Hey, I am reading on Matrubharti!

ફૂલોને પણ કરમાવાની ખબર પડે છે,
છતાં પણ સુગંધ ફેલાવાનું ક્યાં ચૂકે છે.

રસ્તાની ધૂળને ક્યાં ઉન્નતિની જાણ છે,
એને માટે તો પગતળે કચડાઈ જવું એ જ કામ છે.

સૂર્યને પણ દરરોજ પોતાની માયા સંકેલવી પડે છે,
એટલેજ ચાંદ ની ખૂબસૂરતી આટલી ખીલે છે.

પાનખર તો વસંતની ઓથમાં જ ઢબુરાયેલી હોય છે,
તો બહાર પણ પાનખરનું પાનેતર ઓઢીને જ આવેલી હોય છે.

નિમિકા.


#ઉન્નતિ

Read More

કોઈ અમર નથી એ નક્કી છે,
પણ તું અચાનક જતો રહીશ એ નક્કી નહોતું?

માસૂમ ચહેરો, ભોળા સ્મિતની પાછળ,
એક રડતું દિલ હશે એ કોણ સમજતું હતું?

કાઇપો છે થી લઈને છીછોરે સુધીની
તું યાદોં દિલમાં ભરી ગયો.

હજી તો ઘણું જીવવાનું હતું,ઘણું કામ કરવાનું હતું,
કેમ આટલી જલ્દી વિદાય લઈ ગયો?

શું વીત્યું તારી ઉપર?શું સહ્યું તે?
શું વિચારી આ પગલું ભરી ગયો?

સુશાંત , નિમિકા તને નઈ ભૂલી શકે ,
કેમ આવી વસમી યાદોં આપી ગયો?

હસતું મુખ, બોલતી આંખો થકી વશ કરી,
અમને તું મૂર્ખ બનાવી ગયો.

Read More

મારા શ્વાસમાં ભળે તારો વિશ્વાસ એ પ્રેમ છે;
તારી મારી મુલાકાતની કિંમતી એ ક્ષણ છે.

તું મારી આંખોમાં પ્રતિબિંબિત થાય એ પ્રેમ છે;
તું વહે મારી યાદોમાં સતત એ પ્રેમ છે.

તું નથી છતાં સામે દેખાય એ પ્રેમ છે;
લોકો કહે છે કે આ બધો મારો મનનો વહેમ છે.

શબ્દ થઈ મારી ગઝલમાં તું આવે એ પ્રેમ છે;
રાતના સપનામાં તું આવે એ પ્રેમ છે.

સવારે તું હકીકત થઈને આવે એ પ્રેમ છે;
તું મારા શ્વાસ - ઉચ્છવાસમાં બસ વહેતી રહે એ પ્રેમ છે.

નિમિકા.#કિંમતી

Read More

ચાલને બે જણાં ઘર ઘર રમીએ,
આપણા સપનાનો માળો ગૂંથી લઈએ.

સજાવીએ દરવાજા પર આશાના તોરણ,
આંગણામાં આનંદની રંગોળી પૂરી લઈએ.

વાવીએ પ્રેમના વૃક્ષ, પાન- વેલા,
ફૂલોની મહેકનું અત્તર છાંટી લઈએ.

જગાવીએ દિલમાં ઉત્સાહ અને ઉમંગ,
હૃદયના ઝરૂખે દીપોત્સવ મનાવી લઈએ.

ભરવી છે ઊંચી ઉડાન નિમિકાને પ્રેમમાં પાગલ થઈને,
ચાલને પતંગ બની દિલના આકાશમાં વિહરી લઈએ.

ચાલને હાથોમાં હાથ લઈ ફરીએ સપ્તપદીના ફેરા,
એકબીજાની હૂંફ થકી વસંત પાનખર માણી લઈએ.

ચાલને બે જણાં ઘર ઘર રમીએ,
આપણા સપનાનો માળો ગૂંથી લઈએ.

નિમિકા.


#માળો

Read More

દૂર દૂર વાગ્યું આજે દખ્ખણમાં ઢોલ નગારું,
પવન થયો તોફાની આજે ધરતી ડોલાવવા મજબૂર.

વરસાદ પણ આજે વરસી રહ્યો અનરાધાર,
જાણે નીકળ્યો ધરતીની બુઝાવવા પ્યાસ.

મીઠી મીઠી નદી બની વહે ગાંડીતૂર,
દોડી રહી પોતાના ખારા પ્રેમને મળવા આતુર.

વરસાદ વરસે આજે સાંબેલાધાર,
ફટાકડા જેવા વાદળાં કરે ગગનમાં ગડગડાટ.

આકાશે ઓઢાડ્યું ધરતીને લીલું પાનેતર,
રૂપ ખીલ્યું છે આજે ધરાનું જાણે નવિશી પરણેતર.

આભનો પ્રેમ વરસ્યો ધરા પર બની વરસાદ,
એ ન કરે વાદળોની જેમ પ્રેમમાં તકરાર.

નિમિકા.

#તોફાની

Read More

તકલીફો નથી પૂરી થતી ઈશ્વર બદલવાથી,
રાખવી પડે છે શ્રદ્ધા એના હોવાપણાની.

માનવી તું વામણો માનવ જ રહીશ,
તું સમજ નહિ ઈશ્વર પોતાને; શક્તિશાળી થવાથી.

નહિ મળે ભગવાન તને મંદિર, મસ્જિદ કે ચર્ચમાં નિમિકા,
બની શકે કે મળે તને એ,કોઈ વૃદ્ધની લાકડી થવાથી.

ઘણાં વણઉકેલ્યા રહસ્યો છે આ કુદરતના,
નથી પામી શકાયો એનો તાગ,એક વૈજ્ઞાનિક થવાથી.

નથી સમજી શકી યશોદા એના નટખટ કાનાને,
થયા બ્રહ્માંડ દર્શન એના મુખ ખોલવાથી.

નિમિકા.


#શકિતશાળી

Read More

હું સવાલ કરું,તું જવાબ થઈને આવે,
તું મારા જીવનમાં છવાયેલા અંધકારમાં પ્રકાશ થઈને આવે.

હું કરું તને યાદ ,ને તું રૂબરૂ થઈને આવે,
મારા જીવનની પાનખરમાં તું વસંત થઈને આવે.

અટવાઈ છું, વિરહના ઘૂઘવતા દરિયામાં,
તને સાદ પાડું તું કિનારો થઈને આવે.

નિખાલસ પ્રેમ કર્યો છે મેં તને ,
તું આડંબરનું આવરણ છેદીને આવે.

પૂરવી છે રંગોળી તારી જોડેની ભાવિ જિંદગીની,
તું રાતમાં સોણલું સ્વપ્ન થઈને આવે.

સાંભળવી છે વાતો તારા મુખે નિમિકાને આપણા પ્રેમની,
તું કર્ણમાં ગુંજતું મધુર સંગીત થઈને આવે.
નિમિકા.


#પ્રકાશ

Read More

તારા પ્રેમમાં મારે બદનામ થવું છે,
તારી પાછળ મારે ફના થવું છે.

કેમ કરી ભૂલું આપણા પ્રેમની યાદો;
એ યાદોથી દિલને તરબતર રાખવું છે,
તારી પાછળ મારે ફના થવું છે.

બેઠી છું તારી પ્રતીક્ષામાં,
તારી વિરહની જ્વાળામાં મારે સ્વાહા થવું છે,
તારી પાછળ મારે ફના થવું છે.

હાથમાં તારો હાથ લઈ સ્પર્શવું છે,
પ્રેમની કેડી પર જિંદગીભર નિમિકાને ચાલવું છે,
તારી પાછળ મારે ફના થવું છે.

તારા પ્રેમમાં મારે બદનામ થવું છે,
તારી પાછળ મારે ફના થવું છે.

નિમિકા.


#રાખવું

Read More

ચાલો ઉજવીએ પતંગોછવ,
પતંગ પરિવારનો ઉત્સવ.

પાતળી કાગળની છે કાયા,
પણ બધાને લગાડે કેવી માયા.

કોઈ લાલ,લીલો,પીળો.
કોઈ ગુલાબી, કેસરી,નીલો.

કોઈ પટાદાર, આંકેદાર, ચોકડીયો,
કોઈ જાનદાર, શાનદાર, પૂંછડિયો.

આભને ઓઢીને ઉડે છે પતંગ,
પણ નથી ભૂલતો ધરતી જોડેનો સંબંધ.

રંગીન પ્રેમપત્રો ધરા નભને લખે છે,
આમ પતંગ થકી ધરતી આભને સ્પર્શે છે.

જાણે ધરતી વરસે છે આભમાં,
એનો ઉમંગ ન સમાય એના ઉરમાં.

ઘણાં પેચ લાગે છે આંખોને આંખના,
દરેકનો ઉરનો પતંગ ઉડે આભમાં.
નિમિકા.


#પતંગ

Read More

હે હિન્દ્ભૂમી, તારું જતન કરવા શૂરવીર કરે લડાઈ,
નથી એને કોઈ સંબંધ ,માત્ર તારી જોડે છે સગાઈ.

ન એને પરવા ધોમધખતા તાપની, ન કડકડતી ઠંડીની,
એને માત્ર છે ચિંતા જો કોઈ તારા પર આફત આઈ.

આ ધરતી છે ધુરંધરોની , અચ્છા અચ્છા બહાદુરોની,
નિમિકાના એમની જનેતાને સો સો વંદન અને બધાઈ.

કેવો દુશ્મન દેશ થથર્યો , ન ચાલ્યો એનો કોઈ ખેલ;
જ્યારે વિંગ કમાંડર અભિનંદને બહાદુરી બતાઈ.

લાખો થઈ ગયા બહાદુરો,ને લાખો થયા શહીદો,
જેમણે માંભોમ ની લાજ રાખવા કરી છે ઘણી લડાઈ.

નિમિકા
#શૂરવીર

Read More