Hey, I am on Matrubharti! My nameKalidas V. Patelમારાં પ્રકાશનો ૧. જયોતસે જ્યોત જલે... ૨. હલ્લો ઓસ્ટ્રેલિયા બાય ઈન્ડિયા. ૩. આધુનિક બાલકથાઓ. ૪. વિચિત્ર વિશ્વ

ભીંત ફાડીને ઉગી નીકળેલ પીપળો છું હું...!
એમ કાંઈ હથિયાર હેઠાં મૂકી દઉ એમ નથી
ભીંત-પથ્થરને ફાડવાની તાકાત-હામ ધરાવું છું
શું એક આપના દિલને રીઝવી નહીં શકું...?

-Kalidas Patel

Read More

નથી દિલમાં
અસ્થિ...તો પછી ભૂંડું
તૂટે ક્યાંથી...?

-Kalidas Patel

"હળજોતરા" ને શુભ દિને...
જે વાવેતર કરવા નહોતા આવ્યા...
તે આજ "ફસલ" કાપવા દાતરડું લૈ
દોડી આવ્યા છે...!

-Kalidas Patel

"ભોગવો" એ જ
તમારું : "ભેગું કરો"
એ પારકાંનુ...!

-Kalidas Patel

માનું "ગણિત"
કાચું...એક માગું...બે
રોટલી આપે...!

-Kalidas Patel

"ટીકા" કરતાં
માણસ તૂટે..."ટેકો"
કરતાં "ટકે" ...!

-Kalidas Patel

મનનું "માન્યું"
એ મર્યા : મન "માર્યું"
એ બધા "તર્યા"...!

-Kalidas Patel

અમે તો એક ફૂલ માગ્યું 'તું...
એ તો આખું ઉપવન ઉપાડી લાવ્યો...
મારો એ દોસ્ત ગણિતમાં બહું કાચો...
પણ લાગણીમાં બહું સાચો...!

-Kalidas Patel

Read More

માવઠું તો માવઠું...
ચાલ પલળી લઇએ
મળ્યું જે સહજમાં તો ચાલ માણી લઈએ

-Kalidas Patel

જ્યારથી ફૂલોને અમે ચાહ્યા છે
ત્યારથી કાંટાઓને પણ અપનાવ્યા છે
હકથી ઘણુંબધું માગી લીધું છે
તો ફરજને પણ ક્યાં અવગણી છે...?

-Kalidas Patel

Read More