હૈ ઇશ્વર તારી પાસે મારે કઈ નથી જોતું,પણ તે મારી અંદર કંઇક લખવાની આવડત મૂકી છે,બસ મને એમ થાય છે કે હું લખીયા જ કરું લખીયા જ કરું.હું તને વચન આપું છું કે કર્મથી હું કયારેય હારીશ નહીં,પણ હું જંપી જાવ તે પહેલા મારે હજુ માઇલોને માઇલોની મુસાફરી કરવી છે.તેમાં તું મારો સદય સાથ આપજે.

kalpesh diyora લિખિત વાર્તા "થાર મરૂસ્થળ (ભાગ-૨૧)" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879316/thar-marusthal-21

kalpesh diyora લિખિત વાર્તા "થાર મરૂસ્થળ (ભાગ-૨૦)" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19878980/thar-marusthal-20

હાય, માતૃભારતી પર આ વાર્તા 'થાર મરૂસ્થળ (ભાગ-૧૮)' વાંચો
https://www.matrubharti.com/book/19877634/thar-marusthal-18

#વેવિશાળ

આવો આવો બસ અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા.જ્યારેથી કિંજલની સગાઈ નક્કી થઈ છે.ત્યારથી
હું તમને અમારા ઘરે એકવાર જમાડવા માંગતો હતો.
અંતે આજે એ દિવસ આવી જ ગયો અમારી
કિજલના હાથનું જમવાનું પણ તમને મળી ગયું.

હા,રમેશભાઈ અમે પણ એ જ વાટ જોઈ રહ્યો હતા કે કિંજલ અમદાવાદથી આવે એટલે તેના હાથનું જ અમારે ગરમાં ગરમ ખાવું છે.એ હોસ્ટેલ પરથી ત્રણ દિવસ પહેલા આવી અમને જાણ થઈ એટલે તરત જ અમે આવી ગયા.

નીરવ મજામાં તો છે ને ?વડોદરામાં કોઈ તકલીફ નથીને?નહીં તો અમારા ફઇ ત્યાં જ રહે છે.કોઈ કામ કાજ હોઈ તો કેહજો.

નહીં મનીષભાઈ એમને પણ કિંજલની જેમ જ સારી હોસ્ટેલ મળી ગઈ છે.જમવાનું પણ ત્યાંથી જ સારું એવું મળી રહે છે.અને આમ પણ હવે ત્રણ મહિના જ છે,એ પછી તો તે સુરત આવી જશે.એ પછી ક્યાં ટેન્શન છે.

તમે કહી રહ્યા હતા કે લગ્નની તારીખ બે નક્કી કરી છે.
તમને રૂબરૂ આવીને વાત કરીશ.તે કઈ તારીખ નક્કી કરી છે.અમને પણ ત્યારી કરવાની ખબર પડેને.તમે એકલા જ લગ્નની તૈયારી કરો તે કેમ ચાલે.

નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખ અને
નવેમ્બર મહિનાની ઓગનત્રીશ અને ત્રીસ તારીખ
આ બંને તારીખ માંથી તમારે કોઈ એક તારીખ નક્કી
કરવાની છે.

મનીષભાઈ એ તારીખ સામે જોઇને કહ્યું નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખ ફાઇનલ આમ પણ રવિવાર આવે છે.

અને રહી એક બીજી વાત મનીષભાઈ તમારે એક પણ રૂપિયાનો ખર્સ કરવાનો નથી.મારા મિત્રના જ ફાર્મ હાઈસમાં બધુ આયોજન કરવાનું છે.જમવાનો ખર્સ પણ હું જ આપીશ.

અરે એવું થોડું ચાલે રમેશભાઈ જમણવારના પૈસા તો અમારે આપવા જ પડે ને..!!!

ત્યાં જ કિંજલ રસોડામાંથી બહાર આવી.પપ્પા મારે નીરવ જોડે વાત થઈ છે,અમે બંને કોર્ટ મરેજ કરવાના છીએ.અને લગ્નનો જે ખર્સ થાય તે પૈસા કોઈ અનાથ આશ્રમમાં આપવા માંગવી છીએ.ઘરમાં થોડીવાર શાંત વાતાવરણ બની ગયું.બધા જ કિંજલ સામે થોડીવાર જોઈ રહ્યા.

અરે કિંજલ તું આ શું બોલી રહી છે.તેમના ઘરે ઘણા સમય પછી આ પહેલો પ્રસંગ છે.તેવો ધામધૂમથી ઉજવવા માંગે છે.રમેશભાઈ તમે આ કિંજલની
વાત નહીં સાંભળતાં તમે ધામધૂમથી લગ્ન કરજો.

મનીષભાઈ કિંજલની વાત સાથે હું સહમત છું.
મારા ઘરે આવી જ વહુના પગલાં થાય તેની હું રાહ જોઇ રહ્યો હતો.આ તો આનંદની વાત છે.વાહ બેટા આજ તે મને ખુશ કરી દીધો.

રમેશભાઈ તમે તો કિંજલના નામના પાંચ લાખ બેંકમાં મેકશો જ,પણ હું પણ આ મારી જ દીકરી છે,તેમ માની પાંચ લાખ તેના નામે બેંકમાં મેકિશ.જેથી કરી ક્યારેય એમને દુઃખના દિવસો જોવા ન પડે.

અને હા,અનાથ આશ્રમમાં પણ આપડે પૈસા આપીશું
નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખે.કિંજલ અને નીરવના લગ્નના દિવસે જ.

કિંજલે આજ ઘરનું વાતાવરણ આનંદિત આનંદિત કરી દીધું.બધા જ ખુશખુશાલ હતા.

અત્યારે લગ્ન પહેલા જ લોકોને ટેન્શન આવી જાય છે કે આટલા બધા પૈસા ક્યાંથી લાવશું.કેવી રીતે લગ્ન કરીશું પણ એક વાત યાદ રાખજો કે,

"લગ્ન એ ટેન્શન નથી આનંદનો ઉત્સવ છે"


લી.કલ્પેશ દિયોરા

Read More

#ગામને_પાદર

કિંજલ આજ કૂવે પાણી ભરવા જઈ રહી હતી.કૂવો ગામને પાદર જ હતો.કુવાની બાજુમાં જ ગામની પાદરે એક નાનકડું રામ મંદિર હતું.એ રામ મંદિરની બાજુમાં એક મોટો ઓટલા હતો.એ ઓટલા પર બેસીને બે ત્રણ મોટી ઉંમરના વડીલ કિંજલને આવતી જોઈને વાતો કરી રહ્યા હતાં.

આ સૂર્યાની છોકરીએ તો આ ગામનું નામ બરબાદ કરી નાખ્યું.એક વર્ષ થયું તેના સાસરેથી આવી એને, આજ પણ આ સૂર્યાના ઘરનું ખાય રહી છે.આને તગડો ગામ બહાર નીકાળો.નહીં તો આની વાદે વાદે ગામની બીજી સત્તર છોકરીયું પાછી આવશે.મને આ તકલીફ છે.મને ત્યાં ગમતું નથી.નવા લગ્ન કર્યા હોઈ તો થોડી તકલીફ તો રહેવાની જ.એમાં કઈ ઘર મેકીને અહીં થોડું આવતું રહેવાય.

મગનભાઈ આ સૂર્યો પણ શું કરે હાવ ભોળો માણસ.પહેલા સાસરયા વાળા કે એમ જ કરે છે.મારી જેવો હોઈ તો ફડાક કરતી એક નાંખીને કહી દે કે આજ તારું ઘર છે.અને અહીં જ રહેવાનું છે.તારે મરવું હોઈ તો મરી જા.પણ તારા બાપના ઘરે પગ નહીં મુક્તી.

એમ જ હોવું જોઈએ નાગજી તારી વાત મને ગમી.આ તો ઘરમાં ગોંધી રાખે છે.સૂર્યોના ઘરેથી સાસરયા વાળા આવીને લઈ જવાના હોઈ તેની વાટ જોઈ રહિયા છે.આ છોકરી અહીં રેહવી ન જોઈએ ગામમાં બે દિવસમાં ગમે તેમ કરીને તેને બહાર નીકાળો.

આ બધી વાતો કૂવે પાણી ભરતી કિંજલ સાંભળી રહી હતી.તે બેડું લઈને ત્યાંથી ઉભી થઇ ગામને પાદર રામ મંદિરને ઓટલે આવીને ધમ કરતું બેડું પછાડું.બેડામાં જેટલું પાણી હતું એ બધું જ પહેલા ત્રણ પર ઉડયું.

અલી છોકરી આ શું કરું તે?

મારા બાપ પાસે સાસરિયા વાળાને આપવા માટે પૈસા નથી.એટલા માટે હું આ ગામમાં એક વર્ષથી રવ છું. ત્યાં જાવ તો મને વેણા મારે છે.તારા બાપે કહી આપ્યું નહિ.કહીને લાકડીથી મારી મારીને મને અધમૂવી કરી નાંખે છે.માટે જ મારો બાપ મને અહીં લાવીયો છે.
મને શોખ નથી આ ગામમાં રેહવાનો.મારા બાપ પાસે પૈસા આવશે એટલે હું વહી જશ.

એક સ્ત્રીમાં જેટલી સહન કરવાની શક્તિ હતી તે બધી જ પુરી કરીને હું અહી આવી છું.તમને તો ગામને પાદર રામમંદિરના ઓટલે બેઠા બેઠા કોઈની ઠેકડી કરવમાં જ રસ છે.પહેરી જોવો કયારેક હાથમાં બંગડી તો ખબર પડે કે સ્ત્રીની કેવી પરિસ્થિતિ આજ સમાજમાં.

તમને તો અહીં બેસીને વાતો કરતા આવડે છે.આને આટલું આપવાનું તો જ સાસરીયથી જમાઈ લેવા આવશે.એ બધા નિયમ આ રામમંદિરના ઓટલે બેસીને તમે જ ઘડિયા છે,અને ભોગવાનું અમારે આવે છે.સાંભળી લેજો "હું અને મારો બાપ નક્કી કરશું કે મારે ક્યારેય જાવું તમારે ડબ ડબ કરવાની જરૂર નથી"

મગન અને નાગજી કિંજલની સામે જોઈ રહિયા.
રામ મંદિરનો ઓટલો ઘડીભર સુમસાન થઈ ગયો.આ પરિસ્થિતિ જોવા અડધું ગામ ભેગુ થઈ ગયું.સ્ત્રી ઘરમાંથી વેવણ લઈ બહાર નીકળી ગઈ હતી.
છોકરાઓ નિશાળેથી છૂટીને હાથમાં દફતર લઈને ગામને પાદર આવી ગયા હતા.

એક ખૂણામાં ઉભેલ કિંજલના બાપુજીની આંખ માંથી
ધર ધર આસું પડી રહિયા હતા.તે કિજલની નજીક આવિયા અને કહ્યું "બેટા આજ તે ગામને જે કહેવાનું હતું તે કહી દીધું"

લી.કલ્પેશ દિયોરા

Read More

#સુખી_લગ્ન_જીવન

મયુર તારી સાથે હવે હું એક દિવસ પણ રેહવા માંગતી નથી.મેં મન બનાવી લીધું છે.હું તારી સાથે લગ્ન કરીને આવી ત્યારથી આ ઘરમાં મારો એક દિવસ પણ સારો ગયો નથી.હું ક્યાં સુધી સહન કરું તું અને તારા ઘરના બધા મારી પર જ જીવતા હોવ એવું મને લાગી રહ્યું છે.

હિના પાણી આપને હજુ તો બાપુજીને પાણી આપી જ રહી હોવ ત્યાં બા બોલે હિના ખાવાનું તૈયાર છે ને હું આવું છુ રસોડામાં જમવા.હજુ આ બધા માંથી આમ તેમ થાવ ત્યાં પહેલો નિશાળેથી ઘરે આવે મોમ આ જોઈએ.મોમ મારે આ ખાવું છે,એને હું સમજાવું અને કહી બનાવી આપું ત્યાં તમે ઘરે આવીને ધમ કરતો થેલો મેકીને જમવાની થાળી પર બેસી જાવ.

અને એમાં પણ ઓછું હોઈ તેમ બા મને દરરોજ ટોક ટોક કરે છે.પહેલા બાજુવાળા રામભાઇની વહુ જો દરરોજ સાડી મનજીને ત્યાંથી લાવે છે,અને સાંજ પડે સો રૂપિયાનું કામ કરે છે.તું પણ આ મયુરને કંઈક ટેકો કર.

હિના તું બાનું શા માટે સાંભળે છે.એની તો ઉંમર થઈ એ તો બોલે,અને જીવનમાં કામ તો રહેવાનું જ પણ તું એમ ન વિચાર કે આ મારા પર કામનો બોજ છે.તું એમ વિચારીને ઘરનું કામ કર કે આ ઘરના બધા જ સભ્યો મને વાહલ કરે છે.એ મારા જ છે.ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે બધા તારો સાથ આપશે જ.

તું યાદ કર હિના હજુ ગયા મહિને જ તને તાવ આવી ગયો હતો.મેં મારી જોબ પરથી પણ ચાર દિવસની રજા લઈ લીધી હતી,અને ઘરનું બધું જ કામ બા કરતા હતા તને એક પણ કામ કરવા નોહતા દેતા યાદ છે ને તને.

હું જોબ પર હોવ ત્યારે મારો બોસ પણ મને ટોક ટોક કરે છે,પણ હું તે ધ્યાનમાં નથી લેતો કે નથી કઇ તેની સામે બોલતો કેમ કે મને બીજી બાજુ એ પણ વિચાર આવે છે કે એ પૈસાથી મારુ ઘર ચાલે છે.એ મને પગાર આપે છે તેનાથી આપણી નાની નાની જરૂરીયાત પુરી થાય છે.માટે હિના તું અવળી નહિ પણ સવળી બાજુ વિચાર કર.

આ જિંદગી એકવાર મળે છે.હિના તું ખુશી ખુશીથી જીવાનો પ્રયત્ન કર.કોઈ પણ પરિસ્થિતિ આવશે અમે બધા તારી સાથે હશું.કોઈ કહે તેમ નહીં પણ તને જે સારું લાગે તે કર.તને ગમતી વ્યક્તિમાં તું ખોવાય જા.એ પછી આ બધું કામ તને એક તુચ્છ લાગશે.

સોરી મયુર તારી વાત સાચી છે.હવેથી હું કોઈ ફરિયાદ નહિ કરું.જે મને દેખાય રહ્યું હતું તે મને કામ જ દેખાય રહ્યું હતું,પણ પાછળ બીજી બાજુ મેં નજર કરી જ નહીં કે હું જેને પ્રેમ કરું છું.જેને વહાલ કરું છું.એના જ કામને હું બોજ માંની રહી હતી.

લિ.કલ્પેશ દિયોરા

Read More

#માસિક_ધર્મ_પવિત્ર_કે_અપવિત્ર

સામે મંદિર છે,મારે જવું છે,પણ હું જઈ શક્તિ નથી.
મને મારા પેટમાં કડકડતી ભુખ લાગી છે,પણ મારી "માં" મનેનાં પાડે છે કે તું સ્નાન કરીને આવ પછી જ તને ખાવાનું મળશે.

મેં કારણ જાણયું તો જવાબ મળ્યો કે તે માસિક ધર્મમાં છે.મારા મત મુજબ આ કુદરતી છે,આ વાતને ધર્મ સાથે સરખામણી કરીને તમે એક સ્ત્રીનું અપમાન કરી રહ્યા છો.આ ૨૧મી સદીમાં સ્ત્રી જ સ્ત્રીનું અપમાન કરી રહી છે.માસિક ધર્મ વખતે તારે અહીં ન જવું જોઈએ,તારે આમ ન કરવું જોઈએ.

જો તમે એમ કહી રહ્યા હોવ કે માસિક ધર્મ સમયે કોઈ સ્ત્રી અપવિત્ર છે.તો દુનિયાનો હરેક વ્યક્તિ અપવિત્ર છે.કેમકે એ જ રક્તથી તમારો જન્મ થયો છે.તો શું તમે આ સમાજને અપવિત્ર ગણશો.

આ એક સમસ્યા નથી.સમસ્યા એને કેહવાય કે જેનું નિરાકરણ હોઈ અહીં તો આનું કોઈ નિરાકરણ જ નથી.માટે આ સમસ્યા નહિ પણ જીવનનો એક ભાગ છે,તેમ તમારે સમજવું જોઈએ.

કોઈ વ્યક્તિ કે કોઈ વિજ્ઞાન એવું સાબિત કરી દે કે માસિક ધર્મ સમયે સ્ત્રીએ બનાવેલ ભોજન અપવિત્ર થઈ જાય છે.તો માનવું પડે પણ અત્યારે સુધી કોઈ ભોજન અપવિત્ર થયું નથી.કે કોઈએ અપવિત્ર થતું જોઈયું નથી માટે આ પરિસ્થિતિમાં સ્ત્રીઓનું સન્માન કરો.

ઘણા વર્ષો પહેલા સ્ત્રીને માસીક ધર્મ વખતે તકલીફ થતી હતી.તેમની પાસે એવી કોઈ વસ્તું ન હતી કે તેનાથી તે રક્તસ્ત્રાવ અટકાવી શકે માટે મંદિર જવા માટે અનુમતિ હતી નહીં.પણ હવે તો એવી ઘણી વસ્તુઓ આવી ગઈ છે જેના કારણે સ્ત્રી રક્તસ્ત્રાવ રોકી શકે છે.માટે દરેક સ્ત્રીનું આ પરિસ્થિતિમાં સન્માન કરો અપમાન નહિ.

તમે એ વિચારનો કરો કે માસિકધર્મ વખતે છોકરીઓ અપવિત્ર હોઈ છે.નહિ ત્યારે તે એક દેવી જેવી પવિત્ર જ હોઈ છે.જો તે દિવસે તે મંદિર જાય તો ઇશ્વર પણ ખુશ થાય છે,કે આવી પરિસ્થિતિમાં પણ એક દેવીએ મંદિર આવાનો પ્રયત્ન કર્યો.

લિ.કલ્પેશ દિયોરા.

Read More

#જીન્સ_વાળી_વહુ_નહિ

અમિત હવે તો તું લગ્ન કર.ઘણા સમયથી તને કવ છું.પણ તું લગ્ન તરફ ધ્યાન જ નથી આપતો.તારી ઓફિસમાં કોઈ છોકરી ગમી નથી ગઈ ને?તને યાદ છે ને અમિત મને જીન્સ વાળી છોકરીથી નફરત છે.મારી વહુ આવશે તો એ મારી જેમ જ રહેશે.અને મેં સાભળ્યું છે કે જીન્સ વાળી છોકરી ઘરમાંથી માં-બાપ ને બહાર નીકાળી દે છે.

નહીં મમ્મી એવું કંઈ નથી મને કોઈ ઓફિસમાં છોકરી ગમતી નથી.મારે જ્યારે લગ્ન કરવા હશે ત્યારે હું તમને સામેથી જ કશ કે મારે હવે લગ્ન કરવા છે.હજુ કોઈ વિચાર નથી.

એક મહિના પછી ફરી કહ્યું મમ્મી એ કહ્યું હવે તો તું ૨૭નો થયો તારે લગ્ન કરી લેવા જોઈએ.મેં તારા માટે ઘણીબધી છોકરી શોધીને રાખી છે.પહેલી રમાં છે ને બાજુ વાળી તેના ભાઈની છોકરી રૂપાળી અને સંસ્કારી બંને ગુણ છે.અને જીન્સ તો તે કયારેય પહેરતી જ નથી.

મમ્મી એવું તમને કોણે કહ્યું કે જીન્સ વાળી છોકરી સંસ્કારી ન હોઈ અને માં-બાપને ઘરમાં ન રેહવા દે.
એ તું મને પૂછ પૂછ ન કર અમારે અહીં દરરોજ ચોકમાં બેસીને બધી વાતો થતી હોઈ અને અમે અમારી નરી આંખે જોતા પણ હોઈએ.ઘરે વહુ આવશે તો મારી જેવી જ અને મારા જેવા કપડાં પહેરે તેવી જ.

તો શું બાજુવાળી રમાંના ભાઈની છોકરી જીન્સ નહિ પહેરતી હોઈ એમ તમે કયો છો.

હા,જ તો વળી..!!!
કેમ તમે જોવા ગયા હતા તેના ઘરે?તને કીધું તો ખરા અમિત ચોકમાં રમાં સાથે વાત થઈતી તું બધું મને પૂછ પૂછનો કર.

તમે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરો છો,અને પછી એમ કયો છો કે બોવ પૂછપરછ નહીં કરવાની,કરવી તો પડે જ ને તમારે તેની સાથે મારા લગ્ન કરાવા હોઈ તો.

એટલે તારી ઈચ્છા છે તેની સાથે લગ્ન કરવાની એમ કેહવા માંગે છો તું.હા,તમે સારું મહુર્ત જોઈને તારીખ નક્કી કરો.એક જ વર્ષમાં અમિતના લગ્ન થઈ ગયા.લગ્ન થઈને વહુ ઘરે આવી.

લગ્નના ચોથા દિવસ જ રમાંના ભાઈની છોકરી રૂમ માંથી જીન્સ પહેરીને બહાર નીકળી.મમ્મીની તો આંખો તેની સામે જ ફાટી રહી.

અમિત મેં તને કહ્યું તું કે મારા ઘરમાં જીન્સ વાળી વહુ ન જોઈએ.

"માં" પસંદ કોણે કરી પહેલા મેં કે તમે.હા,મેં જ કરી પણ એ અમને ઘરની બહાર નીકાળશે.મને ડર લાગે છે.તું એને ના પાડી દે.

કિંજલ અહીં બહાર આવતો મમ્મી એમ કહે છે કે જીન્સ વાળી છોકરી માં-બાપનો ખ્યાલ નથી રાખતી
તેમને ઘરની બહાર ધકેલી દે છે.

આજે સવારે જ અમિતે મને કહ્યું કે આજે મમ્મીનો જન્મ દિવસ છે,અને આપણે તેમના જન્મદિવસની પહેલી વાર ઉજવણી કરવી છે.માટે આજે હું જીન્સ પહેરીને ત્યાર થઈ,અને તમે આવી વાત કરો છો મમ્મી.

મમ્મી જીન્સ પહેરવાથી કોઈ છોકરીના સંસ્કાર નથી બદલી જતા.કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં તફાવત નથી આવતો.હું તો તમારો ખ્યાલ જીવન ભર રાખીશ અને તમારી સાથે જ રહશ.તમને મારાથી દૂર ક્યારેય નહીં થવા દવ.

ચોકમાં આજ સાંજે ફરી બેઠક થઈ અલી તું તો કેહતી હતી ને કે મારી વહુ કયારેય જીન્સ નહિ પહેરે તે મારી જેમ જ રહેશે.આજ સવાર જ અમે તેને અહીંથી જીન્સમાં જતા જોઈ.

હા,પહેલા મને તકલીફ હતી પણ હવે મને કોઈ તકલીફ નથી કેમકે જીન્સ પહેરવાથી છોકરીના સંસ્કાર બદલી જતા નથી કે કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં તફાવત જોવા મળતો.આ તો આપણા બધાના મનના બાઝેલા મેલ છે.

લિ.કલ્પેશ દિયોરા.

Read More

બળાત્કાર થયેલ એક સ્ત્રીનો પત્ર

નામ- માધુરી
પુરુનામ માધુરી રમેશભાઈ ઓઝા
રહેણાક-અમદાવાદ

આ બાયોડેટા કોઈ છોકરીનો હું એમજ નથી આપી રહ્યો,આ એ છોકરી છે જેમણે બે નરાધમો એ બળાત્કાર કરી કોઈ જંગલ જેવી જગ્યામાં ફેંકી દીધી હતી.

આ વાત છે બળાત્કારના સાત વષઁ પછીની મહેશ આજ માધુરીને ઘરે જોવા માટે આવાનો હતો.માધુરી આજ સવારથી ખુશ હતી કેમકે તેને એક વેલ એજયુકેટોડ છોકરો જોવા આવવાનો હતો.

સવારમાં ૯:૦૦ વાગ્યે સમાચાર મળ્યા કે તે લોકો હવે જોવા નથી આવતા.માધુરીને ખબર પડી ગઈ તેનું કારણ માત્ર એક જ હતું કે તેના પર થયેલ બળાત્કાર..!!!માધુરીને આવી રીતે ના પાડનાર આ તેવીસમો છોકરો હતો.માધુરીથી આજ રહેવાણુ નહી.માધુરી એ મહેશના ઘરે પત્ર લખ્યો..!!

નામ-માધુરી
પુરુ નામ માધુરી રમેશભાઈ ઓઝા
રહેણાક-અમદાવાદ

હા,હું એ જ માધુરી છું.જેને તમે બે દિવસ પહેલા જ જોવા આવાના હતા.મને બીજું કોઈ કારણ ખબર નથી કે તમે મને શા માટે ના પાડી હોય પણ એક કારણ મને ખબર છે,તે કારણ મારા પર થયેલ બળાત્કાર?તમને પણ કદાસ આ જ નડ્યું હશે શાયદ..!!!

મહેશ મારા પર બળાત્કાર થયો તે તો હું ઘણા સમયથી ભુલી ગઈ હતી,પણ જ્યારેથી મે છોકરા જોવાનું શરુ કર્યું ત્યારથી મને ફરી ફરી યાદ આવી જાય છે કે હું એક બળાત્કારી સ્ત્રી છું.

સ્ત્રીનું તો જીવન જ એવું છે કે તેને હમેંશા પડકારોના સામના કરવાના હોય છે.પણ ક્ષણિક જીંદગીનો આનંદ લેવો એ એની એક જ ખુશી હોઈ છે.મે તો ક્ષણિક આનંદ લેવાની ખુબ કોશીશ કરી પણ ઘરની બહારના લોકો એ આનંદ પણ કયા લેવા દે છે.

મારે કોઈ સારી એવી જગ્યા એ જઈને મારે મારી જીંદગીને જીવી હતી.મારે કોઈને પ્રેમ કરવો હતો પણ મને આજ ખબર પડી કે લોકોને તો પોતાની આબરુની પડી છે,લોકોને તો પોતાના ઈજ્જતની પડી છે.એ શું કામને એક બળાત્કારી સ્ત્રી સાથે લગ્ન કરે?

જ્યારે મારા પર બળાત્કાર થયો ત્યારે મે ચાર વાર ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો.પણ,મારા બાપુજી એ મને બચાવી લીધી તેણે કહ્યું બેટા જીંદગી તો ખુબ સરસ છે.હજી તો તારે જીવાનું ઘણુ બધુ બાકી છે.એ પછી હું મારી જિંદગી મન ભરીને જીવતી હતી.

એક દિવસ એક પાડોશી એ કહ્યું મારા બાપુજીને કે તારી છોડી પર તો બળાત્કાર થયો છે,તેને કોઈ નહી લઈ જાય.તે ઘરમાં જ પડી રહેવાની છે.તે વેણ હું સાંભળી ઘરમાં પાંચમી વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.પણ,દરવાજા પર મારા બાપુજી મને કહ્યું જો માધુરી તું કઈ પણ કરીશ તો તારા આ બાપુજીના સમ છે.

હું દરવાજો ખોલીને બાપુજીને ભેટી પડી.તે દિવસે હું મારા બાપુને ભેટીને ખૂબ રડી.મારા કારણે મારા બાપુજી હેરાન થાય છે તે જાણી હું સતત ત્રણ દિવસ સુધી રડી.

મહેશ આજ સાત વષઁ પછી ફરી વાર મને આપઘાત કરવાનું મન થયું છે,કેમકે બળાત્કારી સ્ત્રીને કોઈ પ્રેમ કરવા વાળું નથી.અને હા,આજ મારા બાપુજી પણ નથી એ તો છ મહીના પહેલા ઈશ્વરના ધામ પોંહચી ગયા છે.આજ મને કોઈ રોકવા વાળું પણ નથી.અને હા,માધુરી મારા સમ છે..!!જો તું કઈ એવું પગલું ભરીશ તો,આવું કોઈ આજ કહેવા વાળું પણ નથી.

- માધુરી

લી.કલ્પેશ દિયોરા

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'થાર મરૂસ્થળ (ભાગ-૧૬)' વાંચો
https://www.matrubharti.com/book/19874352/thar-marusthal-16