પ્રેમ એટલે સંવેદનાનું ઝરણું, લાગણી, સ્નેહ, દયાભાવ, આદર, સત્કાર, માન સન્માન....

હે રામ...
હું એટલો તૂટ્યો છું માં ના ગયા પછી,
કે કોઈ તરંગ બાકી નથી, નઈ તો આપલે થાત,
તે કાશ, માં નો કોઈ વિકલ્પ બનાવ્યો હોત,
નઈ તો સંભાળવા મને, તું ખુદ આવ્યો હોત.
Prem_222:

Read More

Prem_222

Happy friendship day to both of you.. 🎊🎉👬💐😘🌹❤️

Prem_222:

एक मजबूत दोस्ती को रोज-रोज बात करने या साथ रहने की ज़रुरत नहीं होती. जब तक रिश्ता दिल में जिंदा रहता है, सच्चे दोस्त कभी अलग नहीं होते.
Happy friendship day

🎍💐🥀🌿🌺🌿🌺💐🎍

Read More

Prem_222:

દુર દેશાવર બેઠા કેવા સાભંરતા ,
એ ગાંડા ઘેલા ભેરુ કેરા સાદ..

ભીતર ઢગલો થઈને ઉમટી પડતી,
કોઇ બાળ સખી ની મીઠી યાદ...

તમને શું લાગે છે હવે નહી આવતા હોય તમાંરા વિચાર......એમ !!!???

Happy Friendship Day to all👍💐

Read More

*છોડી દેવુ*
---------------
કોઈને એકાદ બે વાર
સમજાવવું,
કહીએ પણ ન સમજે તો,
ફરી ફરી સમજાવવાનું ...
*છોડી દેવુ.*

છોકરાઓ મોટા થઈ,
પોતાના નિર્ણય લેતા થાય,
તો એમની પાછળ પડવાનું...
*છોડી દેવુ*

થોડા જ લોકો સાથે
ઋણાનુંબંધન હોય છે.
એકાદ માણસ સાથે ના
જામે તો શું બઞડી જવાનું...
*છોડી દેવું*

આપણાં હાથમાં કાંઈ નથી,
એ અનુભવે સમજાય છે,
ભાવિની ચિંતા કરી વિચારવુ...
*છોડી દેવુ*

ઈચ્છાઓ અને ક્ષમતા
વચ્ચે વધુ અંતર થવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો
લઈ ફરવુ નહીં...
*છોડી દેવુ*

પ્રત્યેકના જીવનનું ચરિત્ર -
ક્ષમતા - સંવેદના
બઘુ જ અલગ જ હોય છે
તેથી તુલના કરવાનું...
*છોડી દેવુ*

જીવન અનુભવોને
ખજાનો છે, આખી જીંદગી
જીવતાં,નાહક બોજ લેવાનું...
*છોડી દેવુ*

સમજાય તો ઠીક છે,
બાકી આ લખેલી વાત
વિશે જાજૂ વિચારવાનું...
*છોડી દેવુ*

પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવા ની લાયમાં
ચારેકોર ઝાવા મારવાનું
*છોડી દેવુ*

જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે એવી
કોઇ અપેક્ષા રાખવાનું
*છોડી દેવુ*

હું જ બધું કરૂં છું અને
મારા વિના કાંઈ થાય એમ
નથી, એવા ભ્રમમાં રહેવાનું
*છોડી દેવુ*

સમયે ગરજ પડ્યે ગધેડાને
પણ બાપ કહેવો પડે છે,
મારે કોઈ ની જરૂર નથી
એવા ગુમાનમાં રહેવા નું
*છોડી દેવુ*

આજે તમારો 'દિ છે, કાલે
ન પણ હોય, માટે વાતે વાતે
બીજાનું અપમાન કરવાનું
*છોડી દેવુ*

*ચાલો પ્રયાસ કરીએ...!!*🙏

Read More

When you tell the truth it becomes part of your past..
When you lie it becomes part of your future..!

*Jai Shri Krishna*

-Prem_222

દુનિયા માં આવ્યો છું...
તો કશું આપી જ જવાનો છું...
કયાં કશું સાથે લઈ જવાનો છું. ..???

થોડો પ્રેમ... થોડી લાગણી આપી,
દિલ માં તમારા...
થોડી મારી જગ્યા રાખી જવાનો છું..!

જાજા દોસ્ત છે.
થોડા દુશ્મનો છે,
દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું...!!!

છો તમે મિત્રો બધા પારસમણી.
અડી ને તમને હું કથીર કંચન બની જવાનો છું..!!!

હું ગરીબ સુદામો,
તમને કૃષ્ણ બનાવી,
કૃષ્ણ સુદામા ની જોડી બનાવી જવાનો છું...!!!

આપો તો થોડી લાગણી.
થોડો પ્રેમ આપજો,
હું તો જિંદગી તમારા નામે કરી જવાનો છું...!!!

એકલો આવ્યો તો,
એકલો જવાનો છું,
રહેજો સદા ખુશ, દુખ દર્દ તમારા લઈ જવાનો છું...!!!

વચન છે જિંદગીભર હસતાં હસતાં... દોસ્તી નિભાવીશું,

જોજો ને જઈસ ત્યારે,
રડાવી જવાનો છું...!!!

સદાય રાખજો મને દિલમાં તમારા,
જન્મો જન્મ શોધી તમને...
દોસ્તી નિભાવી જવાનો છું...😊

Read More

Prem_222:

કોઈના માટે પણ *અભિપ્રાય* બાંધતા પહેલા નીચેનું લખાણ વાંચજો. 😊😊😊😊

તમે પરસેવે રેબઝેબ છો. ખુબ તરસ લાગી છે. પણ ક્યાંય પાણી નથી મળે તેમ. એવામાં તમે એક ઝાડનાં છાયામાં થાક ખાવાં ઊભાં રહો છો! 😓

ત્યાં જ સામેથી એક મકાનનાં પહેલાં માળની બારી ખુલે છે ને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને હાથથી પાણી જોઇએ છે તેવો ઇશારો કરે છે. હવે તમને એ વ્યક્તિ કેવો લાગે? 🙂

આ તમારો પહેલો અભિપ્રાય છે!

તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે. ૧૫ મિનિટ થવાં છતાંયે નીચેનો દરવાજો નથી ખુલતો. હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો છે? 😟🤷‍♂️

આ તમારો બીજો અભિપ્રાય છે!

થોડીવાર પછી દરવાજો ખુલે છે અને તે વ્યક્તિ એમ કહે કે: 'મને વિલંબ થવા માટે માફ કરજો, પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું શરબત આપવું યોગ્ય લાગ્યું! માટે થોડી વધુ વાર લાગી!'

હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો? 😊

યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.

હવે જેવું તમે શરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી. 😖

હવે તે વ્યક્તિ તમને કેવો લાગે છે? 🤨

તમારો ખટાશથી ભરેલો ચહેરો જોઈને, એ વ્યક્તિ ધીમેથી ખાંડનું પાઉચ કાઢે ને કહે, તમને ફાવે તેટલું ઉમેરી દો.

હવે તે જ વ્યક્તિ વિષે નો તમારો અભિપ્રાય શો? 🥰

એક સામાન્ય પ્રસંગમાં પણ જો આપણો અભિપ્રાય આટલો ખોખલો અને સતત બદલાતો હોય તો, આપણે કોઇના પણ વિશે અભિપ્રાય આપવાને લાયક સમજવાં જોઈએ કે નહીં!? 🧐😳

હકીકતે દુનિયામાં એટલું સમજાણું કે, 'જો તમારી અપેક્ષાના ચોગઠામાં બંધબેસતું વર્તન સામેની વ્યક્તિ કરે તો તે સારી, 👌
નહીં તો.....
તે ખરાબ!' 🤨

રસપ્રદ મુદ્દો છે, જાતે વિચારી જુઓ.

હકીકતમાં તો *અભિપ્રાય એ જ સંસાર છે*

#unknown
#कर्मा

-- Prem_222

https://www.matrubharti.com/bites/111536071

Read More

Concentrate all your thoughts upon the work in hand. .
"Either you run the day or the day runs you"...

*Jai Shree Krishna*

-Prem_222