Kamejaliya Dipak

Kamejaliya Dipak Matrubharti Verified

@kamejaliyadipak3202

(330)

42

36.2k

67.7k

About You

મને વાંચવાની અને લખવાની તો જાણે લગની લાગી..

દૂર નથી એ સોહામણી પળ,
જ્યારે તું આ દુનિયામાં આવીશ..

મારો જ તો તું એક અંશ છો,
આખી આ દુનિયા તને હું બતાવીશ..

તારી બસ એક ઝલક જોવા માટે જ,
તારા વિના હર પળ હું તરસી જઈશ..

તારા ચેહરાનું માસૂમ હાસ્ય જોઈ,
બે ઘડી હું પણ બાળક બની જઈશ..

કેટલી સુખદાયી એ પળ હશે 'શિલ્પી'
માં કહી તું મને પહેલીવાર બોલાવિશ..


Dr Dipak Kamejaliya
'શિલ્પી'

-Kamejaliya Dipak

Read More

"મોબાઈલ"



"ક્રિયા, શું તે કોઈ તોફાન કરેલું? તારી ટીચરે અમને તારી સ્કૂલમાં કેમ બોલાવ્યા છે..?" અચાનક જ ગુસ્સો કરતાં ક્રિયાના પપ્પા અર્જુનભાઈ અને મમ્મી પ્રિયાબેન ક્રિયા તરફ જોવા લાગ્યા.

આજે ક્રિયાના પેરેન્ટ્સ ને તેની ચાંદની ટીચરે સ્કૂલમાં બોલાવેલા. આમ તો ક્રિયા ખૂબ હોશિયાર હતી. રોજ હોમવર્ક કરીને જ સ્કૂલ જતી. આટલી ઉંમરમાં જ એકદમ ડાહી અને સમજદાર થઈ ગઈ હતી ક્રિયા. આજ સુધી ક્યારેય પણ તેની સ્કૂલમાંથી કોઈ જ ફરિયાદ આવી નહોતી અને આજે અચાનક કેમ..

મનમાં ઘણા બધા સવાલો સાથે ક્રિયાના મમ્મી પપ્પા ક્રિયાને લઈને તેની સ્કૂલે આવ્યા. ક્રિયા છટ્ઠા ધોરણમાં ભણતી હતી. તેની ક્લાસ ટીચર ચાંદની મેડમ તેમની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ક્રિયા તેના મમ્મી પપ્પા જોડે સ્ટાફરૂમમાં આવી ત્યારે તે ક્યાંક ખોવાયેલી હોય તેમ ગુમસુમ લાગતી હતી. ક્રિયાને તેના મમ્મી પપ્પા જોડે જોઇને ચાંદની મેડમ થોડા ભાવુક થતા અને તેમને આવકારતા બોલ્યા.." આવો, mr and mrs. શર્મા. હું તમારી જ રાહ જોઈ રહી હતી."

અચાનક મેડમે ક્રિયાને ક્લાસરૂમમાં જવા માટે કહ્યું. જ્યારે ક્રિયા પોતાના ક્લાસરૂમમાં ગઈ ત્યારપછી ચાંદની મેડમ, અર્જુનભાઈ અને પ્રીયાબેન સામે એક કાગળ રાખીને તેમને તે વાંચવા કહ્યું.

તે કાગળ તેમની ક્રિયાએ લખેલો હતો. તેના ક્લાસ માં બધાને એક નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું અને તેનો વિષય હતો. -' હું શું બનીશ.'

"મારા મમ્મી પપ્પા મને પ્રેમ જ નથી કરતા. તેઓ મારા કરતાં વધારે પ્રેમ પોતાના મોબાઇલને કરે છે એટલે હું મોટી થઈને મોબાઈલ બનીશ.
સવારે ઊઠે ત્યારથી લઈને મોડી રાત્રે સુવે ત્યાં સુધી મારા મમ્મી અને પપ્પા મોબાઈલ પોતાની સાથે ને સાથે જ રાખે છે. જમવા બેઠા હોય ત્યારે પણ મોબાઈલ સાથે જ હોય.
મોબાઇલને કંઈ થઈ ના જાય તે માટે તેઓ મોબાઇલને ખૂબ સાચવીને રાખે છે. રોજ સમયસર ચાર્જિંગ કરે. હાથમાંથી ક્યાંક પાડીને ફૂટી ન જાય એ માટે મોબાઈલની સ્ક્રીન ઉપર કાચ લગાવેલો રાખે. મોબાઇલને સારી રીતે કવર કરીને રાખે.
તેઓ મને જરૂરી હોય તેવી બધી જ વસ્તુઓ લાવી આપે છે. જમવાનું પણ બધું જ બનાવી આપે છે પરંતુ તેઓ મને પોતાના મોબાઈલની જેમ પ્રેમ નથી કરતા. મારે બીજું કઈ નથી જોઈતું બસ, તેમનો પ્રેમ જોઈએ છે.
હું તો મોટી થઈને તેમનો મોબાઈલ જ બનીશ. "

ક્રિયાનો લખેલો એ નિબંધ વાંચીને અર્જુનભાઈ અને પ્રિયાબેનની આંખોમાં આંસુ આવી ગયાં. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેઓ સમજી ગયા હતા કે આ ટેકનોલોજી તેમના કામને ભલે એકદમ સરળ બનાવી દેતી હોય પરંતુ પોતાના પ્રિયજનો થી દુર કરી રહી છે. તેમનો પ્રેમ ઓછો થઈ રહ્યો છે. તેઓ ક્રિયાથી જ નહિ પરંતુ એકબીજાથી પણ દૂર થઈ ગયા હતા.

ત્યારબાદ ત્યાં સ્ટાફરૂમમાં બેઠેલા ક્રિયાના પરેન્ટ્સ ને ચાંદની મેડમે ઘણી વાર સુધી સમજાવ્યા, પરંતુ કદાચ હવે તેની કંઈ જ જરૂર નહોતી. તેઓ સારી રીતે સમજી ગયા હતા.

ત્યારપછી અર્જુનભાઈ અને પ્રિયાબેન સાથે મળીને ઘણા દુઃખી થયા. હવે એમણે નક્કી કર્યું કે ઘરે આવે ત્યારે જરૂર પૂરતો જ મોબાઈલ હાથમાં લેવો. બાકીનો સમય ક્રિયા માટે અને એકબીજા માટે જ વિતાવવો.

હવે ક્રિયા પણ ખૂબ જ ખુશ હતી. તેને પોતાના માતપિતા નો પૂરતો સમય અને પ્રેમ મળી રહ્યો હતો.




Thanks
આ સ્ટોરી મે ક્યાંક વાંચેલી છે. ક્યાં વાંચી એ તો યાદ નથી પણ મને ગમી એટલે લખી.

Dr. Dipak Kamejaliya

Read More

'વિરહની વેદના'



અતિ વહમી હોય એ વેદના વિરહની
દૂર થાય મન મળ્યા પછી એ જ જાણે

વળાવી દીધી છે દીકરી એ બાપને પૂછો કે
પિતાની પકડેલી આંગળી હવે કોણ તાણે

દૂર થતા એ એકબીજાથી બે ભેરુઓ
પાછા મળશું ક્યારે ને હવે ક્યાં ઠેકાણે

દુરી વેઠતા એકબીજાની જ્યારે
બે પ્રેમીઓ મળતા ટાણે-કટાણે

વિદાયનું એ દર્દ રાજા રામ ક્યાંથી
દૂર થયેલા પિતા એતો દશરથ જાણે

સંસાર જુએ રાધાના આંસુ કેમ
વિરહની વેદના તો કૃષ્ણનેય દજાડે

ન પુંછો કે કેવું છે દૂર થયા પછી
દર્દમાં તૂટતાં વાર નથી લાગતી કોણ જાણે ...


Dr. Dipak Kamejaliya

Read More

રાજા હતો એ અયોધ્યા નગરીનો
પણ લખેલા ભાગ્યથી કોણ બચે

પ્રાણથી પ્યારા પોતાના રામને
દૂર વનવાસે જતા કોણ રોકે

પીડા થયેલી એના હૃદયમાં
પણ એના દર્દને કોણ પુંછે

વેદના છે વિરહની મનમાં
આંખોમાંથી વહેલા આંસુ કોણ લૂછે

'હે રામ' કહી પોતાનો દેહ છોડયો
દશરથની એ વ્યથા કોણ સમજે ....




Dr. Dipak Kamejaliya

-Kamejaliya Dipak

Read More

પંખી બની પિંજરે નથી પુરાવું મારે
મુક્ત બની ઊંચા અવકાશે ઊડવું છે

બંધન કોને ગમે આ જીવનભરના
સમગ્ર આભને મારે ખુંદવું છે

આપી છે આ સુંદર પાંખો કુદરતે મને
એના થકી સંસાર સામે જૂંજવું છે

કાપી નાખે કોઈ મારી આ પાંખો જો
મોત સામે પણ હવે તો લડવું છે

હું શા માટે હાર માની લવ દુનિયાથી
મારે તો કુદરત સાથે પણ ભિડવું છે

-Kamejaliya Dipak

Read More

નીલું જોઈ અંબર આજે મને
આઝાદ પંખી બની ઉડવાનું મન થાય

અનંત આ ગગનમાં વણ વિચાર્યે
પંખ ફેલાવી મને દોડવાનું મન થાય

જરમર જરમર વરસી રહ્યો છે આ મેઘ
મોરની જેમ થનગન નાચવાનું મન થાય

નાના ભૂલકાઓનું નિર્દોષ બાળપણ જોઈ
મસ્તીમાં આજ મને કૂદવાનું મન થાય

નફરત ભરી દુનિયામાં એક તારો સાચો પ્રેમ જોઈ
ફરી એકવાર માં મને નાનું બાળક થવાનું મન થાય

-Kamejaliya Dipak

Read More

મધરાતે આજે આવ્યું એક દર્દી
ખૂબ હતા ઉધરસને એને શરદી

શ્વાસ ખૂબ ચડેલોને નાક પણ બંધ
કાન ઓછું સાંભળે ને આંખોથી અંધ

કહે મને એક આપો એવું ઇન્જેક્શન
મટાડો ને મને કંઈક આ ઇન્ફેક્શન

આધેડ ઉંમરના એ દાદાની અરજી
દર્દ મટાડવા કંઈ પણ કરે તેવી મરજી

થોડી દવા, એક ઇન્જેક્શન ને બાટલી
એટલીવારમાં તકલીફ રહી ના આટલી

આશિષ આપી માથે હાથ મૂકી
જીવનભર સાહેબ થજો તમે સુખી

Thanks..

-Kamejaliya Dipak

Read More

'ભરોસો'



તું જ કહેને, ફરી ક્યારે મળીશું આપણે?
મળીશું ને થશું એકરૂપ ક્યારે કોણ જાણે

ભલે અત્યારે આપણે અળગા છીએ
આ તન્હાઈમાંથી એક દિવસ તો એક થઈએ

વસવાટ છે તારો હૈયે મારે ને કાયમ હશે
અકબંધ સ્નેહ આપણો નિશદિન રહેશે

આવું છું કહીને ગઈ છો મૂકી સથવારો
તું આવીશ જરૂર એ વિશ્વાસ છે મારો

જિંદગી મારી આ તારા વિના છે સુની
તું આવીશ દિલમાં એ ઉમ્મીદ છે પૂરી

દૂર જવાથી કંઈ પ્રેમ થાય ઓછો ?
આપણે ફરી મળીશું મને છે ભરોસો

Read More

'અનરાધાર'



પ્રેમના પ્રતિક સમી પ્રિયા આપણી કહાની
તુજ વિણ એકલતા સતાવે ભેંકાર પ્રિયે,

જેમ બંસી વિના તડપે પેલો ક્રિષ્ન કાન
તડપુ હું તારી યાદમાં દિવસ અને રાત પ્રિયે,

મૌસમ વીત્યા કંઈ તોયે હું તારી રાહ તકુ
તારા વિરહની વેદના જેમ રાતનો અંધકાર પ્રિયે,

તારા સંગાથ વિના હું થયો નિરાધાર
શોધું તુજને હું પુર, ધરા ને સંસાર પ્રિયે,

વીતી જાયે અણમોલ આ જિંદગાની તુજવિણ
હૈયું તરસે દર્શન કાજે નૈન રુએ ચોધાર પ્રિયે,

તું જ મારી જિંદગી ને જીવનનો આધાર
હવે તો આવી જા વરસી જા અનરાધાર પ્રિયે.

Read More

'કડવું સત્ય'


પ્રેમ ક્યાં કોઈને એમ જ થાય છે
આંખથી આંખ મળેને મનથી મન
સંભાળ રાખે એકમેકની હર પળ
અંતે કહે યાર! મારું દિલ ચોરાઈ ગયું

એ લાગણીને વધતા ક્યાં વાર લાગે
બે પરિવારે ભળીને કરી દીધા લગન
શરૂઆત તો સારી સમય વિત્યે પતન
અમે-તમે કરતા હવે હું ને તું થઈ ગયું

સાસુ-સસરાને પહેલા તો ખૂબ સાચવ્યા
માં-બાપ સમાન ને કર્યું એમનું જતન
વહુ તો અમારી છે જાણે દીકરી સમાન
અરમાન એક એનું એકદિવસ બાકી રહી ગયું

હેત ઘટયું ને તકલીફ હવે વધતી ગઈ
ખૂણામાં પડ્યા પછી હડધૂત કરતી ગઈ
રડતા રહી મનમાં દુઃખી થતા વિતે જીવન
માં-બાપનું હવે ડોસા-ડોસી થઈ ગયું

નથી કાયમ રહેવાનું આવું સુંદર શરીર
તું પણ એક દિવસ યાદ કરીશ આ રટણ
આજે મારો તો ક્યારેક આવશે તારો વારો
આશિષ વચનનું જાણે શ્રાપ થઈ વહી ગયું

પ્રેમની જગ્યાએ હવે ધીમે ધીમે વધી નફરત
ગુસ્સો વધ્યો ને ન થયું આ બધું સહન
જે હેતથી સાચવતો તેણે જ ઉપાડ્યો હાથ
પ્રેમીઓ અલગ થયા ને ન થવાનું થઇ ગયું

માવતર તો ભગવાનથી યે મહાન ગણાય
જ્યારે માવતર ક્યારેય કમાવતર ન થાય
આપણાથી આપણી ફરજ કેમ ભુલાય
જાણે કોણ આવું આ કડવું સત્ય કહી ગયું

Read More