Hey, I am on Matrubharti!

આપણો સાહિત્ય વારસો જાણીતા લેખકો

આજે સંગીત દિવસ ની શુભેચ્છાઓ

આજે સંગીત દિવસ ની શુભેચ્છાઓ

" વડલો"
બાપુજી, રોજની જેમ જ ઘરની પાછળ આવેલાં વડલા નીચે બેઠાં- બેઠાં મલકતાં હતાં. દીકરાની વહુઓ તો ઘણી વાર હસતાં-હસતાં કહેતી પણ ખરા કે આ તો અમારાં "વડસાસુ" છે. બાપુજીની કોણ જાણે કેટલી અને કેવી લાગણી આ વડ સાથે જોડાયેલી હશે કોને ખબર પણ બાપુજીને વડ સિવાય ક્યાંય ચેન જ ન પડે. આમ પણ ઘર તો મીણામાનાં ગયા પછી બંને રીતે ખખડી ગયું હતું! સવારનાં વડની ચીરીનાં દાતણથી લઈ, વડલા નીચે મુકેલ છીપર પર નાહવાનું, વડલા નીચે જ રોજ જમવાનું અને રાતે એકાદ બાળકને સાથે લઈ પોતાનો ઢોલિયો ઢાળીને સુવાનું પણ ત્યાં જ!
દાદાજી અને વડલો આમ પણ સરખાં-વસ્તારથી લઈને વડવાઈ સુધી અને આપવાથી લઈને સ્થિતપ્રજ્ઞતા સુધી. દસ વર્ષથી બધાં જ કહેતાં કે ભગત હવે દીકરા ભેગાં નવા મકાને રહેવા જતા રહો. આ ઘર તો ગમે ત્યારે પડી જશે. " હવે તો આ ઘર પણ ગમે ત્યારે પડી જવાનું તો એ ઘરની તો શું વાત કરવી", એમ કહી બાપુજી ખડ-ખડ હસી પડતા.
ઘણીવાર સરપંચ તેને પૂછતાં કે, " ભગત એકનાં એક વડલે તમને હું ૩૦ વર્ષથી જોઉં છું. તમે આનાથી કંટાળી નથી જતાં?" " તમે કોઈ પૈસાથી કંટાળો છો?", કહી બાપુજીએ તેની બોલતી બંધ કરી દીધેલી.
આજ સવારથી બાપુજી બેચેન હતાં. આવું તો મીણામા ગુજરી ગયા ત્યારે કે તેમનાં દીકરાઓ નવા ઘરે રહેવા જતા રહ્યા હતા ત્યારે કે તેઓ બાપુજીને ક્યારેય અમારી સાથે રહેવા આવી જાઓ એવું કહેવા નહોતા આવ્યા તો પણ નહોતું થયી. સતત અને સખત અજંપો! સવારથી જ સતત ગામનાં લોકો વાવાજોડાની વાતો કરી રહ્યાં હતાં. બધાને એ ચિંતા હતી કે ભગતનું ઘર પડી જશે. કેટલાક લોકોએ તો કહ્યું પણ ખરાં પણ ભગતે જરાય ધ્યાન દીધું નહીં. " બહારનું વાવાજોડું હવે મને નોધારો નહીં બનાવી શકે", એમ કહી ભગત હસ્યા.

ધીરે- ધીરે પવને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. બધાં સૌ-સૌનાં ઘર ભેગા થયાં. બધાં બારણાઓ ટપોટપ બંધ થવા લાગ્યા. ભગતના ઘર પર આવતાં પવનની આડે વડલો પર્વત થઈને ઉભો હતો. અડધી રાતે પવન વિનાશક રૂપ ધારણ કરી ચુક્યો હતો. છોકરાઓ આવીને બાપુજીને ઘરે આવવાનું કહી ચૂક્યાં હતાં પણ તેઓ માન્યા નહીં. વહેલી સવારે ઉઠીને બધાએ જોયું તો જમીનદોસ્ત થયેલો વડલો બાજુમાં સૂતેલા બાપુજીની આંખમાં સ્થિર થઈ ગયો હતો.

-કનાલા ધર્મેન્દ્ર અરજણભાઈ
સાવરકુંડલા
મો.નં. ૯૯૯૮૩૨૦૦૪૫

Read More

આવું પણ થાય આજકાલ લોકો બેન્ક બંડલ બેન્ક દ્વારા બાંધેલ પર વિશ્વાસ કરી લઈ લે છે ત્યારે ઘણી વાર પોતાને સહન કરવાનું હોય છે, આ Rs 200.નું 100 નોટ્સ બન્ડલ છે પણ વચ્ચે Rs 10 ચાર નોટ્સ નીકળી બેંક દ્વારા સ્લીપ સાથે લેનારને Rs 760 ઓછા નીકળ્યા ત્યારે હવે વિશ્વાસે લેવા કરતા ત્યાંજ ગણી નોટ્સ જોઈ પછીજ કાઉન્ટર છોડવું..

Read More
epost thumb

ગુજરાત ની ગરમીમાં લોકો સાથે સૂરજને વિનીતિ

આજના 5મી જૂન વિશ્વ પ્રયાયવર્ણ દિવસ ની શુભેચ્છાઓ

*मुबारक हो आपको खुदा की दी यह जिंदगी, खुशियों से भरी रहे आपकी यह जिंदगी, गम का साया कभी आप पर ना आए, दुआ है यह हमारी आप सदा यूं ही मुस्कुराएं*

परिवार की तरफ से आप सभी बिरादर भाइयों, बहनों को परिवार सह को तहे दिल से ईदुल फितर ( ईद) की हार्दिक शुभकामनाएँ।*

? *ईद उल फ़ित्र मुबारक* ?

Read More

મિત્રતા અને જીવનમાં મેઇત્રી નું મહત્વ મિત્રતા એટલે બસ મિત્રતા....અને. ...મુત્યુ...પર્યાપ્ત જિંદગી નું માર્ગીય મિશાલ એટલે મિત્રતા

Read More

માનવ જીવન ની સાંકળ એટલે મિત્રતા વેણ....