Trying to convey my chaotic conceptions... (Advocate by profession)

#KAVYOTSAV2

આવાગમન
નિયમ અચળ
તુજ પ્રકૃતિ
કેરો
અનિમેષ...!

સુકુમાર મારો દેહ,
'ને કંડાર
મુજ
અશ્મ ને

વિસ્તાર...
મુજ નિર્જન
અંતર,
ઋતુ વસંત!

©નમ્રતા કંસારા

Read More

#KAVYOTSAV2

ચાલને... એક કેડી કંડારીએ!

જ્યાં
એક કૂંપળને ફૂટવાની
પૂરતી
મોકળાશ હોય.

જ્યાં
કંટક તો હોય,
પણ
તેનાથી થયેલા ઉઝરડા
પર
ક્ષારની બળતરા
કરતાં
ઓસની ભીનાશ હોય.

જ્યાં
પાનખરની પીળાશ
કરતાં
લાગણીઓની લીલાશ હોય.

©નમ્રતા કંસારા

Read More