યાચારી.

બન્યો સ્વાર્થી,પાપી ને અભિમાની,
ભગવાને ત્યારે લીલા બતાવી.

ગરજે વાદળ ને વીજ ઝબૂકે,
વરસે મેહુલિયો હદ વટાવી.....

Read More

तुम ज्योत हो कुलदीपक की।
अंधेरो से तलुक्कात मत किया करो।।

तुम ज्ञान हो संसार की किताब का।
खुद का पन्ना खुद ही लिखा करो।।

जो नजरें तुम मिलाती हो खुद से।
आसमानों में वेसी नजरें मिलाया करो।।

वो बंजर किस गांव की जमीं।
तुम पौधा उगाके सत्यपान करो।।

अंबर के घने बादलों में नजर उठाओ।
हर रश्ता कैलाश का दिख भी लिया करो।।
સૌરભ સંહિતા માંથી......

-Kailas

Read More