Hey, I am on Matrubharti!

વીતેલા વસંતની પાનખર છું હું
કરમાયેલા પુષ્પોની મહેંક છું હું
વહેતા વાયરાની લહેર છું હું
આજના અતીતની ઓળખ છું હું…
-કામિની

Read More

દોસ્તીના નામે આજ
ચાય થઈ જાય
આ રવિવારની સવાર
તારે નામ થઈ જાય…
-કામિની

ઝણઝણ્યા દિલના તાર
સાંભળી દ્રૌપદીનો પોકાર
પહોંચી ગયા સભાને દ્વાર
થોભ્યા નહીં જરાયે લગાર
દોસ્તીના કરાવી સાચા દીદાર
ઈશ્વરે પણ નિભાવ્યો કીરદાર...
-કામિની

Read More

ઝાકળ બની સ્પર્શી ગયું
પ્રીત બની નિખરી ગયું
કાંટાની સંગતમાં પણ
ગુલાબ તો મહેંકી ગયું…
-કામિની

વિરહ પણ જોને મિલન
બની છવાઈ ગયું
રાધાનું નામ કૃષ્ણ સાથે
કાયમ માટે જોડાઈ ગયું…
-કામિની

બંધ આંખે શમણાંમાં
હું વસતી હતી
અંતરના એકાદ ખૂણે
હું સ્પંદન બની શ્વસતી હતી...
-કામિની

વસંત કદાચ માફક ના આવી
પગરણ પડ્યાં પાનખર ભણી
હવા સંગે લહેરવાના અભરખામાં
આભેથી પટકાયા ધરતી ભણી…
-કામિની

Read More

વાટ નિહાળે નજર્યું
તારા મિલનની આશ
કદમ પણ થિરકે ઘણાં
આજ આવે તું કાશ…
-કામિની

આ પ્રતિક્ષાનો અંતને તારું
આગમન થશે
નિહાળી તને નયનો પણ
અશ્રુભીના થશે
ઊંબરો ઓળંગી કદમ પણ
ઉડાન ભરશે
વિખૂટા પડ્યાં હતાં ત્યાંજ
આપણું મિલન થશે…
-કામિની

Read More

પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો
ઉત્સવોનો ખજાનો લાવ્યો
શિવ પાર્વતી સંગ કનૈયો પણ
રૂમઝૂમ કરતો દોડી આવ્યો
ભજન કિર્તનનો દોર ઊમટ્યો
શ્રધ્ધાકેરો દીપ પ્રગટ્યો
આરતીને ઘંટનાદના રવ સાથે
પરિસરમાં પવિત્ર સ્વર ગૂંજ્યો…

-કામિની

Read More